કહેવાય છે કે ગુજરાતમાં વિરોધ પક્ષોનું કાંઈ ચાલતું નથી. હમણાં ‘આપ’ના કેજરીવાલે ગુજરાતની પ્રજાને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરી. ના, તમે 1,000 યુનિટ વીજળી આપશો તો પણ ગુજરાતીઓ તમને વોટ નહીં આપે. તમે ગુજરાતીઓને સમજ્યા જ નથી. જો તમારે ગુજરાત માટે જ ઢંઢેરો બનાવવાનો હોય તો આ રહ્યાં મારાં સૂચનો :
[1] દર મહિને પાવાગઢની એક વાર જાતરા કરનારના કુટુંબને પાંચ કિલો ચોખા આપવામાં આવશે.
[2] દર મહિને એક વાર અંબામાતાનાં દર્શન કરનારને એક કિલો તુવરની દાળ આપવામાં આવશે.
[3] દર પૂનમે પગે ચાલીને ડાકોર જતા હિન્દુઓને દર છ મહિને એક જોડી જૂતાં આપવામાં આવશે.
[4] ઘેર સત્યનારાયણની કથા બેસાડનારને ‘મુખ્યમંત્રી પ્રસાદ’ એક કિલો પેંડા આપવામાં આવશે.
[5] સંતોષીમાની કથા કરનાર તમામ મહિલાઓને પાંચસો ગ્રામ ચણા અને સો ગ્રામ ગોળ સંસ્કૃતિ રક્ષક ખાતા તરફથી આપવામાં આવશે.
[6] જો અમે સત્તા પર આવીશું તો હિન્દુ યાત્રા વિકાસ ખાતું ઊભું કરીશું.
[7] દરેક ગામમાં ઓછામાં ઓછો એક પીપળો રોપવામાં આવશે અને એનું નામ ‘રાત્રિપ્રાણપોષક’ રાખવામાં આવશે. એક સરકારી સેમિનારમાં, એક સરકારી યુનિવર્સિટીના સરકારી વિભાગના સરકારી હેડને મેં એવું કહેતાં સાંભળેલાં (અનુસ્વાર identity દર્શક છે) કે પીપળો રાતે સૌથી વધારે પ્રાણવાયુ બહાર પાડે છે.
[8] દરેક ગાયને શિયાળામાં એક એક ધાબળો આપવામાં આવશે. માતાજીને ઠંડી ન લાગે એ માટે અમે સંવેદનશીલ બનીશું.
[9] રાજ્યની તમામ ભેંસો સમક્ષ રોજ ભાગવતનું પઠન કરી આપણી ભેંસ આગળ ભાગવત કહેવતનું આપણે પાલન કરીશું.
[10] તમામ સરકારી કર્મચારીઓને દર મહિને એક CL-casual leave ઉપરાંત ખાસ યાત્રા રજાઓ આપવામાં આવશે. રજાઓની સંખ્યા છ રાખવામાં આવશે જેથી કર્મચારીઓ સોમવારે નોકરી પર આવવા રવિવારથી માનસિક રીતે તૈયાર થઈ શકે.
[11] જે લોકો ભણેલા છે એમણે જો સ્વેચ્છાએ ‘ભક્તજન’ બનવું હશે તો એમની સર્જરી સરકાર મફતમાં કરાવી આપશે. શરત માત્ર એટલી કે ત્યાર બાદ એ ભક્તજને અમારી પૂજા કરવાની રહેશે.
[12] “વધુ બાળ, જય ગોપાળ.” અમારું સૂત્ર રહેશે. જે હિન્દુ કુટુંબમાં ત્રણ કરતાં વધારે બાળકો જનમશે એમના ઘર પર ‘હિંદુરક્ષક’ લખવામાં આવશે.
[13] જો કોઈ જ્ઞાતિ બાળકોને અને એમાં પણ ખાસ કરીને બાળકીઓને ભણાવવા પર પ્રતિબંધ મૂકશે તો અમે એવી જ્ઞાતિને સરકારી રક્ષણ આપીશું અને એમના ગામની શાળા વાજતેગાજતે બંધ કરીશું.
[14] રોજ સવારે પ્રાર્થના વખતે શાળાનાં બાળકોને મુખ્ય પ્રધાન એમના દિલની વાત કરશે અને ગઈ રાતે એમણે શું ખાધેલું એની વિગતવાર ચર્ચા કરશે.
