હમણાં-હમણાં એક ઘટનાએ મને ખાસ્સો વિચલિત કર્યો. બિલ્કિસબાનુને થોડો ન્યાય મળ્યો, પરંતુ એ ઘટનાને સમૂહમાધ્યમોમાં અને સમાજમાં ઝાઝો પ્રતિભાવ ન મળ્યો. જ્યારે નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી મળતા આખા ભારતીય સમાજમાં સંતોષનું મોજું ફરી વળ્યું હતું! સ્ત્રી પ્રત્યે બળાત્કારીની સજામાં અને સજા માટેના સામાજિક પ્રતિભાવમાં આ અંતર કેમ? શું બિલ્કિસબાનુ મુસ્લિમ સ્ત્રી છે એટલે? વિશેષ સહાનુભૂતિ પામી? પરંતુ આવા કિસ્સામાં તો બચેલીનો સંઘર્ષ વધારે વિકટ હોય છે. જરા બંને કેસની વિગતો જોઈએ તો અનુભવ થશે કે એક ત્રાજવું હોવા છતાં પલ્લાં ઊંચાનીચાં છે!
 સુપ્રીમ કૉર્ટે જ્યારે નિર્ભયાકાંડના જવાબદારોને ફાંસી સજા સંભળાવી, ત્યારે હાજર લોકોએ તાળીઓના ગટગડાટથી નિર્ણયને વધાવ્યો! જાણે કે બોલીવૂડ પ્રકારની આ પ્રતિક્રિયા લાગે! ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ પોતાના મિત્ર સાથે ફિલ્મ જોઈને પાછી ફરતી નિર્ભયા સાથે દુર્ઘટના ઘટી હતી. પ્રાઇવેટ બસમાં બેઠેલાં નિર્ભયા અને તેના મિત્રને મારીને નિર્ભયા પર બળાત્કાર થયો. દિલ્હીમાં સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું. જેના પરિણામે નિર્ભયા ઍક્ટ પણ બન્યો! પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને બધા આરોપીઓ પકડાઈ પણ ગયા. કાર્યવાહીમાં એવી ચોકસાઈ રાખવામાં આવી હતી કે જવાબદારો બચી જ ન શકે. બીજી તરફ રાષ્ટ્રવ્યાપી પ્રતિભાવ પણ એવો હતો કે સ્વાભાવિક જ સુપ્રીમ કૉર્ટે જેને ધ્યાનમાં લેવો પડે. બધા ‘બળાત્કારીઓને ફાંસી મળવી જોઈએ,’ તેવા સૂત્રોચ્ચારો કરતાં મીણબત્તીનાં સરઘસ ચાલ્યાં! નિર્ભયાના માતા-પિતાને બધી જ ચૅનલોએ પૂરતો અવકાશ આપ્યો.
સુપ્રીમ કૉર્ટે જ્યારે નિર્ભયાકાંડના જવાબદારોને ફાંસી સજા સંભળાવી, ત્યારે હાજર લોકોએ તાળીઓના ગટગડાટથી નિર્ણયને વધાવ્યો! જાણે કે બોલીવૂડ પ્રકારની આ પ્રતિક્રિયા લાગે! ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ પોતાના મિત્ર સાથે ફિલ્મ જોઈને પાછી ફરતી નિર્ભયા સાથે દુર્ઘટના ઘટી હતી. પ્રાઇવેટ બસમાં બેઠેલાં નિર્ભયા અને તેના મિત્રને મારીને નિર્ભયા પર બળાત્કાર થયો. દિલ્હીમાં સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું. જેના પરિણામે નિર્ભયા ઍક્ટ પણ બન્યો! પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને બધા આરોપીઓ પકડાઈ પણ ગયા. કાર્યવાહીમાં એવી ચોકસાઈ રાખવામાં આવી હતી કે જવાબદારો બચી જ ન શકે. બીજી તરફ રાષ્ટ્રવ્યાપી પ્રતિભાવ પણ એવો હતો કે સ્વાભાવિક જ સુપ્રીમ કૉર્ટે જેને ધ્યાનમાં લેવો પડે. બધા ‘બળાત્કારીઓને ફાંસી મળવી જોઈએ,’ તેવા સૂત્રોચ્ચારો કરતાં મીણબત્તીનાં સરઘસ ચાલ્યાં! નિર્ભયાના માતા-પિતાને બધી જ ચૅનલોએ પૂરતો અવકાશ આપ્યો.
