હૈયાને દરબાર
દેશમાં ચારેકોર મહામારીનો આતંક છે, માતમ છે, ખૌફ, લાચારી, વિવશતા અને નિ:સહાયતા છે! મનને ગમે તેટલું બીજી દિશામાં વાળવાની કોશિશ કરીએ તો ય ફરી પાછું આવીને અટકે છે એ જ પીડા, એ જ યાતના અને એ જ અનુકંપા ઉપર. રોજેરોજ અવસાદ અને અવસાનના સમાચારોએ કમ્મર તોડી નાખી છે દેશવાસીઓની. દરેકની માનસિક-શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે.
‘કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રળે જેમ વેળુમાં; વીરડો ફૂટી ગ્યો’
આ ગીતના સર્જક કવિ દાદના મૃત્યુની કળ વળી નથી ત્યાં વડોદરાના ૨૮ વર્ષના યુવા ગાયક ભાવેશ વ્યાસના નિધનના સમાચાર હલબલાવી મૂકે છે. કવિ દાદને સ્વમુખે ‘હિરણ હરકાળી’ ત્રિભંગી છંદમાં રચના સાંભળવી એ જીવનનો અનેરો લહાવો. એમની અન્ય ભાવવહી રચના એટલે,
ટોચમાં ટાકણું લૈને ઘડવૈયા રે
મારે ઠાકોરજી નથી થાવું …!
કવિ દાદ ગુજરાતી ભાષાનું ગૌરવ હતા. એમની મૌલિક બાનીથી કવિતા સાહિત્યને રળિયાત હતી. એ દાદબાપાએ વિદાય લીધી ત્યાં કવિ-સ્વરકાર અને ઉમદા ગાયક, જેના ઉપર ભાવિ સુગમ સંગીત મદાર રાખી શકે એવો ઉત્તમ કલાકાર દુનિયા છોડી ગયો. ભાવેશે સરસ કવિતા થોડા સમય પહેલાં જ શેર કરી હતી:
અમે સંગીતના સાધક છીએ
ભાર લાગશે ને ના પણ સમજાય
જો સૂરપ્રેમી છો? તો માફક છીએ
અમે સંગીતના સાધક છીએ
અમીર કે ગરીબ, અમે જોઈએ ના જાતિપાતી
લાગણીના આ વહેણમાં સૂરની જ સરિતા ગાતી
સંગીત-એ-દિલ માટે તો ટાઢક છીએ
અમે સંગીતના સાધક છીએ
ભલે ફકીર પણ દિલથી છીએ દાતાર
સમજતાં આવડે તો પ્રેમનો છીએ ભંડાર
‘ભાવ’થી જો રાહ જુઓ તો ચાતક છીએ
અમે સંગીતના સાધક છીએ!
ભાવેશ નામનું આ ચાતક આપણને જ પ્રતીક્ષા કરતાં છોડી ગયું.
જેમના એક સુંદર ગીત વિશે ‘હૈયાને દરબાર’માં લેખ લખ્યો હતો એ કવિ-સ્વરકાર-ગાયક રિષભ મહેતાને કાળમુખો કોરોના ભરખી ગયો. આભ ફાટ્યું હોય ત્યાં થીંગડું ક્યાં મારવું એવી દર્દનાક પરિસ્થિતિમાં શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા ઉપરાંત જો કોઈ સહારો હોય તો એ છે ઇમોશનલ ઈમ્યુનિટી જાળવવી. ગમતી પ્રવૃત્તિમાં મગ્ન રહેવું. બહારની દુનિયામાં જે હાહાકાર વ્યાપેલો છે એ પ્રત્યે શાહમૃગ વૃત્તિ રાખીને નજરઅંદાજ કરવાની વાત નથી. જવાબદાર નાગરિક તરીકે મહામારીની ‘બ્રેક ધ ચેઈન’ માટે માસ્ક પહેરીને, અંતર જાળવીને અને સૌથી અગત્યનું તો ઘરમાં રહીને, એકબીજાની જેટલી અને જે રીતે સહાય થાય એ કરવાની છે, પરંતુ સાથે માનસિક તાકાત મેળવી, મન આનંદમાં રાખવું એટલું જ જરૂરી છે. આ ઇમોશનલ ઈમ્યુનિટી કેળવવામાં સંગીત, સાહિત્ય, કલા પ્રવૃત્તિ ખરેખર કામ આવે છે. તમારી ગમતી પ્રવૃત્તિમાં મન પરોવશો તો એટલીસ્ટ થોડાક સમય પૂરતા બાહ્ય આઘાતોથી બચી શકશો. આપણા સાહિત્યમાં કેટલી બધી ઉપકારક સામગ્રી છે! કોઈ ઉત્તમ કાવ્ય પાસે જાઓ, કોઈ હકારાત્મક કથા વાંચો કે સકારાત્મક કૃતિનું પઠન કરો તો ય એ આપણને શાંતિ પ્રદાન કરે છે.
