ભારત ભલે એક દેશ તરીકે સમૃદ્ધ કળા અને સમાજ વ્યવસ્થાનુ માળખું ધરાવે, પરંતુ વિશેષ સંજોગોમાં મળેલી આઝાદી, એક રાષ્ટ્ર બનવું, વગેરે આયમો એને સહેજ નોખો બનાવે છે. ગાંધી ઓછાયામાં લગભગ એક પક્ષીય સરકાર વ્યવસ્થા વર્ષો સુધી રહી. જે મહદ્દ અંશે વ્યક્તિ કેન્દ્રી બની રહી અને નાના અપવાદ બાદ કરતાં નેવુંના દાયકા સુધી એ રહી. ત્યાર બાદ મિશ્ર સરકારો – બનતી બિગડતી રહી. આ બધામાં રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા પ્રાદેશિક પક્ષોનું બાહુલ્ય ઉભર્યું. લોકશાહીમાં ઓછા રાજકીય પક્ષો કદાચ વધુ ગુણકારી. ટૂંકા રાજકીય સ્વાર્થો માટે સર્જાયેલા પ્રદેશિક પક્ષો અને એના નેતાઓએ ભારતના પોતને ઘણે અંશે નુકસાન પહોંચાડ્યું છે. સરકાર અને પ્રજા વચ્ચે ઘણા પ્રકારના સંગઠનો સેતુરૂપ બનતા હોય છે. બિન રાજકીય સેવાકીય સંગઠનો, મજૂર સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો મુખ્ય પ્રકાર કહી શકાય. આ સંગઠનો પ્રજાકીય કાર્યો તો કરે જ સાથે લોક જાગૃતિ અને લોકમત કેળવવાનું કામ પણ કરે. અત્યારની કમનસીબી આ સંગઠનોનું નબળું પડવું છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારના સંગઠનોનું લોકાભિમુખના બદલે પક્ષીય બની જવું છે. આ સંગઠનો દ્વારા લોકોનો અવાજ – પ્રજાના પ્રશ્નો શાસન વ્યવસ્થા સુધી પહોંચતા. આ પ્રકારના સંગઠનો સંવાદ સાધવાનું મધ્યમ બને એ મૂળભૂત હેતુ ક્ષીણ થતો ગયો. અત્યારે અનિશ્ચિતતા, અસંતોષ વચ્ચે સંવાદનો અભાવ ઉભરે છે એના મૂળમાં આ છે. એકવીસમી સદીની શરૂઆતથી ફરીથી વ્યક્તિ કેન્દ્રી શાસન વ્યવસ્થા ઊભરી એમ કહીએ તો ચાલે. જેણે આ સંગઠનોને પોતાના સ્વાર્થ માટે નબળા બનાવ્યા.
સરકાર અને પ્રજા બંનેને કશું કહી શકે એવા આવજો આઝાદી પછી સહજ મળતા રહ્યા. લોકનેતા હોય, પત્રકારો હોય કે જે તે સમયના પક્ષના નેતાઓ પણ હોય. આ નરવા આવજો દેશની ચેતનાને જીવતી રાખનારા પરિબળો બની રહેતા. એમનો અવાજ વ્યક્તિ કે પક્ષ નહીં પણ દેશ અને અંતિમજનની ખેવના એ જ ઉદ્દેશ્ય સાથેનો રહેતો. ભારત દેશનો અંતિમ નરવો અવાજ કદાચ લોકનાયક જયપ્રકાશ નારાયણ બની રહ્યા. પછી તો જાણે વામણા બનવાની હોડ જ ચાલી છે.
સતત બદલાતા રહેતા રાજકીય અને પ્રજાકીય પરિપ્રેક્ષ્યમાં સૂચના પ્રદ્યોગિકી ક્રાંતિ આવી! સમૂહ માધ્યમો, સામાજિક મધ્યમોનો પ્રભાવ વધતો ગયો. વધતી મધ્યમ વર્ગીય સામાજિક વ્યવસ્થામાં આ માધ્યમોએ મોટા પાયે પરિમાણો બદલ્યા. છેલ્લા દાયકાના રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાના આંદોલનો નિસ્બત સાથે શરૂ થતાં દેખાયા પછી જાણે દિશાવિહીન બની જતાં લાગ્યા. આ સામાજિક ચિંતાનો વિષય એ રીતે ચર્ચાયો જ નહીં. ઊભરી આવેલા નેતાઓ `ગોઠવાઈ’ ગયા, માધ્યમોને TRP મળી! અને પ્રજાને નિરાશા! મજાની વાત એ છે કે પ્રજા સુધી આ નિરાશા ન પહોંચે એનું ધ્યાન પણ રખાયું!
