કહાણી કહું કૈયા,
સાંભળ મારા છૈયા;
છૈયે માંડ્યું હાટ,
ત્યાંથી નીકળ્યો ભાટ;
ભાટ ખોદાવે કૂઈ
ત્યાંથી નીકળ્યો સૂઈ;
સૂઈ સંચાવે દોરો,
ત્યાંથી નીકળ્યો વોરો;
વોરો ખાય દાળિયા,
કાઢે એટલા કાળિયા;
કાળિયા મેં વાડ્યે નાખ્યા,
વાડ્યે મને વેલો આપ્યો;
વેલો મેં ગાયને નાખ્યો,
ગાયે મને દૂધ આપ્યું;
દૂધ મેં મોરને પાયું
મોરે મને પીંછી આપી;
પીંછી મેં પાદશાહને આપી,
પાદશાહે મને ઘોડો આપ્યો;
ઘોડો મેં બાવળિયે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી;
શૂળ મેં ટીંબે ખોસી,
ટીંબે મને માટી આપી;
માટી મેં કુંભારને આપી,
કુંભારે મને ઘડૂલો આપ્યો;
ઘડૂલો મેં માળીને આપ્યો,
માળીએ મને ફૂલ આપ્યાં;
ફૂલ મેં મા’દેવને ચડાવ્યાં,
મા’દેવે મને લાડવા આપ્યા.
એ લાડવા મેં, ભાઈએ, બહેને અને બાએ ખાધા. એક લાડવો વધ્યો તે કાકા માટે રાખ્યો હતો, તે કાળિયો કૂતરો આવીને ખાઈ ગયો !
![]()


ગિજુભાઈ બધેકા
૧૦, જાન્યુઆરી ૧૯૭૪. અમે, આશરે ૫૦૦-૭૦૦ વિદ્યાર્થીઓ, અમદાવાદના સરદાર પટેલ બાગમાં, સાંજે ભેગા થયા. … કોલેજના ચુંટાયેલ પ્રતિનિધિઓની સંખ્યા સવિશેષ હતી. યુવતીઓની સક્રિયતા પણ નજરે ચડે. …… અમારો હેતુ ત્યારે માત્ર ફૂડ બિલ પૂરતો સીમિત હતો. એટલે સંખ્યા પણ અમારી દૃષ્ટિએ અ…ધ…ધ હતી. પણ સરકારે કંઈક જુદું જ વિચાર્યું હતું. અમે ભેગા થઈએ અને તે પહેલાં ત્યાં પોલિસ પહોંચી જાય. અને તે દિવસે પણ એવું જ બન્યું. અને પોલિસે દંડાના જોરે અમને ભગાડ્યા. અમે બધા સરદાર બાગમાંથી આશ્રમ રોડ ઉપર આવ્યા. અમને માહિતી મળી કે રાજ્યના વરિષ્ઠ મંત્રી ડો. અમુલભાઈ દેસાઈ નટરાજ સિનેમા પાસે અમદાવાદ મેડિકલ હોલમાં આવેલ છે. અમે રૂબરૂ રજૂઆત કરવા ગયા, પણ પોલિસના દંડા …… અને તેથી વિદ્યાર્થીઓ સ્વાભાવિક કાબૂમાં ન જ રહી શક્યા. અને પહેલી ઘટના ઘટી. …. ડો.અમુલભાઈ દેસાઈને મંત્રી તરીકે રાજ્ય સરકાર દ્વારા ફળવાયેલ એમ્બેસેડર કાર જોતાંજોતામાં ભાંગીને ભુક્કો થઈ ગઈ. છતાં સરકાર અમને સાંભળવા તૈયાર ન થઈ તે ન જ થઈ. ફરી કેટલાક પકડાયા અને ફરી અદાલતી કાર્યવાહી ….
