આવો સાવ ઉદાસ અને ગંભીર તો,
પહેલી વાર જોયો એને
બાકી તો તબડાક તબડાક
હરતોફરતો હોય.
ક્યારેક અહીં
ક્યારેક તહીં
તો ક્યારેક ક્યાંયનો ક્યાંય!
એની ભાષા પણ આજકાલ
ચીમળાઈને બેસી ગઈ છે!
એ જાણે છે હવે બસ એક જ ક્રિયા –
'ચેતવાનું'.
નહીં મળવાનું કે નહીં કોઈને અડવાનું …
એની અંદર ઘડીએ ઘડીએ ફૂટી નીકળતી,
ઝણઝણાટીઓ ભેગી મળીને,
પૂછે છે એક જ વાત —
‘લ્યા … સ્પર્શ!' તું હવે પાછો ક્યારે
પહેલાંની જેમ,
બિન્દાસ થઈને મનગમતા લોકો સાથે ઘૂમીશ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 ઍપ્રિલ 2020
![]()


એક દિવસ સવારે લગભગ નવ વાગે, એક અનનોન નંબર પરથી ફોન આવે છે. સામેથી અવાજ આવે છે – "બ્રિજેશ પંચાલ બોલો?"