આસ્વાદ
તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
– સુન્દરમ્
૦
દરેક પ્રેમી તેની પ્રેમિકાને કેટલો પ્રેમ કરે છે ને કેવી રીતે કરે છે તે તેની પ્રેમિકાને કહેવા ઈચ્છતો હોય છે ને એની ખૂબી એ છે કે બધી રીતો ને બધી માત્રા કહેવાઈ ગયા પછી પણ પ્રેમીને સંતોષ નથી થતો.એમ લાગે કે હજી કૈંક રહી ગયું છે અથવા તો આમ કહ્યું હોત તો વધારે ઠીક થયું હોત, એવું લાગે છે ને લાગ્યા જ કરે છે. એવો પ્રેમી પાક્યો નથી જેણે તેના પ્રેમની મહત્તમ માત્રા પ્રગટ કરવા ધારી ન હોય. કહેવાનું તો આટલું જ છે કે હું તને ઝંખું છું. ચાહું છું .પ્રેમ કરું છું … પણ એટલું કહેવામાં ઘણીવાર જિંદગી ટૂંકી પડી જતી હોય છે. મિત્રો, તમે તમારા પ્રિય પાત્રને કેટલું ચાહો છો તે કહેવાના શબ્દો મનમાં ગોઠવો. ગોઠવાઈ તો જશે, પણ કહેવાશે નહીં એટલે કે એકઝેટ જે લેવલે કહેવા માંગશો તે લેવલે કહેવાશે નહીં. એમાં જો કહેનાર કવિ હશે તો તે કહી કહીને થાકશે. દરેક વખતે નવી રીત જડશે ને બીજી જ મિનિટે તે જૂની થઇ જશે. સાધારણ પ્રેમી કહેવાની કોશિશ કરશે ને પછી હથિયાર હેઠાં મૂકતાં કહી દેશે, ’જવા દે, નહીં કહેવાય.’ ને એવી પ્રેમિકા નથી જન્મી જે જાણવા ન ઈચ્છતી હોય કે તેનો પ્રેમી તેને કેટલું ચાહે છે. એવું પ્રેમી કદાચ એટલી તીવ્રતાએ જાણવા ઉત્સુક નથી હોતો. ’તારી છું.’ એટલું કાન પર પડે કે તેને તો વિશ્વવિજયનો આનંદ પ્રગટે. પણ પ્રેમીને ધરવ નથી થતો.
 આજે જો કે લાગણી, પ્રેમ સગવડિયાં થઇ ગયાં છે ત્યાં આવી વાતોનો બહુ મતલબ નથી રહ્યો. પણ આંસુ જો મગરનાં આવતા હોય તો પણ આંસુ આવે તો છે જ. જેમ એ નકલી હોય એમ જ એ અસલી પણ હોય. એક પણ સાચું આંસુ ટેરવાં પર સૂર્યકિરણમાં ઝગારા મારતું ઝીલાશે ત્યાં સુધી પ્રેમની ઝંખના કોઈક સ્તરે રહેવાની છે. ભલે નકલી હોય, પણ આંસુ પાપણ પર ન લવાય ત્યાં સુધી તે છેતરી શકતાં નથી. એવું જ પ્રેમનું છે. નકલી પ્રેમ પણ કરવો તો અસલી રીતે જ પડે છે. એટલી સચ્ચાઈ ક્યાંક તો હશે જ. એનું વિચારીએ.
આજે જો કે લાગણી, પ્રેમ સગવડિયાં થઇ ગયાં છે ત્યાં આવી વાતોનો બહુ મતલબ નથી રહ્યો. પણ આંસુ જો મગરનાં આવતા હોય તો પણ આંસુ આવે તો છે જ. જેમ એ નકલી હોય એમ જ એ અસલી પણ હોય. એક પણ સાચું આંસુ ટેરવાં પર સૂર્યકિરણમાં ઝગારા મારતું ઝીલાશે ત્યાં સુધી પ્રેમની ઝંખના કોઈક સ્તરે રહેવાની છે. ભલે નકલી હોય, પણ આંસુ પાપણ પર ન લવાય ત્યાં સુધી તે છેતરી શકતાં નથી. એવું જ પ્રેમનું છે. નકલી પ્રેમ પણ કરવો તો અસલી રીતે જ પડે છે. એટલી સચ્ચાઈ ક્યાંક તો હશે જ. એનું વિચારીએ.
