ગરીબનું / લાચારનું કોઈ નથી. તેમનું શોષણ શક્તિશાળી / સમર્થ / સત્તાવાળા કરતા રહે છે. ઝારખંડના રાંચી શહેરની ઘટના આંખ ખોલનારી છે. પૂર્વ IAS મહેશ્વર પાત્રાનાં પત્ની સીમા પાત્રાને નોકશાહીનો નશો હતો અને સત્તાપક્ષની મહિલા વિંગની રાષ્ટ્રીય કાર્યસમિતિની સભ્ય હતી; એટલે ડબલ એન્જિન જેટલી શક્તિશાળી તુમાખી પણ હતી ! સીમાએ આદિવાસી મહિલા સુનિતાને (29) 10 વરસથી ઘરનોકર તરીકે રાખી હતી; પરંતુ ગુલામ સાથે પણ વર્તન ન કરે એવું વર્તન સીમા, સુનિતા સાથે કરતી હતી. સીમા સુનિતાને ગરમ તવાથી ડામ દેતી હતી; મારઝૂડના કારણે સુનિતાના દાંત તૂટી ગયા હતા ! સુનિતાને ખાવા-પીવાનું મળતું ન હતું; તેને રૂમમાં પૂરી રાખવામાં આવતી હતી; તે બેહોશ બની ઢળી પડતી અને તેને પેશાબ થઈ જતો ત્યારે જીભ વડે તે પેશાબ સુનિતા પાસે સીમા સાફ કરાવતી હતી ! સુનિતા ચાલી શકતી ન હતી. સારી વાત એ હતી કે સીમાના પુત્ર આયુષ્યમાને જ સુનિતાને રેસ્ક્યૂ કરવા પોતાના મિત્રને કહ્યું હતું; જેથી 22 ઓગષ્ટ 2022ના રોજ સુનિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
 સોશિયલ મીડિયામાં ઊહાપોહ થતાં સત્તાપક્ષે 30 ઓગષ્ટના રોજ પક્ષમાંથી સીમાને દૂર કરી દીધી ! NWC-નેશનલ વિમેન કમિશને સીમા સામે કાર્યવાહી કરવા ઝારખંડના DGPને જણાવ્યું છે. સીમા પાત્રા સામે IPC કલમ-323 (મારઝૂડ કરવી, સજા-1 વરસ સુધીની કેદ/દંડ); 325 (જાણીજોઈને ગંભીર ઈજા કરવી, સજા-7 વરસ સુધીની કેદ/દંડ); 346 (બંધક બનાવી ત્રાસ આપવો, સજા-2 વરસ સુધીની કેદ/દંડ); 374 (બળજબરીથી કામ કરાવવું, સજા-1 વરસ સુધીની કેદ/દંડ); તથા એટ્રોસિટી એક્ટ કલમ-3(1) (a) (b) (h) (અખાદ્ય વસ્તુ ખવડાવવા બળજબરી કરવી/ મળ-કચરો ફેંકે/ ટોપલેલ-અર્ધનગ્ન કરે, સજા-5 વરસ સુધીની કેદ/દંડ) હેઠળ ગુનો દાખલ થયેલ છે અને પોલીસે સીમાને એરેસ્ટ કરેલ છે. આ પ્રકારની ઘટના; જો સીમા પાત્રા વિપક્ષ સાથે જોડાયેલી હોત તો ગોદી મીડિયાએ ઊહાપોહ મચાવી દીધો હોત ! પરંતુ સીમા સત્તાપક્ષ સાથે જોડાયેલી હતી એટલે ગોદી મીડિયાને સીમાનો અત્યાચાર ચર્ચા કરવા યોગ્ય લાગ્યો નહીં !

થોડાં મુદ્દાઓ :
[1] સીમા ઉચ્ચ અધિકારીની પત્ની અને સત્તાપક્ષની મહિલા વિંગ સાથે જોડાયેલ હતી; છતાં કોઈ અભણ વ્યક્તિ ન કરે તેવું ક્રૂર / જંગલી વર્તન સીમાએ કેમ કર્યું હશે? સત્તાનો નશો જ ને? મને કાયદો સ્પર્શી ન શકે; એવું જ સીમા માનતી જ હશે ને?
[2] સીમા IAS અધિકારીની પત્ની છે. શું ઘરમાં આદિવાસી મહિલા ઉપર થતા અત્યાચારની ગંધ મહેશ્વર પાત્રાને નહીં આવી હોય? શા માટે તેમણે સુનિતાને મુક્ત ન કરી? એક IAS અધિકારી તરીકે તેમણે રાજ્યના લોકોની કેવી ‘સેવા’ કરી હશે?