મારા ભાષણ પછી ઉશ્કેરણી સ્વાભાવિક હતી, અને મિલકતોને નુકશાન તેનો એક ભાગ હતો ….. અને સહજ સ્વાભાવિક પોલિસ કાર્યવાહી અને તે ને કારણે વધુ ઉશ્કેરણી …
મનીષી જાની − નવનિર્માણ યુવક સમિતિના પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટી સિન્ડીકેટના એક માત્ર વિદ્યાર્થી પ્રતિનિધિ હોવાને કારણે આ અધ્યક્ષ પદની જવાબદારી તેણે વહન કરી. શાંત,સૌમ્ય અને વિચારાધીન સૈધ્ધાંતિક નેતૃત્વ. આંદોલનમાં, પ્રથમ તબક્કામાં, મોટા ભાગનો સમય, MISAના કેદી તરીકે, જેલમાં જ રહેવું પડ્યું. સતત સક્રિયતાને કારણે મનીષીની એક આગવી ઓળખ બની , મીડિયા દ્વારા અનેક પ્રકારની ચર્ચાઓમાં આજે પણ સક્રિય. લેખન તેનો શોખ. NGOનાં માધ્યમથી સમાજ સેવા ધ્યેય .. ISRO દ્વારા યુવાનો માટે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન. એક સફળ નેતૃત્વ જે ક્યારે ય રાજકીય ક્ષેત્રે પ્રવેશવા ઉત્સુક નહિ.
હંગામી સરકારને કારણે, બેફામ બનેલ પોલિસ ગોળીબાર થયા, અને પરિણામે શહાદત અને તેથી ગુજરાતની શાંતિ હણાઈ ચૂકી હતી. તે પરિસ્થિતિ નિવારવા, અમે સવારે ૯-૦૦ વાગે ઉપવાસનો આરંભ કર્યો. વિદ્યાર્થી કે અબાલ વૃદ્ધ સહુ યુનિવર્સિટી આવી રહ્યા હતા. …. પોલિસ – આકાશવાણી અમારી પાસે અવારનવાર શાંતિની અપીલો કરાવતી હતી. અને જે અનિવાર્ય પણ હતું. રાજ્યપાલશ્રી પણ આ બાબતે ચિંતિત હતા. અને તેવામાં જ સવારે, આશરે ૧૦-૪૦ના સમયે, રાષ્ટ્રપતિ મહોદયે ભારત સરકારની કેબિનેટની ભલામણને આધારે ગુજરાત વિધાનસભા મૂર્છિત અવસ્થામાં રાખી રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી. અને આમ રાજ્યમાં – રાષ્ટ્રમાં કે કદાચ વિશ્વમાં પ્રથમ વખત, જનમતથી ચૂંટાયેલ સરકારને જનાક્રોશથી જવું પડ્યું તેવી ઐતિહાસિક ઘટનાએ સ્વરૂપ લીધું.
સતત પ્રવાસ અને જાહેરસભાઓ ને કારણે સ્વાભાવિક જ થાક લાગતો હતો, અને આજે અમદાવાદના રાયપુરમાં સભા હતી, એટલે રાત સુધી આરામ મળવાની શક્યતા હતી. સવારે સ્કુટર ઉપર અમદાવાદના નટરાજ સિનેમા પાસે આવેલ અશોક પાન હાઉસ ઉપર હું અને નિરુપમ પાન ખાવા ગયા. અને અમે જોયું અચાનક જ કંઈ પણ સમાજ પડે તે પહેલાં, સામેની બાજુએ આવેલ એચ.કે. કોલેજ પાસે બેઠેલા વિદ્યાર્થીઓ ઉપર પોલિસ તૂટી પડે છે. ….. શા માટે ? શું વાંક ? તે સમજવાનો પ્રયાસ કરતા જાણવા મળ્યું કે ચાર દિવસ પહેલાં, આ સ્થળે એક બસના કાચ તોડવામાં આવ્યા હતા. અાજના પોલિસ પગલાંમાં, એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયો હતો. અમે રસ્તા ઉપર પસાર થતાં વાહનને અટકાવી, તે વિદ્યાર્થીને વાડીલાલ હોસ્પિટલ લઈ ગયા, પણ સારવાર મળે તે પહેલાં જ યુવાન મૃત્યુ પામ્યો, શહીદ થયો …