આજનું આ ગીત જ જુઓને! જ્યારે પણ મન ઉદ્વિગ્ન થાય, હતાશા વ્યાપી હોય ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહના આ ગીતની છેલ્લી બે પંક્તિઓ અચૂક યાદ આવે;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
કવિતાઓમાં દુ:ખ મહદંશે નકારાત્મક લાગણી દર્શાવતું હોય છે, પરંતુ કવિએ દુ:ખ જેવી નકારાત્મક લાગણીને ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર … કવિતામાં એક જુદા જ પરિમાણ પર મૂકી આપી છે.

કવિ કેટલી સહજતાથી કહી શકે છે કે આપણા દુ:ખનું જોર કેટલું? કેટલું બગાડી શકે એ આપણું? નાની અમથી વાતનો શોર મચાવી આપણે રજનું ગજ કરતા હોઈએ છીએ અને નિરંતર આપણી જાતને દુ:ખ પહોંચાડ્યા કરીએ છીએ, પરંતુ દુ:ખ તો મનુષ્યમાત્રના જીવનનો સ્થાયી ભાવ છે. કોઈ ને કોઈ સ્વરૂપે આપણી સાથે એ રહેવાનું જ. એનાથી અકળાઈ જવાને બદલે માણસે ખુશીની પળ શોધી લેવાની હોય અને દુર્ભાવને ઓગાળીને પોતાના સ્વ-ભાવને છોડવાનો ન હોય. કાવ્યની અંતિમ પંક્તિઓ કેવી સરસ છે; ‘આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર …!’ ઉનાળામાં બળબળતો તાપ ઓકાતો હોય એવામાં ગુલમહોર વૃક્ષ સુંદર મજાનાં રતુંબડાં ફૂલો આપણને આપવાનું ચૂકતું નથી કે તાપ તાપનાં રોદણાં રડતું નથી. રાજેન્દ્ર શાહની કવિતાનું પ્રાણ તત્ત્વ છે ચિંતન. મનુષ્યનાં સુખ-દુ:ખને એ હળવાશથી ગાઈ શકે છે. સંસારનાં દુ:ખોનું જોર કવિની કલમ પાસે નબળા પડેલા વાવાઝોડા જેટલું થઈ જાય છે. આટલા સરસ ગીતને એટલી જ ખૂબસૂરત સ્વરૂપે સજાવ્યું છે સ્વરકાર અજિત શેઠે. ગાયક હરિહરનના સ્વરમાં ગીત સાંભળો પછી ખરેખર આપણે દુ:ખથી વિમુખ થતા હોઈએ એવી લાગણી થાય છે.
કવિ રાજેન્દ્ર શાહ ‘રામ વૃંદાવની’ નામે પણ કવિતા લખતા હતા. રાજેન્દ્ર શાહની કવિતાઓ એ ગુજરાતી સાહિત્યને મળેલું અમૂલ્ય યોગદાન છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત અને સંસ્કૃતની છાંટ ધરાવતી, રાજેન્દ્ર શાહની કવિતાઓમાં પ્રકૃતિપ્રેમ, પ્રણય, અધ્યાત્મ અને રોજ-બ-રોજની જિંદગીની છણાવટ જોઈ શકાય છે. અનુ-ગાંધીયુગના આ કવિની કવિતાઓમાં ક્યાંક નરસિંહ, કબીર અને અખા જેવા આદિ કવિઓની પણ ઝાંખી જોવા મળે છે. કવિની કવિતાઓમાં મને સૌથી વધુ સ્પર્શે છે એમનો હકારાત્મક અભિગમ. પોતાના મૃત્યુની વાતને પણ કવિ ‘ખોળિયું બદલવાનો ઉત્સવ’ તરીકે વર્ણવે છે.
