હૈયાને દરબાર
યુવા ગુજરાતી પેઢી માતૃભાષાના સાહિત્ય-સંગીતને સમર્પિત હોય એનો વિશેષ આનંદ એટલે હોય, કારણ કે આ જ પેઢી ગુજરાતી કવિતા કે સંગીતનું સંવર્ધન કરવાની છે, નવી પેઢીને ગુજરાતી ભાષામાં રસ લેતી કરવાની છે. મુંબઈગરાને આશ્ચર્ય થાય એવું સરસ કામ ગુજરાતી યુવા કલાકારો ગુજરાતમાં કરી રહ્યા છે.
થોડાંક વર્ષો પહેલાં અમદાવાદના એક નાનકડા છોકરાને મુંબઈમાં પહેલી વાર સુરીલું ગુજરાતી ગીત સરસ રીતે પ્રસ્તુત કરતો સાંભળીને જ થયું હતું કે બંદે મેં કુછ દમ હૈ! એ નાનો છોકરો હવે તો મેચ્યોર્ડ યુવાન થઈ ગયો છે, જેનું નામ છે પ્રહર વોરા. પ્રહરને આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાયથી માંડીને યુવાગાયક આલાપ દેસાઈનાં ગીતો ગાતાં તો સાંભળ્યો જ છે પરંતુ, એનાં પોતાનાં સ્વરાંકનો પણ કર્ણપ્રિય અને આધુનિક છે. પ્રહરના કંઠે કવિ સુંદરમ્નું પ્રચલિત ગીત ‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, વીણાની વાણી વગાડી તું જા…’ નવી રીતે, નવા ઉન્મેશ સાથે સાંભળવું એ લહાવો છે. મનોજ ખંડેરિયાની ગઝલને,
‘જરા ય દોસ્તો ખબર નથી કે,
અમોને શાની સજા મળી છે
કશું ય તહોમત નથી જ માથે
વગર ગુનાની સજા મળી છે’
એ આધુનિક સ્પર્શ આપીને શણગારે છે, પરંતુ આજે જે ગઝલની વાત કરવી છે એ કવિ ચિંતન નાયકની હૃદયસ્પર્શી રચના છે. ગઝલના શબ્દો છે ;
સજળ એની આંખો હજી કંઈ કહે છે
જરૂરથી આ રણની તળે કંઈ વહે છે
આંખોની ભાષા એટલે લાગણી, પ્રેમ, આત્મીયતા, આકર્ષણ, વહાલની ભાષા. આંખની ભાષા એટલે હૃદયમાં ઊભરાતા ભાવની ભાષા જેમાં કોઈ મલિનતા ન હોય, જ્યાં શબ્દોની રમત ન હોય, જ્યાં શબ્દો શૂળ-ડંખ બની તકલીફ દેતા ન હોય. સજળ આંખોના ભાવપૂર્ણ વ્યવહારમાં સંબંધો સચવાતા રહે.
કવિ અહીં ગૂઢ વાત રજૂ કરે છે. સજળ નેત્રોની ભાષા ઉકેલવા મથતા યુવા કવિ ચિંતન નાયક એ પામી ગયા છે કે આ રણ તળે જરૂર કંઈક વહે છે. એ જળ છે? મૃગજળ છે? આ અનિશ્ચિતતા વચ્ચે કવિ આગળ લખે છે;
સમય અહીં સ્થગિત છે, ઉધામા નિરર્થક,
ટકી એ શકે જે, એ ક્ષણમાં રહે છે.
વર્તમાન કાળમાં રહેવાનું સમજાવતી આ પંક્તિઓ સદાકાળ પ્રસ્તુત છે.
 ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ, કવિ-ગીતકાર, સંચાલક યુવા વ્યક્તિત્વ એટલે ચિંતન નાયક. કવિતા અને સંગીતના સંસ્કાર સંગીતકાર માતા-પિતા માલિની અને પરેશ નાયક પાસેથી ગળથૂથીમાં જ મેળવ્યા અને ૧૪ વર્ષની નાની વયે કેટલાંક સુંદર ગીતો અને અછાંદસ કવિતાઓ લખવાની શરૂઆત કરી. તેમણે વિવિધ કવિ સંમેલનો અને મુશાયરાઓમાં પોતાની કવિતાઓની રજૂઆત કરી છે અને કાવ્ય સંગીતના અનેક જલસાઓમાં સંચાલન કર્યું છે. તેમણે ગુજરાતી ફિલ્મો ‘શુભારંભ’, ‘આઈ એમ અ ગુજ્જુ’ અને ‘આપણે તો છીએ બિન્દાસ’માં ગીતો લખ્યાં છે. ‘ગીત ગુલાબી’ માટે તેમણે GIFA એવોર્ડ માટે નોમિનેશન મેળવ્યું હતું. તેમણે લખેલાં સાંપ્રત ગીતો ‘ક્લિક કર’ નામે આલબમ સ્વરૂપે રજૂ થયાં અને આ ગીતો આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગાયકો જાવેદ અલી, નાતાલી લુસીઓ, શ્વેતા સુબ્રમણ્યમ વગેરેએ ગાયાં છે. ચિંતને ફિલ્મ નિર્માતા રાકેશ રોશનના નિર્દેશનમાં રજૂ થયેલી એનિમેશન ફિલ્મ સિરીઝ ‘કિડ ક્રિશ’નાં ગીતો લખ્યાં છે. તાજેતરમાં તેમણે લખેલા ‘અખંડ ગરબો’ને એક લાખથી વધુ યુટ્યુબ વ્યૂઝ મળ્યા હતા.
ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ, કવિ-ગીતકાર, સંચાલક યુવા વ્યક્તિત્વ એટલે ચિંતન નાયક. કવિતા અને સંગીતના સંસ્કાર સંગીતકાર માતા-પિતા માલિની અને પરેશ નાયક પાસેથી ગળથૂથીમાં જ મેળવ્યા અને ૧૪ વર્ષની નાની વયે કેટલાંક સુંદર ગીતો અને અછાંદસ કવિતાઓ લખવાની શરૂઆત કરી. તેમણે વિવિધ કવિ સંમેલનો અને મુશાયરાઓમાં પોતાની કવિતાઓની રજૂઆત કરી છે અને કાવ્ય સંગીતના અનેક જલસાઓમાં સંચાલન કર્યું છે. તેમણે ગુજરાતી ફિલ્મો ‘શુભારંભ’, ‘આઈ એમ અ ગુજ્જુ’ અને ‘આપણે તો છીએ બિન્દાસ’માં ગીતો લખ્યાં છે. ‘ગીત ગુલાબી’ માટે તેમણે GIFA એવોર્ડ માટે નોમિનેશન મેળવ્યું હતું. તેમણે લખેલાં સાંપ્રત ગીતો ‘ક્લિક કર’ નામે આલબમ સ્વરૂપે રજૂ થયાં અને આ ગીતો આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગાયકો જાવેદ અલી, નાતાલી લુસીઓ, શ્વેતા સુબ્રમણ્યમ વગેરેએ ગાયાં છે. ચિંતને ફિલ્મ નિર્માતા રાકેશ રોશનના નિર્દેશનમાં રજૂ થયેલી એનિમેશન ફિલ્મ સિરીઝ ‘કિડ ક્રિશ’નાં ગીતો લખ્યાં છે. તાજેતરમાં તેમણે લખેલા ‘અખંડ ગરબો’ને એક લાખથી વધુ યુટ્યુબ વ્યૂઝ મળ્યા હતા.
