ક્યારેક કોઈ સંબંધને નામ આપવું
સંબંધ માટે જ અવ્યવહારુ બની જાય છે.
તારા અને મારા સંબંધને પણ મેં
ઘણીવાર નામ આપવાનો પ્રયત્ન કર્યો
ઘણીવાર નામ પણ આપ્યું … … …
તારા અને મારા સંબંધને નામની જરૂર નથી
એક પલ, એક સમય, એક દિવસ …
ઘણું છે મારા માટે
તારી સાથે પસાર કરેલો સમય.
તારું હોવું
એટલે વૃક્ષની છાયા
જ્યાં હું આવી શકું, વિસામો લઇ શકું
મનફાવે તેવી વાતો કરી શકું
તને વીંટળાઈ શકું … … …
બસ
કોઈ નામ નથી આપી શકાતું સંબંધોને …
તારા અને મારા સંબંધો માટે
નામ એટલે સંબંધોનું પૂર્ણવિરામ.
Email – navyadarsh67@outlook.com
 
 ગુજરાતમાં ભા.જ.પ.ને સવા બે દાયકા જૂની સત્તા ટકાવવી આ વખતે થોડી કઠિન લાગી રહી છે. એટલે પોતાના જૂના વિકાસના નારાને બદલે તે હવે “ન જાતિવાદ, ન ધર્મવાદ, હવે ફક્ત રાષ્ટ્રવાદ”નો રાગ આલાપી રહ્યો છે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પણ ગુજરાતના ચૂંટણી મુદ્દા તરીકે ‘યુવાનોને કામ સાથે અયોધ્યામાં રામ અને કલમ ૩૭૦’ની વાતો કરી છે. જો કે આ જ તો ભા.જ.પ.ની અસલિયત છે.