કવિને મન થાય છે તે કેવી રીતે પ્રેયસીને ઝંખે છે તે કહેવાનું ને તે કહે છે, ‘તને મેં ઝંખી છે -‘ સાવ સાદી વાત છે. કોઈ પણ પ્રેમી કહે તેવી. હું તને ચાહું છું – એ જ વાત છે. પણ ત્યાં પૂર્ણવિરામ નથી – ડેશ છે. એનાથી અટકી જવાયું છે, પગ પાસે તીર આવી પડ્યું હોય તેમ. પરાણે લગામ ખેંચાઈ ગઈ જાણે! પછી દોડવીર લાંબું દોડવા બે ડગલા પાછળ જાય ને ધસતો પાછો આવે તેમ પંક્તિ આવે છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
પ્રેમિકા નવરી નથી. વારંવાર પ્રેમીએ કહેવાની કોશિશ કરી છે પણ તે સફળ થયો નથી, કારણ પ્રેમિકા થોભતી નથી – કદાચ ડરે છે, કદાચ માનુની છે .કદાચ સુમાર જુએ છે. ને પ્રેમી અત્યાર સુધી નિષ્ફળ ગયો છે. એ નક્કી કરે છે, આ વખતે તો એવું તંતોતંત કહેવું કે પ્રેયસીને થંભ્યા વગર છૂટકો ન થાય.
પ્રેમિકા આવી છે, વધારે થોભવાની નથી ને જાય તે પહેલાં જીવ રેડીને એટલું કહી દેવાનું છે કે પછી કંઈ કહેવાનું રહે જ નહીં. અહીં બોલતાં તેણે શબ્દો વીણી વીણીને બધી જ લાગણી કહી દેવાની છે ને કહી દે છે, ‘યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’
કેટલા અક્ષર છે? પૂરા સત્તર. સત્તર અક્ષરમાં કવિએ સત્તરસો પંક્તિમાં ન સમાય એટલું ઠાંસીને કહી દીધું છે. શું કહ્યું છે? યુગોથી, એટલે કે લાંબો સમય ખંડ કવિએ પસંદ કર્યો. કેવો છે આ ખંડ? ધીખેલો. બળબળતો. તે ય પ્રખર. ને પેલો સમય ખંડ વિસ્તાર પણ સૂચવે છે. કેવો વિસ્તાર? તો કે સહરાનો. ને સહરા એટલે? રણ. રણ જ નહીં જગતનું મોટામાં મોટું રણ. હવે જે કહેવાયું છે તેને સમજીએ. એવું મોટું રણ જે પ્રખર છે ને ધીખે છે, તે ય આજકાલથી નહીં, યુગોથી ધીખે છે. મતલબ કે યુગોથી ધીખેલા રણના કણેકણની જેવી તરસ હોય, એવી તરસથી તને મેં ઝંખી છે એવું કવિ કહી દે છે .. કઈ એવી અભાગણી પ્રેમિકા હશે જે આવા પ્રેમીને નકારશે? એક મનુષ્ય તેની અતિ ઉત્કટ પ્રેમની લાગણી ઓછામાં ઓછા જેટલા અક્ષરોમાં કહી શકે તે અહીં કહેવાયું છે. ઉત્કટ અભિવ્યક્તિનું આ નાનકડું બ્રહ્માંડ છે.
હવે એમ કહું કે આ છંદમાં છે તો માનશો? હા, તે શિખરિણી છંદમાં છે. ૧૭ અક્ષરી સંસ્કૃત છંદ છે. તેનું લઘુગુરુ – માપ આ છે.
