ચીનની આઝાદીના જંગમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર ભારતીય યુવાન ડૉકટરને શ્રદ્ઘાંજલિ આપતાં સામ્યવાદી ચિનના ક્રાંતિકારી પ્રમુખ માઓત્સે તુંગે શબ્દો ઉચ્ચાર્યા હતા :
“ચીનની સમગ્ર પ્રજાએ એક પ્રેમાળ મિત્રને ખોયો છે અને ચીનના લશ્કરે એક શકિતશાળી મદદકર્તા હાથ ગુમાવ્યો છે. આ યુવાન ડૉકટરનો આત્મા આપણા દેશના સીમાડાથી પર હતો.”
 આ સેવાભાવી યુવાન ડૉકટરનો જન્મ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા સોલાપુર નામના નાનકડા શહેરમાં ૧૯૧૦ની ૧૦મી ઑકટોબરે થયો હોવા છતાં ય વર્તમાન ભારતની પ્રજા તેમના નામથી આજે ભાગ્યે જ પરિચિત હશે. ૧૯૩૬માં દ્વારકાનાથ શાન્તારામ કોટનિસ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી તેજસ્વિતા સાથે એમ.બી.બી.એસ.થઈને કારકિર્દીના શ્રીગણેશ કરી રહ્યા હતા. તે ગાળામાં ઈ.સ. ૧૯૩૮ના સપ્ટેમ્બર માસમાં ચીને ફાસિસ્ટ જાપાન વિરુદ્ઘ યુદ્ઘ જાહેર કર્યુ. મુકિતસંગ્રામમાં સેંકડોની સંખ્યામાં ચીની સૈનિકો લડતાંલડતાં વીરગતિ પામ્યા. હજારો લાખોની સંખ્યામાં ચીની સૈનિકો ઘાયલ થયા. ચીનને ડૉકટરોની સહાયતાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ, ત્યારે ચીનનો પરમ મિત્ર દેશ ભારત તેની મદદે આવ્યો.
આ સેવાભાવી યુવાન ડૉકટરનો જન્મ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા સોલાપુર નામના નાનકડા શહેરમાં ૧૯૧૦ની ૧૦મી ઑકટોબરે થયો હોવા છતાં ય વર્તમાન ભારતની પ્રજા તેમના નામથી આજે ભાગ્યે જ પરિચિત હશે. ૧૯૩૬માં દ્વારકાનાથ શાન્તારામ કોટનિસ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી તેજસ્વિતા સાથે એમ.બી.બી.એસ.થઈને કારકિર્દીના શ્રીગણેશ કરી રહ્યા હતા. તે ગાળામાં ઈ.સ. ૧૯૩૮ના સપ્ટેમ્બર માસમાં ચીને ફાસિસ્ટ જાપાન વિરુદ્ઘ યુદ્ઘ જાહેર કર્યુ. મુકિતસંગ્રામમાં સેંકડોની સંખ્યામાં ચીની સૈનિકો લડતાંલડતાં વીરગતિ પામ્યા. હજારો લાખોની સંખ્યામાં ચીની સૈનિકો ઘાયલ થયા. ચીનને ડૉકટરોની સહાયતાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ, ત્યારે ચીનનો પરમ મિત્ર દેશ ભારત તેની મદદે આવ્યો.
૧૯૩૯ના ફેબ્રુઆરી માસમાં ચીનને આઝાદી સંગ્રામમાં મદદ કરવા ભારતથી રવાના થયેલા પાંચ ભારતીય ડૉકટરોની ટુકડીમાં ડૉકટર દ્વારકાનાથ કોટનિસની પણ નિમણૂક થઈ. મહિનાઓ સુધી ખાવાપીવા કે આરામની દરકાર કર્યા વિના ડૉકટર કોટનિસ જાપાન સામે મરણિયા થઈને સરહદ પર લડતાંલડતાં ઘવાયેલા ચીની સૈનિકોની સતત સેવા કરતા રહ્યા. ડૉકટર કોટ્નિસના રાતદિવસના અથાક પરિશ્રમને પરિણામે હજારો ચિની સૈનિકોને જીવતદાન મળતાં આખરે યુદ્ઘમાં ચીનનો વિજય થયો.