[3] શું આ એકાદ ઘટના હશે કે ઘરનોકરોનું / લાચાર વ્યક્તિઓનું વત્તાઓછા પ્રમાણમાં શોષણ થતું હશે? ગરીબ / લાચાર માણસોના ‘માનવ ગૌરવ’નું કેટલું હનન થતું હશે?
[4] સીમા સત્તાપક્ષ મહિલા વિંગની રાષ્ટ્રીય કાર્યસમિતિ સાથે જોડાયેલ હતી; તેમણે મહિલા માટે કેવી ‘સેવા’ કરી હશે? એક મહિલા તરીકે, બીજી મહિલા ઉપર આટલી ક્રૂરતા કેમ કરી શકી હશે? શું તેમના મસ્તિકમાં ગોડસેના વિચારો ઘૂમતા હશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
 
 જેફરસને (13 એપ્રિલ 1743-4 જુલાઈ 1826) કરી હતી. આ યુનિવર્સિટીનો સમાવેશ UNESCO World Heritage Siteમાં થયો છે. થોમસ જેફરસન 4 માર્ચ 1801થી 4 માર્ચ 1809 સુધી અમેરિકાના ત્રીજા પ્રમુખ હતા. તેઓ લોકશાહીના હિમાયતી / લેખક / સંગીતકાર / દાર્શનિક / archaeologist / architect હતા. તેઓ અમેરિકાના સ્થાપકો માંહેના એક હતા. The Declaration of Independence – સ્વતંત્રતાની ઘોષણાનો (4 જુલાઈ, 1776) મુસદ્દો ઘડનાર પ્રમુખ લેખક હતા. તેમાં આ પ્રસિદ્ધ વાક્ય લખ્યું હતું : ‘all men are created equal – બધા માણસો સમાન બનાવવામાં આવ્યા છે.’ તેમને પુસ્તકોનો ગજબ શોખ હતો. તેમણે 10 જૂન 1815ના રોજ લખ્યું હતું કે ‘I cannot live without books – હું પુસ્તકો વિના જીવી શકતો નથી.’ જેફરસનને 5000 એકર જમીન અને 175 ગુલામો વારસામાં મળ્યા હતાં. ખેતી અને બીજા કામ માટે તેમની પાસે 600 જેટલા ગુલામો હતા. બાકીના ગુલામો તેમના ફાર્મમાં જન્મ્યા હતા. તેમણે આર્થિક કારણોસર 110 ગુલામોને વેચ્યાં હતાં !

 UVAનું વિશાળ કેમ્પસ / ઈમારતો / હોસ્ટેલ જોઈને આંખ ઠરે; ગ્રીક અને રોમન સ્થાપત્ય શૈલીની ઈમારતો પ્રભાવશાળી છે. મનમાં વસવસો પણ રહે કે આવી જગ્યાએ અભ્યાસનો મોકો ન મળ્યો ! UVAના architect જેફરસન હતા. મહેલ જેવા પોતાના નિવાસસ્થાન ‘મોન્ટિસેલો’ના આર્કિટેક્ટ જેફરસન પોતે જ હતા. 5000 એકર જમીન વચ્ચે ટેકરી ઉપર આ નિવાસસ્થાન 1772માં બન્યું હતું. ‘મોન્ટિસેલો’ પ્રવાસીઓ જોઈ શકે છે. જે નિખાલસતા ભારતમાં શક્ય નથી તે અહીં જોવા મળી ! ‘મોન્ટિસેલો’માં Sally Hemings – સૈલી હેમિંગ્સને સ્થાન આપવામાં આવ્યું છે. જેફરસન 44 વર્ષના હતા ત્યારે, 16 વરસની મિશ્ર નસ્લની ગુલામ છોકરી સૈલી હેમિંગ્સ સાથે સંબંધ થયો હતો; જેનાથી તેમને 6 બાળકો થયા હતાં. ભારતમાં નેતાઓને ‘અવતારી’ તરીકે રજૂ કરવામાં આવે છે !