[15] ‘જેટલાં ઘર એટલાં મંદિર’. જો અમે સત્તા પર આવીશું તો દરેક ઘરના આંગણામાં એક એક મંદિર બનાવવાની પરવાનગી આપીશું અને એમાંથી થતી આવક જે તે કુટુંબની ગણાશે.

[16] જે શિક્ષકો, ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો, પ્રામાણિક બનીને ભણાવશે એમને રોજ સવારે સો દંડબેઠક કરવાનું ફરજિયાત કરીશું. એનાથી એમનું સ્વાસ્થ્ય સારું રહેશે. ‘તંદુરસ્ત શિક્ષક એ જ સમાજનું ઘરેણું છે.’
[17] હાઈ સ્કૂલના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરો પર અમે વાંચવા પર સત્તાવાર પ્રતિબંધ મૂકી દઈશું. એને બદલે અમે એમને હિન્દુ ધર્મની સેવા કરવાનું કામ સોંપીશું.
[18] દરેક ગામમાં એક મુખ્ય મંદિર હશે. એના એક પૂજારી હશે. એ પૂજારી જે તે ગામની શાળાના વિદ્યાર્થીઓને પૂજાપાઠ શીખવશે જેથી ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ મોટા થઈને દેવોને સહેલાઈથી રીઝવી શકે.
[19] કાંગ્રેસે કૃત્રિમ વિર્યદાન જેવી વ્યવસ્થા કરીને આપણા દેશની ભેંસોને અને ગાયોને westernize કરી નાખી છે. આ કદી ચલવી નહીં લેવાય. જો અમે સત્તા પર આવીશું તો દરેક ગામને એક પાડો અને એક આખલો આપીશું. એ બન્નેના નિભાવ માટે અમે કુદરતી વીર્યદાન અધિકારીની નિમણૂંક કરીશું. અને એ રીતે બેકારી દૂર કરીશું.
[20] પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કાળું નાણું દેશમાં લાવી દરેક ભારતીયને પંદર લાખ રૂપિયા આપવાની વાત કરેલી. હવે કાળું નાણું વધી ગયું છે. અમને વિશ્વાસ છે કે વડા પ્રધાન એ બધું નાણું પાછું લાવીને આપણ બધાંને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા આપશે. મારા પક્ષના એકએક સભ્યો એ ત્રીસ લાખ જાતરાસ્થળોના વિકાસ માટે ખર્ચશે.
[21] છેલ્લે, દરેક ગામમાં અમે એક એક ગરબા મેદાન બનાવીશું. એનું નામ હશે ‘સરકારી ચાચર ચોક’. ત્યાં ગુજરાતીઓ રોજે રોજ ગરબા ગાઈ શકશે. પ્રવેશ ફી વગર. અમે ગરબાઓ પરના શ્રીમંતોના નિયંત્રણને ખતમ કરી નાખીશું.
[22] બીજી વાર છેલ્લે, અમે દરેક કુટુંબમાં ઓછામાં ઓછો એક એક ગઝલકાર હોય એ માટે ગઝલ સાહિત્યને ઉત્તેજન આપીશું. દરેક ગામમાં ચોતરે મહિને એક વાર ગઝલવાંચન થશે. એ વખતે અમે ગઝલકારોની વાહ વાહ કરવા માટે દરેક ગામને પાંચ પાંચ cheerleaders આપીશું.
[23] હવે સાચે સાચ છેલ્લે, ગુજરાતી સાહિત્યમાંથી વિવેચકોની category નાબૂદ કરીશું.
[24] હજી બાકી રહી ગયું એક વચન : અત્યારે શિક્ષકો જોડણીદોષ કે વ્યાકરણદોષને દોષ ગણતા નથી. જો અમે સત્તા પર આવીશું તો વિધાનસભામાં ‘ભાષાદોષ અધિકાર કાનૂન’ પસાર કરીશું. એના ઉપક્રમે દરેક ગુજરાતીને ભાષામાં ભૂલો કરવાનો જન્મસિદ્ધ અધિકાર મળશે અને એમની ભૂલોની જે કોઈ ટીકા કરશે એને રોજે રોજ એના લખાણમાં દસ ભૂલો કરવાની સજા આપવામાં આવશે.
This is what Gujarati people want. અને હા, હજી એક આપવા જેવું વચન રહી ગયું : ગુજરાતમાં દારૂછૂટ્ટી કરવામાં આવશે અને નર્મદાની નહેરની સમાન્તરે દારૂ વહે એની સરકાર વ્યવસ્થા કરશે જેથી લોકો નિરાંતે દારૂ પી શકે !