અત્યારના કપરા કાળમાં આવી હકારાત્મતા માનસિક શાંતિ આપી શકે છે. રજનું ગજ કરીને કાગારોળ કરવાને બદલે કંઈક એવું કરીએ જેથી આ પીડાદાયક પરિસ્થિતિમાં કોઈને મદદરૂપ થઈ શકીએ. કોઈકનું દુ:ખ દૂર કરી શકીએ, સારું સાહિત્ય, ઉપયોગી તથા આનંદમય પ્રવૃત્તિ દ્વારા જાતને અને જગતને સ્વસ્થ રાખીએ. કવિ કહે છે એમ, ‘નિબિડ રાતના કાજળ પાછળ, પ્રગટે અરુણ ભોર …!’ વિશ્વાસ રાખીએ, વો સુબહ કભી તો આયેગી!
————-
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!
ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
જલભરી દૃગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
કવિ : રાજેન્દ્ર શાહ • સંગીતકાર : અજિત શેઠ • ગાયક : હરિહરન
કવિના કંઠે : https://parab.online/_apr3020_08_ભાઈરે/
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 ઍપ્રિલ 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=689616
 



 કવિ ધ્રુવ ભટ્ટે આ ગુજરાતી ગીતનું તમિળ, બંગાળી વર્ઝન મોકલ્યું ત્યારે તો આનંદ અને આશ્ચર્યનો પાર રહ્યો નહીં. યુવાનોમાં ‘ધ્રુવદાદા’ તરીકે લોકચાહના પામેલા પ્રતિષ્ઠિત કવિ ધ્રુવ ભટ્ટ દિલથી સદા યુવાન છે. આબાલવૃદ્ધ સૌ કોઈના મિત્ર બની શકે. સાદગી એ એમના જીવનનો પર્યાય છે જે એમનાં ગીતો, કથા, નવલકથા દરેકમાં પડઘાય છે. એમની સાથે વાતો કરવી એ આનંદ ઉત્સવ બની રહે. ભાષાના સૌંદર્ય અને ભાષાની સાદગી વિશે અમારે ક્યારેક ચર્ચાઓ પણ થાય, પરંતુ છેવટે એ એવી મૂળ સોતી વાત કરે કે આપણે માનવી જ પડે.
કવિ ધ્રુવ ભટ્ટે આ ગુજરાતી ગીતનું તમિળ, બંગાળી વર્ઝન મોકલ્યું ત્યારે તો આનંદ અને આશ્ચર્યનો પાર રહ્યો નહીં. યુવાનોમાં ‘ધ્રુવદાદા’ તરીકે લોકચાહના પામેલા પ્રતિષ્ઠિત કવિ ધ્રુવ ભટ્ટ દિલથી સદા યુવાન છે. આબાલવૃદ્ધ સૌ કોઈના મિત્ર બની શકે. સાદગી એ એમના જીવનનો પર્યાય છે જે એમનાં ગીતો, કથા, નવલકથા દરેકમાં પડઘાય છે. એમની સાથે વાતો કરવી એ આનંદ ઉત્સવ બની રહે. ભાષાના સૌંદર્ય અને ભાષાની સાદગી વિશે અમારે ક્યારેક ચર્ચાઓ પણ થાય, પરંતુ છેવટે એ એવી મૂળ સોતી વાત કરે કે આપણે માનવી જ પડે. ધ્રુવ ગીતોને ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાભરમાં પહોંચાડનાર નીલા ટેલિફિલ્મ્સ – ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના પ્રોડ્યુસર-ડિરેક્ટર તેમ જ સાહિત્ય-સંગીતપ્રેમી આસિત મોદી કહે છે, "ધ્રુવભાઈનો પરિચય થયો, એમની કવિતાઓ એમના જ મોઢે સાંભળી. અમને રસ પડ્યો. પ્રકૃતિ અને માનવીય સંવેદનાઓથી ભરેલી આ કવિતાઓમાં મને કોઈ અદીઠ શોધની ઝંખના દેખાઈ. એમનું લખાણ જીવનને ઉજાસ આપનારું છે. ખુલ્લા મનથી લખાયેલાં ગીતો હોવાથી આખું વિશ્વ ખોલી આપે છે. આ ગીતોની ખાસિયત એ છે કે એમાં સૂર વણાયેલો છે. ખમીરી અને કુદરત સાથેના સંબંધનું ગજબનું એક્સપ્રેશન છે. ગાવામાં એટલાં સરળ છે કે હાલતો-ચાલતો કોઈ પણ માણસ ગાઈ શકે. આ કવિતાઓ લોકો સામે ગેય-સ્વરૂપે મૂકવા કવિતાઓ કંપોઝ કરાવીને તૈયાર કરાવવાનું કામ ધ્રુવભાઈને જ સોંપ્યું. આ કામમાં અમારો કોઈ વ્યાપારી હેતુ નથી. માત્ર અને માત્ર ગુજરાતી સાહિત્યના સંવર્ધનને લક્ષ્યમાં રાખીને જ આ કામ કરવું તેમ નક્કી અમે કર્યું છે. તે અંગે અમે પહેલેથી જ સ્પષ્ટ રહ્યા છીએ. નવોદિતોને તક મળે તેમ જ આપણું સંગીત-સાહિત્ય લોકો સુધી પહોંચે એ જ ઉદ્દેશ છે. કેટલાંક ગુજરાતી કાવ્યોનો અનુવાદ બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, કચ્છી વગેરેમાં થયો. બંગાળથી લક્ષ્મણદાસ બાઉલે ધ્રુવભાઈની એક કવિતા સામેથી મગાવી. તેનો બંગાળી અનુવાદ કરાવીને ગાઈ. ગુજરાતી સાહિત્ય માટે આ પહેલો પ્રસંગ હશે કે કોઈ બાઉલ ગાયક ગુજરાતી કવિની કવિતા મગાવે અને પોતાના ગાનમાં તેને સામેલ કરે. આમ ધ્રુવ ગીતો ગામેગામ પ્રચલિત થવા લાગ્યાં.