જેને પરિણામે નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમે બહાલી આપી દીધી. બળાત્કારીઓને ફાંસી થઈ જશે. સમાજે સંતોષનો ઓડકાર ખાધો. નિર્ભયા પછી એવા કાંડ ઘણા બધા બન્યા, પરંતુ હજુ ન્યાય લટકે છે! રાષ્ટ્રનો સામાજિક આત્મા ફરીવાર નથી જાગ્યો. બીજી બાજુ મુઝ્ફ્ફરનગર, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણ, કેરળ, રાજસ્થાન, પંજાબ જેવાં રાજ્યોમાં જાતિવાદી હિંસા સમયે સ્ત્રીઓ પર અત્યાચાર થયા, પરંતુ આપણે ચૂપ છીએ, જેમાં કાશ્મીર પણ ઉમેરી શકાય. એવું શું છે કે નિર્ભયાકાંડ વખતે મીણબત્તી સમેત ઊમટેલું રાષ્ટ્ર આ બધી ઘટના વિશે ચૂપ છે? શું એવું કહી શકાય કે સમૂહમાધ્યમો ઘટનાને કેટલું મહત્ત્વ આપે છે, તેનાથી જ ઘટના વિશે ઊહાપોહ થાય?
નિર્ભયાકાંડના એક દાયકાપૂર્વે ૨૦૦૨ના ગોધરાકાંડ વખતે અનેક ભારતીયો મર્યા. સામૂહિક બળાત્કારો થયા, જેમાં એક બિલ્કિસબાનુની ઘટના છે. અમદાવાદથી ૨૦૦ કિલોમીટર દૂર દાહોદ જિલ્લાના રણધીરપુર ગામમાં કોમવાદીઓએ મુસ્લિમોનાં ઘર બાળી નાખ્યાં હતાં. રાતે મુસ્લિમો ખેતરોમાં બચવા ફરતા રહ્યા. જ્યારે ૧૯ વર્ષની બિલ્કિસબાનુ પોતાના પરિવાર સાથે ટ્રકમાં ભાગી રહી હતી, ત્યારે ટોળાંએ ઘેરી લીધા! બિલ્કિસની આંખો સામે જ ચૌદ સભ્યોને કાપી નાંખવામાં આવ્યા. બિલ્કિસની ત્રણ વર્ષની દીકરીનેે પણ મારી નાખી! બિલ્કિસને પાંચ મહિનાનો ગર્ભ હતો તો પણ ભીડમાંના એ જેને ઓળખતી હતી, તેવા લોકોએ જ એના પર બળાત્કાર કર્યો. એને મરેલી માનીને બધા ચાલ્યા ગયા. જ્યારે બેહોશ બિલ્કિસ ભાનમાં આવી, ત્યારે એની ચારેબાજુ પરિવારજનોનાં શબ પડ્યાં હતાં. એ જાતને બચાવી સામેની પહાડીમાં રાતે પહોંચી ગઈ. બીજે દિવસે નજીકના લીમખેડા પોલીસ-સ્ટેશને જ્યારે એ ફરિયાદ લખાવવા પહોંચી તો એની ફરિયાદ લેવામાં ન આવી, એને ધમકાવવામાં આવી અને રાહતકૅમ્પમાં મોકલી દીધી. મેડિકલ ચાર દિવસ પછી કરવામાં આવ્યું. એફ.આઈ.આર. પંદર દિવસ પછી લેવામાં આવી. ૨૫ માર્ચ, ૨૦૦૩માં તો પોલીસે કેસ બંધ પણ કરી દીધો. પરંતુ બિલ્કિસ હિંમત હારી નહીં. માનવાધિકાર સાથે સંકળાયેલા લોકોની મદદથી સુપ્રીમ કૉર્ટમાં અરજી કરી, જેના કારણે કોર્ટે સી.બી.આઈ.ને આ મામલાની તપાસ કરવાનો આદેશ કર્યો. કેસની ગંભીરતા જોઈને મહારાષ્ટ્ર હાઈકૉર્ટમાં ચલાવવાનો આદેશ આપ્યો, જેથી સ્થાનિક-રાજકીય પોલીસખાતું કેસને પ્રભાવિત ન કરે. પંદર વર્ષમાં એને ખૂબ જ ધમકીઓ મળી. પેરોલ પર છૂટતા અપરાધીઓ ધમકાવતા હતા. રોજિંદું જીવન પણ ચલાવવું મુશ્કેલ હતું. બિલ્કિસ અને એના પતિ યાકુબે ૧૫ વર્ષમાં ૨૫ ઘર બદલવા પડ્યા!