‘સજળ એની આંખો…’ ગઝલનો શેર ચિંતનને એક બાળકીની આંખનાં આંસુ જોઈને સૂઝ્યો હતો. ચિંતન આ ઘટના વિશે કહે છે, ‘વ્યવસાયે હું સાઈકોલોજિસ્ટ છું. નાનાં બાળકો સાથે કામ કરવાનું પણ બન્યું છે એ રીતે એક અનાથાશ્રમ સાથે જોડાયેલો હતો. એક વાર હું ત્યાં હતો ત્યારે દસ વર્ષની બાળકીને કોઈક મૂકવા આવ્યું હતું.
મા-બાપ ન હોવાથી મામા એ છોકરીને અનાથાશ્રમમાં મૂકવા આવ્યા હતા. મામા મૂકીને ગયા ત્યારે એ છોકરી પાછું વળીને એમને જે રીતે જોતી હતી એ દૃશ્ય મારી આંખમાં અંકાઈ ગયું. એ છોકરીના ચહેરા પર વ્યથા દેખાતી હતી, એટલે મેં એને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. પ્રશ્ર્નોના જવાબ એ સ્વસ્થતાથી આપતી હતી, પરંતુ એની આંખમાં ઝળઝળિયાં સતત દેખાતાં હતાં. આપણે જાણીએ છીએ કે મન મૂંઝાયેલું હોય ત્યારે આંખ બોલે. એ જે કહેતી હતી એના કરતાં કંઈ કેટલું ય વધારે એના મનમાં ધરબાયેલું હતું. સંવેદનાનું જાણે વાવાઝોડું. એના ચહેરા પરનો વિષાદ જોઈ મને ગઝલની આ પંક્તિઓ સ્ફૂરી અને ગઝલ આગળ વધતી ગઈ. પરિસ્થિતિ પાર કરવા સિવાય છૂટકો નથી. પ્રતીક્ષા કરવી ને સંજોગોને અતિક્રમી જવા એ જ વિકલ્પ છે. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના શબ્દાલય સામયિકમાં એ છપાઈ. બાદમાં પ્રહરને મોકલી. અમે બન્ને ખૂબ સારા મિત્રો છીએ. ગમતી કૃતિઓનું આદાન-પ્રદાન કરીએ. આ ગઝલ એના આલબમ ‘સ્વરપ્રહર’માં લેવાઈ જેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો.’
 રાગ દરબારીનો સ્પર્શ ધરાવતી આ ગઝલ આધુનિક અરેન્જમેન્ટ સાથે સ્વરબદ્ધ થઈ હોવાથી યુવાનોને પણ ગમે એવી છે. પ્રહર વોરા આ ગઝલની સર્જન પ્રક્રિયા વિશે કહે છે કે, ‘સામાન્ય રીતે મારાં કમ્પોઝિશન્સ પંદર-વીસ મિનિટમાં થઈ જાય, પરંતુ આ ગઝલ પ્રસવકાળ જેટલી લાંબી ચાલી હતી. એ કમ્પોઝ કરતાં મને નવ મહિના લાગ્યા હતા. ૨૦૧૨માં ચિંતને મને આ ગઝલ મોકલી ત્યારે એના શબ્દોથી હું પ્રભાવિત થયો હતો અને મેં એને સ્વરબદ્ધ કરવાની શરૂઆત કરી.
રાગ દરબારીનો સ્પર્શ ધરાવતી આ ગઝલ આધુનિક અરેન્જમેન્ટ સાથે સ્વરબદ્ધ થઈ હોવાથી યુવાનોને પણ ગમે એવી છે. પ્રહર વોરા આ ગઝલની સર્જન પ્રક્રિયા વિશે કહે છે કે, ‘સામાન્ય રીતે મારાં કમ્પોઝિશન્સ પંદર-વીસ મિનિટમાં થઈ જાય, પરંતુ આ ગઝલ પ્રસવકાળ જેટલી લાંબી ચાલી હતી. એ કમ્પોઝ કરતાં મને નવ મહિના લાગ્યા હતા. ૨૦૧૨માં ચિંતને મને આ ગઝલ મોકલી ત્યારે એના શબ્દોથી હું પ્રભાવિત થયો હતો અને મેં એને સ્વરબદ્ધ કરવાની શરૂઆત કરી.