UVAનું વિશાળ કેમ્પસ / ઈમારતો / હોસ્ટેલ જોઈને આંખ ઠરે; ગ્રીક અને રોમન સ્થાપત્ય શૈલીની ઈમારતો પ્રભાવશાળી છે. મનમાં વસવસો પણ રહે કે આવી જગ્યાએ અભ્યાસનો મોકો ન મળ્યો ! UVAના architect જેફરસન હતા. મહેલ જેવા પોતાના નિવાસસ્થાન ‘મોન્ટિસેલો’ના આર્કિટેક્ટ જેફરસન પોતે જ હતા. 5000 એકર જમીન વચ્ચે ટેકરી ઉપર આ નિવાસસ્થાન 1772માં બન્યું હતું. ‘મોન્ટિસેલો’ પ્રવાસીઓ જોઈ શકે છે. જે નિખાલસતા ભારતમાં શક્ય નથી તે અહીં જોવા મળી ! ‘મોન્ટિસેલો’માં Sally Hemings – સૈલી હેમિંગ્સને સ્થાન આપવામાં આવ્યું છે. જેફરસન 44 વર્ષના હતા ત્યારે, 16 વરસની મિશ્ર નસ્લની ગુલામ છોકરી સૈલી હેમિંગ્સ સાથે સંબંધ થયો હતો; જેનાથી તેમને 6 બાળકો થયા હતાં. ભારતમાં નેતાઓને ‘અવતારી’ તરીકે રજૂ કરવામાં આવે છે ! 1819માં, ગુજરાતમાં ભક્તિકાળ ચાલતો હતો. 1821માં જેફરસને આત્મકથા લખી. જેફરસનના સમકાલીન સહજાનંદ સ્વામિએ (3 એપ્રિલ 1781 / 1 જૂન 1830) 1826માં શિક્ષાપત્રી લખી હતી; જેમાં પોતાના પછી મંદિરોનો વહીવટ / આચાર્યપદું વારસાગત સોંપવું તેવી સામંતવાદી વ્યવસ્થા કરી હતી ! જેફરસને બ્રિટિશ ગુલામી સામે જંગ છેડ્યો હતો; 1806માં જેફરસને બ્રિટિશ સામાનનો બહિષ્કાર કરવા આહવાન કર્યું હતું. જ્યારે સહજાનંદ બ્રિટિશ પોલિટિકલ એજન્ટને ત્યાં સામેથી મળવા જતા; તેમણે ગુલામી ટકાવી રાખવામાં મદદ કરી હતી; લોકોને ભક્તિ માર્ગે ચડાવ્યા હતા ! જેફરસન ધર્મ અને દર્શનમાં ઊંડી રુચિ હતી; પરંતુ સંગઠિત ધર્મનો ત્યાગ કર્યો હતો; સહજાનંદે પોતાનો સંપ્રદાય સ્થાપ્યો હતો ! જેફરસને 1819માં ભવ્ય યુનિવર્સિટી સ્થાપી; જ્યારે સહજાનંદે 1828માં પ્રથમ મંદિર ગઢડામાં સ્થાપ્યું હતું ! વિશ્વનો ઇતિહાસ કહે છે કે વિકાસ મંદિરોથી થતો નથી; ધર્મમુક્ત યુનિવર્સિટીથી થાય છે !
1819માં, ગુજરાતમાં ભક્તિકાળ ચાલતો હતો. 1821માં જેફરસને આત્મકથા લખી. જેફરસનના સમકાલીન સહજાનંદ સ્વામિએ (3 એપ્રિલ 1781 / 1 જૂન 1830) 1826માં શિક્ષાપત્રી લખી હતી; જેમાં પોતાના પછી મંદિરોનો વહીવટ / આચાર્યપદું વારસાગત સોંપવું તેવી સામંતવાદી વ્યવસ્થા કરી હતી ! જેફરસને બ્રિટિશ ગુલામી સામે જંગ છેડ્યો હતો; 1806માં જેફરસને બ્રિટિશ સામાનનો બહિષ્કાર કરવા આહવાન કર્યું હતું. જ્યારે સહજાનંદ બ્રિટિશ પોલિટિકલ એજન્ટને ત્યાં સામેથી મળવા જતા; તેમણે ગુલામી ટકાવી રાખવામાં મદદ કરી હતી; લોકોને ભક્તિ માર્ગે ચડાવ્યા હતા ! જેફરસન ધર્મ અને દર્શનમાં ઊંડી રુચિ હતી; પરંતુ સંગઠિત ધર્મનો ત્યાગ કર્યો હતો; સહજાનંદે પોતાનો સંપ્રદાય સ્થાપ્યો હતો ! જેફરસને 1819માં ભવ્ય યુનિવર્સિટી સ્થાપી; જ્યારે સહજાનંદે 1828માં પ્રથમ મંદિર ગઢડામાં સ્થાપ્યું હતું ! વિશ્વનો ઇતિહાસ કહે છે કે વિકાસ મંદિરોથી થતો નથી; ધર્મમુક્ત યુનિવર્સિટીથી થાય છે !