હરિ કૃષ્ણ એક્સર્પોટના માલિકો અને સિનિયર કર્મચારીઓની ચિંતા માંસાહારની છે. ગરીબ હીરાઘસુઓ માંસાહારી મુસ્લિમ હીરાઘસુઓની બાજુમાં બેસીને જમે એનો વાંધો નહીં, પણ સાહેબોને એ કેમ ચાલે? એટલે તો મુંબઈમાં ચોક્કસ વિસ્તારોમાં મુસ્લિમોને ફ્લૅટ વેચતા નથી
 હરિ કૃષ્ણ એક્સર્પોટ નામની મુંબઈની હીરાના નિકાસનો ધંધો કરતી કંપનીએ મુસ્લિમ યુવકને તે મુસ્લિમ છે એ માટે નોકરીએ રાખવાની ના પાડી દીધી. મુખ્ય પ્રધાને પણ એ ઘટનાની નોંધ લીધી છે અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાન કહે છે કે ધર્મના આધારે ભેદભાવ કરવો એ ખોટું છે અને એ ચલાવી ન લેવાય. હજી થોડા દિવસ પહેલાં મુખ્ય પ્રધાનને પોતાને ધર્મના કારણે કરાતો લૈંગિક ભેદભાવ જોવા મળ્યો હતો. કોઈ એક કાર્યક્રમમાં તેમણે દાદરના સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી સભાગૃહમાં જવાનું બન્યું હતું જ્યાં સ્વામિનારાયણના સાધુ આવવાના હતા અને તેઓ સ્ત્રીઓનું મોઢું ન ભાળે એ માટે હૉલમાં પહેલી હરોળમાં બેઠેલી મહિલા પત્રકારોને ઉઠાડી મૂકવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ સ્ત્રીઓનું મોઢું નહીં જોવું એવો આદેશ સહજાનંદ સરસ્વતીએ શિક્ષાપત્રીમાં આપ્યો છે.
હરિ કૃષ્ણ એક્સર્પોટ નામની મુંબઈની હીરાના નિકાસનો ધંધો કરતી કંપનીએ મુસ્લિમ યુવકને તે મુસ્લિમ છે એ માટે નોકરીએ રાખવાની ના પાડી દીધી. મુખ્ય પ્રધાને પણ એ ઘટનાની નોંધ લીધી છે અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાન કહે છે કે ધર્મના આધારે ભેદભાવ કરવો એ ખોટું છે અને એ ચલાવી ન લેવાય. હજી થોડા દિવસ પહેલાં મુખ્ય પ્રધાનને પોતાને ધર્મના કારણે કરાતો લૈંગિક ભેદભાવ જોવા મળ્યો હતો. કોઈ એક કાર્યક્રમમાં તેમણે દાદરના સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી સભાગૃહમાં જવાનું બન્યું હતું જ્યાં સ્વામિનારાયણના સાધુ આવવાના હતા અને તેઓ સ્ત્રીઓનું મોઢું ન ભાળે એ માટે હૉલમાં પહેલી હરોળમાં બેઠેલી મહિલા પત્રકારોને ઉઠાડી મૂકવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ સ્ત્રીઓનું મોઢું નહીં જોવું એવો આદેશ સહજાનંદ સરસ્વતીએ શિક્ષાપત્રીમાં આપ્યો છે.
ધાર્મિક કે સાંપ્રદાયિક રીતરિવાજો અને આદેશોની યોગ્યતા-અયોગ્યતાની ચર્ચા આપણે ન કરીએ, પરંતુ સાદો નૈતિકતાનો સવાલ એ છે કે ધર્મ પોતે પાળવાનો હોય કે બીજા પાસે પળાવવાનો હોય? તમારા માટે સ્ત્રીનું મોઢું જોવું વર્જ્ય હોય તો તમારે સ્ત્રીનું મોઢું જોવાનો પ્રસંગ આવે એવા સ્થળે ન જવું જોઈએ, પરંતુ સ્ત્રીને વગર ગુને આવતી કેમ રોકી શકાય? તમારા શીલના રક્ષણની જવાબદારી તમારી છે, સ્ત્રી તમારા શીલનું રક્ષણ કરે એ તો બેહૂદી ધાર્મિકતા થઈ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને તમે મુંબઈના માર્ગો પર મોટરમાં જતા જોયા હશે અને ક્યારેક તો સડક પર ચાલતા પણ જોવા મળે છે. તમે ક્યારે ય તેમને આંખે પાટા બાંધેલા જોયા? માફ કરજો, ધર્મ માનવામાં આવે છે એટલી મહાન સંસ્થા નથી. ધાર્મિકતા જેટલી બેહૂદી ચીજ આ જગતમાં બીજી એકે ય નથી. માણસ-માણસ વચ્ચે દીવાલો રચવાનું કામ ધર્મોએ કર્યું છે. વિશ્વના ઇતિહાસમાં રાજકીય લડાઈઓમાં જેટલી જાનહાનિ થઈ છે એનાથી ઘણી વધુ જાનહાનિ ધાર્મિક લડાઈઓમાં થઈ છે.
