પુસ્તક પરિચય
 ‘પરીકથામાં પંક્ચર’ અત્યારના સાયબરસમયમાં બધી ઉંમરના વાચકોને મજા પડે, તેમને જાણવા અને શીખવા મળે તેવી કિશોરકથા છે. લેખિકાઓ તેજલ શાહ  અને અર્ચિતા પંડ્યાને નવા ડિજિટલ જમાનાનાં પાત્રો અને વર્ચ્યુઅલ વર્લ્ડની સામગ્રી લઈને વાર્તા કહેવાનું સરસ ફાવ્યું છે. તેમણે સાયન્સ ફૅન્ટસી અને ઇન્ટરનેટના સમયમાં ઉછરી રહેલાં ઉપલા મધ્યમવર્ગના બાળપણની વાસ્તવિકતાનો તાજગીસભર સુમેળ સાધ્યો છે. એટલે તેમાં મોબાઈલ, ચૅટિન્ગ, ગેમિંગ, ક્લિપ્સ, યુ-ટ્યુબ ચૅનલ્સ, ફૅનફૉલોઇંગ, લાઇક્સ, ટ્રોલ્સ, વેબપેજ ડિઝાઇનિંગ, મૉર્ફિંગ ને એ બધાની આખી દુનિયાનો ‘ઓમ ઇગ્નોરાય નમ:’ મંત્ર સાથે, સહજ રીતે સમાવેશ થયો છે.

સ્કૂલ બસમાં બેસીને એક ઢબૂડી પહેલાં દિવસે ખુશીથી નિશાળે બેસે છે ત્યારથી લઈને તે મિડલ સ્કૂલમાં એથિકલ હૅકિંગથી સોશ્યલ મીડિયા બુલિને પકડી પાડતી કિશોરી તરીકે આગળ આવે છે ત્યાં સુધીની સ્ટોરી વાચક છેક સુધી વાંચતા રહે તે રીતે કહેવાઈ છે. વળી, નવા જમાનાની, સમજદાર માતાની ભાવનાશાળી છતાં ય ચાલાક એવી આ દીકરીના મુખે વાર્તા કહેવાઈ છે. આ નાનકડી અને સરસ રીતે વિકાસ પામતી નૅરેટરની જિંદગીના એક અંશ(a slice of life)ના કેટલાં ય પાસાં લેખિકાઓએ રમણીય અને પ્રતીતિજનક રીતે નિરૂપ્યાં છે. કથકનાં મા-બાપ, મિત્રો, શિક્ષકો, શાળાના કર્મચારીઓ એવા કેટલાં ય પાત્રો મળે છે. તેમાં છોકરા-છોકરીઓની મિત્રમંડળી અને તેમની નાનકડી દુનિયા, શાળા અને રૅન્કિ-ફ્રૅન્કિ ફૂડ કૉર્નર સહિત, સરસ રીતે ઊભી કરવામાં આવી છે. મા-બાપ અને શિક્ષકોની ખૂબીઓ અને ખામીઓ તરફ ઇશારો છે. સહુથી નોખું પાત્ર તે પરગ્રહવાસી-એલિયન વિન્સી. તેનાં કુળમૂળ જ નહીં પણ તેનાં દેખાવ-સ્વભાવ-પ્રભાવનું પણ આકર્ષક ચિત્રણ છે. પુસ્તકની ભાષામાં કહેવતો સહિતની બોલચાલની સુઘડ ગુજરાતી અને અનિવાર્યપણે ડિજિટલ વત્તા સોશ્યલ મિડિયાના શબ્દોનું નોંધપાત્ર સંતુલન છે. વાર્તાના દરેક પાનાના બંને હાંસિયામાં તે પાનાંમાં જેનો ઉલ્લેખ તેમાંથી એકાદ-બે પાત્રો અને વસ્તુઓના અનામી કલાકારે કરેલાં ચિત્રો પુસ્તકને અનોખી જીવંતતા આપે છે.
‘એક ચુલબુલી કથા’ એવું પુસ્તકના પેટા-નામ પુસ્તકનો વિષય સૂચવે છે. શાળામાં બાળકનું ‘બુલિંગ’ એટલે કે તેની થતી પજવણીની સમસ્યા પુસ્તકનો વિષય છે. પ્રસ્તાવનામાં બુલિંગની ઘાતક અસરોનો ઉલ્લેખ કરીને લેખિકાઓ તેની સાથે સોશ્યલ મીડિયાના શાળાજીવન સંદર્ભે લેખાંજોખાંને પણ સમાવે છે. અંતે તેઓ લખે છે : અમે સહાયના આશયથી ‘બુલી’ જેવા ભારેખમ વિષયને વાર્તામાં ઢાળીને લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ હાથ ધર્યો છે.’
