તાનથી ત્રિગુણી એક તિહાઈની આ વાત છે,
જનવિહોણા દુર્ગ ફરતી ખાઈની આ વાત છે.
જનવિહોણા દુર્ગ ફરતી ખાઈની આ વાત છે.
મિષ્ટ મોદકો ઊપર કટુક ઔષધિ સમી,
સંનિકટ મિલન પછી જુદાઈની આ વાત છે.
સંનિકટ મિલન પછી જુદાઈની આ વાત છે.
વિશ્વામિત્રની નથી, નથી આ ચાંપાનેરની,
પાવાગઢના બારમા પતાઈની આ વાત છે.
પાવાગઢના બારમા પતાઈની આ વાત છે.
માનવીના ઉદ્વિકાસ જેટલી જ છે જૂની,
સત-અસત, ભલાઈ ને બુરાઈની આ વાત છે.
સત-અસત, ભલાઈ ને બુરાઈની આ વાત છે.
જળકમળની કે નથી ગીતાના જ્ઞાનની કથા,
પીપળા તળે સ્થગિત કન્હાઈની આ વાત છે.
પીપળા તળે સ્થગિત કન્હાઈની આ વાત છે.
8/8/2016