
એચ.સી. દાસપ્પા
1936ના અંતમાં મહાદેવભાઈ પોલીસોના અત્યાચારની તપાસ કરવા માયસોર આવ્યા ત્યારે હું ત્યાંની કાઁગ્રેસ કમિટિનો પ્રમુખ હતો. મહાદેવભાઈએ તપાસનો રિપોર્ટ બાપુને આપ્યો તેમાં મારો ય સારો ઉલ્લેખ કરેલો.
1940ના જાન્યુઆરીમાં હું સખત માંદો પડ્યો. વાતરોગના હુમલાથી હું જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. બાપુને જ્યારે મારી માંદગીની ખબર પડી તો મહાદેવભાઈ પાસે પત્ર લખાવીને મને સેવાગ્રામ બોલાવી લીધો.
એક રીતે હું અજાણ્યો માણસ હતો, પણ બાપુના રસને કારણે મને એમના સાનિધ્યનો લાભ મળ્યો. મુસાફરી કરી શકવા જેટલી સ્વસ્થતા પ્રાપ્ત થતાં જ 1940 ઓક્ટોબરમાં સેવાગ્રામ પહોંચ્યો. મારી માંદગી મારું સૌભાગ્ય બની ગઈ.
સૌથી પ્રથમ તો મને ખૂબ જ ચાવીચાવીને ખાવાની બાપુએ ફરજ પાડી. ત્યાર પછી ભારે પદાર્થો છોડાવી સાવ સાદું ભોજન આપવા માંડ્યું. મારું વજન ઘટવા લાગ્યું. પંદર દિવસમાં 158 પરથી 143 (રતલ) ઊતરી ગયું. પણ છેલ્લે છેલ્લે વજન ઘટવાની ગતિ ઓછી થતી ગઈ. એ અરસામાં નિસર્ગોપચારની તાલીમ લઈને શ્રી એસ.સી. દાસ વિલાયતથી આવી ગયા. બાપુએ મને ચિકિત્સા માટે એમને હવાલે કર્યો. એમણે તો બાપુ આપતા હતા એ ભોજન પણ બંધ કરી દીધું ! એમણે તો આખા દિવસમા માત્ર છ સંતરાં અને પાણીની જ રજા આપી. દરરોજ અરધો રતલ વજન ઘટાડવાની ક્રિયા ત્રણ મહિના સુધી ચાલી. છેલ્લા અઠવાડિયામાં તો મને માત્ર પાણી પર જ રાખ્યો. મારું વજન સાડીબેંતાલીસ રતલ ઘટી ગયું. દાસની સલાહથી બાપુએ મારો ખોરાક ચાલુ કર્યો. મારો રોગ તો કોણ જાણે ક્યાં નાસી ગયો! મારી રૂંધાયેલી પ્રાણશક્તિ જાણે ફૂટી નીકળી! હું હરવાફરવા લાગ્યો. મને નવજીવન જ મળ્યું.
મને શંકા છે કે બાપુ ન હોત તો હું ભાગ્યે જ આ આકરા નિયમોનું પાલન કરી શકત ! પાછળથી બાપુએ મને કહ્યું કે, ‘મેં તમારો ઈલાજ પૂરા વિશ્વાસથી શરૂ કર્યો હતો. કેમ કે દક્ષિણ આફ્રિકામાં મેં પારસી રૂસ્તમજીનો ઇલાજ આ જ રીતે કર્યો હતો.’ અત્યંત આશ્ચર્યની વાત તો એ કે અત્યંત અટપટા રાજદ્વારી રોકાણોવાળા રોજિંદા જીવનમાંથી બાપુ ચિકિત્સા માટે સમય ક્યાંથી કાઢી શકતા હતા !!