•••
 ‘પર્યાવરણ અને તેનું રક્ષણ’ પુસ્તકમાં લોકવિજ્ઞાન(પૉપ્યુલર સાયન્સ)ના જાણીતા લેખક કિશોર પંડ્યાએ ખૂબ સરળ અને લાઘવપૂર્ણ ભાષામાં વિષયની સમજ આપી છે. પુસ્તકના પહેલાં ત્રણ પ્રકરણમાં પર્યાવરણની વ્યાખ્યાઓ આપીને તેના ઘટકોને આકૃતિ સાથે વિશદ કરવામાં આવ્યા છે. પર્યાવરણ અને નિવસનતંત્ર વચ્ચેની ટૂંકમાં સમજ ત્રીજા પ્રકરણમાં છે. ત્યાર બાદ પર્યાવરણ પરિવર્તન અને તેની અસરો તેમ જ ભારતના સંદર્ભે તેના પડકારો વિશે વાંચવા મળે છે. પર્યાવરણ અભ્યાસશાખા અંગેના બે પ્રકરણો બાદ ચાર પ્રકરણો સંરક્ષણ પ્રદૂષણ સહિતની પર્યાવરણ સમસ્યાઓ અને તેના ઉકેલ તરીકે પર્યાવરણ સંરક્ષણ માટે ફાળવવામાં આવ્યાં છે. લેખકે કુદરતને જાળવવા અને ફેલાવવા માટેના રોજબરોજના વ્યવહારુ સૂચનો પણ આપ્યાં છે. કવિ ઝીણાભાઈ દેસાઈએ લખેલું  ‘વૃક્ષારોપણ ગીત’ અને પુસ્તકને અંતે મળતું ‘પર્યાવરણ પ્રમાણપત્ર’ હૃદયસ્પર્શી છે.

પુસ્તકમાંથી મળતી વિશિષ્ટ માહિતીના ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. ફિલિપાઇન્સમાં દરેક વિદ્યાર્થીએ શાળા કે કૉલેજનું પ્રમાણપત્ર મેળવતાં પહેલાં દસ સ્થાનિક વૃક્ષો રોપીને તેની સંભાળ રાખવાની હોય છે. પર્યાવરણનો અભ્યાસ કર્યો હોય તેવા ‘ઇકોલૉજિસ્ટ’, વૃક્ષોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પુન:સ્થાપિત કરનાર ‘રિસ્ટોરેશન ઇકોલૉજિસ્ટ’ અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે આવી પડનાર જોખમોથી લોકોને માહિતગાર કરનાર ‘એન્વાયર્નમેન્ટલ બાયોલોજિસ્ટ’ની વ્યાવસાયિક કારકિર્દી માટેના અભ્યાસક્રમો ભારતમાં ચાલે છે. વાયુપ્રદૂષણને કારણે દેશના 36 શહેરોમાં દર વર્ષે 51,779 લોકો અકાળે મૃત્યુ પામે છે. એક અંદાજ મુજબ પ્રદૂષણને કારણે દરરોજ લગભગ 150 લોકો મૃત્યુ પામે છે. ભારતમાં 20 હજારથી વધુ પ્લાસ્ટિક રિસાયકલિન્ગ એકમો છે. દિલ્હીની નંદનગરી પડોશમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ માટે એશિયાનું સૌથી મોટું કેન્દ્ર છે. અહીં દરરોજ દસ લાખ કિલો (એક હજાર ટન) પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવામાં આવે છે. એક વૃક્ષ વર્ષમાં 20 કિલો ધૂળ શોષે છે. એક વૃક્ષ દર વર્ષે આશરે 700 કિલો ઑક્સિજન ઉત્સર્જન કરે છે, બજારમાં 2.5 કિલોગ્રામ ઑક્સિજનની કિંમત અંદાજે 6,500 રૂપિયા છે. તે દર વર્ષે 20 હજાર કિલો (20 ટન) કાર્બન ડાયોક્સાઈડ શોષે છે અને દરરોજ રાત્રે આશરે 10 ગ્રામ પ્રમાણે વર્ષમાં પોણા ચાર કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.