પહેલાં તાલ દાદરામાં કમ્પોઝ કરી પણ મને પોતાને જ મજા નહોતી આવતી. એક-બે સંગીતકાર મિત્રોને સંભળાવી. એમને પણ સ્વરાંકનમાં ખાસ કશું નવું ન લાગ્યું એટલે થોડો વખત એ ગઝલ એમ જ પડી રહી. એક વાર હું ચાલતો હતો ત્યારે આ ગઝલની ટ્યુન મગજમાં રમવા લાગી. રાગ દરબારીની અસરમાં હતો એટલે મુખડું રાગ દરબારીના આધારે તૈયાર થયું. છતાં કશુંક ખૂટતું લાગતું હતું. પછી મેં જોયું કે આ ગઝલનો છંદ ઝૂલણા છે એટલે કે ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા …’ એ મીટરમાં કમ્પોઝિશન થાય તો વધારે મજા આવે તેથી મેં ઝપતાલમાં આ ગઝલ બેસાડી અને પછી તો એવી સરસ રીતે સ્વરબદ્ધ થઈ કે ગઝલની બીજી લાઈન એટલે કે ક્રોસલાઈન બહુ જ સરળતાથી પહેલી લાઇન સાથે મર્જ થઈ જતી હતી. આ ગઝલ મારા ‘સ્વરપ્રહર’ આલબમમાં લેવાઈ અને ખૂબ પ્રશંસા પામી. સંગીતકાર આલાપ દેસાઈ મારા ભાઈ સમાન છે એમને મેં સંભળાવી તો એમને ય ખૂબ મજા આવી. એ પણ મારી આ ગઝલ ઘણી વખત ગાય છે. અમે ઘણી વાર સાથે કામ કરીએ છીએ અને બંનેને સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે. મૂળભૂત રીતે મેં આ ગઝલમાં વેસ્ટર્ન વાદ્યોનો જ ઉપયોગ કર્યો છે છતાં એની ભાવાનુભૂતિ બિલકુલ ભારતીય છે.’
આલાપ જેમ પ્રહરનાં ગીતો ગાય છે એમ પ્રહર પણ આલાપનાં સ્વરાંકન હકથી ગાય છે. હિતેન આનંદપરાની સુંદર ગઝલ, આલાપ દેસાઈનું અદ્ભુત સ્વરાંકન; આ જ સર્જનનો સમય છે ‘લે કલમ,’ પ્રહરે હૃદય નિચોવીને ગાઈ છે અને મારી ગમતી ગઝલ છે.


હવે પત્ની સંપદા પણ સ્વરસંગિની હોવાથી પ્રહર-સંપદા ‘સમ્પ્રહર’ને નામે ગીત, ગરબા, ગઝલ, શાસ્ત્રીય-ઉપશાસ્ત્રીય સંગીત, હિન્દી ફિલ્મ સંગીત, સૂફી તથા નવાં-જૂનાં હિન્દી-ગુજરાતી ગીતો રજૂ કરે છે.
પ્રહર વોરાને સંગીત વારસામાં મળ્યું છે. પ્રહરના પિતા શ્વેતકેતુ વોરા હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકમાં પીએચ.ડી. થયેલા છે અને અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છે, જ્યારે માતા પ્રીતિ વોરાએ પણ સંગીત માસ્ટર્સ કર્યું છે. પ્રહરે પાંચ વર્ષની કુમળી વયથી સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. છ વર્ષની વયે પહેલો સ્ટેજ પરફોર્મન્સ આપ્યો હતો. શરૂઆતમાં એમણે સ્વ. કૃષ્ણકાંત પરીખ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી તથા ત્રણ ગુજરાતી ફિલ્મોમાં બાળ ગાયક તરીકે ગીતો ગાયાં હતાં. અત્યારે તેઓ સંગીતકાર ગૌરાંગ વ્યાસ તથા ગૌતમ મુખર્જી પાસે સંગીતની વિશેષ તાલીમ લઈ રહ્યા છે.