સૌજન્ય : બાબુ સુથાર, સર્જક, ભાષાવિજ્ઞાની. Philadelphia, USA.
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
 




 ખેડૂતોએ રાજ્ય સમક્ષ લેખિતમાં માંગણીઓ મૂકી હતી, પરંતુ રાજ્યે માંગણીઓ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ખેડૂતોની કુલ-10 માંગણીઓ હતી :
ખેડૂતોએ રાજ્ય સમક્ષ લેખિતમાં માંગણીઓ મૂકી હતી, પરંતુ રાજ્યે માંગણીઓ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ખેડૂતોની કુલ-10 માંગણીઓ હતી : સત્યાગ્રહના સેનાપતિ મગનલાલ પાનાચંદ કપાસના વેપારી હતા. ઠાકોર સાહેબે કપાસ પર વેરો વધાર્યો. મગનલાલે વેરો ભરવાનો ઈન્કાર કર્યો, એટલે એમનો કપાસ અટકમાં લેવાયો. વરસાદમાં કપાસ પલળી જતા રૂપિયા 60,000નું નુકસાન થયું છતાં મગનલાલ ઝૂક્યા નહીં. આ બહુ મોટું નુકસાન હતું કેમ કે એ સમયે એક તોલા સોનાની કિંમત રૂપિયા 18 હતી.
સત્યાગ્રહના સેનાપતિ મગનલાલ પાનાચંદ કપાસના વેપારી હતા. ઠાકોર સાહેબે કપાસ પર વેરો વધાર્યો. મગનલાલે વેરો ભરવાનો ઈન્કાર કર્યો, એટલે એમનો કપાસ અટકમાં લેવાયો. વરસાદમાં કપાસ પલળી જતા રૂપિયા 60,000નું નુકસાન થયું છતાં મગનલાલ ઝૂક્યા નહીં. આ બહુ મોટું નુકસાન હતું કેમ કે એ સમયે એક તોલા સોનાની કિંમત રૂપિયા 18 હતી. આવા જુલમો વધતા ગયાં. આ સ્થિતિમાં શું કરવું તેનું માર્ગદર્શન લેવા મગનલાલ તથા ભવાન ઓઝા વઢવાણ ગયા. ત્યાં કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી ફૂલચંદ શાહ, દેવચંદ પારેખ, મોહનલાલ સંઘવી, મણિભાઈ કોઠારીને મળ્યા. ખાખરેચી જુલમની વાત કરી. ખેડૂતોના સત્યાગ્રહની વાત કરી. નેતાઓએ ખાખરેચી ગામની મુલાકાત કરી આંદોલનને દિશા આપવાનું નક્કી કર્યું.
આવા જુલમો વધતા ગયાં. આ સ્થિતિમાં શું કરવું તેનું માર્ગદર્શન લેવા મગનલાલ તથા ભવાન ઓઝા વઢવાણ ગયા. ત્યાં કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી ફૂલચંદ શાહ, દેવચંદ પારેખ, મોહનલાલ સંઘવી, મણિભાઈ કોઠારીને મળ્યા. ખાખરેચી જુલમની વાત કરી. ખેડૂતોના સત્યાગ્રહની વાત કરી. નેતાઓએ ખાખરેચી ગામની મુલાકાત કરી આંદોલનને દિશા આપવાનું નક્કી કર્યું.
 દરમિયાન ફોજદાર આવ્યા. તેમણે ગાળોનો વરસાદ વરસાવ્યો ! પોલીસ હાથમાં લાકડીઓ લઈને દોડી આવી. સત્યાગ્રહીઓના હાડકાં ખોખરા કરશે તેવું વાતાવરણ ઊભું કર્યું. પણ એ સમયે વહિવટદાર, લાડકચંદ શેઠ અને બીજા પાંચ વેપારીઓ આવ્યા. તેમણે અઢાર સત્યાગ્રહીઓ સાથે વાટાઘાટો શરૂ કરી. પરંતુ સત્યાગ્રહીઓએ પોતાને તેમ જ મગનલાલ પાનાચંદને અટકાયતમાંથી છોડવા આગ્રહ રાખ્યો. વેપારીઓએ ઠાકોર સાહેબને વાત કરી. મગનલાલને માળિયા જેલમાંથી છોડવામાં આવ્યા. મગનલાલે કહ્યું કે ફૂલચંદભાઈને પૂછ્યા વિના સમાધાન ન થાય !
