લિફ્ટમાં
પપ્પાની સામે જ
એ ઘુસ્યા
દરવાજો થયો બંધ
ઓળખવા મુશ્કેલ
એ છીંક્યા
પપ્પા
ઠપકો કરે ત્યાં
દરવાજો ખુલ્યો
તેમના હાથ પર
હોમ ક્વૉરન્ટીનનો સિક્કો
શહેરની બહાર ગઈ
શબવાહિનીમાં પપ્પાની લાશ
મારા હાથમાં
ડેથ સર્ટિફિકેટ
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020
![]()


= = = = આપણે ઊભા કરેલા રેડ, ઑરેન્જ કે ગ્રીન ઝોનની સરહદો કોરોનાને નડતી નથી. એને કોઈ સરકાર કે કોઈ લૉકડાઉન જોડે કશી જ લેવાદેવા નથી. એ કોઈ પ્રધાનમન્ત્રીને રાષ્ટ્રપ્રમુખને કે મુખ્યમન્ત્રીને ઓળખતો નથી. એમને ગાંઠવાની કે એમના ગરબડિયા પ્રયાસોથી ભાગી જવાની તો વાત જ કેવી ! = = = =