બહુ મોટી સેવા થઈ.
સરોજબહેનનાં આપણે ઋણી રહીશું.
તમારો આભાર, તમને મારાથી જુદા પાડીને માનતો નથી.
એક નાનું અવલોકન :1925માં સરદાર એ પ્રયોગ ચલણી થયો ન હતો. બને કે 1925ની નોંધો પાછળથી ફેર કરતી વખતે પ્રભુલાલભાઈએ તે પશ્ચાદવર્તી ધોરણે વાપર્યો હોય.
ગમે તેમ પણ હમણાં હૃદયના અશ્રુઅભિનંદન.
![]()


સંકેલાતા વિનોબાને સ્થાને ઇતિહાસપુરુષ તરીકે જયપ્રકાશ બહાર આવ્યા ત્યારે અનુપમ ખીલ્યા ને ખૂલ્યા
આ નવા નકશામાં પરંપરાનું ઉત્તમ કાલવવાની અને મૂડીવાદી સંસ્થાનવાદી વિકાસની તરાહથી ઉફરાટે ચાલવાની દિલી તમન્ના … એટલે સ્તો ‘આજ ભી ખરે હૈ તાલાબ’ જેવું ઘોષવાક્ય કે ઘોષણાપત્ર. જરા ખસીને, બે મોટા કિતાબી પુરુષાર્થો સંભારીને આ મુદ્દો સ્પષ્ટ કરું. પંડિત સુંદરલાલનું ‘ભારત મેં અંગ્રેજી રાજ’એ જુલમ ને સિતમની દસ્તાવેજી દાસ્તાં છે. પણ સ્વરાજ પછીનાં વરસોમાં ધર્મપાલે જે કામ કર્યું છે. તે પરચક્ર દરમ્યાન છેલ્લી સદીઓમાં આપણું સમાજતંત્ર કેવુ ખોરવાયું ને ખોટકાયું અને તે પૂર્વે એક સમાજ તરીકે આપણે સજીવ-સપ્રાણ કેમ ને કેટલા હતા એનો ખ્યાલ આપે છે. સ્વરાજ ને સ્વધર્મ (‘ધર્મ’ના વ્યાપક અર્થમાં) જેમ સંસ્થાનવાદ સામેના સંઘર્ષમાં તેમ પંરપરાના સાતત્યને સમજવામાં પણ છે, એમ પણ તમે કહી શકો. આ સંજોગોમાં જો રાજેન્દ્રસિંહ આરાવરી નદીને નવેસર વહેતી કરે (અને એમાં પણ ક્યાંક ને ક્યાંક અનુપમની સંડોવણી હોય) તો એ ય છે તો સ્વરાજ આંદોલન જ ને.
પત્રકાર દિલીપ પડગાંવકર ગયા. બોંતેર વરસનું, હવેના જમાનામાં ભાગ્યે જ પૂર્ણાયુષ કહી શકાય એવું જીવીને ગયા. જો કે એમણે જે તીવ્રતાથી, સઘનતાથી આ વરસોનો હિસાબ આપ્યો તે જોતાં ભરપૂર જીવીને ગયા.