કાવ્યકૂકીઝ
સામાન્ય જ્ઞાન બધાંમાં સામાન્ય હોતું નથી
તોય સામાન્ય જ્ઞાનની કસોટી થતી રહે છે
આ બરાબર નથી
વિદ્યાર્થીઓને નથી આવડતું એ જ પુછાય છે
આવડે છે એ તો પુછાતું જ નથી !
ઓનલાઈન પરીક્ષામાં કોપી કેમ કરવી એ
કોઈ નથી જાણતું
એ વિદ્યાર્થીઓ જ જાણે છે
પણ એ નથી પુછાતું
ખરેખર તો કોપી પણ હોંશિયાર જ કરી શકે છે
ઠોઠ તો ગણિતના જવાબ પણ
સંસ્કૃતમાંથી કોપી કરે છે
એ તો સારું છે કે એમનો ફર્સ્ટ ક્લાસ આવે છે
એટલે બહુ ખબર પડતી નથી
બાકી, કોપી કરવાનું સહેલું નથી
ને આ લલ્લુઓ એમને આવડે એવું પૂછે છે
ને પોતાને બહુ મોટા તોપચી સમજે છે
હિંમત હોય તો પોતાને ન આવડે એવું પૂછોને !
ભારત ક્યારે આઝાદ થયું
એનો જવાબ એ લોકોને આવડે એટલે પૂછે છે
એવું તો વિદ્યાર્થીઓને ઘણું આવડે છે
જેમ કે 1+1=2 થાય એવું મોબાઇલમાં આવડે છે
એવું આ ઘરડી ટોપીઓને આવડે છે?
એ તો એમ જ ફટ દઈને બોલી દે છે 2.
એ જવાબ ખરો છે, એ ખરું
પણ મોબાઈલ યુઝ કરતાં નથી આવડતું તેનું શું?
બે હજારની નોટ પર કોનું ચિત્ર છે તે નથી ખબર
પણ કોઈ દિવસ નોટ આપી હોય તો ખબર પડેને !
વાપરે સિનિયરો ને પૂછે વિદ્યાર્થીઓને એ બરાબર છે?
એમ તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ
એ બધું એમને આવડે છે
એ આ ભાવિ પેન્શનરોને આવડે છે?
બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ કોને કહેવાય તે ખબર છે?
બ્રેકઅપ, બકઅપ વચ્ચેનો ફેર ખબર છે?
ગર્લફ્રેન્ડના ફોટા વાયરલ કરતાં આવડે છે?
ગર્લફ્રેન્ડની જ ખબર નથી ત્યાં
વાયરલની તો વાત જ શી કરવાની?
હે વડીલો, જ્ઞાન હવે પૂછવાની નહીં,
ક્લિક કરવાની વાત છે
હવે સોટી, કસોટી છોડો
ને પૂછવાનું બંધ કરો
નહિ તો કાલે તમારો ભાવ કોઈ નહિ પૂછે ..,
000
(‘સંદેશ’ની કોલમ)
e.mail : ravindra21111946@gmail.com
![]()


શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ત્રણ મહિનામાં ત્રીજી વખત રેપોરેટ 50 બેસિસ પોઈન્ટ વધારીને 4.90 પરથી 5.40 પર લાવીને મૂકયો છે. એને પરિણામે હાઉસિંગ લોન સહિત તમામ લોન મોંઘી થશે. આમ તો આ બધું મોંઘવારી ઘટાડવા થાય છે, કાઁગ્રેસ પણ દેશમાં વધતી જતી મોંઘવારી સામે વિરોધ કરે છે, પણ મોંઘવારી ઘટતી નથી. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ પણ મોંઘવારી ઘટે એ અંગે શંકાશીલ છે. રેપોરેટ એ દર છે જેનાં પર બેન્કો, રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે. રેપોરેટ ઘટે તો બેન્કો પણ ગ્રાહકો માટેનો વ્યાજ દર ઘટાડે ને જો રેપોરેટ વધે તો બેન્કો પણ વ્યાજ દર વધારે. વ્યાજ દર ઘટે તો લોન અને તેનાં હપ્તા સસ્તા થાય ને વધે તો લોન મોંઘી થાય ને એમ જ ઈ.એમ.આઈ. પણ વધે. એક વાત સ્પષ્ટ છે કે બાંધકામનાં કાચામાલ સિમેન્ટ, લોખંડ વગેરેમાં અસહ્ય ભાવવધારો થતાં મકાનો વધુ મોંઘાં થયાં છે, તેમાં રેપોરેટના વધારાએ લોન ને હપ્તા વધુ મોંઘાં કર્યાં છે. એ સ્થિતિમાં મકાનો ખરીદવાની ગતિમાં ઘટાડો થાય એમ બને. રેપોરેટમાં વધારો થતાં બજારમાંથી લિક્વિડિટી પાછી ખેંચાય ને તો ફુગાવો નીચે લાવી શકાય એવી રિઝર્વ બેન્કની ધારણા છે. જોકે જૂનનો ફુગાવો સાત ટકાથી વધુ રહ્યો હતો જે રિઝર્વ બેન્કની છ ટકાની મર્યાદાથી વધુ હતો એટલે ફુગાવો નીચે જાય એમ માનવું વધારે પડતું છે. એ જ રીતે બેન્કો રિઝર્વ બેંકમાં પૈસા જમા કરે છે ને તે તેનાં પર બેન્કોને વ્યાજ આપે છે. આ વ્યાજ દર તે રિવર્સ રેપોરેટ છે. અત્યારે તે 3.35 ટકા છે. એટલે બેન્કો લોન લે તો તેનાં પર બેન્કે 5.40 ટકા વ્યાજ ચૂકવવું પડે ને જો બેન્ક, રિઝર્વ બેંકમાં પૈસા જમા કરાવે તો તેનાં પર તેને 3.35 ટકા જ વ્યાજ મળે છે. ઉદાહરણ તરીકે કોઈ બેન્ક પાસેથી 30 લાખની લોન 20 વર્ષે પૂરી કરવાની ગણતરીએ લે છે તો તેને અત્યાર સુધી 24,260નો હપ્તો આવતો હતો તે હવે 927 વધીને 25,187નો આવે એમ છે.
ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ 6થી 12 ધોરણ દરમિયાન જ રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણે એ હેતુથી અમદાવાદની સી.બી.એસ.ઈ. અને મ્યુનિસિપલ સ્કૂલોમાં કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. આ વિષય સ્કૂલોમાં પોલિટેક્નિકના વિદ્યાર્થીઓ ભણાવશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ શિક્ષણ મળે તે હેતુથી ગવર્નમેન્ટ પોલિટેકનિકની ફેકલ્ટિઝ નક્કી કરવામાં આવેલી સ્કૂલોમાં રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણાવશે અને કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપશે. આ કોર્સની જુદા જુદા કલાકોની અવધિ માટે 3,300થી 6,300 સુધીની ફી નક્કી કરવામાં આવી છે. અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલોમાં 6થી 8ના વિદ્યાર્થીઓને આ કોર્સ વિનામૂલ્યે કરાવવામાં આવશે. ગમ્મત એ છે કે અઢી વર્ષ કોરોનાને કારણે પ્રાઇમરી