યાર દોસ્તીની ખબર કર
પ્રેમ જેવી તું અસર કર
ખોલ ધોળા આવરણને
કોરી ધાકોર નજર કર
રંગ પામ્યા છે અંત બસ
એમને ખાતર કબર કર
ના કર માતમ ગમ ન સિતમ
સાંભળ: સંભાળ, સબર કર
અંત છે આરંભ 'બાબુલ'
તું એક ઈશ અકબર કર.
એક સ્વજન, જ. ખલીલ ધનતજવીના દેહાંત(ઇન્તેકાલ)ના સમાચાર પર:
અવસાન પ્રસંગ : આ સંસારમાંથી આખરી વિદાય – સફેદ કફન, અંતિમ દર્શન, શ્વેત પરિધાન ( રંગ અંત); રુદન – આક્રંદ વચ્ચે ઉભરતી ફિલસૂફ સલાહ, સૂચન : ધૈર્ય, સમજદારી અને શ્રદ્ધા – આસ્થા. મક્તા ( અંતિમ શેર) – મત્લા(પ્રથમ શેર- આરંભ)નો મહિમા કરે છે : આવે ટાણે પ્રેમ – દોસ્તી થકી શાતા પ્રસરાવીએ.
પ્રાર્થના (દુઆ) કે એમના મૃતાત્મા(રુહ)ને વૈકુંઠ (જન્નત) પ્રાપ્ત (નસીબ) થાય.
![]()



એક સમય હતો જ્યારે વિદેશના સમાચારોનું પ્રમાણ ઓછું જ રહેતું અને દૈનિકોમાં પહોંચતાં તેને દિવસો લાગતા. શહેરમાં હત્યાની કોઈ ઘટના બનતી તો રાત્રે રસ્તાઓ સૂમસામ થઈ જતા. હવે એ સ્થિતિ નથી. હત્યા, બળાત્કાર, લૂંટની ઘટનાઓ એટલા પ્રમાણમાં બને છે કે લોહિયાળ સમાચારોનું જ દૈનિક પ્રગટ થઈ શકે. ઘણીવાર તો પ્રશ્ન થાય કે ગુના વધે છે તે છાપાંમાં આવે છે કે છાપાંનું જોઈને ગુના વધે છે? એ સાચું કે ગુનાખોરી વધી છે, પણ વર્તમાનપત્રો તેના પ્રચારની ભૂમિકામાં ન રહે તે ઈચ્છવા જેવું છે. પૂર્તિઓમાં કે અન્યત્ર, અઠવાડિયે જ નહીં, રોજ જ નવલકથાનું પ્રકરણ પ્રગટ થાય છે, એમાં પણ ગુનાખોરી, રહસ્ય કે ચીલાચાલુ પ્રણય પ્રાધાન્ય ભોગવે છે. આમાં વાચકોની રુચિને ઘડવા કરતાં તેને અનુકૂળ થવાનો પ્રયત્ન વધારે છે.