ચોથી માર્ચ, ૨૦૧૭ મુંબઈ હાઈકોર્ટે સી.બી.આઈ.ની ફરિયાદના આધારે ૧૧ લોકોને જવાબદાર ઠેરવી આજીવન કેદની સજા કરી! મહત્ત્વની વાત તો એ છે કે આ કેસમાં કૉર્ટે સાત પોલીસ કર્મચારી અને એક ડૉક્ટરને પુરાવાઓ સાથે છેડછાડ માટે, પુરાવાઓનો નાશ કરવા માટે દોષી જાહેર કર્યા છે, પરંતુ આ આઠ જણને માત્ર ત્રણ વર્ષની સજાનો ન્યાય ઉચિત છે? ખરેખર તો, ન્યાયની પ્રક્રિયામાં સામેલ બે વર્ગના પ્રતિનિધિઓનું આ વર્તન વધુ સજાને પાત્ર છે. કાયદાના રક્ષકો જ ભક્ષકો બન્યા હોય, ત્યારે આકરો બોધપાઠ આપવો જોઈતો હતો.
આશ્ચર્યની વાત એ છે કે બિલ્કિસ કહે છે કે મને ન્યાય મળી ગયો છે, મારે નવી જિંદગી જીવવી છે. એણે કહ્યું કે મારે ન્યાય જોઈએ છે, બદલો નહીં. એના વકીલે પણ ફાંસીની સજા અપરાધીને ન મળે તે માટે વિનંતી કરી હતી. નિર્ભયાના આ ગૂના વધુ સંગીન છે. છતાં એકમાં મુંબઈના ઇન્ડિયાગેટ કે દિલ્હીના જંતરમંતર પર કેટલા દિવસ દેખાવો થયા! બીજી બાજુ મામૂલી સહાનુભૂતિ પણ પ્રદર્શિત થઈ નથી! નિર્ભયાએ મરતાં – મરતાં બળાત્કારીઓને બાળી દેવાનું કહ્યું એનાં વકીલ-માતપિતા સહુએ સજા એ મૌતની માગણી કરી. બીજી બાજુ બિલ્કિસે સજા એ મૌતનો વિરોધ કર્યો છે!
બિલ્કિસને સાચો ન્યાય ત્યારે મળ્યો ગણાય કે જ્યારે એને પુનઃવસવાટ માટે, પુનઃનિર્વાહ માટે યોગ્ય સંસાધનો સરકાર પૂરાં પાડે. એ જરા ય ભયભીત થયા વિના જીવી શકે, એવી ખાતરી અને યોગ્ય વળતરની એ અધિકારી છે. કૉર્ટ દ્વારા નિર્ભયાનાં મા-બાપને મકાનનો પ્લૉટ અપાયો છે. બિલ્કિસને કે અન્ય બળાત્કારી મહિલાને આવું કશું જ પ્રાપ્ત નથી થયું. જિંદગી માટે આવી લડાઈ લડનારી મહિલાનું સન્માન થવું જોઈએ. એના સંતાનને યોગ્ય શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. આવા દિવસોમાં યાકુબે એને સાથ આપ્યો એ પણ ધન્યવાદને પાત્ર છે. સવાલ કેવળ અપરાધીઓને સજાનો નથી, પણ અપરાધનો ભોગ બનેલાને વળી પાછા ટટ્ટાર ઊભા કરવાનો છે, એ આપણું ન્યાયતંત્ર ક્યારે સમજશે?