આમાં પાછું ઓછું હતું એમ ભારતમાં જ્ઞાતિઓ માણસને માણસથી દૂર લઈ જવાનું કામ કરે છે. આપણે કેટલા સુધરેલા છીએ અને કેટલા અખિલ (અખંડ, વિભાજન વિનાના) ભારતીય છીએ એની કસોટી કરવી હોય તો છાપામાં આવતી લગ્નની (મૅટ્રિમોનિયલ) જાહેરખબરો જોઈ જવી. વર-કન્યાને બને એટલા નાના સૂંડલામાંથી ગોતવામાં આવે છે, જેથી આપણા બીજા કરતાં અલગ સંસ્કાર જળવાઈ રહે. અમે બીજા કરતાં જુદા અને અમે બીજા કરતાં ઊંચા, આ બે બીમારી ભારતીય બીમારી છે. ભારતીયોને, ખાસ કરીને હિન્દુઓને સૂંડલા અને નિસરણી વિના ચાલતું નથી. તેઓ વિદેશમાં સ્થાયી થવા જાય છે, તો ત્યાં પણ પોતાનો ઓળખનો નાનકડો સૂંડલો અને નિસરણી સાથે લેતા જાય છે. ભારતીય સ્વભાવત: ભારતીય થઈ શકતો નથી. માત્ર થોડા સમય માટે આપણી અંદર ભારતીયતા ત્યારે જ જન્મે છે જ્યારે સામે પાકિસ્તાન હોય કે ક્રિકેટની મૅચ હોય. હરિ કૃષ્ણ એક્સર્પોટના માલિકો આમાં અપવાદ નથી. કંપનીને માણસોની જરૂર છે એની જાણ થતાં MBA થયેલા એક મુસ્લિમ યુવકે ઈ-મેઇલ દ્વારા અરજી મોકલી હતી. તેને કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે વી રિગ્રેટ ટુ ઇન્ફૉર્મ યુ ધૅટ વી હાયર ઓન્લી નૉન-મુસ્લિમ કૅન્ડિડેટ્સ. એ યુવકે કંપની તરફથી મોકલવામાં આવેલો સત્તાવાર પત્ર સોશ્યલ મીડિયા પર પ્રસારિત કર્યો હતો અને ગણતરીના કલાકોમાં આવો ભેદભાવ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયો હતો. કંપનીના માલિકોને ઘટનાની ગંભીરતા સમજાતાં ખુલાસો કર્યો હતો એ કંપનીની આવી કોઈ પૉલિસી નહોતી. કંપનીમાં જે નવાં બહેન જોડાયાં છે તે કંપનીની પૉલિસી જાણતાં નથી એટલે તેમણે પોતાની મેળે આવો જવાબ મોકલી આપ્યો હતો.
આવું બને ખરું? કંપનીમાં નવી-નવી જોડાયેલી ટ્રેઇની યુવતી માલિકોને પૂછ્યા વિના, તેમની જાણ વિના કે કંપનીની પૉલિસી જાણ્યા વિના આવો જવાબ બારોબાર આપે ખરી? તે યુવતીએ ભૂલ એટલી જ કરી કે નહીં કહેવાની વાત લખીને કહી દીધી. તે બહેનને શિક્ષા કરવામાં આવી છે એમ કંપનીના માલિકો કહે છે. શિક્ષા કરવામાં આવી હશે, પણ એ એટલા માટે નહીં કે તેમણે ખોટી પૉલિસી લાગુ કરી હતી, પરંતુ કંપનીની ખોટી પૉલિસી જાહેર કરી દીધી હતી. આવો ભેદભાવ અનૈતિક તો છે જ, પરંતુ ગંભીર ગુનો પણ છે. સજાથી બચવા માટેનાં આ બહાનાં છે. કંપનીના માલિકો કહે છે કે તેમની કંપનીમાં ૭૧ મુસલમાનો નોકરી કરે છે; પણ એ બધા હીરાઘસુ છે, સિનિયર લેવલે એક પણ નથી. હીરાઘસુઓ મળતા નથી એટલે એ કોઈ પણ નાતના, જાતના કે ધર્મના હોય તો ચલાવી લેવું પડે છે. ગુજરાતની હજી એક વિશેષ બીમારી શાકાહારી પક્ષપાતની છે. ટૂંકા સૂંડલા અને નિસરણીમાં ગુજરાતીઓ માટે આ એક વધારાનું પરિબળ છે. શાકાહારીઓ શ્રેષ્ઠ અને માંસાહારીઓ માટેનો અણગમો એ સવર્ણ ગુજરાતીઓનું જન્મજાત લક્ષણ છે. મુંબઈની રેસ્ટોરાંમાં પ્યૉર વેજિટેરિયન એવું છોગું ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવે છે.
