કાળમુખો કહે ભાગ હવે, ને કાળ કહે કે આવ,
બંધ પડી સૌ ચોખટો, તેની કોને કરવી રાવ ?
શહેર સડ્યું છે સન્નાટે, ને બંધ સમયના કપાટો !
પૂર્યા પેટના ખાડા જેણે, એ જ મારતું થપાટો ?
તારા હાથમાં ચાબૂક છે, ને મારે હાથ ચકામા
કામ પત્યું તો કાઢી મૂકયાં સમજીને નકામા !
માંગ્યા પેટે ઠોકે પોલીસ, મળ્યો ડંડાનો માર,
પાપી પેટે ખખડાવ્યું પણ ખૂલ્યું ન એકે દ્વાર !
લઈને માથે, લૂ વરસતું વૈશાખી આ આભ,
નીકળ્યા ખાલી પેટ, પાટા છે કે છે ભાવિનો ગાભ ?
ગતિમાન સૌ ગંઠાયાનો અમ જીવનમાં ખાર,
જીર્ણવસ્ત્રની ફાટી ધાર, ને થયું’તું તારે તાર.
વાટે આવી વૈતરણી તે કોણ કરાવે પાર ?
આવીશ, એવું કહી ગયો ‘તો, આવ્યો ન ધરાર !
સી.યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ – 380 001
![]()



રામ્બોના કાવ્યનું એવું ભાવવિશ્વ મને પ્રવર્તમાન કોરોના અને એથી ભટકી ગયેલા માનવજીવન જેવું ઘણું અનુભવાય છે. લૉકડાઉન અને છૂછાટોની વિરોધાભાસી સ્વતન્ત્રતા છે. માર્ગમાં પરાક્રમો અને મુકાબલાઓની કઠિનાઇઓ છે, અવનવું પામ્યાનાં સુખસંતોષ છે. પણ ખાસ તો એમાં અફળાતી-કૂટાતી જિન્દગીઓ છે. ત્યારે સવાલ સતાવે છે કે નાવિક કોણ છે, પતવાર કોણ છે, લંગર ક્યાં લાંગર્યું છે. રોજે રોજ વધતા જતા કેસિસ અને થતાં રહેતાં સૅંકડો મૃત્યુનો સિલસિલો એમ સૂચવે છે કે કોઈક તત્ત્વ તો છે આની પાછળ, સંતાયેલું બેઠું છે; અને તે પીધેલ છે, વિવેકહીન છે, બેફામ છે, ક્રૂર છે.