લગાગાગાગાગા લલલલલગા ગાલલલગા
પહેલી પંક્તિમાં છંદના પહેલા છ અક્ષરો છે.
તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
તમને થશે, આ જેટલું કહ્યું તેટલું પૂરતું નો’તું તે છંદનું ય પિંજણ માંડ્યું? ચાલે, એની વાત ન કરીએ તો, પણ જરા નજર માંડીએ તો ખરા.
યાદ કરો, પ્રેમી કહેવા મથે છે ને મહત્તમ માત્રામાં કહેતાં થાકી ગયો છે. બોલી તો દે છે, તને મેં ઝંખી છે – પણ થાકે છે, નિશ્વાસ મૂકાઈ જાય છે ને તે ૧૭ અક્ષરના છંદના બાકીના અગિયાર અક્ષરો પર ફરી વળે છે. એટલે બાકીના અક્ષરો દેખાય ક્યાંથી? શિખરિણીની બીજી પંક્તિ જુઓ : યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી. બરાબર બોલશો તો શિખર ચડવાની અનુભૂતિ એ પંક્તિ બોલવાથી થશે. પ્રેમની તીવ્રતમ અભિવ્યક્તિ શિખર ચડવા જેવી જ નથી? એટલે જ કવિએ દોઢ પંક્તિ શિખરિણીમાં કરી. છંદનો આ આનંદ છંદમાંથી જ મળે, એ અન્ય રીતે શક્ય જ નથી.
@@@
e.mail : ravindra21111946@gmail.com
 


 આદર રળવાનો હોય કે બીજાએ આપવો જ જોઈએ એવો આગ્રહ રાખવાનો હોય. આ એક મુદ્દો થયો. બીજો મુદ્દો એ છે કે કેટલીક સંસ્થાઓની પ્રતિષ્ઠા જળવાઈ રહેવી જોઈએ અને કોઈ પણ સંજોગોમાં તેની અવમાનના કરવા દેવામાં ન આવે એવું રક્ષાકવચ કોને અને કોની સામે આપવામાં આવ્યું છે? ફોડ પાડીને કહીએ તો લોકશાહી દેશોમાં ન્યાયતંત્રને જે રક્ષાકવચ આપવામાં આવ્યું છે એ કોની સામે આપવામાં આવ્યું છે?
આદર રળવાનો હોય કે બીજાએ આપવો જ જોઈએ એવો આગ્રહ રાખવાનો હોય. આ એક મુદ્દો થયો. બીજો મુદ્દો એ છે કે કેટલીક સંસ્થાઓની પ્રતિષ્ઠા જળવાઈ રહેવી જોઈએ અને કોઈ પણ સંજોગોમાં તેની અવમાનના કરવા દેવામાં ન આવે એવું રક્ષાકવચ કોને અને કોની સામે આપવામાં આવ્યું છે? ફોડ પાડીને કહીએ તો લોકશાહી દેશોમાં ન્યાયતંત્રને જે રક્ષાકવચ આપવામાં આવ્યું છે એ કોની સામે આપવામાં આવ્યું છે? આ દેશમાં લોકતંત્રનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે. આનું સૌથી મોટું પ્રમાણ એ છે કે હવે સર્વોચ્ચ અદાલત સત્તાધારીઓ સામે જેનું રક્ષણ કરવાનું છે એ નાગરિકો પાસે પોતાનો આદર જાળવવાનો આગ્રહ રાખી રહ્યું છે. જજો કાંઈ પણ કરે, સત્તાધારીઓ સમક્ષ લોટાંગણ લે, પણ નાગરિકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ જળવાઈ રહેવો જ જોઈએ અને આદર આપવો જ જોઈએ. જો કોઈ ટીકા કરે તો અદાલતની અવમાનના કરવાના કાયદાનો નાગરિક સામે ઉપયોગ કરવામાં આવે છે. સ્વાર્થવશ કાયદાના રાજનું ઉલ્લંઘન કરનારાઓનું રક્ષણ અને કાયદાનું રાજ જળવાઈ રહે એ માટે મથનારા પારકી છઠ્ઠીના જાગતલોને સજા. ઊંધું થઈ રહ્યું છે. જેનાથી રક્ષણ કરવાનું છે તેનું રક્ષણ કરવામાં આવે છે અને જેનું રક્ષણ કરવાનું છે એનું રક્ષણ કરવામાં આવતું નથી અને ઉપરથી એને જ ડરાવવામાં આવે છે.
