તાજેતરની એક સાંજે ડૉ. જયંત જોષીને ત્યાં અમારાં ડૉ.ઊર્મિલા ભીરડીકર સાથે ગોઠડીનો લહાવો મળ્યો. બંને જણાં મોટે ભાગે મરાઠીમાં – અને બાકી અંગ્રેજી, તેમ જ મારી સાથે અંગ્રેજી – ગુજરાતીમાં વાત કરતા હતાં. મરાઠી સાંભળીએ તો થોડું થોડું સમજાય, ખરું. અમુક શબ્દો પકડી લઈએ એટલે 'હેંડી જાય' ! જો કે, મરાઠી ભાષા એટલે આમ જુઓ તો 'ગરમ ગરમ' ભાષા. આપણી ગુજરાતી જેવી 'સુષ્ઠુ સુષ્ઠુ' નહિ. (આવું, એકવાર, મેં એચ.કે. આર્ટસ કોલેજનાં સ્ટાફરૂમમાં, સૌમ્ય જોષી – સંજય ભાવે સંવાદમાં ટીખળ સાંભળ્યું હતું કે 'આ ગુજરાતીઓ તો પેલા મરાઠી radical writingથી અને તેની મજાથી અવગત નથી થઈ શકતા').
જયંતભાઈ જોષીને ત્યાં, અાપણને સાને ગુરુજી ('શ્યામની મા' અને 'ભારતીય સંસ્કૃિત'ના લેખક અને સ્વાતંત્ર્યસેનાની) અને પુ.લ. દેશપાંડે(આલાગ્રાંડ મરાઠી હાસ્યલેખક)ના ફોટા, દીવાલ પર, ફ્રેમબદ્ધ કરેલા, જોવા મળે. ડૉ. નીલાબહેન જોષી(અાચાર્ય યશવંત શુક્લનાં પુત્રી અને જયંત જોષીનાં સહચારિણી)એ કહ્યું કે અભિજાત તો પુ.લ. દેશપાંડેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે. … … આ બધું સાંભળીને મનમાં થાય કે આપણે ગુજરાતીઓ, સાલા સાહિત્યિક રસની બાબતમાં પછાત છીએ ! અહીં લોકોને ત્યાં ભગવાનના ફોટા જોવા મળે, પણ કદી કોઈના ઘરે સાહિત્યકારના ફોટા જોયા છે? … ના. કેમ કે, આપણે વાંચતા જ નથી ને ! અને આમ પણ અસ્મિતાવાદી થયા એટલે વાંચવાનું શું, ને વિચારવાનું શું? Reading literary works is considered a 'non-profitable' endeavor. આપણે તો વિકાસની દોટમાં સહભાગી થવાનું છે, અને વાંચવા માટે તો કુલા ટેકવીને એક જગ્યાએ બેસવું પડે ને ? બધાં જ ક્ષેત્રે MoU થયા, એમ હવે સાહિત્યલેખન અને વાંચનનો ય MoU કરી જ નાખોને … … !
 ખેર, જયંત જોષી સર ગુજરાતીમાં મેઘાણી અને 'મરીઝ', મરાઠીમાં જ્ઞાનેશ્વર, સાને ગુરુજી, પુ.લ. અને નેમાડે, ઇંગ્લિશમાં શેક્સપિયર અને વુડહાઉસને ખૂબ માને છે. લગભગ બે કલાક જેવું અમે તેમને ત્યાં બેઠાં હોઈશું. વચ્ચે ચા-નાસ્તો પણ થયો. સાથે તિલક, વિષ્ણુ શાસ્ત્રી ચિપલુણકર, સાવરકર, ગાંધીજી, સાને ગુરુજી, વિનોબા ભાવે અને ભાલચંદ્ર નેમાડે સુધીની વાતો … 'એક અવિસ્મરણીય સાંજ' — આમ તો ડૉ. જયંત જોષીનો આ ઉદ્દગાર હતો, પણ મારો પણ કંઈક એ જ ઉદ્દગાર છે …

(પ્રસ્તુત તસ્વીર એમને અગાઉ ગુજરાતી સાહિત્ય પરિષદના 'ગ્રંથાગાર'માં મળવાનું થયું હતું, ત્યારે ખેંચી હતી.)