અમદાવાદમાં કેટલું બધું છે :
૧. મિની બાંગ્લાદેશ
૨. મિની પાકિસ્તાન
૩. મિની સૌરાષ્ટ્ર
૪. બોર્ડર એરિયા
કમાલ છે!
એક શહેરમાં બીજા બે નાના નાના દેશ પણ છે! અને સરહદો પણ છે! આવું ક્યાં ય સરકારી ચોપડે તો નથી, પણ લોકજીભે છે.
ચાલો,
૧. મિની બિહાર
૨. મિની યુ.પી.
૩. મિની મહારાષ્ટ્ર
૪. મિની રાજસ્થાન
૫. મિની મારવાડ
વગેરે વગેરે પણ અમદાવાદમાં છે એવું કોઈ કહેતું નથી.
કાલે આવું પણ કહેવાય તો આશ્ચર્ય નહીં પામવાનું, હા. આ તો ગરવી ગુજરાત છે!
અને હા, રાજ્ય એટલે કે સરકાર કેટલી નિર્દય, કેટલી નિર્મમ અને કેટલી નરાધમ હોઈ શકે એનો પુરાવો જેઓ ઝૂંપડામાં કે એવાં કાચાં મકાનોમાં રહે છે એમને આપી રહી છે. એ આજે એક સમુદાયને મળે છે, કાલે કોઈક બીજા સમુદાયને પણ એવો જ પરચો મળી શકે.
અમદાવાદના નારણપુરા વિસ્તારના રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીના રસ્તાને પહોળો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોના વિરોધને જ્યારે બિલકુલ નહીં સાંભળે ત્યારે જે નરાધમતાનો પરચો આજે ગરીબોને મળી રહ્યો છે, એ ધનવાનોને પણ મળશે. ધનવાનોને એ ગરીબો જેટલો ન લાગે એ તો સાવ સ્વાભાવિક છે.
મૂળભૂત મુદ્દો રાજ્યના એટલે કે સરકારના સ્વભાવનો છે. અને એ છે નિર્દયતા. એનામાં માનવતા જેવું કશું હોય નહીં, અને ત્યારે તો ખાસ કે જ્યારે એ તાનાશાહી વલણો ધરાવતી હોય. અને હા, સરકારની નિર્દયતાને જેઓ વખાણે છે તેઓ તો સરકાર કરતાં વધારે નિર્દય હોય છે.
તા.૨૯-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર