 આત્મહત્યાનો વિચાર કરનારા ખેડૂતોને જીવનની પ્રેરણા માટે જેમનું ગીત મોબાઈલ કોલર – રીંગ ટોન તરીકે પ્રચલિત થાય અને લોકો એમની કવિતા માટે પાપડની જાહેરાતની પણ રાહ જુવે એવી પ્રચંડ લોકપ્રિયતાનાં શિખરે પહોંચ્યા બાદ પર માણસ બદલાઈ ન જાય એવું કેવી રીતે બની શકે ? એવું બને જો એ કવિ મંગેશ પાડગાંવકર હોય તો.
આત્મહત્યાનો વિચાર કરનારા ખેડૂતોને જીવનની પ્રેરણા માટે જેમનું ગીત મોબાઈલ કોલર – રીંગ ટોન તરીકે પ્રચલિત થાય અને લોકો એમની કવિતા માટે પાપડની જાહેરાતની પણ રાહ જુવે એવી પ્રચંડ લોકપ્રિયતાનાં શિખરે પહોંચ્યા બાદ પર માણસ બદલાઈ ન જાય એવું કેવી રીતે બની શકે ? એવું બને જો એ કવિ મંગેશ પાડગાંવકર હોય તો.
સાહિત્યનાં ક્ષેત્રમાં પ્રતિભા અને પોપ્યુલારિટી બે શબ્દો બહુ જ ગોટાળા કરનારા છે. ઘણીવાર એમ બનતું હોય છે કે જે પ્રતિભા હોય છે એ પોપ્પુલર નથી હોતી અને ક્યારેક એમ બનતું હોય છે કે જે પોપ્યુલર હોય છે એનામાં પ્રતિભાનો લોચો હોય છે. પ્રતિભા અને પોપ્યુલારિટી વિશેની શંકા કાયમ મનમાં રહેતી હોય છે. પ્રતિભા અને પોપ્યુલારિટીનો સમન્વય હોય અને એકેયમાં શંકા ન જાગે એવું બનવું એક વિરલ ઘટના છે. ગત અઠવાડિયે જેમનું અવસાન થયું તે મરાઠી ભાષાના કવિ મંગેશ પાડગાંવકર ઉચ્ચતમ પ્રતિભા અને તેના થકી જ પ્રચંડ લોકપ્રિયતા મેળવનાર વિરલ વ્યક્તિત્વ હતા. દેશની કોઈપણ ભાષામાં કોઈ અખબારે કોઈ કવિના અવસાન નિમિત્તે નવ પાનાનું કવરેજ કર્યું હોય એવું આ લખનારે કદી વાંચ્યું-સાંભળ્યું નથી. ૧૦ માર્ચ ૧૯૨૯માં મહારાષ્ટ્રના સિન્ધદુર્ગ જિલ્લાના વેનગુરલા ગામમાં જન્મેલા મંગેશ પાડગાંવકરે ૧૪ વર્ષની ઉંમરે એમની શબ્દસફરની શરૂઆત કરી હતી. ૨૦૧૫માં અવસાન થયું ત્યાં સુધીમાં તેમનાં નામે ચાલીસેક પુસ્તકો બોલે છે અને એમાં આઠ-દસને બાદ કરતા તમામ કવિતાના. એ સિવાયના તેમાં કબીર-સુરદાસ-મીરાંબાઈની કવિતાનો મરાઠી અનુવાદ, રોમિયો જુલિયેટ, જુલિયસ સિઝર તેમ જ બાઈબલનો અનુવાદ અને પોતાની કવિતા સફર પરનું પુસ્તક "શોધ કવિતાચે" અને ઉમદા બાળગીતો પણ ખરા.
વાચકમિત્રો આ લેખનું જે મથાળું છે એ મંગેશ પાડગાંવકરરચિત ગીતનું મુખડું છે. એના શબ્દો છે "યા જન્માવર યા જગણ્યાવર શતદા પ્રેમ કરાવે" મતલબ, આ જન્મને અને આ જગતને સો વાર પ્રેમ કરવો જોઈએ. આ ગીતમાં મંગેશ પાડગાંવકર કાળી માટી, વરસાદ અને અંધકારના દરવાજે નક્ષત્ર-તારાઓની વેલની વાત કરીને જીવનને ચાહવા માટે આહ્વાન કરે છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાઓ અત્યંત ક્રૂર અને પેચીદો સવાલ છે ત્યારે આ ગીત ખેડૂતોને જીવનપ્રેરણા આપવા મોબાઇલ ફોનની કોલરટયૂન – રિંગટયૂન તરીકે પ્રચલિત થયું હતું, આથી વધુ એક કવિતા શું હાંસલ કરી શકે ? મંગેશ પાડગાંવકરની જ અન્ય એક કવિતાની પંક્તિ "પ્રેમ માઝા પ્રેમ આસ્તે, તુમચા આમચા સેમ આસ્તે" ( મતલબ પ્રેમ એ પ્રેમ છે, તારો અને મારો એકસરખો છે.) એક ગે છોકરાની મમ્મીએ તેનો સામાજિક સ્વીકાર કરતી વખતે ઉચ્ચારી હતી. ૮૬ વર્ષનું ભરપૂર આયુષ માણનાર મંગેશ પાડગાંવકરે એમની કવિતાઓમાં જેટલી ત્વરાથી માનવસહજ સંવેદનાઓ પ્રેમ, આનંદ, કરુણા, કુદરતને ઝીલી છે એટલી જ તીવ્રતાથી એમને અસમાનતા, ભય અને શોષણને પણ ઝીલ્યા છે. એમના "ઉદાસબોધ" અને "વિદુષક" સંગ્રહોમાં વ્યવસ્થા અને પરંપરા સામે જબરદસ્ત આક્રોશ અને રાજકીય ચાબખાઓ જોવા મળે છે. જો કે, એ સંગ્રહ સિવાય "સલામ" સંગ્રહની નામી કવિતા "સલામ" એ શિરમોર અને ખૂબ પ્રચલિત છે. ગુજરાતમાં આજે પણ એ કોઈને કોઈ મંચ પર દર વર્ષે સંભળાતી-ભજવાતી રહે છે. સલામ કવિતાનો ગુજરાતી અનુવાદ સુરેશ દલાલે કરેલો અને આ લખનારે ૧૯૯૯માં એના કોલેજકાળમાં પહેલીવાર હાલના કવિ-નાટ્યકાર અને એ વખતે અધ્યાપક સૌમ્ય જોષીનાં મુખે સાંભળી હતી. સલામ કવિતા મૂળ મરાઠીમાં કવિ મંગેશ પાડગાંવકરનાં સ્વમુખે યુટ્યુબ પર ઉપલબ્ધ છે અને ચૂકવા જેવી નથી.
સલામ કવિતાનું પઠન કરતી વખતે મંગેશ પાડગાંવકર બોલેલા કે, હું જન્મ્યો ત્યારથી જ ડરતો આવું છું. મા કહે લે દૂધ પી નહીં તો પોલીસ પકડી જશે, ભય. દેવોને પગે લાગ નહીં તો દેવ તને શિક્ષા કરશે, ભય. જેમ જેમ હું મોટો થતો ગયો એમ એમ ઊંચા ઊંચા શબ્દો જેમ કે પ્રેમ, વિશ્વશાંતિ, દયા, કરુણા, અહિંસા એવા તોતિંગ શબ્દો મારા કાને અફળાવા લાગ્યા પણ નાનપણથી જોતો હતો અને જાણતો હતો તે એક જ ભય અને શોષણ. આ ભય અને શોષણમાંથી સલામ કવિતા સર્જાઈ છે. આ કટાક્ષ-વ્યંગ કવિતામાં દરેકને સલામ ઠોકનારા ગરીબડા માણસની વાત છે. શરૂઆત કંઈક આવી છે
સલામ સબકો સલામ
જેના હાથમાં દંડો તેને સલામ
લાતના ભયથી ડાબો હાથ કૂલા પર રાખીને જમણે હાથે સલામ
જોનારને સલામ, ન જોનારને સલામ
વેચાતું લેનારને સલામ, વેચાતું લેવાનો ઈશારો કરનારને સલામ
સલામ ભાઈ સબકો સલામ
ડોળા કાઢેલી દરેક આંખને સલામ
સિંદૂર થાપેલા દગડને સલામ
લાખો ખર્ચીને બાંધેલાં દેવાલયને સલામ
દેવાલયનાં દેવની ધાકને સલામ
દેવ અને ધર્મનો કોન્ટ્રાક્ટ લેનારને સલામ
ખાલી હાથમાંથી ભસ્મ કાઢનાર ભૂવાને સલામ
હવામાંથી વીંટી કાઢનાર મોટા બાવાને સલામ
શનિને સલામ, મંગળને સલામ
ભીતિના પ્રત્યેક ઠેકેદારને સલામ
કટોકટી કાળનાં ઓછાયામાં લખાયેલી આ કવિતામાં મંગેશ પાડગાંવકર ભય અને શોષણને લીધે સર્જાયેલી સમાજની દયનિયતા, અસહાયતાને એટલી સલુકાઈથી રજૂ કરે છે કે કવિતા ગળામાં રોકાઈ ગયેલા શ્વાસ જેવી બની જાય છે. એક પણ બુંદ લોહી વહાવ્યા વગર દ્રોણના કૂતરાને ભસતો બંધ કરી દેનારા એકલવ્યનાં તીરની જેમ આ કવિતા આપણી બધી ફાંકાફોજદારીની બોલતી બંધ કરી દે છે. દેશની સુદાત્ત-સુમંગલ પરંપરાઓ પર કરપીણ કટાક્ષ સાથે કવિ પોતાની નપુંસકતાને પણ સલામ બજાવી દે છે. આ કવિતા વાંચતી વેળાએ મંગેશ પાડગાંવકરે એક વાર કહ્યું હતું કે, ભય અને શોષણના પાયા પર ઊભેલી અને ખોટા શબ્દોથી હિલોળતી આપણી જે સંસ્કૃિત છે એને રોકવા માટે મારી પાસે શસ્ત્રો નથી, હું નબળો માણસ છું અને મારી પાસે આ એક ટાંકણી જ છે. મંગેશ પાડગાંવકરની નમ્રતા જુઓ કે પોતાની માસ્ટરપીસ સમાન આ કવિતાને એ એક ટાંકણી સાથે સરખાવે છે.
અનેક કવિતાઓ ઉપરાંત ગત અઠવાડિયે જેની નોંધ લીધી હતી તે સાવિત્રીબાઈ ફુલે વિશ્વવિદ્યાલયનું જ્ઞાન અને કર્મની વાત કરતું ગીત પણ મંગેશ પાડગાંવકરે લખ્યું છે. એ ઉપરાંત નાસિક વિશ્વવિદ્યાલય અને કોલ્હાપુરના શિવાજી વિશ્વવિદ્યાલયનાં ગાન પણ એમણે જ લખ્યા છે. એક રસપ્રદ વાત એ પણ કે થોડાં વર્ષ એમણે પાપડ બનાવતી એક કંપનીની જાહેરખબર માટે પણ લખ્યું. આવું ઘણા કવિઓ પોતાનું નામ ન આવે એ રીતે લખતા હોય છે પણ મંગેશ પાડગાંવકર નામ સાથે કવિતા લખતા. અલબત, એ જાહેરખબર નહીં પણ કવિતા જ લખતા. એમની કવિતા અને પાપડને કંઈ લેવાદેવા ન હોય તો પણ મંગેશ પાડગાંવકરની કવિતા માટે લોકો જાહેરખબરની પણ વાટ જોતાં. મંગેશ પાડગાંવકરની થોડી ચૂંટેલી કવિતાઓનો એક ગુજરાતી અનુવાદિત સંગ્રહ થયેલો છે. ગુજરાતી સાહિત્યને મંગેશ પાડગાંવકરથી પરિચિત કરાવવાનો યશ સુરેશ દલાલને જાય છે. સુરેશ દલાલ અનુવાદિત એમની બીજી એક કવિતાની થોડી પંકિતઓ જોઈએ તો …
જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે આપણાં ખમીસને ખીસું નથી હોતું,
તે પેલીનો હોય છે
પેલી તેની હોય છે
કદરૂપો ગવૈયો રંગમાં ગાતાં ગાતાં
જેવો સુંદર દેખાય
તેવા આપણે સુંદર હોઈએ છીએ.
મંગેશ પાડગાંવકર અહીં પ્રેમને ગજવાં અને શરીરની સુંદરતાની બહાર કાઢી આપે છે. એ કદાચ મુંબઈના કોઈ સામાન્ય માણસના પ્રેમની વાત કરે છે. કવિ કહે છે કે પ્રેમ કરનાર માણસ અનોખો જાદુગર બની જાય છે, આગળ વાંચો,
દુબળી પાંસળીમાં
ગંધે ઊભરાઈ જતા ફૂલબાગ ખીલવનાર
ક્યારેક પણ કદીક પણ કોઈએ એક કાળે
પ્રેમ કરવો હોય ભલે ચીલાચાલુ તો પણ
તેણે તેના ફિક્કા ચહેરાને સુખચંદ્ર કહેવો.
તેનો હોય પંચોતેર બેઝિક તો પણ
તેણે તેને સાદ કરવો રાજા કહીને.
તેના જન્મદિવસે તેણે લાવવો યાદ કરીને
પાણી છાંટેલો જુઈનો ગજરો છ પૈસાનો,
(અચ્છી વસતીમાં તે રાતના સસ્તો મળે છે.)
છ બાય છની ખોલીમાં પોપડા ઉખડેલાં,
લંગડા ટેબલ પાસેના કાટ ખાધેલા ખાટલાને
તે બંનેએ કહેવાનો "શયનમહલ"
આ બધું સોગંદ ખાઈને કહું છું કે, સાચુ હોય છે
કારણ કે જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે જ આપણે સાચા હોઈએ છીએ…
આશા રાખીએ કે મોજીલાં બાળગીતો અને વીંધતી-વહાલ કરતી કવિતાઓવાળા મંગેશ પાડગાંવકર કયારેક સમગ્ર કવિતાઓ સાથે ગુજરાત લગી પહોંચશે અને મરાઠી ભાષાના વાચકોની જેમ એ આપણને પણ જિંદગીને શતદા પ્રેમ કરવાનું શીખવશે.
સલામ મંગેશ પાડગાંવકર, બેઉ હાથે શત શત સલામ!
e.mail : mmehul.sandesh@gmail.com
સૌજન્ય : ‘સાદ સંવાદ’નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 જાન્યુઆરી 2016
http://www.sandesh.com/article.aspx?newsid=3217584
 


 સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' હાલ હિટ ચાલી રહી છે. એમાં વાત યોદ્ધાની લવ સ્ટોરીની છે. ફિલ્મમાંથી પેશવા પરિવારની મુસ્લિમ સ્ત્રીની સંતાન મસ્તાની પ્રત્યેની રૂઢિવાદી માનસિક્તાનો ચિતાર તો મળે છે પણ એ સમયની સામાજિક હકીકતોનો આછેરો ઉલ્લેખ પણ મળતો નથી. ૧૮ સદીના એ સમયમાં વર્ણવ્યવસ્થા આજના કરતાં અનેકગણી વધારે કટ્ટર હતી. પેશવાઓના રાજમાં શુદ્રોને જો રસ્તા પર અન્ય ઉચ્ચ વર્ણનું કોઈ ચાલી રહ્યું હોય તો પસાર થવાનો અધિકાર નહોતો. સવર્ણો અછૂતો અને નીચ વર્ણના લોકોને દૂરથી જ ઓળખી શકે તે માટે તેમણે કાંડા પર કાળો દોરો બાંધવો પડતો હતો અને પેશવાની રાજધાની પૂણેમાં તો એમણે પોતાનાં પગલાંનાં નિશાન ભૂંસાઈ જાય એ માટે કમરની પાછળ ઝાડૂ બાંધવું પડતું હતું. ભણતર શબ્દનો અર્થ ફકત બ્રાહ્મણો તથા ઉચ્ચ વર્ણોને જ લાગુ પડતો હતો. આ સિવાય પાણી સહિત કોઈ પણ કુદરતી સંપદાનો ઉપયોગ કરવામાં કડક અંકુશ, વેઠ તેમ જ અન્ય રીતે શારીરિક શોષણ તો ખરાં જ. પેશવાઓ સંચાલિત મરાઠા સામ્રાજયનો ૧૮૧૮માં અંત આવ્યો અને એના ૧૩માં વર્ષે ૧૮૩૧ની ૩ ફ્રેબ્રુઆરીએ પેશવાઈ સમાજની રૂઢિઓને તોડનાર અને ભારતમાં શિક્ષણ અને મહિલા અધિકારનો વિજય ધ્વજ ખોડી દેનાર સાવિત્રીબાઈ ફૂલેનો જ્ન્મ થયો. સાવિત્રીબાઈ જન્મ્યાં ત્યારે છેલ્લો પેશવા, બાજીરાવ બીજો અંગ્રેજોની શરણાગત સ્વીકારીને કાનપુર નજીક બિઠૂરમાં ઠરીઠામ થઈ ગયો હતો પણ બાકીનો ક્રૂર રૂઢિવાદી સમાજ તો ત્યાં જ હતો. જયાં સ્ત્રીઓએ કદી ન જન્મવું જોઈએ એવા સમાજમાં અને એવા વખતમાં સાવિત્રીબાઈ જન્મ્યાં અને એ પણ શુદ્ર પરિવારમાં.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' હાલ હિટ ચાલી રહી છે. એમાં વાત યોદ્ધાની લવ સ્ટોરીની છે. ફિલ્મમાંથી પેશવા પરિવારની મુસ્લિમ સ્ત્રીની સંતાન મસ્તાની પ્રત્યેની રૂઢિવાદી માનસિક્તાનો ચિતાર તો મળે છે પણ એ સમયની સામાજિક હકીકતોનો આછેરો ઉલ્લેખ પણ મળતો નથી. ૧૮ સદીના એ સમયમાં વર્ણવ્યવસ્થા આજના કરતાં અનેકગણી વધારે કટ્ટર હતી. પેશવાઓના રાજમાં શુદ્રોને જો રસ્તા પર અન્ય ઉચ્ચ વર્ણનું કોઈ ચાલી રહ્યું હોય તો પસાર થવાનો અધિકાર નહોતો. સવર્ણો અછૂતો અને નીચ વર્ણના લોકોને દૂરથી જ ઓળખી શકે તે માટે તેમણે કાંડા પર કાળો દોરો બાંધવો પડતો હતો અને પેશવાની રાજધાની પૂણેમાં તો એમણે પોતાનાં પગલાંનાં નિશાન ભૂંસાઈ જાય એ માટે કમરની પાછળ ઝાડૂ બાંધવું પડતું હતું. ભણતર શબ્દનો અર્થ ફકત બ્રાહ્મણો તથા ઉચ્ચ વર્ણોને જ લાગુ પડતો હતો. આ સિવાય પાણી સહિત કોઈ પણ કુદરતી સંપદાનો ઉપયોગ કરવામાં કડક અંકુશ, વેઠ તેમ જ અન્ય રીતે શારીરિક શોષણ તો ખરાં જ. પેશવાઓ સંચાલિત મરાઠા સામ્રાજયનો ૧૮૧૮માં અંત આવ્યો અને એના ૧૩માં વર્ષે ૧૮૩૧ની ૩ ફ્રેબ્રુઆરીએ પેશવાઈ સમાજની રૂઢિઓને તોડનાર અને ભારતમાં શિક્ષણ અને મહિલા અધિકારનો વિજય ધ્વજ ખોડી દેનાર સાવિત્રીબાઈ ફૂલેનો જ્ન્મ થયો. સાવિત્રીબાઈ જન્મ્યાં ત્યારે છેલ્લો પેશવા, બાજીરાવ બીજો અંગ્રેજોની શરણાગત સ્વીકારીને કાનપુર નજીક બિઠૂરમાં ઠરીઠામ થઈ ગયો હતો પણ બાકીનો ક્રૂર રૂઢિવાદી સમાજ તો ત્યાં જ હતો. જયાં સ્ત્રીઓએ કદી ન જન્મવું જોઈએ એવા સમાજમાં અને એવા વખતમાં સાવિત્રીબાઈ જન્મ્યાં અને એ પણ શુદ્ર પરિવારમાં. તામિલનાડુમાં ચાર વર્ષ અગાઉ લખાયેલી નવલકથા માટે પેરુમલ મુરુગન [Perumal Murugan] નામના એક લેખક ધરાર બહિષ્કૃત થયા છે. તેમણે પોતાનાં તમામ પુસ્તકો પાછા ખેંચી લઈ ' પોતે હવે લેખક તરીકે મૃત્યુ પામે છે' તેવી ઘોષણા કરી છે, ત્યારે આપણે અભિવ્યકિત સ્વાતંત્ર્યના આ તમાશા-એ-હિંદના નઘરોળ સાક્ષી સાબિત થઈએ છીએ
તામિલનાડુમાં ચાર વર્ષ અગાઉ લખાયેલી નવલકથા માટે પેરુમલ મુરુગન [Perumal Murugan] નામના એક લેખક ધરાર બહિષ્કૃત થયા છે. તેમણે પોતાનાં તમામ પુસ્તકો પાછા ખેંચી લઈ ' પોતે હવે લેખક તરીકે મૃત્યુ પામે છે' તેવી ઘોષણા કરી છે, ત્યારે આપણે અભિવ્યકિત સ્વાતંત્ર્યના આ તમાશા-એ-હિંદના નઘરોળ સાક્ષી સાબિત થઈએ છીએ