દેશ-વિદેશમાં અનેક કોન્સર્ટ કરનાર પ્રહરે પ્રતિષ્ઠિત ‘સપ્તક’માં પણ ગાયન રજૂ કર્યું હતું. કથક કલાકારો સાથે ગાયન સંગત કરનાર પ્રહરે ખજૂરાહો નૃત્ય મહોત્સવ સહિત કેટલાક ફેસ્ટિવલ્સમાં કલા પ્રદર્શન કર્યું છે તેમ જ ઈ.ટી.વી. ગુજરાતીના સંગીત કાર્યક્રમોનું સંચાલન પણ કર્યું છે. પ્રહરની તાજેતરની સિદ્ધિ એ છે કે ગુજરાતના સોમનાથ મંદિરમાં શરૂ થયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું સંગીત, સ્વરાંકન, અરેન્જમેન્ટ તથા ગાયન પ્રહર વોરાનાં છે જેનું નરેશન લોકલાડીલા અભિનેતા અમિતાભ બચ્ચને કર્યું છે. સી.એ., એમ.બી.એ.ની ડિગ્રી મેળવી ચૂકેલા પ્રહર આકાશવાણીના એ ગ્રેડ આર્ટિસ્ટ છે.
પ્રહર વોરાએ ગાયિકા સંપદા દેસાઈ સાથે લગ્ન કર્યા પછી બન્નેએ હવે સહિયારી કારકિર્દી શરૂ કરી છે. સંપદા વોરા ડો. મોનિકા શાહ તથા સંગીતકાર નયન પંચોલી પાસેથી સંગીત માર્ગદર્શન મેળવે છે. આ બન્નેનું યુગલ ગાન;
એક નિરંતર લગન ;
અમે રસ પાયા કરીએ
એકબીજામાં મગન
અમે બસ ગાયા કરીએ …
ચલતીમાં ગવાયેલું કવિ હસિત બૂચનું આ મજેદાર ગીત પ્રહર-સંપદાના અવાજમાં ખિલી ઊઠે છે તથા હંમેશાં વન્સમોર મેળવે છે.
મુંબઈ-ગુજરાતમાં અનેક યુવા ગુજરાતી કલાકારો નવી કવિતાઓ નવી રીતે સ્વરબદ્ધ કરવાની મહેનત કરી રહ્યા છે. જૂનું તો સોનું છે જ, પણ નવા હીરાને તરાશવાની જવાબદારી ગુજરાતી શ્રોતા-દર્શકોની છે એ વાત આપણને જેટલી વહેલી સમજાય એટલી વહેલી આપણી ભાષા સમૃદ્ધ થશે. આ નવા કલાકારોની રચનાઓ ઈન્ટરનેટ પર શોધીને સાંભળજો. મજા આવશે.