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2017; પૃ. 10
 


 આજનો વિષય જે પ્રશ્ન રૂપે મુકાયો છે, તેનો ઉત્તર એક માર્મિક વાક્યમાં અપાયેલો છે. પ્રશ્ન છે : આર્થિક પ્રવાહો વિશેની આગાહી કેટલી ભરોસાપાત્ર હોય છે? ઉત્તર છે : આર્થિક આગાહીઓ એક જ કાર્ય કરે છે – તે જ્યોતિષશાસ્ત્ર આદરપાત્ર બનાવે છે. આમાં રહેલો વ્યંગ સ્પષ્ટ છે. આર્થિક આગાહીઓ ખોટી પડવાની બાબતમાં જ્યોતિષશાસ્ત્રને સારું દેખાડે છે, મતલબ કે આર્થિક આગાહીઓ જ્યોતિષશાસ્ત્રની આગાહીઓ જેટલી પણ સાચી પડતી નથી. પણ અર્થશાસ્ત્રીઓ જોશીઓથી એક બાબતમાં જુદા પડે છે. અર્થશાસ્ત્રીઓ એમની ખોટી પડેલી આગાહીઓની ચર્ચા કરે છે. વિશ્વબૅંક ઘણાં વર્ષોથી વાર્ષિક ધોરણે ‘વર્લ્ડ ડેવેલપમેન્ટ રિપોર્ટ’ પ્રગટ કરે છે. એક રિપોર્ટમાં તેણે પોતાની ખોટી પડેલી આગાહીઓની યાદી, તરત નજરે ચડે એ રીતે બૉક્સમાં પ્રગટ કરી હતી. જોશીઓ પોતાની સફળતા જ યાદ રાખતા હોવાથી પોતાની ભૂલોનું વિશ્લેષણ કરવાનો પ્રશ્ન તેમના માટે ઊભો થતો નથી. અર્થશાસ્ત્રીઓ પોતાની ભૂલો યાદ રાખે છે, કારણ કે એમાંથી એ શીખવા માગે છે.
આજનો વિષય જે પ્રશ્ન રૂપે મુકાયો છે, તેનો ઉત્તર એક માર્મિક વાક્યમાં અપાયેલો છે. પ્રશ્ન છે : આર્થિક પ્રવાહો વિશેની આગાહી કેટલી ભરોસાપાત્ર હોય છે? ઉત્તર છે : આર્થિક આગાહીઓ એક જ કાર્ય કરે છે – તે જ્યોતિષશાસ્ત્ર આદરપાત્ર બનાવે છે. આમાં રહેલો વ્યંગ સ્પષ્ટ છે. આર્થિક આગાહીઓ ખોટી પડવાની બાબતમાં જ્યોતિષશાસ્ત્રને સારું દેખાડે છે, મતલબ કે આર્થિક આગાહીઓ જ્યોતિષશાસ્ત્રની આગાહીઓ જેટલી પણ સાચી પડતી નથી. પણ અર્થશાસ્ત્રીઓ જોશીઓથી એક બાબતમાં જુદા પડે છે. અર્થશાસ્ત્રીઓ એમની ખોટી પડેલી આગાહીઓની ચર્ચા કરે છે. વિશ્વબૅંક ઘણાં વર્ષોથી વાર્ષિક ધોરણે ‘વર્લ્ડ ડેવેલપમેન્ટ રિપોર્ટ’ પ્રગટ કરે છે. એક રિપોર્ટમાં તેણે પોતાની ખોટી પડેલી આગાહીઓની યાદી, તરત નજરે ચડે એ રીતે બૉક્સમાં પ્રગટ કરી હતી. જોશીઓ પોતાની સફળતા જ યાદ રાખતા હોવાથી પોતાની ભૂલોનું વિશ્લેષણ કરવાનો પ્રશ્ન તેમના માટે ઊભો થતો નથી. અર્થશાસ્ત્રીઓ પોતાની ભૂલો યાદ રાખે છે, કારણ કે એમાંથી એ શીખવા માગે છે. પણ આ બધામાં એક અપવાદરૂપ અર્થશાસ્ત્રી હતા તે હતા બી.