ધ્રુવ ગીતોને ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાભરમાં પહોંચાડનાર નીલા ટેલિફિલ્મ્સ – ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના પ્રોડ્યુસર-ડિરેક્ટર તેમ જ સાહિત્ય-સંગીતપ્રેમી આસિત મોદી કહે છે, "ધ્રુવભાઈનો પરિચય થયો, એમની કવિતાઓ એમના જ મોઢે સાંભળી. અમને રસ પડ્યો. પ્રકૃતિ અને માનવીય સંવેદનાઓથી ભરેલી આ કવિતાઓમાં મને કોઈ અદીઠ શોધની ઝંખના દેખાઈ. એમનું લખાણ જીવનને ઉજાસ આપનારું છે. ખુલ્લા મનથી લખાયેલાં ગીતો હોવાથી આખું વિશ્વ ખોલી આપે છે. આ ગીતોની ખાસિયત એ છે કે એમાં સૂર વણાયેલો છે. ખમીરી અને કુદરત સાથેના સંબંધનું ગજબનું એક્સપ્રેશન છે. ગાવામાં એટલાં સરળ છે કે હાલતો-ચાલતો કોઈ પણ માણસ ગાઈ શકે. આ કવિતાઓ લોકો સામે ગેય-સ્વરૂપે મૂકવા કવિતાઓ કંપોઝ કરાવીને તૈયાર કરાવવાનું કામ ધ્રુવભાઈને જ સોંપ્યું. આ કામમાં અમારો કોઈ વ્યાપારી હેતુ નથી. માત્ર અને માત્ર ગુજરાતી સાહિત્યના સંવર્ધનને લક્ષ્યમાં રાખીને જ આ કામ કરવું તેમ નક્કી અમે કર્યું છે. તે અંગે અમે પહેલેથી જ સ્પષ્ટ રહ્યા છીએ. નવોદિતોને તક મળે તેમ જ આપણું સંગીત-સાહિત્ય લોકો સુધી પહોંચે એ જ ઉદ્દેશ છે. કેટલાંક ગુજરાતી કાવ્યોનો અનુવાદ બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, કચ્છી વગેરેમાં થયો. બંગાળથી લક્ષ્મણદાસ બાઉલે ધ્રુવભાઈની એક કવિતા સામેથી મગાવી. તેનો બંગાળી અનુવાદ કરાવીને ગાઈ. ગુજરાતી સાહિત્ય માટે આ પહેલો પ્રસંગ હશે કે કોઈ બાઉલ ગાયક ગુજરાતી કવિની કવિતા મગાવે અને પોતાના ગાનમાં તેને સામેલ કરે. આમ ધ્રુવ ગીતો ગામેગામ પ્રચલિત થવા લાગ્યાં. શબનમ વિરમાણીના નામથી સંગીતચાહકો ભાગ્યે જ અજાણ હશે. કબીરનાં પદો-દોહા ગાઈને એમણે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. આમ તો એ ફિલ્મ મેકર છે. એમની ‘કબીરા ખડા બાઝાર મેં’ ડોક્યુમેન્ટરીને નેશનલ એવોર્ડ મળ્યો છે. તેઓ ધ્રુવ ગીતોથી ઘણા પ્રભાવિત થયાં અને એમણે ધ્રુવ ભટ્ટનાં કેટલાંક ગીતો ગાઈને દેશ-વિદેશમાં લોકપ્રિય કર્યાં. શબનમજી સાથે ધ્રુવભાઈએ કબીર યાત્રાઓ કરી હતી. મુસાફરીમાં સાથે હોય ત્યારે ધ્રુવભાઈ એમને એમનાં ગીતો ગાઈ સંભળાવે અને શબનમજી