ઈ.સ. ૧૯૪૧માં ચીને સેવાની કદરરૂપે ડૉકટર કોટનિસની આંતરરાષ્ટ્રીય બેથ્યુન પીસ હૉસ્પિટલના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક કરી. ડોકટર કોટનિસ આ પદ પર બહુ લાંબો સમય સેવા આપી શકયા નહિ. યુદ્ઘમાં શકિત બહારનો પરિશ્રમ કરતાં શરીરમાં નાનીમોટી ઘણી બીમારીઓ ઘર કરી ગઈ. ચીની પ્રજાની સેવા કરતાં ઈ.સ. ૧૯૪૨ની નવમી ડિસેમ્બરની એક સવારે આંચકી જેવી સામાન્ય બીમારીને કારણે ૩૨ વર્ષની ભરયુવાનીમાં તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું.
ડૉકટર કોટનિસની સેવાની કદર સમય સાથે ચીનના ઇતિહાસમાંથી વિલીન ન થઈ જાય તે માટે ચીનની સામ્યવાદી સરકારે તેમના નામને આંતરરાષ્ટ્રીય બેથ્યુન પીસ હોસ્પિટલ સાથે સાંકળી લીધું. હૉસ્પિટલના પટાંગણમાં ડૉકટર કોટનિસની એક વિરાટ કદની પ્રતિમા મૂકવામાં આવી. ડૉકટર કોટનિસના લખેલા પત્રો, તેમના મનગમતાં પુસ્તકો, તેમની પેન, અંગત ડાયરી, તેમ જ તેમની જીવનજરૂરિયાત વપરાશી ચીજોને કાચની ફ્રેમમાં મઢીને હૉસ્પિટલના એક સંગ્રહસ્થાનમાં ગોઠવી દીઘી છે.
ઈ.સ. ૧૯૮૭માં આંતરરાષ્ટ્રીય બેથ્યુન હૉસ્પિટલને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે સરકારે તેની ઉજવણી ધામધૂમથી કરવાનું નકકી કર્યું. આ ઉત્સવની ઉજવણી માટે ચીને આખા વિશ્વમાંથી દરેક વિભાગના નિષ્ણાત ડૉકતરોને ભાગ લેવા આમંત્રિત કર્યા. બેથ્યુન હૉસ્પિટલનાં માનનીય ડોકટર કુમારી હાને અમેરિકામાં પેટના રોગોના નામાંકિત ડોકટર મિત્ર અશોક શાહને આ શુભ અવસરે તેમ જ નૂતન ચીનની યાત્રાએ પધારવા આમંત્રિત કર્યાં.
 સવારની થોડીક પ્રાર્થના તેમ જ સન્માન બાદ હૉસ્પિટલના પટાંગણમાં બનાવેલા ભવ્ય મંચ પરથી વિશ્વના તમામ ડૉકટરો વચ્ચે મંચ પર પધારવા એક મહિલાનું નામ જાહેર થયું. નેવું વર્ષની જાજરમાન મહિલા જેવી મંચ પર પધારી, ત્યાં તો ચીનનાં તમામ શહેરોમાંથી તેમ જ વિશ્વભરમાંથી પધારેલ આમંત્રિત ડૉકટરો તે માનનીય મહિલાને વંદન કરવા ઊભા થઈ ગયા. મંચ પર પધારેલી તે માનનીય મહેલા બીજી કોઈ નહિ પણ ડોકટર કોટનિસનાં વિધવા પત્ની ગોક્લીન્ગ્લાન હતાં.
સવારની થોડીક પ્રાર્થના તેમ જ સન્માન બાદ હૉસ્પિટલના પટાંગણમાં બનાવેલા ભવ્ય મંચ પરથી વિશ્વના તમામ ડૉકટરો વચ્ચે મંચ પર પધારવા એક મહિલાનું નામ જાહેર થયું. નેવું વર્ષની જાજરમાન મહિલા જેવી મંચ પર પધારી, ત્યાં તો ચીનનાં તમામ શહેરોમાંથી તેમ જ વિશ્વભરમાંથી પધારેલ આમંત્રિત ડૉકટરો તે માનનીય મહિલાને વંદન કરવા ઊભા થઈ ગયા. મંચ પર પધારેલી તે માનનીય મહેલા બીજી કોઈ નહિ પણ ડોકટર કોટનિસનાં વિધવા પત્ની ગોક્લીન્ગ્લાન હતાં.
તે સાંજે હૉસ્પિટલના એક ઝગમગાટ વિશાળ ખંડમાં ઉજવણીરૂપે ભવ્ય ભોજનસમારંભ ગોઠવવામાં આવ્યો હતો. સમારંભમાં ડોકટર અશોક શાહને શ્રીમતી કોટનિસ મળ્યાં. તેમણે બહુ જ વિવેક તેમ જ આદરભાવ સાથે નમ્રતાથી શ્રીમતી કોટનિસને પૂછયુંઃ “તમે ડોકટર કોટનિસને ક્યારે મળ્યાં હતાં અને કેવી રીતે પતિ-પત્નીના પવિત્ર બંધનમાં જોડાઈ ગયા?”