[820 શબ્દો]
————————————————————————–
● પરીકથામાં પંક્ચર : એક ચુલબુલી કથા
પ્રકાશક : Zen Opus, અમદાવાદ, પાનાં 103, કિ. 225/- સંપર્ક 079 2656112, 400081112 contact@zenopus.in / www.zenopus.in
●પર્યાવરણ અને તેનું રક્ષણ
પ્રકાશક : અવનિકા પ્રકાશન, અમદાવાદ, પાનાં 96, કિ. 160/-
સંપર્ક : 9879001081
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
 
 ‘ગુજરાતનાં ગરવાં ગ્રંથાલયીઓ અને ગ્રંથપાલો’ પુસ્તક ગ્રંથાલય ક્ષેત્રે એના પ્રકારનો પહેલવહેલો માહિતીસંગ્રહ છે. તેમાં એક સદીના સમયગાળાના દિવંગત તેમ જ હયાત એવા  કુલ 91  ગ્રંથપાલ (લાઇબ્રેરિયન્સ)ના ‘જીવનવૃત્ત અને પ્રદાન’ અંગે વાંચવા મળે છે.
‘ગુજરાતનાં ગરવાં ગ્રંથાલયીઓ અને ગ્રંથપાલો’ પુસ્તક ગ્રંથાલય ક્ષેત્રે એના પ્રકારનો પહેલવહેલો માહિતીસંગ્રહ છે. તેમાં એક સદીના સમયગાળાના દિવંગત તેમ જ હયાત એવા  કુલ 91  ગ્રંથપાલ (લાઇબ્રેરિયન્સ)ના ‘જીવનવૃત્ત અને પ્રદાન’ અંગે વાંચવા મળે છે. ‘પારકી છઠ્ઠીના જાગતલ’ શિક્ષણવિદ કુંજવિહારી મહેતા(1923-1994)નો શતાબ્દિ સ્મૃતિગ્રંથ ‘કેમે ના લોપાય સ્મરણથી’ 14 જુલાઈએ તેમના જન્મદિવસે અને શતાબ્દિવર્ષના સમાપન સમારોહના અવસરે  પ્રસિદ્ધ થયો. આ ગૌરવગ્રંથમાંથી તેમનાં જીવનકાર્યના જે પાસાંની ઉત્કૃષ્ટતા (excellence) ઉજાગર થાય છે તે આ મુજબ છે : સુરતની વિખ્યાત એમ.ટી.બી. કૉલેજના આચાર્ય, કૉલેજની સંચાલક-સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મંત્રી, જાગૃત કટારલેખક, પરગજુ માણસ, સુરતના જાહેરજીવનના અગ્રણી અને એક વત્સલ કુટુંબ-પ્રમુખ. પુસ્તકના ખૂબ ભાવપૂર્ણ લેખોમાં મહેતા સાહેબને યાદ કરનારા છત્રીસ લેખકોમાં કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થા-સંચાલકો અને જાણીતા શહેરવાસીઓ તેમ જ પત્રકારો-સાહિત્યકારો અને આપ્તજનોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં અનેક નોંધપાત્ર બાબતો છે. તેમાંથી કેટલુંક તારવી-સારવીને અહીં રજૂ  કરવાની કોશિષ કરી છે.
‘પારકી છઠ્ઠીના જાગતલ’ શિક્ષણવિદ કુંજવિહારી મહેતા(1923-1994)નો શતાબ્દિ સ્મૃતિગ્રંથ ‘કેમે ના લોપાય સ્મરણથી’ 14 જુલાઈએ તેમના જન્મદિવસે અને શતાબ્દિવર્ષના સમાપન સમારોહના અવસરે  પ્રસિદ્ધ થયો. આ ગૌરવગ્રંથમાંથી તેમનાં જીવનકાર્યના જે પાસાંની ઉત્કૃષ્ટતા (excellence) ઉજાગર થાય છે તે આ મુજબ છે : સુરતની વિખ્યાત એમ.ટી.બી. કૉલેજના આચાર્ય, કૉલેજની સંચાલક-સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મંત્રી, જાગૃત કટારલેખક, પરગજુ માણસ, સુરતના જાહેરજીવનના અગ્રણી અને એક વત્સલ કુટુંબ-પ્રમુખ. પુસ્તકના ખૂબ ભાવપૂર્ણ લેખોમાં મહેતા સાહેબને યાદ કરનારા છત્રીસ લેખકોમાં કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થા-સંચાલકો અને જાણીતા શહેરવાસીઓ તેમ જ પત્રકારો-સાહિત્યકારો અને આપ્તજનોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં અનેક નોંધપાત્ર બાબતો છે. તેમાંથી કેટલુંક તારવી-સારવીને અહીં રજૂ  કરવાની કોશિષ કરી છે.