મ્હોંફાટ ગઝલ કહીશું,
બે છીપ ભરી લઈશું.
છલકાઈ રહ્યો છે ડૂમો,
ને આજ ડૂબી મરીશું.
એકેક દરદ તપાસી,
આ ઘાવ ભરી દઈશું.
પડઘો ય પડ્યો નહીં ને,
બદનામ થઈ જઈશું.
અવસાદ હજી બચ્યો છે?
તો ચાલ ગઝલ ઘુંટીશું!
27.5.’21. ગુરુવાર
e.mail : daveparesh1959@gmail.com
![]()


આજના ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના તંત્રી લેખમાં ચીનને લૅબમાં કોરોના વાઈરસ બનાવવા અંગે ખુલાસો કરવાનું સૂચન વ્યક્ત થયું છે. અનેક મામલે ચીનનો તુંડમિજાજ જોતા એની પાસેથી વિનમ્રતા કે સહકારની આશા રાખવી કેટલે અંશે પરિણામ લાવે? વૈજ્ઞાનિકો અને તજ્જ્ઞો પણ વુહાનની વૅટ માર્કૅટમાંથી કોરોના કુદરતી રીતે ઉત્પન્ન થયાની થિયરીમાં વજૂદ નહોતા જોતા. જે રીતે મહામારી ફેલાઈ, દેશો એનો સામનો કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. હવે પરિસ્થિતિમાં સુધારો થતા વાઈરસના ઉદ્ભવ તરફ વળી ધ્યાન ગયું છે. પ્રૅસિડન્ટ બાઈડને ઈન્ટૅિજન્સ ઍજન્સીસને આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. સત્ય શું છે એ તો સમય બતાવશે.
કોલકાતાથી પ્રસિદ્ધ થતા સુપ્રતિષ્ઠ અંગ્રેજી દૈનિક ‘ટેલિગ્રાફ’(૧૯ મે)માં મેહુલ દેવકલાએ પારુલ ખખ્ખરની રચના ‘શબ્દવાહિની ગંગા’ને વિશે અને મિશે જે લખ્યું તે ફ્રન્ટપેજ આખા પર પથરાઈ વિશ્વ-વાઇરલ થઈ ગયું! એનું નિમિત્ત પકડીને હું કેટલીક ચર્ચા કરવા ઇચ્છું છું, પણ શરૂઆત જરા પાછળ જઈને માર્ચ માસના ‘અખંડ આનંદ’થી કરીશ. કવિમિત્ર હરિકૃષ્ણ પાઠક વર્ષોથી એમાં એકાન્તિક નિષ્ઠાપૂર્વક કાવ્યકોણનું સંપાદન બલ્કે સંમાર્જન કરે છે. એમાં આ જ કવયિત્રીની એક રચના પ્રગટ થઈ છેઃ