એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં તેમણે મૂકી એ જ્વલંત ઘટના છે
 સંવેદના તેમ જ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઊઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બિનસંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલું જ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર(૧૯૧૮-ર૦૧૪)નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય, ત્યારે આ ધોમધખતા તાપમાં પણ મનમાં શાંતિ તથા શીતળતાની પ્રસન્નતા થાય છે. ધીરુભાઇ ઠાકર વિશેનો આવો યાદગાર અનુભવ જયદેવ શુકલે લખ્યો છે. જયદેવ શુકલને મોડાસા કોલેજમાં અધ્યાપકની જગ્યા માટેનો ઇન્ટરવ્યુ હતો.
સંવેદના તેમ જ આત્મીયતાના ભાવ એ તો કુદરતની દેણગી છે. માનવજીવન આવા ભાવથી વૈશાખના ગુલમહોરની જેમ મહોરી ઊઠે છે. મહાત્મા ગાંધીના મતે કહેવાતા ભણેલા લોકોની સમાજ પ્રત્યેની બિનસંવેદનશીલતા એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. આજે પણ આ મંતવ્ય એટલું જ ઉચિત છે. આ સંદર્ભમાં વિશ્વકોશના જનક એવા ધીરુભાઇ ઠાકર(૧૯૧૮-ર૦૧૪)નું સ્મરણ એમની જન્મજયંતીના માસમાં થાય, ત્યારે આ ધોમધખતા તાપમાં પણ મનમાં શાંતિ તથા શીતળતાની પ્રસન્નતા થાય છે. ધીરુભાઇ ઠાકર વિશેનો આવો યાદગાર અનુભવ જયદેવ શુકલે લખ્યો છે. જયદેવ શુકલને મોડાસા કોલેજમાં અધ્યાપકની જગ્યા માટેનો ઇન્ટરવ્યુ હતો. 
સાંજે તેમનો ક્રમ આવ્યો ઇન્ટરવ્યુની વિધિ પૂરી થયા પછી જયદેવભાઇએ ઠાકર સાહેબેને પૂછયું : ‘‘વડોદરા તરફ જતી કોઇ બસ હવે સાંજના સમયે મળી શકશે ?'' ઠાકર સાહેબે સ્નેહથી જવાબ આપ્યો કે હવે આ સમયે વડોદરા તરફ જતી કોઇ બસ નથી. આટલો હકીકતલક્ષી પ્રત્યુત્તર આપીને સામાન્ય રીતે આપણે વાતચીતનો અંત લાવીએ. પરંતુ અહીં ઠાકરસાહેબ હતા, જેમને સામી વ્યકિતની સગવડ-અગવડ તરફ એક સંવેદનાનો ભાવ હતો.
ઠાકર સાહેબે જયદેવ શુકલને ચિંતામુક્ત કરતા ધરપત આપી કે મોડાસા કોલેજની હોસ્ટેલમાં તેમના રહેવાની તથા જમવાની સુવિધા થઇ જશે. હોસ્ટેલના રેક્ટરને ધીરુભાઇની સૂચના હોવાથી રહેવા-જમવા વગેરેનો ચાર્જ લીધા સિવાય જયદેવભાઇની મહેમાનગત કરવામાં આવી. ઠાકરસાહેબ જેવા વિદ્ધતજનોથી આપણે ભર્યા – ભાદર્યા છીએ એવી પ્રતિતિ થાય છે. ર૭ જૂને ધીરુભાઇની જન્મજયંતી આવે છે. તેથી અનેક લોકોને તેમનું પુણ્યસ્મરણ થવું સ્વાભાવિક છે. સંસ્થાઓનું નિર્માણ કરનાર ધીરુભાઇ આવી સંસ્થાઓનાં અનેક કાર્યો થકી આજે પણ જીવંત છે, ધબકતા છે.