દરમિયાન ફોજદાર આવ્યા. તેમણે ગાળોનો વરસાદ વરસાવ્યો ! પોલીસ હાથમાં લાકડીઓ લઈને દોડી આવી. સત્યાગ્રહીઓના હાડકાં ખોખરા કરશે તેવું વાતાવરણ ઊભું કર્યું. પણ એ સમયે વહિવટદાર, લાડકચંદ શેઠ અને બીજા પાંચ વેપારીઓ આવ્યા. તેમણે અઢાર સત્યાગ્રહીઓ સાથે વાટાઘાટો શરૂ કરી. પરંતુ સત્યાગ્રહીઓએ પોતાને તેમ જ મગનલાલ પાનાચંદને અટકાયતમાંથી છોડવા આગ્રહ રાખ્યો. વેપારીઓએ ઠાકોર સાહેબને વાત કરી. મગનલાલને માળિયા જેલમાંથી છોડવામાં આવ્યા. મગનલાલે કહ્યું કે ફૂલચંદભાઈને પૂછ્યા વિના સમાધાન ન થાય ! ફોજદારે 500 માણસોના જૂથ સામે સમયસૂચકતા વાપરી નમતું મૂક્યું અને જતા રહ્યા. આમ છતાં ય રસ્તા પર કોઈ નીકળે તો પોલીસ તેને ગાળો આપતી અને ધોલથપાટ કરતી.
ફોજદારે 500 માણસોના જૂથ સામે સમયસૂચકતા વાપરી નમતું મૂક્યું અને જતા રહ્યા. આમ છતાં ય રસ્તા પર કોઈ નીકળે તો પોલીસ તેને ગાળો આપતી અને ધોલથપાટ કરતી. એ વખતે ‘સૌરાષ્ટ્ર’ અખબારના પ્રતિનિધિ હરગોવિંદ પંડ્યા, ઠાકોર સાહેબ સાથે સમાધાનની વાટાઘાટ ચલાવતા હતા. એજન્સી તરફથી ઠાકોર સાહેબ ઉપર દબાણ આવ્યું હતું કે ‘સત્યાગ્રહીઓ સાથે સમાધાન કરો, નહીં તો સત્યાગ્રહની જ્વાળા આખા કાઠિયાવાડમાં પ્રસરી જશે !’
એ વખતે ‘સૌરાષ્ટ્ર’ અખબારના પ્રતિનિધિ હરગોવિંદ પંડ્યા, ઠાકોર સાહેબ સાથે સમાધાનની વાટાઘાટ ચલાવતા હતા. એજન્સી તરફથી ઠાકોર સાહેબ ઉપર દબાણ આવ્યું હતું કે ‘સત્યાગ્રહીઓ સાથે સમાધાન કરો, નહીં તો સત્યાગ્રહની જ્વાળા આખા કાઠિયાવાડમાં પ્રસરી જશે !’
 સત્યાગ્રહીઓએ દંડના રૂપિયા 10 ભરવાનો ઈનકાર કર્યો. શિવાનંદજીની ટુકડી રેલવે રસ્તે અણિયારી જવા નીકળી, તરત જ 10 પોલીસ ગાડીમાં ચડી. સત્યાગ્રહીઓને અણિયારી ડબામાંથી ઊતરવા દીધા નહીં. આથી સત્યાગ્રહીઓ ખાખરેચી આવ્યા. ત્યાં સ્ટેશન માસ્તરે અણિયારીથી ખાખરેચીનો ડબલ ચાર્જ માંગ્યો ! સત્યાગ્રહીઓએ કહ્યું કે “પોલીસે અમને અણિયારી ઊતરવા ન દીધા એટલે વાંક અમારો નથી પોલીસનો છે !”