આર. શિનોય. (૩-૬-૧૯૦૫ • ૮-૨-૧૯૭૮) તેઓ મુક્તબજારની નીતિના પ્રખર હિમાયતી હતા. ૧૯૫૯-૬૧નાં વર્ષોમાં હું એમનો વિદ્યાર્થી હતો. ત્યારે પણ તે મુક્તબજારની નીતિની ચર્ચા વર્ગમાં કરતા અને જર્મનીના નાણાપ્રધાન લુડવીગ એરહાર્ડ દ્વારા મૂળ જર્મનમાં લખાયેલું પણ અંગ્રેજીમાં અનુદિત થઈને ૧૯૫૮માં પ્રગટ થયેલુ ંપુસ્તક ‘સ્પર્ધા દ્વારા સમૃદ્ધિ’ (Prosperity through Competition) વાંચવાની ભલામણ કરતા. એમની વાત એ વખતે કોઈએ ન સાંભળેલી તો પણ તેમને જે નીતિ ભારત માટે યોગ્ય લાગી, તેનો જાપ જપતા રહ્યા.
પણ આ બધામાં એક અપવાદરૂપ અર્થશાસ્ત્રી હતા તે હતા બી.આર. શિનોય. (૩-૬-૧૯૦૫ • ૮-૨-૧૯૭૮) તેઓ મુક્તબજારની નીતિના પ્રખર હિમાયતી હતા. ૧૯૫૯-૬૧નાં વર્ષોમાં હું એમનો વિદ્યાર્થી હતો. ત્યારે પણ તે મુક્તબજારની નીતિની ચર્ચા વર્ગમાં કરતા અને જર્મનીના નાણાપ્રધાન લુડવીગ એરહાર્ડ દ્વારા મૂળ જર્મનમાં લખાયેલું પણ અંગ્રેજીમાં અનુદિત થઈને ૧૯૫૮માં પ્રગટ થયેલુ ંપુસ્તક ‘સ્પર્ધા દ્વારા સમૃદ્ધિ’ (Prosperity through Competition) વાંચવાની ભલામણ કરતા. એમની વાત એ વખતે કોઈએ ન સાંભળેલી તો પણ તેમને જે નીતિ ભારત માટે યોગ્ય લાગી, તેનો જાપ જપતા રહ્યા. આના સંદર્ભમાં એક હકીકત નોંધવા જેવી છે. રાજ્યવાદ અને આર્થિક આયોજનના પ્રખર વિરોધી શિનોયને પંચવર્ષીય યોજના માટેની અર્થશાસ્ત્રીઓની પૅનલમાં સ્થાન આપવામાં આવ્યું હતું! નેહરુયુગમાં વૈચારિક મતભેદો પરત્વે જે સહિષ્ણુતા પ્રવર્તતી હતી, તેનું આ એક ઉદાહરણ છે. પણ આઈ. જી. પટેલે તેમનાં સંસ્મરણોમાં નોંધ્યું છે તેમ, પૅનલમાંના અર્થશાસ્ત્રીઓ તેમને સહેજે ગંભીરતાથી લેતા ન હતા. તેઓ તેમના વિચારોને હસી કાઢતા હતા. પણ ૧૯૯૧માં દેશે મુક્ત બજારની નીતિ અપનાવી, ત્યારે શિનોય સાચા સાબિત થયા. એ હયાત હોત તો તેમને સંતોષ થયો હોત. ૧૯૯૧માં અપનાવવામાં આવેલી નવી નીતિના અમલથી દેશમાં સધાયેલી આર્થિક બહુમતીએ જેની તરફેણ કરી હતી, તે રાજ્યવાદી આર્થિક આયોજનની નીતિનાં જે કંગાળ પરિણામો આવ્યાં, તેનાથી પણ આપણે પરિચિત છીએ.