આશ્રમજીવનની વાત, કસ્તૂરબાનો ઉલ્લેખ કર્યા વિના અધૂરી જ ગણાય. બાપુની દેખરેખ ઉપરાંત રોગીઓના ભોજનની દેખરેખ પણ બા રાખતા હતાં. એમનો માતૃસ્નેહ અને વત્સલતા તો બહુ જાણીતાં છે. કસ્તૂરબા ખરેખર સાચા અર્થમા ‘મા’ હતાં. દેશભરના જાણીતા નેતાઓ આવતા એમના ભોજનનો પ્રબંધ પણ બા જ કરતાં. અને હું તો એમના માતૃસ્નેહને કોઈ દિવસ નહીં ભૂલું. તે દિવસે સંક્રાંતિ હતી. આશ્રમમાં ગોળની મીઠાઈ બની હતી, પરંતુ મને તે ખાવાની મનાઈ હતી. જ્યારે બધા જમી પરવાર્યાં ત્યારે બા ચૂપચાપ આવી મને થોડી મીઠાઈ આપી ગયાં ! આ એક નાનકડો પ્રસંગ છે પણ એ માતૃત્વથી ભીંજાયેલો છે. જ્યારે બધાં ખાતાં હોય ત્યારે એક દીકરાને મા કેમ ભૂખ્યો જોઈ શકે?
સંસ્કૃતના પ્રકાંડ ૫ંડિત શ્રી પરચૂરે શાસ્ત્રીનું નામ તો જાણીતું છે. એમને કોઢ (લેપ્રસી) થયો હતો અને આશ્રમમાં આવ્યા હતા. એક વાર તો શાસ્ત્રીજી દર્દથી એટલા તો બેચેન થઈ ગયા હતા કે એમણે બાપુને કહી દીધું કે હું આમરણ ઉપવાસ કરીશ. બાપુએ કંઈક વિચારીને એમને હા પાડી. ઉપવાસ દરમ્યાન બાપુ પોતે એમના ઘા ધોતા. ઉપવાસ એક અઠવાડિયું ચાલ્યા અને ચમત્કાર થયો. એમના ઘા રુઝાવા લાગ્યા અને ખુદ શાસ્ત્રીજીએ પોતે ઉપવાસ છોડવાનું કહ્યું ત્યારે બાપુએ હા પાડી. શાસ્ત્રીજીએ ઉપવાસ છોડ્યા તે દિવસે આશ્રમમાં નાનકડો ઉત્સવ ઉજવાયો.

પંડિત પરચૂરે શાસ્ત્રીની સુશ્રુષામાં મગ્ન બાપુ
‘હિંદ છોડો’ની ચળવળને કારણે લાંબા સમય પછી હું બાપુને પંચગનીમાં મળ્યો. ત્યારે રાજાજી હાજર હતા. જેવો હું એમની પાસે ગયો તેવું જ બાપુએએ રાજાજીને કહ્યું : ‘અરે ભાઈ! જુઓ તો! મેં આમનો ઈલાજ કર્યો અને સારા પણ કરી દીધા. પણ હજી સુધી મને ફી નથી આપી.’
હુ તો ઠરી જ ગયો! માત્ર એટલું જ બોલી શક્યો : ‘બાપુ! શું આપે મારી પાસે કંઈ માગ્યું હતું કે મેં નથી આપ્યું?’
‘તમને યાદ છે કે મેં તમને કહ્યું હતું કે તમારાં પત્ની અને બાળકોને સેવાગ્રામ લાવો; તે તમે લાવ્યા?’
બાપુની ચોટ સીધી હતી.
૫ત્ની અને બાળકોને સેવાગ્રામ લઈ જવા સિવાય મારે છૂટકો ન હતો. જીત બાપુની થઈ, પણ ફાયદો તો મને જ થયો!
એક વાર પૂનામાં જ્યારે બાપુજી દીનશા મહેતાના નિસર્ગ ઉપચાર કેન્દ્રમાં હતા ત્યારે હું એમને મળવા ગયો હતો. ત્યારે મેં જોયું તો બાપુ હિંદની પ્રાંત ભાષાઓની જાતજાતની વર્ણમાળા લઈને બેઠા હતા! આપણામાંથી કેટલામાં આવો ઉત્સાહ હશે? ત્યારે બાપુજીએ મને કહ્યું હતું કે ‘મારે સવા સો વર્ષ જીવવું છે. પણ દેશને હું કોઈ કામ લાગી શકું તો જ એટલુ જીવ્યું લેખે લાગ્યું ગણાય.’