સત્યાગ્રહીઓએ દંડના રૂપિયા 10 ભરવાનો ઈનકાર કર્યો. શિવાનંદજીની ટુકડી રેલવે રસ્તે અણિયારી જવા નીકળી, તરત જ 10 પોલીસ ગાડીમાં ચડી. સત્યાગ્રહીઓને અણિયારી ડબામાંથી ઊતરવા દીધા નહીં. આથી સત્યાગ્રહીઓ ખાખરેચી આવ્યા. ત્યાં સ્ટેશન માસ્તરે અણિયારીથી ખાખરેચીનો ડબલ ચાર્જ માંગ્યો ! સત્યાગ્રહીઓએ કહ્યું કે “પોલીસે અમને અણિયારી ઊતરવા ન દીધા એટલે વાંક અમારો નથી પોલીસનો છે !” ભવાન ઓધા / ભાણજી કુંવરજી / નારણ કરસનની જમીન હરાજ કરી રાજ્યની તરફદારી કરતા ખેડૂતોને પાણીના મૂલે વેચી દીધી. પ્રાગા નરસીને જેલમાં પૂરી ખૂબ માર માર્યો. ફોજદારે કલા વીરજીને પકડીને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, જે તેમને આખી જિંદગી નડ્યો. પાલિતાણાના જોરસંગ કવિને માર પડતા તેમની છાતીનું હાડકું ભાંગી ગયું. આત્મારામ ભટ્ટ, શંભુશંકર ત્રિવેદીને પણ માર પડ્યો. ફોજદારે વૃદ્ધ લવજી ધનાને ભર બજારે પાડીને માર માર્યો.
ભવાન ઓધા / ભાણજી કુંવરજી / નારણ કરસનની જમીન હરાજ કરી રાજ્યની તરફદારી કરતા ખેડૂતોને પાણીના મૂલે વેચી દીધી. પ્રાગા નરસીને જેલમાં પૂરી ખૂબ માર માર્યો. ફોજદારે કલા વીરજીને પકડીને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, જે તેમને આખી જિંદગી નડ્યો. પાલિતાણાના જોરસંગ કવિને માર પડતા તેમની છાતીનું હાડકું ભાંગી ગયું. આત્મારામ ભટ્ટ, શંભુશંકર ત્રિવેદીને પણ માર પડ્યો. ફોજદારે વૃદ્ધ લવજી ધનાને ભર બજારે પાડીને માર માર્યો. [3] દર વરસે મગનલાલ પાનાચંદ ચાર આના લઈને કાઁગ્રેસના પ્રાથમિક સભ્યો નોંધતા. ઠાકોર સાહેબને આની ખબર પડી કે ખાખરેચી ગામમાંથી કાઁગ્રેસના સભ્યો થયા છે. એટલે તરત જ તેમને ગામ છોડી જવાનો હુકમ કર્યો ! અને ખૂબ ધમકાવ્યા. ચાર જણાને 2-2 રુપિયાનો દંડ કર્યો !
[3] દર વરસે મગનલાલ પાનાચંદ ચાર આના લઈને કાઁગ્રેસના પ્રાથમિક સભ્યો નોંધતા. ઠાકોર સાહેબને આની ખબર પડી કે ખાખરેચી ગામમાંથી કાઁગ્રેસના સભ્યો થયા છે. એટલે તરત જ તેમને ગામ છોડી જવાનો હુકમ કર્યો ! અને ખૂબ ધમકાવ્યા. ચાર જણાને 2-2 રુપિયાનો દંડ કર્યો ! [6] મગનલાલ પાનાચંદના દીકરા રાજપાળભાઈ અને તેમનાં પત્ની ઝલુબહેન 1930માં દાંડીકૂચ વેળાએ જ વિરમગામ સત્યાગ્રહ છાવણીમાં જોડાઈ ગયાં હતાં. ઝલુબહેન વિરમગામ કાપડ પિકેટિંગમાં પકડાયા હતાં અને જેલવાસ ભોગવ્યો હતો. રાજપાળભાઈને છ મહિનાની સજા થઈ હતી. તેમાંથી છૂ્ટ્યા બાદ ફરી સત્યાગ્રહમાં ભાગ લઈ જેલવાસ ભોગવેલ. મગનલાલ પાનાચંદ હળવદ-ધ્રાંગધ્રા-મોરબીમાં કાપડ પિકેટિંગના મુખ્ય નેતા હતા.
[6] મગનલાલ પાનાચંદના દીકરા રાજપાળભાઈ અને તેમનાં પત્ની ઝલુબહેન 1930માં દાંડીકૂચ વેળાએ જ વિરમગામ સત્યાગ્રહ છાવણીમાં જોડાઈ ગયાં હતાં. ઝલુબહેન વિરમગામ કાપડ પિકેટિંગમાં પકડાયા હતાં અને જેલવાસ ભોગવ્યો હતો. રાજપાળભાઈને છ મહિનાની સજા થઈ હતી. તેમાંથી છૂ્ટ્યા બાદ ફરી સત્યાગ્રહમાં ભાગ લઈ જેલવાસ ભોગવેલ. મગનલાલ પાનાચંદ હળવદ-ધ્રાંગધ્રા-મોરબીમાં કાપડ પિકેટિંગના મુખ્ય નેતા હતા.