 ૨૦૧૦માં તેમની નવલકથા 'માતોરુભાગાન' પ્રકાશિત થઈ. આ નવલકથાને લોકોનો અને વિવેચકોનો પણ જોરદાર આવકાર મળ્યો. આ નવલકથા એક નિસંતાન ખેડૂત દંપતીની વાર્તા છે. નવલકથાની પૃષ્ઠભૂમિ છે ૨૦મી સદીનો ઈરોડ અને નમક્કલ પાસેનો એક કસબો તિરુચેરગોડે. તિરુચેરગોડે એ જગ્યા છે જ્યાંથી પેરિયાર ઈ.વી. રામાસ્વામીએ જાતિપ્રથા તથા કુરિતિયો સામેના પ્રખ્યાત દ્રવિડિયન આંદોલનની શરૂઆત કરેલી. નવલકથા સંતાનહિન સ્થિતિ અને તેને લીધે થતાં ભેદભાવ પર પ્રહાર કરનારી છે. વાર્તામાં ઘટના એવી બને છે કે સંતાનહિન મહિલાને સંતાન પ્રાપ્ત થાય અને વંશવેલો જળવાઈ રહે તે માટે તેના પરિવારજનો તેને અજાણ્યા માણસ સાથે સંબંધ બાંધવા મજબૂર કરે છે. આમાં એક એવી ધાર્મિક પરંપરાની કલ્પના છે જેમાં એક રાત માટે બે સ્ત્રી-પુરુષ પરસ્પર સહમતીથી સંબંધ બાંધી શકે છે. સ્ત્રી સાથે સંબંધ બાંધનાર આવા અજાણ્યા માણસને ભગવાનનો દૂત ગણાવાની પરંપરા છે અને આવા સંબંધ થકી જન્મનાર બાળકને 'સામી પિલ્લે' યાને કે ભગવાનનું સંતાન ગણવામાં આવે છે. બસ, આટલી જ વાત પર વિરોધ છે. સ્થાનિક ગોંડર સમુદાયના લોકો પોતાની સ્ત્રીઓનું આ પાત્ર થકી અપમાન કરવામાં આવ્યું હોવાનું હાલ કહી રહ્યાં છે. અલબત્ત, લેખક પેરુમલ મુરુગન પોતે પણ આ સમુદાયમાંથી જ આવે છે.
૨૦૧૦માં તેમની નવલકથા 'માતોરુભાગાન' પ્રકાશિત થઈ. આ નવલકથાને લોકોનો અને વિવેચકોનો પણ જોરદાર આવકાર મળ્યો. આ નવલકથા એક નિસંતાન ખેડૂત દંપતીની વાર્તા છે. નવલકથાની પૃષ્ઠભૂમિ છે ૨૦મી સદીનો ઈરોડ અને નમક્કલ પાસેનો એક કસબો તિરુચેરગોડે. તિરુચેરગોડે એ જગ્યા છે જ્યાંથી પેરિયાર ઈ.વી. રામાસ્વામીએ જાતિપ્રથા તથા કુરિતિયો સામેના પ્રખ્યાત દ્રવિડિયન આંદોલનની શરૂઆત કરેલી. નવલકથા સંતાનહિન સ્થિતિ અને તેને લીધે થતાં ભેદભાવ પર પ્રહાર કરનારી છે. વાર્તામાં ઘટના એવી બને છે કે સંતાનહિન મહિલાને સંતાન પ્રાપ્ત થાય અને વંશવેલો જળવાઈ રહે તે માટે તેના પરિવારજનો તેને અજાણ્યા માણસ સાથે સંબંધ બાંધવા મજબૂર કરે છે. આમાં એક એવી ધાર્મિક પરંપરાની કલ્પના છે જેમાં એક રાત માટે બે સ્ત્રી-પુરુષ પરસ્પર સહમતીથી સંબંધ બાંધી શકે છે. સ્ત્રી સાથે સંબંધ બાંધનાર આવા અજાણ્યા માણસને ભગવાનનો દૂત ગણાવાની પરંપરા છે અને આવા સંબંધ થકી જન્મનાર બાળકને 'સામી પિલ્લે' યાને કે ભગવાનનું સંતાન ગણવામાં આવે છે. બસ, આટલી જ વાત પર વિરોધ છે. સ્થાનિક ગોંડર સમુદાયના લોકો પોતાની સ્ત્રીઓનું આ પાત્ર થકી અપમાન કરવામાં આવ્યું હોવાનું હાલ કહી રહ્યાં છે. અલબત્ત, લેખક પેરુમલ મુરુગન પોતે પણ આ સમુદાયમાંથી જ આવે છે.