હું મારા વક્ષમાં વરસાદ જેમ આવી છું,
વરસાદ લઈ, પવન, વીજ થઈ આવી છું.
વરસાદી વાદળના વાવડ ને મોરલાનું ટેહું,
ભૂરી પાંખો સમેટી આભ થઈ આવી છું.
પીળાં જંગલ હવે ચાસચાસમાં મ્હોર્યાં છે,
લીલી ટોચથી સંજીવનીપુષ્પ થઈ આવી છું.
પર્ણની બેડી ખખડી આંખ આંજે હવાઓ,
પાનખરની આંખમાં ફૂલ થઇ આવી છું.
ભીનો સંબંધ ભીનીછમ પવનપાતળી જાજમ,
મેઘધનુનાં વસ્ત્રો પહેરી ચોમાસું થઈ આવી છું.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com