આ દેશમાં લોકતંત્રનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે. આનું સૌથી મોટું પ્રમાણ એ છે કે હવે સર્વોચ્ચ અદાલત સત્તાધારીઓ સામે જેનું રક્ષણ કરવાનું છે એ નાગરિકો પાસે પોતાનો આદર જાળવવાનો આગ્રહ રાખી રહ્યું છે. જજો કાંઈ પણ કરે, સત્તાધારીઓ સમક્ષ લોટાંગણ લે, પણ નાગરિકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ જળવાઈ રહેવો જ જોઈએ અને આદર આપવો જ જોઈએ. જો કોઈ ટીકા કરે તો અદાલતની અવમાનના કરવાના કાયદાનો નાગરિક સામે ઉપયોગ કરવામાં આવે છે. સ્વાર્થવશ કાયદાના રાજનું ઉલ્લંઘન કરનારાઓનું રક્ષણ અને કાયદાનું રાજ જળવાઈ રહે એ માટે મથનારા પારકી છઠ્ઠીના જાગતલોને સજા. ઊંધું થઈ રહ્યું છે. જેનાથી રક્ષણ કરવાનું છે તેનું રક્ષણ કરવામાં આવે છે અને જેનું રક્ષણ કરવાનું છે એનું રક્ષણ કરવામાં આવતું નથી અને ઉપરથી એને જ ડરાવવામાં આવે છે. એક બાબત સ્પષ્ટ છે કે દરેક રાજકીય પક્ષને તેના ખરાખોટા આદર્શો હોય છે, હિત અને હેતુઓ હોય છે. દરેકનું અંતિમ લક્ષ્ય ક્યાંક ને ક્યાંક, કોઈકને કોઈક સત્તા પ્રાપ્ત કરી ત્યાં ટકી જવાનું હોય છે. એ જુદી વાત છે કે ગમે તેટલું ટકવા છતાં, ક્યારેક તો સત્તા દરેકે છોડવી જ પડે છે અથવા તો કોઈ તે છોડાવે જ છે. કોઈ સરમુખત્યાર પણ કાયમ એકહથ્થુ સત્તા લાંબો સમય ભોગવી શક્યો નથી ને જ્યાં લોકશાહી છે ત્યાં તો સત્તા પરિવર્તન ક્યારેક તો અનિવાર્ય પણ થઈ પડે છે. ભારત સ્વતંત્ર થયું ત્યારથી મુખ્યત્વે કાઁગ્રેસ દાયકાઓ સુધી સત્તામાં રહી, પછી ભા.જ.પ.નું શાસન આવ્યું. તેને ય બે ટર્મ મળી છે. જો કાઁગ્રેસ અસ્તાચળે હોય તો ભા.જ.પ.ને પણ તેની ગતિ છે જ. તેનાં વિકલ્પો જડશે તો પ્રજા તે તરફ જોશે ને ઠીક લાગશે તો તે દિશામાં વળશે પણ ખરી, એટલે સાચું તો એ છે કે સમયનો સ્વભાવ જ પરિવર્તનનો છે ને તે સ્વીકાર્યે જ છૂટકો છે. અંગ્રેજોને વહેમ હતો કે તેમને સૂર્યાસ્ત જ નથી, પણ તે પછી ઘણા સૂર્યાસ્ત તેમણે જોવાના થયા. કાઁગ્રેસને પણ એવો સમય આવ્યો જ્યારે લાગતું હતું કે નહેરુ પછી કોણ? તે પછી પણ ઘણાં વંશીય પરિવર્તનો, બીજાએ તો ઠીક, ખુદ કાઁગ્રેસે જ જોયાં. ભા.જ.પે. પણ બાજપેયી ને મોદીની સત્તા જોઈ, પરખી છે, એમાં પણ પરિવર્તન આવશે. ધારો કે વિપક્ષો પરિવર્તન નહીં લાવે તો ભા.જ.પ.માંથી જ પરિવર્તનનો સૂર ઊઠે એમ બને. ભા.જ.પ.ને એટલી ધીરજ નથી કે પ્રજા સરકાર બદલે તેની રાહ જુએ, એટલે એના જ મોવડીઓ સરકાર બદલી કાઢે છે ને વચ્ચે વચ્ચે મંત્રીઓ પણ બદલતા રહે છે. એટલે બીજાને તો ઠીક, પરિવર્તન તો ભા.જ.પ.ને પણ સ્વીકાર્ય છે, તેની ના પાડી શકાય એમ નથી.
