જિંદગીનાં
બે ચાર વર્ષ બચ્યાં છે!
એ વિચારે
રોજ શેરીમાં ચાલવા નીકળતો પણ
એક સવારે
રસ્તાની કોરે ઊભેલાં વૃક્ષો સાથે
ગુફ્તેગુ કરતો અને
ઝરમર ઝરમર વરસતા
પંખીના ટહુકામાં
ભીંજાતો
ચાલ્યો જતો હતો ત્યારે
સામેથી ચાલી આવતી
એક અપરિચિત વ્યક્તિએ
હોઠોમાં મલકતા
પ્રભુ બુદ્ધ જેવા સ્મિત સાથે
મને પૂછ્યું,
‘કેમ છો?”
‘મજામાં!’
અને એ પછી હું ..
રોજ એ મને
આજે નહીં તો કાલે
અને કાલે નહીં તો પરમ દિવસે જરૂર મળશે!
એ આશાએ
જિંદગીના બીજા ત્રણ ચાર
દાયકા જીવી ગયો!
65 Falcon drive, West Henrietta, NY 14586 (U.S.A.)
e.mail : preetam.lakhlani@gmail.com