રેકોર્ડ કરી લે. ‘ઓચિંતું …’ ગીત શબનમજીને ખૂબ ગમી ગયું અને અનેક જગ્યાએ એ રજૂ કર્યું. એ પછી ધ્રુવભાઈનાં બીજાં ચાર ગીતો એમણે ગાયાં. તાજેતરમાં ‘પ્યાલી ભર કર પી લે સાધો, બસ પ્યાલી ભર જી લે સાધો …’ શબનમજીએ રેકોર્ડ કર્યું. શબનમ વિરમાણી ‘ઓચિંતું …’ ગીત અને ગીતકાર ધ્રુવ ભટ્ટ વિશે કહે છે, "ધ્રુવદાદાને મળવું એ મારા જીવનની બહુ મહત્ત્વની ગિફ્ટ છે. એમનાં ગીતો મેં જ્યાં જ્યાં ગાયાં છે ત્યાં અદ્ભુત લોકચાહના પામ્યાં છે. ‘ઓચિંતુ …’ ગીતમાં તો જાણે આનંદનો ફુવારો ઊડતો હોય એવી અનુભૂતિ થાય. આ આનંદ બાહ્ય આનંદ નહીં, ભીતરનો-અંતરમનનો આનંદ છે જે કુદરત, પ્રેમ, એકતા સાથે સંકળાયેલો છે. ધ્રુવદાદાનાં કેટલાંય ગીતોમાં પાણી મેટાફર એટલે કે રૂપક કે અર્થાલંકાર તરીકે પ્રયોજાયું છે. એમની અન્ય કવિતા,
શબનમ વિરમાણીના નામથી સંગીતચાહકો ભાગ્યે જ અજાણ હશે. કબીરનાં પદો-દોહા ગાઈને એમણે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. આમ તો એ ફિલ્મ મેકર છે. એમની ‘કબીરા ખડા બાઝાર મેં’ ડોક્યુમેન્ટરીને નેશનલ એવોર્ડ મળ્યો છે. તેઓ ધ્રુવ ગીતોથી ઘણા પ્રભાવિત થયાં અને એમણે ધ્રુવ ભટ્ટનાં કેટલાંક ગીતો ગાઈને દેશ-વિદેશમાં લોકપ્રિય કર્યાં. શબનમજી સાથે ધ્રુવભાઈએ કબીર યાત્રાઓ કરી હતી. મુસાફરીમાં સાથે હોય ત્યારે ધ્રુવભાઈ એમને એમનાં ગીતો ગાઈ સંભળાવે અને શબનમજી રેકોર્ડ કરી લે. ‘ઓચિંતું …’ ગીત શબનમજીને ખૂબ ગમી ગયું અને અનેક જગ્યાએ એ રજૂ કર્યું. એ પછી ધ્રુવભાઈનાં બીજાં ચાર ગીતો એમણે ગાયાં. તાજેતરમાં ‘પ્યાલી ભર કર પી લે સાધો, બસ પ્યાલી ભર જી લે સાધો …’ શબનમજીએ રેકોર્ડ કર્યું. શબનમ વિરમાણી ‘ઓચિંતું …’ ગીત અને ગીતકાર ધ્રુવ ભટ્ટ વિશે કહે છે, "ધ્રુવદાદાને મળવું એ મારા જીવનની બહુ મહત્ત્વની ગિફ્ટ છે. એમનાં ગીતો મેં જ્યાં જ્યાં ગાયાં છે ત્યાં અદ્ભુત લોકચાહના પામ્યાં છે. ‘ઓચિંતુ …’ ગીતમાં તો જાણે આનંદનો ફુવારો ઊડતો હોય એવી અનુભૂતિ થાય. આ આનંદ બાહ્ય આનંદ નહીં, ભીતરનો-અંતરમનનો આનંદ છે જે કુદરત, પ્રેમ, એકતા સાથે સંકળાયેલો છે. ધ્રુવદાદાનાં કેટલાંય ગીતોમાં પાણી મેટાફર એટલે કે રૂપક કે અર્થાલંકાર તરીકે પ્રયોજાયું છે. એમની અન્ય કવિતા,