આંગળીના ટેરવે મંતવ્યોનો ફેલાવો આપણને માફક આવી ગયો છે. આ મધ્યમોની વિશેષતા એ છે કે આપણે જેવું વિચારીએ એવું બતાવે – વંચાવે! આ ચક્રમાં એવા ફસાઈએ કે સારું નરસું – સત્ય અસત્ય ધૂંધળું થઈ જાય. સામાજિક મધ્યમોના વિશેષ સ્થાનો પર વ્યક્તિ જાણે જે તે પક્ષનો સક્રિય સભ્ય જ બની રહે છે. કોઈ વિશેષ ઘટના અંગે જાણકારી મેળવવી હોય તો રીતસર પ્રયત્નો કરવા પડે. સમૂહ માધ્યમો `બધાથી પહેલા’ બતાવી દેવા અધકચરી માહિતી પીરસીને વિસરી જાય. સામાજિક માધ્યમો પક્ષ કે વ્યક્તિને લક્ષ્ય બનાવવામાં વ્યસ્ત હોય. સતત વિવેક વિસરાવાનું આભ ફાટતું હોય ત્યારે થીગડું દેવા-વાળું કોણ?
ત્યારે કરીશું શું?
લોકશાહીના મૂળમાં આ જવાબ મળે છે. `લોક’ પાસે. મતદાર તરીકે, નાગરિક તરીકે જે તે ધર્મના / સમાજના / જ્ઞાતિના ન બની રહેતા `લોક’ બનીએ. દેશ આપણો છે. 6 ઈંચના સ્ક્રીનને આપણી વિચારશક્તિ ન સોંપીએ. અત્યારે બહુ વપરાતો શબ્દ છે `ટ્રોલ’. સામાજિક માધ્યમો પર સક્રિય રહેતી વ્યક્તિઓને પોતે ક્યારે ટ્રોલર બની જાય છે એ ખ્યાલ જ નથી આવતો. સ્વાભાવિક પણ છે કારણ કે લોકશાહીના સ્તંભ કહેવાય એવા પત્રકારો, વિશ્લેષકો, નેતાઓ પણ સહજ ટ્રોલર બની જતાં દેખાય છે.
સમયની – વહેણની માંગ છે કે સહેજ રોકાઈએ, પક્ષ કે વ્યક્તિનું નહીં પ્રજાનું શ્રેય શેમાં છે એ વિચારીએ. સ્વસ્થ જવાબદેહી અંગે સભાન બનીએ. નાગરિક તરીકે આપણે જ ટૂંકા ગાળાના સ્વાર્થો વિચારીશું તો શાસકોને તો માફક જ આવશે. પોતે જ પોતાનો નરવો અવાજ સાંભળીએ – બનીએ.