08 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 306
![]()


“આખા ભારતવર્ષનાં સુખ દુઃખ, શુભ અશુભ અને જ્ઞાન અજ્ઞાન મારા હૃદયમાં આવી વસ્યાં છે. આજે હું ખરી સેવાનો અધિકારી થયો છું. હું જે થવા માટે રાત દિવસ મથતો હતો પણ થઈ શકતો નહોતો તે આજે થઈ ગયો છું. આજે હું ભારતવર્ષ છું. ભારતવર્ષની બધી જાતિઓ મારી જાતિઓ છે, બધાનું અન્ન એ મારું અન્ન છે.” આ શબ્દો છે ગૌરમોહન ઉર્ફે ગોરાના. આ ગૌરમોહન તે રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’નો નાયક. ‘તમે ગુરુદેવની ગોરા વાંચી છે?’ એવો પ્રશ્ન કોઈએ શરદબાબુને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપેલો: ‘મેં ગોરા વાંચી છે? હા, એક વાર નહીં, બે વાર નહીં, ચોસઠ વાર વાંચી છે!’ એવું તે શું છે આ ‘ગોરા’ નવલકથામાં કે શરદબાબુ જેવા અત્યંત લોકપ્રિય નવલકથાકાર એ ચોસઠ વખત વાંચે? પહેલી વાત તો એ કે ગદ્યમાં અને નવલકથા રૂપે લખાયેલી ગુરુદેવની આ કૃતિ મહાકાવ્યને આંબવા મથતી એક અસાધારણ નવલકથા છે. ઓગણીસમી સદીના સંક્રાંતિ કાળનું, એ કાળનાં મંથનો, વિચારો, પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ અને ઘટનાઓનું પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. કહેવાય છે કે કથાનાયક ગૌરમોહનનું પાત્ર ટાગોરે આયરિશ ભારતપ્રેમી સન્નારી સિસ્ટર નિવેદિતા અને સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વના કેટલાક ઘટકોના મિશ્રણમાંથી નીપજાવ્યું છે અને એ મિશ્રણમાં પોતાના વ્યક્તિત્વના કેટલાક અંશો પણ ભેળવ્યા છે. કહેવાય છે કે સિયાલદા ખાતેની ટાગોરની જાગીરમાં એક સાંજે સિસ્ટર નિવેદિતા અને ટાગોર હાઉસ બોટમાં બેઠાં હતાં ત્યારે સિસ્ટર નિવેદિતાએ કહ્યું કે મને કોઈ વાર્તા કહો. ત્યારે ટાગોરે ગોરાની કથા કહી. પછીથી તેમણે એ વાર્તા નવલકથા રૂપે લખી જે બંગાળી ભાષાના જાણીતાં માસિક ‘પ્રવાસી’માં ૧૯૦૬થી ૧૯૦૯ દરમ્યાન હપ્તાવાર પ્રગટ થઈ. ૧૯૧૦માં તે પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઈ. સુરેન્દ્રનાથ ટાગોરે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૨૪માં પ્રગટ થયો. ત્યાર બાદ ૧૯૯૭માં સુજિત મુખોપાધ્યાયે કરેલો અનુવાદ પ્રગટ થયો. રાધા ચક્રવર્તીએ કરેલો ત્રીજો અંગ્રેજી અનુવાદ ૨૦૦૯માં પ્રગટ થયો. રમણલાલ સોનીએ કરેલો ગુજરાતી અનુવાદ બે ભાગમાં ૧૯૮૦માં પ્રગટ થયો હતો.
મારામાં લખાયેલી એ બ્લ્યુપ્રિન્ટ નું શિર્ષક હતું ‘ સૂર્યમુખી’