————————-
સજળ એની આંખો હજી કંઈ કહે છે
જરૂરથી આ રણની તળે કંઈ વહે છે
સવાલો ન પૂછ્યા કદી એટલે કે
એ એવી જ રીતે મને પણ ચહે છે
સમય અહીં સ્થગિત છે, ઉધામા નિરર્થક,
ટકી એ શકે જે, એ ક્ષણમાં રહે છે
પ્રતીક્ષાના કોઈ વિકલ્પો નથી અહીં
પ્રસવની આ પીડા ખુદા પણ સહે છે
• કવિ : ચિંતન નાયક • સંગીતકાર-ગાયક : પ્રહર વોરા
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 ડિસેમ્બર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=660536
 


 અમદાવાદ સ્થિત કવયિત્રી રાધિકા પટેલની આ ગઝલ રંગ જમાવી રહી હતી. જીવનમાંથી કોઈ વ્યક્તિ વિદાય લે એ ઘટના જ હૃદયદ્રાવક છે. ઘણી વાર એમ પણ બને કે વિરહની વેદના દ્વારા જ પ્રેમનો અહેસાસ થાય છે. કવયિત્રી આ ગઝલમાં કહે છે કે તારું જવું એ કેવું હતું એ મને હજુ સુધી સમજાયું નથી. આખી ઘટના જ મારે માટે રહસ્યમય છે. આગળની પંક્તિઓમાં રાધિકાબહેન મન બેસી પડ્યું એમ કહે છે. પોતે ઢગલો થઈ ગઈ એમ નથી કહેતાં. સંબંધોમાં સતત સહવાસ એ જ પ્રેમની નિશાની નથી. તમને ગમતી વ્યક્તિ પછી એ મિત્ર, સખી, સંબંધી, પ્રેમિકા કે પત્ની કોઇપણ હોય તેની હાજરીમાત્રથી મન આનંદમાં રહે છે, પરંતુ કોઈ કારણસર એ વ્યક્તિ જીવનમાંથી જાય ત્યારે ખાલીપો સર્જાય છે. ગઝલનો મિજાજ જાળવીને આ રિક્તતા રવિન નાયકના સ્વરાંકનમાં સહજ નિપજી આવી છે.
અમદાવાદ સ્થિત કવયિત્રી રાધિકા પટેલની આ ગઝલ રંગ જમાવી રહી હતી. જીવનમાંથી કોઈ વ્યક્તિ વિદાય લે એ ઘટના જ હૃદયદ્રાવક છે. ઘણી વાર એમ પણ બને કે વિરહની વેદના દ્વારા જ પ્રેમનો અહેસાસ થાય છે. કવયિત્રી આ ગઝલમાં કહે છે કે તારું જવું એ કેવું હતું એ મને હજુ સુધી સમજાયું નથી. આખી ઘટના જ મારે માટે રહસ્યમય છે. આગળની પંક્તિઓમાં રાધિકાબહેન મન બેસી પડ્યું એમ કહે છે. પોતે ઢગલો થઈ ગઈ એમ નથી કહેતાં. સંબંધોમાં સતત સહવાસ એ જ પ્રેમની નિશાની નથી. તમને ગમતી વ્યક્તિ પછી એ મિત્ર, સખી, સંબંધી, પ્રેમિકા કે પત્ની કોઇપણ હોય તેની હાજરીમાત્રથી મન આનંદમાં રહે છે, પરંતુ કોઈ કારણસર એ વ્યક્તિ જીવનમાંથી જાય ત્યારે ખાલીપો સર્જાય છે. ગઝલનો મિજાજ જાળવીને આ રિક્તતા રવિન નાયકના સ્વરાંકનમાં સહજ નિપજી આવી છે. રવિન નાયક કહે છે, "પરેશ ભટ્ટને સ્મૃતિમાં કાયમ રાખવા એ ઉદ્દેશ તો હતો જ, પરંતુ મૂળ ઉદ્દેશ સુંદર ગુજરાતી કાવ્યોને સ્વરબદ્ધ કરી લોકો સુધી પહોંચાડવાનો હતો. પહેલાં બે-ચાર વર્ષ અમે પરેશભાઈનાં જ ગીતો ગાયાં, પરંતુ પછી થયું કે પરેશ ભટ્ટની ઇચ્છા