શ્રીમતી કોટનિસે કહ્યું, હું અને ડોકટર કોટનિસ યુદ્ઘમાં એક મોરચે એક જ છાવણીમાં સાથે કામ કરતાં હતાં. તેઓ ડૉકટર હતા અને હું નર્સ હતી. અમારા બંનેનું કાર્ય તેમ જ ધ્યેય એક જ હતું, સેવા. આ એક જ સ્વપ્નને ખાતર અમે જિંદગીને વાસ્તવિકતામાં પલટાવી નાખી. અમારો પ્રેમ બહુ જ ટૂંકા ગાળામાં પ્રગટીને પતિ-પત્નીરૂપે પાંગર્યોં.
‘અમારા સુખી લગ્નજીવનથી અમારા ઘરે એક પુત્રનું પારણું બંધાયું. અમારું પ્રેમાળ હસતું કુટુંબ જોઈને કુદરતને અદેખાઈ આવી. અમારા પ્રેમની છેલ્લી નિશાની અમારો પુત્ર પણ ડોકટર કોટનિસના મૃત્યુના થોડાક મહિના બાદ મને એકલી રુદન કરતી મૂકીને ઈશ્વરને પ્યારો થઈ ગયો”.
ડૉકટર શાહે પૂછયું, “તમે ભર યુવાનીમાં વિધવા થયાં. જો તમે ધાર્યું હોત તો ચીની સંસ્કૃતિ પ્રમાણે અવશ્ય બીજાં લગ્ન કરી શકયાં હોત, ખરુને?”
શ્રીમતી કોટનિસે કહ્યું, “તમારી વાત સાવ સાચી છે! ધારત તો હું અવશ્ય બીજાં લગ્ન કરી શકત. મને એક તો શું ઘણા ચીની યુવાનો પરણવા માટે તૈયાર થાત! પણ મને ફરી આવો ઈશ્વર જેવો પતિ તો ન જ મળત. મેં મારા મનમંદિરમાં આ એક ઈશ્વરની પ્રતિમાને સ્થાન આપી તેની પૂજામાં મારું જીવન સમર્પિત કરી દીધું હતું. જેની પૂજા અને ભકિતથી હું એક નહીં સાતસાત ભવ તરી ગઈ છું. ડોકટર કોટનિસને પરણ્યા બાદ મને જીવનમાં કોઈ અસંતોષ કે કોઈ ઈચ્છા રહી ન હતી. ઈશ્વરે મને જેટલો સમય ડૉકટર કોટનિસ જોડે જીવવા દીઘી તે મારા માટે અતિભવ્ય હતો.
“હું ડૉકટર કોટનિસને પરણી એટલે તમારા ધર્મશાસ્ત્ર પ્રમાણે હું હિંદુ થઈ ગઈ. તો પછી હિંદુ પત્ની કઈ રીતે બીજાં લગ્ન વિશે વિચાર પણ કરી શકે? હું તો જન્મોજન્મ શ્રીમતી કોટનિસ તરીકે જીવવાનું ઈશ્વર પાસે વરદાન માગી ચૂકી છું. હું શ્રીમતી કોટનિસ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવુ છું. ડૉકટર કોટનિસ તેમના કર્મથી અમર થઈ ગયા .આવા અમર પુરુષની પત્ની શું કોઈ કાળે વિધવા હોઈ શકે ખરી?”
e.mail : preetam.lakhlani@gmail.com
 


 કૈલાસ પંડિતને હું જ્યારે પણ મળ્યો છું ત્યારે મેં તેમને સદા હસતા, આનંદી, એક લહેરાતા મોજીલા દરિયા સમા ઊછળતા જોયા છે. કયારેક તેઓ સખત થાકેલા હોવા છતાં આપણા આનંદ ખાતર તેના થાક્ને મન પરથી ઉતારીને એક બાજુએ મૂકી દેતા. જો આપણે એકાદ ક્ષણ માટે તેના ખડખડાટ હાસ્યમાંથી બહાર નીકળી તેની આંખોમાં ડૂબી જઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ હસતા ચહેરાએ જીવનમાં પારાવાર યાતનાઓ ભોગવી છે. દરદ તો તેમને મન એક અનોખો નશો હતો. પોતાના દરદને એ જીવનજામમાં ઘૂંટીઘૂંટીને મસ્તીભર્યા શરાબની જેમ લિજ્જતથી એકાંતે પીતા રહેતા. દુઃખદરદ જ્યારે પોતાપણાની સીમાબહાર ચાલ્યું જતું, ત્યારે કૈલાસભાઈ દરદને હસતાંહસતાં ગઝલના શેરોમાં ગૂંથી લેતા.