એક બાબત સ્પષ્ટ છે કે દરેક રાજકીય પક્ષને તેના ખરાખોટા આદર્શો હોય છે, હિત અને હેતુઓ હોય છે. દરેકનું અંતિમ લક્ષ્ય ક્યાંક ને ક્યાંક, કોઈકને કોઈક સત્તા પ્રાપ્ત કરી ત્યાં ટકી જવાનું હોય છે. એ જુદી વાત છે કે ગમે તેટલું ટકવા છતાં, ક્યારેક તો સત્તા દરેકે છોડવી જ પડે છે અથવા તો કોઈ તે છોડાવે જ છે. કોઈ સરમુખત્યાર પણ કાયમ એકહથ્થુ સત્તા લાંબો સમય ભોગવી શક્યો નથી ને જ્યાં લોકશાહી છે ત્યાં તો સત્તા પરિવર્તન ક્યારેક તો અનિવાર્ય પણ થઈ પડે છે. ભારત સ્વતંત્ર થયું ત્યારથી મુખ્યત્વે કાઁગ્રેસ દાયકાઓ સુધી સત્તામાં રહી, પછી ભા.જ.પ.નું શાસન આવ્યું. તેને ય બે ટર્મ મળી છે. જો કાઁગ્રેસ અસ્તાચળે હોય તો ભા.જ.પ.ને પણ તેની ગતિ છે જ. તેનાં વિકલ્પો જડશે તો પ્રજા તે તરફ જોશે ને ઠીક લાગશે તો તે દિશામાં વળશે પણ ખરી, એટલે સાચું તો એ છે કે સમયનો સ્વભાવ જ પરિવર્તનનો છે ને તે સ્વીકાર્યે જ છૂટકો છે. અંગ્રેજોને વહેમ હતો કે તેમને સૂર્યાસ્ત જ નથી, પણ તે પછી ઘણા સૂર્યાસ્ત તેમણે જોવાના થયા. કાઁગ્રેસને પણ એવો સમય આવ્યો જ્યારે લાગતું હતું કે નહેરુ પછી કોણ? તે પછી પણ ઘણાં વંશીય પરિવર્તનો, બીજાએ તો ઠીક, ખુદ કાઁગ્રેસે જ જોયાં. ભા.જ.પે. પણ બાજપેયી ને મોદીની સત્તા જોઈ, પરખી છે, એમાં પણ પરિવર્તન આવશે. ધારો કે વિપક્ષો પરિવર્તન નહીં લાવે તો ભા.જ.પ.માંથી જ પરિવર્તનનો સૂર ઊઠે એમ બને. ભા.જ.પ.ને એટલી ધીરજ નથી કે પ્રજા સરકાર બદલે તેની રાહ જુએ, એટલે એના જ મોવડીઓ સરકાર બદલી કાઢે છે ને વચ્ચે વચ્ચે મંત્રીઓ પણ બદલતા રહે છે. એટલે બીજાને તો ઠીક, પરિવર્તન તો ભા.જ.પ.ને પણ સ્વીકાર્ય છે, તેની ના પાડી શકાય એમ નથી.