ઉલ્લાસ કરીએ • નટવર ગાંધી
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,
સુખીદુઃખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
ન કે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણું છું કે વિષમ ઘણું ને વિષ પૂરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ, પરણ, ને અદ્રિ ઝરણાં,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને દૃષ્ટિ ધરીને,
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.
અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.
![]()


દર્શક શતાબ્દી વર્ષના સહુથી મહત્ત્વના પ્રકાશન ‘મનીષીની વિચારયાત્રા’માં સંપાદક મોહન દાંડીકરે તેમના આરાધ્ય લેખકનાં વીસ ભાષણો મૂક્યાં છે. ભાષણોના વિષયોમાં ગાંધીવિચાર, નયી તાલીમ સહિતનું કેળવણી ચિંતન, વિશ્વશાંતિની ગુરુકિલ્લી તરીકે બાળશિક્ષણ, સર્વોદય, મહાભારત, સાહિત્યમહત્તા અને સ્વામી આનંદ તેમ જ સરદાર પટેલ વ્યક્તિવિશેષોનો સમાવેશ થાય છે. દર્શક પાસે તૈયાર થયેલા, લોકભારતીના એક પ્રબુદ્ધ વિદ્યાર્થી દાંડીકરે ‘દર્શક : જેવા મેં જોયા જાણ્યા’ સહિત એકસઠ પુસ્તકો લખ્યાં છે. તેમાં સઆદત હસન મન્ટો, કમલેશ્વર, દલિપકૌર ટિવાણા અને ગિરીરાજ કિશોરનાં પુસ્તકો ઉપરાંત વિવિધ સંપાદનો પણ છે. દર્શકના જીવનસર્જનના અભ્યાસી સંપાદકે પુસ્તિકાઓ, લેખો, રેકૉર્ડિંગ્સ કે નોંધો રૂપે વિખરાયેલાં ભાષણોને જહેમતથી એકઠાં કરીને કંઈક વિષયવાર ગોઠવ્યાં છે.
‘અૉન-લાઇન’ “ઓપિનિયન” સામિયકના વાચક અને લેખકોને, સામયિકની અને તેના તંત્રી / સંપાદક વિશે, થોડી વાતો કરવાનો અા લેખનો હેતુ રહે છે. સાથોસાથ સંપાદક અને એમના મિત્રોને પરિપ્રેક્ષ્યમાં રાખી (કારણ ? − કહેવાય છે ને કે ‘સોબત તેવી અસર’), અને ખાસ કરીને, બહ્મીગામ શહેરના મિત્રોને પરિપ્રેક્ષ્યમાં રાખી વાત કરવાનો અહીં અાશય છે.