વિદેશપ્રવાસ વખતે માથાદીઠ દસ કિલો સૂકો નાસ્તો સાથે લઈ જનારો ગુજરાતી માંસાહારીને કઈ નજરે જોતો હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. વિદેશમાં શાકાહારી ભોજન તો મળી જાય છે, પરંતુ પ્યૉર વેજિટેરિયન રેસ્ટોરાં મળતી નથી. હરિ કૃષ્ણ એક્સર્પોટના માલિકો અને સિનિયર કર્મચારીઓની પણ મુખ્ય ચિંતા માંસાહારની છે. ગરીબ હીરાઘસુઓ માંસાહારી મુસ્લિમ હીરાઘસુઓની બાજુમાં બેસીને જમે એનો વાંધો નહીં, પણ સાહેબોને એ કેમ ચાલે? એટલે તો મુંબઈમાં ચોક્કસ વિસ્તારોમાં બિલ્ડરો મુસલમાનોને ફ્લૅટ વેચતા નથી કે હાઉસિંગ સોસાયટી ફ્લૅટ વેચવા દેતી નથી. આવો ભેદભાવ ખુલ્લેઆમ થઈ રહ્યો છે. ફરક એટલો છે કે પેલી યુવતીને બિચારીને બહાનું કાઢતાં આવડ્યું નહીં. એ અર્થમાં તે ફ્રેશર ખરી.
૨૦૦૨માં ગુજરાતીઓનો જે બીભત્સ હિંસક ચહેરો જોવા મળ્યો એમાં આ શાકાહારી શ્રેષ્ઠતા અને માંસાહારીઓ માટેના અણગમાએ મોટો ભાગ ભજવ્યો હતો. ભારતમાં ગુજરાતીઓ સૌથી વધુ કોમવાદી છે એનું કારણ માંસાહારી પક્ષપાત છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 25 મે 2015
http://www.gujaratimidday.com/features/columns/we-different-than-the-other-and-the-second-is-higher-than-the-typical-indian-conditions
 


 આજે આપણે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના અનેક આવિર્ભાવો આપણી આસપાસ જોઈએ છીએ. આપણી ચારે બાજુ ‘હિન્દુ સંસ્કૃિત’ અને ‘હિન્દુ રાષ્ટ્ર’ વિશે અનેક અવાજો સંભળાય છે. છેલ્લા નવ મહિનામાં, ભારતીય જનતા પક્ષના ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી, આ અવાજો વધુ બુલંદ બન્યા છે અને તેમને ટોકનાર કે રોકનાર કોઈ નથી, બલકે તેમને છૂટો દોર મળ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા આપણને વારંવાર કહે છે કે ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુઓની એકતા એ એમનું ધ્યેય છે .. ભારતના ઇતિહાસને કોઈ પુરાવા કે હકીકત વગર ફરીથી લખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણને કહેવામાં આવે છે કે ભારતના ‘ભવ્ય ભૂતકાળ’માં પશ્ચિમની અર્વાચીન વૈજ્ઞાનિક શોધો પહેલેથી જ અસ્તિત્વમાં હતી. ‘ભગવદ્દગીતા’ને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની માંગણી થઈ રહી છે. શિક્ષણની પધ્ધતિમાં ધરમૂળ પરિવર્તન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમુક પક્ષ કે વિચારધારાને સુસંગત ન હોય તેવા વિચાર ધરાવનારાઓને રાષ્ટ્રવિરોધી ગણવામાં આવે છે અને તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તે પછી ગ્રીન પીસનાં એક્ટિવિસ્ટ પ્રિયા પિલ્લઈ હોય કે તમિળ નવલકથાકાર પેરૂમલ મુરૂગનની નવલકથા હોય કે આમિરખાનની ફિલ્મ હોય.