સિંહગિરા સોરઠમાં ૧૯૧૮માં જન્મેલા સાક્ષર ધીરુભાઇ પ્રેમશંકર ઠાકર (તખલ્લુસ: સવ્યસાચી) ૨૦૧૪ના જાન્યુઆરીની ૨૪મી તારીખે એક જીવનમાં અનેક જીવનનાં કામ નિપટાવીને મહાપ્રયાણ કરી ગયા. ભારત સરકારે ૧૯૧૪ના વર્ષમાં જ ‘પદ્મભૂષણ'નો એવોર્ડ આપીને આ વિચારબીજના વાહકને વધાવ્યા. સુયોગ્ય સ્થળે પહોંચેલા એવોર્ડનો આનંદ અનેક લોકોના મનમાં હતો. એ સાથે જ ધીરુભાઇને ગુમાવ્યાનો ઊંડો રંજ હતો. નિરંતર કર્મની જ્યારે વાત કરીએ ત્યારે ધીરુભાઇ ઠાકરની સ્મૃિત થવી સ્વાભાવિક છે. આપણી નજર સમક્ષ હજુ ગઇકાલ સુધી ઉન્નત તથા અર્થસભર જીવતર જીવી જનાર ઠાકર સાહેબ નવા ચીલા પાડીને ગયા. થાક તથા નિરાશાનો ઓછાયો પણ તેમના જીવનમાં પડ્યો હોય તેમ લાગતું નથી.
વિશ્વકોશના આ જગનન્નાથના રથને ખેંચવા જેવું કપરું કામ નહીંતર કેવી રીતે થયું હોત ? ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ઝંઝાવાતી કર્મવીર જેના સર્જન સાથે સંકળાયેલા છે તેવી ‘મોંઘેરી ગુજરાત'ની એક અલગ રાજ્ય તરીકે ૧૯૬૦માં રચના થઇ. ગુજરાતની સ્થાપના પછીના પાંચ દાયકામાં થયેલાં ઐતિહાસિક કાર્યોની સૂચિ તૈયાર કરીએ, તો તેમાં વિશ્વકોશની સ્થાપના અને તેના યોગદાનની વાત અચૂક આવે તેમ કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી. એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં મૂકવી તે ગુજરાત રાજ્યની સ્થાપના પછીનાં વર્ષોની એક જ્વલંત ઘટના છે.
વિશ્વના કોઇપણ ખૂણે વસનાર ગુર્જર આ યશસ્વી કાર્ય માટે ગૌરવનો ભાવ અનુભવી શકે છે. ઠાકર સાહેબે જાતે તો કાર્ય કર્યુ જ, પરંતુ આ કામની અવિરત પ્રગતિ માટે મજબૂત ટીમવર્ક તથા સંસ્થાગત માળખું પણ ઊભું કર્યુ. વિશ્વકોશનું ભગીરથ કાર્ય સતત ચાલતું રહે તથા અનેક વિષયોના સંદર્ભમાં જ્ઞાનઉપાસનાનો યજ્ઞ જ્વલંત રહે તે માટે આવા સંસ્થાકીય માળખાની અનિવાર્યતા ઠાકર સાહેબની દ્રષ્ટિ બહાર ન હતી.
ધીરુભાઇ જીવનની છેલ્લી ક્ષણ સુધી સક્રિય રીતે કાર્યરત રહ્યા. નારાયણ દેસાઇ ધીરુભાઇને ચિરયુવા કહેતા તે યથાર્થ છે. સાહિત્યના સર્જન વચ્ચે પણ ધીરુભાઇમાં રમૂજવૃત્તિ અને હળવાશ કાયમ રહ્યા તે વાત ધીરુભાઇના પુત્રી હીનાબહેને કરી છે, તે ઠાકરસાહેબના ભાતીગળ વ્યક્તિત્વને ઉજાગર કરે છે. વિશ્વકોષ તેમ જ હવે ખાસ બાલ વિશ્વકોષના આ અમૂલ્ય ગ્રંથો આપણા ગ્રંથાલયની શોભા વધારે તેવા છે. પડકાર આપણી સામે એ છે કે આપણે તેનો કેટલો ઉપયોગ કરવાની આદત કેળવીએ છીએ! આવી આદત કેળવવાની જવાબદારી આપણી સૌની છે, સામૂહિક છે. ધીરુભાઇ ઠાકર જેવા કર્મયોગીનું જીવન ગુજરાતની આજની તથા આવતી કાલની પેઢીઓને ચરૈવેતી….ચરૈવેતી….નો અર્થસભર સંદેશો ચિરકાળ માટે સંભળાવતું તથા પ્રેરણા આપતું રહેશે તે નિર્વિવાદ છે. જ્ઞાન ઉપાસનાનું આ કાર્ય ગુજરાતને એક નવી ઓળખ આપે તેવું છે.