મુજબ નવાં ગીતો સંગીતચાહકોને પીરસવાં એ જ મુખ્ય હેતુ હોઈ શકે. આરંભમાં તો મારી ભાષાકીય સજ્જતા ઓછી હતી. તમને ખબર છેને અનાવિલોની ભાષા કેવી હોય! સુગમ સંગીતમાં ભાષાશુદ્ધિનું સૌથી વધુ મહત્ત્વ છે. એ બાબતે પૂરો સભાન હોવાથી જે કોઈ સાહિત્યકારના સંપર્કમાં હું હતો એ બધા પાસે ભાષાશુદ્ધિના પાઠ ભણ્યો. સાહિત્યકારો શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, નીતિન મહેતા સાથે રહીને ભાષાપ્રેમ વિકસ્યો અને એમની પાસેથી ઘણું શીખ્યો એટલે અત્યારે હું આટલું સ્પષ્ટ અને શુદ્ધ ગાઈ શકું છું. ભાષાશુદ્ધિ ન હોય તો ભાવનો સંદર્ભ પ્રગટે જ નહીં. કવિએ કવિતા લખતી વખતે એનો પોતાનો રંગ આપી જ દીધો હોય છે. સંગીતકારે એને સૂરથી શણગારવાની હોય છે. કવિના સ્ટ્રક્ચર પર અમે સંગીતકારો આર્કિટેક્ચરનું કામ કરીએ છીએ. કેટલીક વાર એવું બને કે કવિતા નબળી હોય પણ સંગીતકાર એને સરસ રીતે શણગારે તો એ લોકપ્રિય બને છે. પુરુષોત્તમ ઉપાધ્યાયને હું ગુરુ માનું છું. એમની પાસે હું એ શીખ્યો કે નબળું તો નહીં જ ગાવાનું, પરંતુ નબળી કવિતા ય પસંદ નહીં કરવાની. પહેલાં મેં ગરબા ક્ષેત્રે ઘણી નામના મેળવી, પરંતુ હવે સંગીત ક્ષેત્રે ઘણા પ્રયોગો કર્યા છે જેમાં ક્વોયર મ્યુઝિક જેને આપણે સમૂહગાન કહીએ છીએ, એ મને ખૂબ ગમે છે. અઘરું છે છતાં મેં કેટલાં ય ગીતો માત્ર કોરસ માટે તૈયાર કર્યાં છે. એનું આગવું સૌંદર્ય છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીને નડિયાદમાં ગોવર્ધનરામ ત્રિપાઠી એવોર્ડ અપાવાનો હતો. ત્યારે મેં એમનાં બે-ત્રણ ગીતો કર્યાં હતાં. એમાંનું એક, ‘સાગર તીરે અલસ તિમિરે વિહરે એકલતા, મોજું આવે કો’ક રહીને અડકે ચરણ જતાં…!’ મેં ત્યાં ગાયું. ત્યાર પછી સાગર તીરેની હાર્મની-મેલડીનું સંયોજન કરી લગભગ પચાસ ગાયક કલાકારોને લઈને ક્વોયર સોંગ તરીકે રજૂ કર્યું. પરેશ-સ્મૃતિ ૧૯૮૩થી કરીએ છીએ. પરેશ ભટ્ટની ૧૪ જુલાઈએ આવતી પુણ્યતિથિની આસપાસ એ પ્રોગ્રામ કરીએ છીએ જેમાં દર્શકો માટે કોઈ ટિકિટ નથી હોતી કે નથી હોતા અમારી પાસે કોઈ સ્પોન્સરર. માત્ર સર્જનાત્મક સંગીત અને નવાં ગીતો લોકો સુધી પહોંચાડવાનો જ ઉપક્રમ. યુટ્યુબ પર ‘પરેશ સ્મૃતિ યાત્રા’ને નામે અમે કેટલાંક ગીતો-ભજનો મૂક્યાં છે. રમેશ પારેખ મને ખૂબ ગમતા કવિ છે. એમનાં ઘણાં ગીતો મેં કમ્પોઝ કર્યાં છે. એક ગીત ‘એક ફેરા હું નદીએ નાવા ગઈ …’ માત્ર બહેનો પાસે કોરસ સિંગિંગમાં ગવડાવ્યું હતું. બહેનોએ સુંદર રજૂ કર્યું હતું.
