સ્નેહઝરમર કરે છે નિ:સંકોચ
મુજને અંતરમાં સ્થાન આપે છે
ના ખરીદી શકે કોઈ સમ્રાટ
મારા મિત્રો તે માન આપે છે
•
અવળુંસવળું હું બોલતો રહું છું
એનો રસપ્રદ જવાબ આપે છે
પાંદડાની કરું અગર ઈચ્છા
મારા મિત્રો ગુલાબ આપે છે
•
છે મિસાલી આ કાર્ય મિત્રોનું
કે છે દીપકની વાટ સંકોરી
સ્નેહે સીંચ્યો છે હોસલો રગ રગ
બેઠો કીધો છે મુજને ઢંઢોળી
•
ખેત – વાડીને આપે વરસાદો
ને પહાડોને રાખે છે મક્કમ
મારો અલ્લાહ, મારા મિત્રોને
આપે અરબી સમુદ્રનો દમખમ
 
 ગયા શુક્રવારે પેરિસમાં આતંકી હુમલો થયો તેની બીજી સવારે એક મિત્રએ વાતવાતમાં પૂછ્યું, ‘તમને લાગે છે કે હવે ત્રીજું યુદ્ધ થશે? યુદ્ધમાં તો બે વિરોધી જૂથ હોય પણ અત્યારે તો ખબર જ નથી પડતી કે કોણ કોની સામે અને સાથે છે.’ કંઈક આવો જ પ્રશ્ન દ્વિતીય મહાયુદ્ધ પછી વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનને પૂછવામાં આવેલો. આઇનસ્ટાઇને ત્યારે કહેલું, ‘ચોથું યુદ્ધ નહીં થાય તેની મને પાકી ખાતરી છે. ત્રીજુ વિશ્વયુદ્ધ જ એટલું વિનાશકારી હશે કે ચોથા યુદ્ધ માટે ધરતી પર માણસ જીવતો જ નહીં હોય.’