કૈલાસ પંડિતને હું જ્યારે પણ મળ્યો છું ત્યારે મેં તેમને સદા હસતા, આનંદી, એક લહેરાતા મોજીલા દરિયા સમા ઊછળતા જોયા છે. કયારેક તેઓ સખત થાકેલા હોવા છતાં આપણા આનંદ ખાતર તેના થાક્ને મન પરથી ઉતારીને એક બાજુએ મૂકી દેતા. જો આપણે એકાદ ક્ષણ માટે તેના ખડખડાટ હાસ્યમાંથી બહાર નીકળી તેની આંખોમાં ડૂબી જઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ હસતા ચહેરાએ જીવનમાં પારાવાર યાતનાઓ ભોગવી છે. દરદ તો તેમને મન એક અનોખો નશો હતો. પોતાના દરદને એ જીવનજામમાં ઘૂંટીઘૂંટીને મસ્તીભર્યા શરાબની જેમ લિજ્જતથી એકાંતે પીતા રહેતા. દુઃખદરદ જ્યારે પોતાપણાની સીમાબહાર ચાલ્યું જતું, ત્યારે કૈલાસભાઈ દરદને હસતાંહસતાં ગઝલના શેરોમાં ગૂંથી લેતા. ૧૯૯૫ના ઑકટોબર માસની એક વીકએન્ડમાં, રોચેસ્ટર-ટોરાન્ટોમાં મેં આદિલ મન્સૂરીનું કાવ્યવાંચન ગોઠવ્યું હતું. ટોરાન્ટોના કાર્યક્રમ બાદ, રવિવારની બપોરે મારા ઘરે નિરાંતે અમે બંને જણા બેઠા હતા. તે વખતે મેં કવિતાને નામે કોરા કાગળ પર કરેલા આડાઊભા લીટા આદિલભાઈને દેખાડયા. તે સાંજે સહપરિવાર સાથે વાળુપાણી કરતાં કવિ આદિલ મન્સૂરીએ તેના રમૂજી સ્વભાવ પ્રમાણે મને કહ્યું, ‘તમે આજથી હવે લઘુકાવ્ય પર હાથ અજમાવો. તમે માનો કે ન માનો તમારાં લઘુ કાવ્યમાં ક્યાંક ઊંડાણ છે તો કોઈક કાવ્યમાં ચમત્કૃતિ પણ જોવા મળે છે. એટલે તમને એક ખાસ સૂચન કરવાનું મન થાય છે કે તમે કોઈ એક પ્રતીક તે કોઈ એક કલ્પન પર એકથી વિશેષ લધુકાવ્યો લખો. માનવું ન માનવું એ તમારી મરજીની વાત છે.’
૧૯૯૫ના ઑકટોબર માસની એક વીકએન્ડમાં, રોચેસ્ટર-ટોરાન્ટોમાં મેં આદિલ મન્સૂરીનું કાવ્યવાંચન ગોઠવ્યું હતું. ટોરાન્ટોના કાર્યક્રમ બાદ, રવિવારની બપોરે મારા ઘરે નિરાંતે અમે બંને જણા બેઠા હતા. તે વખતે મેં કવિતાને નામે કોરા કાગળ પર કરેલા આડાઊભા લીટા આદિલભાઈને દેખાડયા. તે સાંજે સહપરિવાર સાથે વાળુપાણી કરતાં કવિ આદિલ મન્સૂરીએ તેના રમૂજી સ્વભાવ પ્રમાણે મને કહ્યું, ‘તમે આજથી હવે લઘુકાવ્ય પર હાથ અજમાવો. તમે માનો કે ન માનો તમારાં લઘુ કાવ્યમાં ક્યાંક ઊંડાણ છે તો કોઈક કાવ્યમાં ચમત્કૃતિ પણ જોવા મળે છે. એટલે તમને એક ખાસ સૂચન કરવાનું મન થાય છે કે તમે કોઈ એક પ્રતીક તે કોઈ એક કલ્પન પર એકથી વિશેષ લધુકાવ્યો લખો. માનવું ન માનવું એ તમારી મરજીની વાત છે.’