આના સંદર્ભમાં એક હકીકત નોંધવા જેવી છે. રાજ્યવાદ અને આર્થિક આયોજનના પ્રખર વિરોધી શિનોયને પંચવર્ષીય યોજના માટેની અર્થશાસ્ત્રીઓની પૅનલમાં સ્થાન આપવામાં આવ્યું હતું! નેહરુયુગમાં વૈચારિક મતભેદો પરત્વે જે સહિષ્ણુતા પ્રવર્તતી હતી, તેનું આ એક ઉદાહરણ છે. પણ આઈ. જી. પટેલે તેમનાં સંસ્મરણોમાં નોંધ્યું છે તેમ, પૅનલમાંના અર્થશાસ્ત્રીઓ તેમને સહેજે ગંભીરતાથી લેતા ન હતા. તેઓ તેમના વિચારોને હસી કાઢતા હતા. પણ ૧૯૯૧માં દેશે મુક્ત બજારની નીતિ અપનાવી, ત્યારે શિનોય સાચા સાબિત થયા. એ હયાત હોત તો તેમને સંતોષ થયો હોત. ૧૯૯૧માં અપનાવવામાં આવેલી નવી નીતિના અમલથી દેશમાં સધાયેલી આર્થિક બહુમતીએ જેની તરફેણ કરી હતી, તે રાજ્યવાદી આર્થિક આયોજનની નીતિનાં જે કંગાળ પરિણામો આવ્યાં, તેનાથી પણ આપણે પરિચિત છીએ. બીજી બાજુ સત્તાવાર કહી શકાય એવો મત હતો, જે કદાચ બહુમતી અર્થશાસ્ત્રીઓનો પણ મત હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ સિસ્ટમના અધ્યક્ષપદે ૧૮ વર્ષ રહેલા ગ્રીનસ્પાને ભારપૂર્વક કહેલું કે અમેરિકા મકાનોના ભાવોના ફુગ્ગાથી પીડાઈ રહ્યું નથી. ઑક્ટોબર ૨૦૦૪માં એમણે એવી દલીલ કરી હતી કે મકાનોમાં સટ્ટાને અવકાશ નથી. એ દલીલમાં એ અભિપ્રેત હતું કે સટ્ટાખોરીથી જ ફુગ્ગો (‘બબલ’) આવી શકે. જૂન ૨૦૦૫માં તેમણે ફરીથી રાષ્ટ્રીયસ્તરે મકાનોના ભાવમાં બબલની શક્યતા નકારી કાઢી હતી, કેમ કે મકાનો માટેનું બજાર સ્થાનિક હોય છે.