e.mail : Urvinshah50@gmail.com
![]()


મોટે ભાગે ફિલ્મની શરૂઆતમાં અક્ષય કુમાર, એક જાહેરાતમાં, એના સિગારેટ પીતા મિત્રને કહે છે કે જેટલા પૈસામાં એ સિગારેટ ખરીદે છે એટલામાં તો એની પત્નીને સેનેટરી પેડ ખરીદીને આપી શકે, જેથી ગંદુ કપડું વાપરવાથી થતી બીમારીથી તે બચી શકે. અક્ષય કુમાર તો ‘પેડમેન’માં પણ દેખાયો ને એણે સ્ત્રીઓનાં આરોગ્યની સુરક્ષાનો પ્રચાર પણ કર્યો. સ્વચ્છતા સંદર્ભે તેણે ‘ટોયલેટ : એક પ્રેમકથા’ ફિલ્મ કરી જેમાં ટોયલેટની જરૂરિયાતનું મહત્ત્વ સમજાવ્યું. એટલે એક સારા આરોગ્ય સંવર્ધક તરીકેની અક્ષયની છાપ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે પ્રોડક્ટની મળતી જાહેરાતની ઓફરો અંગે કહ્યું કે જાહેરાત કરવાથી ઘણા પૈસા મળે એમ છે, પણ જે ખોટું છે તે ખોટું જ છે ને તેવી નબળી વસ્તુઓની જાહેરાતોમાં તે નહીં જ પડે. એ અક્ષય કુમાર હવે ‘વિમલ’ની ‘જુબાં કેસરી’ જાહેરાતમાં જોડાયો છે. એ જાહેરાતમાં, શરૂઆતમાં અજય દેવગણ આવતો હતો. એક તરફ અજય નશીલા પદાર્થોથી દૂર રહેવાનું લોકોને કહે છે ને બીજી તરફ પાન મસાલાની જાહેરાત કરવાથી પણ નથી ચૂકતો. તેની સાથે શાહરુખ ખાન પણ જોડાયો ને તે ઓછું હોય તેમ હવે અક્ષય કુમાર ઉમેરાયો છે. આ ત્રણ ત્રણ જણા ‘વિમલ’ની જાહેરાતમાં જોડાય તો લોકો વધારે ખેંચાય ને વસ્તુ વધુ ઊપડે એમ બનવાનું. અક્ષય કુમાર તો અગાઉ સિગારેટની જાહેરાત પણ કરી ચૂક્યો છે. એ સ્વસ્થ ભારતની વાત કરે છે ને એમ કરીને પોતે તો સ્વસ્થ રહે છે પણ, પાન મસાલાની જાહેરાત કરીને ભારત અસ્વસ્થ થાય એવું પણ કરે છે. ‘વિમલ’ની જાહેરાતમાં અક્ષય કુમારથી પત્તો ન લાગે તો બીજા ફિલ્મી કલાકારો પણ જોડાય ને એમ કરતાં આખું ભારત ‘જુબાં કેસરી’ થઈ જાય તો નવાઈ નહીં ! ફિલ્મી કલાકારો એટલો સઘન પ્રચાર કરી રહ્યા છે કે હવેનું બાળક ‘વિમલ’ના સેશે સાથે જન્મે તો આશ્ચર્ય ન થવું જોઇએ.
અશોક વાજપેયી સનદી અધિકારી, હિંદી કવિ, વિવેચક, નિબંધકાર, અનુવાદક તરીકે પ્રસિદ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ફેલાવા અને વિકાસમાં એઓ ખૂબ સક્રિય રહ્યા છે. તેમણે ઘણી સાંસ્કૃતિક સંસ્થાઓનાં નિર્માણમાં અને એને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે, જેમાં ભોપાલ સ્થિત મલ્ટિઆર્ટ સેન્ટર, ભારત ભવન સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમણે કળા અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં પ્રચુર પ્રદાન કર્યું છે. અને આ દરમિયાન તેમણે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની રાષ્ટ્રીય કલા અકાદમી, લલિત કલા અકાદમીના અધ્યક્ષ, ભારત ભવન ટ્રસ્ટના અધ્યક્ષ, ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ઑફ આર્ટ્સના ટ્રસ્ટી, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ કલ્ચરલ રિલેશન્સના સભ્ય તેમ જ સંગીત-નાટ્ય અકાદમીના બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી છે.
હું રામલાલ પરીખજીના પરિચયમાં હતો. અમે બે-ચાર વાર મળ્યા પણ હતા. જે હિંદી વિશ્વવિદ્યાલયનો હું પ્રથમ કુલપતિ બન્યો હતો, એની સ્થાપના માટે સક્રિય રહેલા લોકોમાં રામલાલભાઈ પણ હતા. તેઓ હિંદી ભાષાના પ્રેમી હતા. વળી તેઓ દેશના જાણીતા શિક્ષણવિદોમાં સામેલ હતા. એ દિવસોમાં હું મધ્ય પ્રદેશમાં શિક્ષણસચિવ હતો અને શિક્ષણ સંબંધિત કામ પણ કરતો હતો. આ દરમિયાન એમની સાથે મુલાકાતો થતી હતી.