વિશ્વકોશના આ મહાયજ્ઞમાં આહુતિ આપનાર પૂજ્ય મોટા, સાંકળચંદ પટેલ (વિસનગર) તથા ધીરુભાઇ ઠાકરના આપણે સૌ ગુજરાતીઓ સદાકાળ ઋણી રહીશું. મહારાજા ભગવતસિંહજીએ તેમ જ ધીરુભાઇ ઠાકરે કરેલી ગુજરાતી ભાષાની સેવા આ વિષયમાં કામ કરતાં દરેક લોક માટે સદાકાળ પ્રેરણારૂપ બની રહે તેવી છે.
સૌજન્ય : ‘વાટે…ઘાટે…’, “નવગુજરાત સમય”, 07 જૂન 2018
 


 સંબંધની પ્રગાઢ હરિયાળી પણ પ્રેમ જ છે. પ્રેમ જીવવાની તાકાત આપે છે. પરમેશ્વરે સ્ત્રી-પુરુષની રચના કરીને કમાલ કરી છે. એમાં ય હૃદય આપીને તો એણે હાથ ખંખેરી નાખ્યા છે. "જાઓ બચ્ચો, ખેલો ઇસ ખિલૌને સે, કહીને ઝીણું મરકતો એ ઉપરથી તમાશો જોયા કરે છે. સ્ત્રી-પુરુષ બંને એકબીજાંમાં ઓતપ્રોત થાય ત્યારે એવું અનુભવે જેમાં જગતની તમામ કવિતાઓ, ગીતો, કથાઓ મેઘધનુષી આકાર સર્જીને સાર્થક થાય છે.
સંબંધની પ્રગાઢ હરિયાળી પણ પ્રેમ જ છે. પ્રેમ જીવવાની તાકાત આપે છે. પરમેશ્વરે સ્ત્રી-પુરુષની રચના કરીને કમાલ કરી છે. એમાં ય હૃદય આપીને તો એણે હાથ ખંખેરી નાખ્યા છે. "જાઓ બચ્ચો, ખેલો ઇસ ખિલૌને સે, કહીને ઝીણું મરકતો એ ઉપરથી તમાશો જોયા કરે છે. સ્ત્રી-પુરુષ બંને એકબીજાંમાં ઓતપ્રોત થાય ત્યારે એવું અનુભવે જેમાં જગતની તમામ કવિતાઓ, ગીતો, કથાઓ મેઘધનુષી આકાર સર્જીને સાર્થક થાય છે. પરંતુ, વક્રતા એ છે કે એકબીજાનાં પ્રેમમાં ગળાબૂડ સત્યકામ અને રોહિણીનાં લગ્ન શક્ય નથી કારણ કે રોહિણીના અકાળ વૈધવ્યની પ્રખર જ્યોતિષ દ્વારા જાણ થઇ ગઈ છે. બંનેના લગ્ન શક્ય ન હોવાથી સત્યકામ રોહિણીને છોડી ખૂબ દૂર ચાલ્યો જાય છે. કોઈક કેસમાં ફસાય છે અને જેલમાંથી છૂટીને બહાર નીકળે છે ત્યારે વિરહવેદનાનું કરુણ ગીત ફિલ્મમાં આવે છે, ઝેર તો પીધાં જાણી જાણી!