બીજી બાજુ સત્તાવાર કહી શકાય એવો મત હતો, જે કદાચ બહુમતી અર્થશાસ્ત્રીઓનો પણ મત હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ સિસ્ટમના અધ્યક્ષપદે ૧૮ વર્ષ રહેલા ગ્રીનસ્પાને ભારપૂર્વક કહેલું કે અમેરિકા મકાનોના ભાવોના ફુગ્ગાથી પીડાઈ રહ્યું નથી. ઑક્ટોબર ૨૦૦૪માં એમણે એવી દલીલ કરી હતી કે મકાનોમાં સટ્ટાને અવકાશ નથી. એ દલીલમાં એ અભિપ્રેત હતું કે સટ્ટાખોરીથી જ ફુગ્ગો (‘બબલ’) આવી શકે. જૂન ૨૦૦૫માં તેમણે ફરીથી રાષ્ટ્રીયસ્તરે મકાનોના ભાવમાં બબલની શક્યતા નકારી કાઢી હતી, કેમ કે મકાનો માટેનું બજાર સ્થાનિક હોય છે. પણ ગ્રીનસ્પાન અને તેમની નીતિની સફળતાના આ સમૂહગાનમાં ભારતીય અર્થશાસ્ત્રી રઘુરામ રાજને સૂર ન પુરાવ્યો. તેમણે અનિયંત્રિત નાણાકીય સંસ્થાઓ વચ્ચે વધેલી સ્પર્ધાએ બૅંકો માટે ઊભાં કરેલાં જોખમોનો નિર્દેશ કર્યો : જે પ્રથા વિકસી છે તેમાં બૅંકો પાસે રહેલી સંપત્તિ(એસેટ્સ)ની કિંમતો ઘટી જવાનું કે બૅંકો પાસે રહેલાં નાણાં ઘટી જવાનું મોટું જોખમ ઊભું થયું છે. તેમણે બીજાં જોખમોનો પણ ઉલ્લેખ કર્યો. દા.ત. બૅંકોના મેનેજરોને નફાના આધાર પર બોનસ અપાયા છે. આ પ્રથામાં મેનેેજરો જેમાંથી વધારે વળતર મળે છે એવાં જોખમી ધિરાણો વધુ પ્રમાણમાં આપવા પ્રેરાય છે. તેમણે એ પણ કહ્યું કે શેરબજારમાં આવતા આંચકાની તુલનામાં નાણાકીય સંસ્થાઓને લાગતો આંચકો અર્થતંત્ર માટે વધારે જોખમી છે.
પણ ગ્રીનસ્પાન અને તેમની નીતિની સફળતાના આ સમૂહગાનમાં ભારતીય અર્થશાસ્ત્રી રઘુરામ રાજને સૂર ન પુરાવ્યો. તેમણે અનિયંત્રિત નાણાકીય સંસ્થાઓ વચ્ચે વધેલી સ્પર્ધાએ બૅંકો માટે ઊભાં કરેલાં જોખમોનો નિર્દેશ કર્યો : જે પ્રથા વિકસી છે તેમાં બૅંકો પાસે રહેલી સંપત્તિ(એસેટ્સ)ની કિંમતો ઘટી જવાનું કે બૅંકો પાસે રહેલાં નાણાં ઘટી જવાનું મોટું જોખમ ઊભું થયું છે. તેમણે બીજાં જોખમોનો પણ ઉલ્લેખ કર્યો. દા.ત. બૅંકોના મેનેજરોને નફાના આધાર પર બોનસ અપાયા છે. આ પ્રથામાં મેનેેજરો જેમાંથી વધારે વળતર મળે છે એવાં જોખમી ધિરાણો વધુ પ્રમાણમાં આપવા પ્રેરાય છે. તેમણે એ પણ કહ્યું કે શેરબજારમાં આવતા આંચકાની તુલનામાં નાણાકીય સંસ્થાઓને લાગતો આંચકો અર્થતંત્ર માટે વધારે જોખમી છે. ૨૬ જૂન, કટોકટી દિવસ, નાગરિક અધિકારો ઘોર અંધકાર તળે છુપાઈ ગયા એ સમય ભૂલી ના શકાય એટલો બિહામણો. દમન સામે પ્રતિકારને અંતે લોકશાહીની પુનઃસ્થાપનાનો ઇતિહાસ ગૌરવવંતો છે, ૫રંતુ આજ કેવી છે?
૨૬ જૂન, કટોકટી દિવસ, નાગરિક અધિકારો ઘોર અંધકાર તળે છુપાઈ ગયા એ સમય ભૂલી ના શકાય એટલો બિહામણો. દમન સામે પ્રતિકારને અંતે લોકશાહીની પુનઃસ્થાપનાનો ઇતિહાસ ગૌરવવંતો છે, ૫રંતુ આજ કેવી છે?