જ્યારે જ્યારે હું હારી જાઉં છું
સ્ત્રીઓને યાદ કરું છું
અને તાકાત મેળવું છું.
એ સદાય હારેલી પરિસ્થિતિમાં જ
કામ કરતી હોય છે
એમનામાં એ જ તલ્લીનતા, એ જ ઉત્સુક્તા
એ જ મુક્તિ દેખાય છે.
એ કામના બદલામાં નામથી
ઊંડાણપૂર્વક મુક્ત રહે છે
વાસ્તવમાં નિચોવાઈ જવાની હદ સુધી
થાક્યા બાદ પણ
આ જ કારણે હસી શકે છે
કે એ હારી ગયેલી છે.
વિજય સમાન તુચ્છ અભિલાષાઓ પર
એમણે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે.
ફોટોઃ રૂપાલી બર્ક
e.mail : rupaleeburke@yahoo.co.in