આજે આપણે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના અનેક આવિર્ભાવો આપણી આસપાસ જોઈએ છીએ. આપણી ચારે બાજુ ‘હિન્દુ સંસ્કૃિત’ અને ‘હિન્દુ રાષ્ટ્ર’ વિશે અનેક અવાજો સંભળાય છે. છેલ્લા નવ મહિનામાં, ભારતીય જનતા પક્ષના ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી, આ અવાજો વધુ બુલંદ બન્યા છે અને તેમને ટોકનાર કે રોકનાર કોઈ નથી, બલકે તેમને છૂટો દોર મળ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા આપણને વારંવાર કહે છે કે ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુઓની એકતા એ એમનું ધ્યેય છે .. ભારતના ઇતિહાસને કોઈ પુરાવા કે હકીકત વગર ફરીથી લખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણને કહેવામાં આવે છે કે ભારતના ‘ભવ્ય ભૂતકાળ’માં પશ્ચિમની અર્વાચીન વૈજ્ઞાનિક શોધો પહેલેથી જ અસ્તિત્વમાં હતી. ‘ભગવદ્દગીતા’ને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની માંગણી થઈ રહી છે. શિક્ષણની પધ્ધતિમાં ધરમૂળ પરિવર્તન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમુક પક્ષ કે વિચારધારાને સુસંગત ન હોય તેવા વિચાર ધરાવનારાઓને રાષ્ટ્રવિરોધી ગણવામાં આવે છે અને તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તે પછી ગ્રીન પીસનાં એક્ટિવિસ્ટ પ્રિયા પિલ્લઈ હોય કે તમિળ નવલકથાકાર પેરૂમલ મુરૂગનની નવલકથા હોય કે આમિરખાનની ફિલ્મ હોય. બહુ નાની ઉંમરે મોટા થઈ જવાયેલું. એના કારણોમાં તો ગરીબી અને અભાવોને કારણે આવી પડેલી જવાબદારીઓ હતી. પણ એમાં મિત્રો પણ એક કારણ છે. મને નાની ઉંમરે મોટી ઉંમરના મિત્રો મળેલા. જુવાન હતો ત્યારે મારા કરતાં એક-દોઢ-બે દાયકા મોટા નીરવ (પટેલ), દલપત (ચૌહાણ), ઈન્દુભાઈ (જાની) અને હર્ષદભાઈ (દેસાઈ) સાથે ગાઢ દોસ્તી હતી. આજે વન વળોટી ચૂક્યો છું ત્યારે ઉર્વીશ (કોઠારી), સંજય (ભાવે) અને જિજ્ઞેશ (મેવાણી) જેવા મારા કરતાં ઉંમરમાં એક દોઢ-બે-દાયકા નાના છે એવા આત્મીય અને અંતરંગ મિત્રો છે. સમવયસ્ક મિત્રોનું હોવું એ વરદાન છે કે શાપ એ તો ખબર નથી પણ ઉંમરનું આ અંતર ગાઢ દોસ્તી છતાં અમુક અંતર બનાવી રાખે છે.
બહુ નાની ઉંમરે મોટા થઈ જવાયેલું. એના કારણોમાં તો ગરીબી અને અભાવોને કારણે આવી પડેલી જવાબદારીઓ હતી. પણ એમાં મિત્રો પણ એક કારણ છે. મને નાની ઉંમરે મોટી ઉંમરના મિત્રો મળેલા. જુવાન હતો ત્યારે મારા કરતાં એક-દોઢ-બે દાયકા મોટા નીરવ (પટેલ), દલપત (ચૌહાણ), ઈન્દુભાઈ (જાની) અને હર્ષદભાઈ (દેસાઈ) સાથે ગાઢ દોસ્તી હતી. આજે વન વળોટી ચૂક્યો છું ત્યારે ઉર્વીશ (કોઠારી), સંજય (ભાવે) અને જિજ્ઞેશ (મેવાણી) જેવા મારા કરતાં ઉંમરમાં એક દોઢ-બે-દાયકા નાના છે એવા આત્મીય અને અંતરંગ મિત્રો છે. સમવયસ્ક મિત્રોનું હોવું એ વરદાન છે કે શાપ એ તો ખબર નથી પણ ઉંમરનું આ અંતર ગાઢ દોસ્તી છતાં અમુક અંતર બનાવી રાખે છે.