ઓ
તેલિયા શેખો, શાહો, સુલતાનો !
ખૂબ ખૂબ ગવાયેલી
તમારી ગેરતને, દિલાવરીને
ચરી ગયાં લાગે છે ઊંટોનાં ધણ !
યા કદાચ
ચાવી ગયા હોય રેસના ઘોડા,
યા શક્ય છે
તેલના કૂવાઓમાં ઓગળી
થૈ ગયું હોય એનું તેલ
ને વિશ્વ બજારોમાં
થયું હોય એનું સેલ !
હા,
એવું જ કંઈક થયું લાગે છે.
નહિતર
તમારાં ભાઈભાંડું
વૃદ્ધો, જવાનો, બહેનો, બાળકો,
ઘરથી બેઘર થઈ
ભટકતાં ન હોત લાચાર દશામાં
પશ્ચિમી દેશોમાં
આશરા માટે !
ખાટલા માટે !
કટકો રોટલા માટે !
ઓ
તેલિયા શેખો, શાહો, સુલતાનો !
બેશરમ, બેગેરત, ખેપાનો !
(ફેબ્રુઆરી, 2016)
11, Croston Terrace, Ayers Road, Old Trafford, MANCHESTER M16 7FD, U.K.
![]()


દલિતોનો વિરોધ અને આક્રમક અભિવ્યક્તિની તાજી ઘટનાઓએ ફરી એક જૂની ચર્ચાને જીવંત કરી દીધી છે. અત્યાચાર અને ભેદભાવ સામે દેશભરના દલિતો ભડક્યા છે. વાત માત્ર ગૌરક્ષાની ઘટના પૂરતી મર્યાદિત નથી. ઉદાહરણ તરીકે રોહિત વેમુલાની વાત કરીએ. રોહિતની આત્મહત્યાએ પ્રથમ પલિતો ચાંપ્યો. ગોમાંસના મુદ્દા સાથે તેનો કોઈ જ સંબંધ નહોતો. સવાલ એ ઊઠે છે કે શું જ્ઞાતિવાદની તુલના વંશવાદ સાથે થઈ શકે છે? આ ચર્ચા આજકાલની નથી. તે એક જૂની ચર્ચા છે.