પરંતુ, વક્રતા એ છે કે એકબીજાનાં પ્રેમમાં ગળાબૂડ સત્યકામ અને રોહિણીનાં લગ્ન શક્ય નથી કારણ કે રોહિણીના અકાળ વૈધવ્યની પ્રખર જ્યોતિષ દ્વારા જાણ થઇ ગઈ છે. બંનેના લગ્ન શક્ય ન હોવાથી સત્યકામ રોહિણીને છોડી ખૂબ દૂર ચાલ્યો જાય છે. કોઈક કેસમાં ફસાય છે અને જેલમાંથી છૂટીને બહાર નીકળે છે ત્યારે વિરહવેદનાનું કરુણ ગીત ફિલ્મમાં આવે છે, ઝેર તો પીધાં જાણી જાણી! તત્કાલીન નાણાપ્રધાન મોરારજી દેસાઈ સહિત અનેક પ્રતિષ્ઠિતો નાટક જોવા આવ્યા હતા. નાટકની પકડ એટલી તીવ્ર હતી કે ઈન્ટરવલમાં ય કોઈ ઊભું થઈને બહાર ગયું નહોતું. અમુક દૃશ્યો તો એવાં અસરકારક હતાં કે આજે ય યાદ કરતાં રૂવાડાં ઊભાં થઈ જાય. સત્યકામ-રોહિણીનો સપનાનાં ઘરનો મધુર વાર્તાલાપ, ગોપાળબાપાનું પરમ શાંતિમય મૃત્યુ, સત્યકામનો હૃદયદ્રાવક પત્ર, હેમંતનો નિ:સ્વાર્થ અને આદરયુક્ત પ્રેમ તથા સત્યકામ-રોહિણીનું આખરી મિલન આંખ સામે તાદૃશ થાય તો આજે ય આંખ ભીંજવી જાય છે. નાટકના છેલ્લા સીન વખતે તો હું સ્ટેજ પર જ ખૂબ રડી હતી અને ફસડાઈ પડી હતી. રોહિણીની શું આ જ નિયતિ હતી કે કોઈ પુરુષ એના જીવનમાં રહ્યો જ નહીં? મારી સાથે આખું ઓડિયન્સ ધ્રૂસકે ચડ્યું હતું. નાટક પૂરું થયા પછી દર્શકો સ્ટેજ પર ધસી આવ્યા. મનુભાઈ પંચોળી પોતે પણ હાજર હતા. એ સ્ટેજ પર આવ્યા અને ઘુંટણભેર નીચે બેસી મને બાથમાં લીધી, શાંત પાડી અને કહ્યું કે તું જ મારી કલ્પનાની સંસ્કારલક્ષ્મી રોહિણી છે. એ પછી એમનાં વાત્સલ્ય અને સ્નેહ મારા ઉપર નિતરતાં જ રહ્યાં.
તત્કાલીન નાણાપ્રધાન મોરારજી દેસાઈ સહિત અનેક પ્રતિષ્ઠિતો નાટક જોવા આવ્યા હતા. નાટકની પકડ એટલી તીવ્ર હતી કે ઈન્ટરવલમાં ય કોઈ ઊભું થઈને બહાર ગયું નહોતું. અમુક દૃશ્યો તો એવાં અસરકારક હતાં કે આજે ય યાદ કરતાં રૂવાડાં ઊભાં થઈ જાય. સત્યકામ-રોહિણીનો સપનાનાં ઘરનો મધુર વાર્તાલાપ, ગોપાળબાપાનું પરમ શાંતિમય મૃત્યુ, સત્યકામનો હૃદયદ્રાવક પત્ર, હેમંતનો નિ:સ્વાર્થ અને આદરયુક્ત પ્રેમ તથા સત્યકામ-રોહિણીનું આખરી મિલન આંખ સામે તાદૃશ થાય તો આજે ય આંખ ભીંજવી જાય છે. નાટકના છેલ્લા સીન વખતે તો હું સ્ટેજ પર જ ખૂબ રડી હતી અને ફસડાઈ પડી હતી. રોહિણીની શું આ જ નિયતિ હતી કે કોઈ પુરુષ એના જીવનમાં રહ્યો જ નહીં? મારી સાથે આખું ઓડિયન્સ ધ્રૂસકે ચડ્યું હતું. નાટક પૂરું થયા પછી દર્શકો સ્ટેજ પર ધસી આવ્યા. મનુભાઈ પંચોળી પોતે પણ હાજર હતા. એ સ્ટેજ પર આવ્યા અને ઘુંટણભેર નીચે બેસી મને બાથમાં લીધી, શાંત પાડી અને કહ્યું કે તું જ મારી કલ્પનાની સંસ્કારલક્ષ્મી રોહિણી છે. એ પછી એમનાં વાત્સલ્ય અને સ્નેહ મારા ઉપર નિતરતાં જ રહ્યાં.


