દૂર સામીપ્યમાં સ્વપ્ન પ્રસરાવી દે છે,
કાળ કઠણ છે ચોખટ પર લાવી દે છે.
તીવ્ર ધ્વનિ ઘેઘુર દૃશ્ય રાતાં તોફાન,
ઊના ઉજાગરા આંખ પર ખીંટી તરે છે.
ચૈતર જેવી ચાંદની પલકોથી નીકળે,
દીવાસ્વપ્ન પાંપણનાં પલકારે ટપકે છે.
પક્ષી જેવો હું ટહુક્યો તો કેવું થયું ?
મનની વ્હાલસોયી ડાળખી પણ ફરફરે છે,
તારી કાયા જ તારી ઊગમણી દિશા છે,
દીવાસ્વપ્ન ટેવવશ ફક્ત જિંદગી કાપે છે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


અડધી વસતિ સ્ત્રીઓની છે, બાકીની વસતિ પુરુષોની છે, પણ પોણા ભાગની વસતિ સ્ત્રી પર શંકા કરતી હોય તો નવાઈ નહીં ! કહેવાનું તાત્પર્ય એ છે કે એ શંકા કરવામાં પુરુષો ઉપરાંત સ્ત્રીઓ પણ જોડાતી હોય છે. સ્ત્રી, સ્ત્રીની શંકાથી પણ પર નથી. કેમ થાય છે શંકાઓ ને શેની થાય છે? મોટા ભાગના સમાજો સ્ત્રીને કોઇની સાથે સંબંધ હશે, એ બાબતે શંકા કરતાં હોય છે. એમાં સ્ત્રી કુંવારી હોય કે પરણેલી કે વિધવા, શંકાથી પર નથી. સ્ત્રી કુંવારી હોય તો તેને કોઈ સાથે સંબંધ હશે કે પરણેલી હોય તો પતિ સિવાય કોઇની સાથે જોડાયેલી હશે કે વિધવા હોય તો કોઈ પુરુષને ચાહતી હશે – જેવું માની લેવામાં સમાજને બહુ વાંધો આવતો નથી ને એમ માની લેવામાં સ્ત્રીઓ પણ પાછળ નથી. જ્યારે વાસ્તવિકતા એ પણ છે કે નાની બાળકીથી માંડીને ડોશી સુધીની કોઈ પણ સ્ત્રી પુરુષના અત્યાચારનો ભોગ બનતી આવી છે ને પુરુષ ભાગ્યે જ એને માટે જવાબદાર ગણાતો હોય છે. સ્ત્રીનું જવું આવવું, તેનો પહેરવેશ, તેનો દેખાવ આ બધું જ પુરુષને આમંત્રણ આપે છે એવું મોટે ભાગે સમાજ માનતો હોય છે. એ વિચારીએ તો સ્ત્રીએ ઘરની બહાર જ ન નીકળવું એવો એનો અર્થ થાય, પણ ઘરની બહાર ન નીકળે તો સ્ત્રી સલામત છે એવું પણ નથી. આક્રમણ બહારથી જ થાય એવું ક્યાં છે? ઘરમાં પણ સ્ત્રીને સલામતીના પ્રશ્નો તો છે જ !