રવિન નાયક કહે છે, "પરેશ ભટ્ટને સ્મૃતિમાં કાયમ રાખવા એ ઉદ્દેશ તો હતો જ, પરંતુ મૂળ ઉદ્દેશ સુંદર ગુજરાતી કાવ્યોને સ્વરબદ્ધ કરી લોકો સુધી પહોંચાડવાનો હતો. પહેલાં બે-ચાર વર્ષ અમે પરેશભાઈનાં જ ગીતો ગાયાં, પરંતુ પછી થયું કે પરેશ ભટ્ટની ઇચ્છા મુજબ નવાં ગીતો સંગીતચાહકોને પીરસવાં એ જ મુખ્ય હેતુ હોઈ શકે. આરંભમાં તો મારી ભાષાકીય સજ્જતા ઓછી હતી. તમને ખબર છેને અનાવિલોની ભાષા કેવી હોય! સુગમ સંગીતમાં ભાષાશુદ્ધિનું સૌથી વધુ મહત્ત્વ છે. એ બાબતે પૂરો સભાન હોવાથી જે કોઈ સાહિત્યકારના સંપર્કમાં હું હતો એ બધા પાસે ભાષાશુદ્ધિના પાઠ ભણ્યો. સાહિત્યકારો શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, નીતિન મહેતા સાથે રહીને ભાષાપ્રેમ વિકસ્યો અને એમની પાસેથી ઘણું શીખ્યો એટલે અત્યારે હું આટલું સ્પષ્ટ અને શુદ્ધ ગાઈ શકું છું. ભાષાશુદ્ધિ ન હોય તો ભાવનો સંદર્ભ પ્રગટે જ નહીં. કવિએ કવિતા લખતી વખતે એનો પોતાનો રંગ આપી જ દીધો હોય છે. સંગીતકારે એને સૂરથી શણગારવાની હોય છે. કવિના સ્ટ્રક્ચર પર અમે સંગીતકારો આર્કિટેક્ચરનું કામ કરીએ છીએ. કેટલીક વાર એવું બને કે કવિતા નબળી હોય પણ સંગીતકાર એને સરસ રીતે શણગારે તો એ લોકપ્રિય બને છે. પુરુષોત્તમ ઉપાધ્યાયને હું ગુરુ માનું છું. એમની પાસે હું એ શીખ્યો કે નબળું તો નહીં જ ગાવાનું, પરંતુ નબળી કવિતા ય પસંદ નહીં કરવાની. પહેલાં મેં ગરબા ક્ષેત્રે ઘણી નામના મેળવી, પરંતુ હવે સંગીત ક્ષેત્રે ઘણા પ્રયોગો કર્યા છે જેમાં ક્વોયર મ્યુઝિક જેને આપણે સમૂહગાન કહીએ છીએ, એ મને ખૂબ ગમે છે. અઘરું છે છતાં મેં કેટલાં ય ગીતો માત્ર કોરસ માટે તૈયાર કર્યાં છે. એનું આગવું સૌંદર્ય છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીને નડિયાદમાં ગોવર્ધનરામ ત્રિપાઠી એવોર્ડ અપાવાનો હતો. ત્યારે મેં એમનાં બે-ત્રણ ગીતો કર્યાં હતાં. એમાંનું એક, ‘સાગર તીરે અલસ તિમિરે વિહરે એકલતા, મોજું આવે કો’ક રહીને અડકે ચરણ જતાં…!’ મેં ત્યાં ગાયું. ત્યાર પછી સાગર તીરેની હાર્મની-મેલડીનું સંયોજન કરી લગભગ પચાસ ગાયક કલાકારોને લઈને ક્વોયર સોંગ તરીકે રજૂ કર્યું. પરેશ-સ્મૃતિ ૧૯૮૩થી કરીએ છીએ. પરેશ ભટ્ટની ૧૪ જુલાઈએ આવતી પુણ્યતિથિની આસપાસ એ પ્રોગ્રામ કરીએ છીએ જેમાં દર્શકો માટે કોઈ ટિકિટ નથી હોતી કે નથી હોતા અમારી પાસે કોઈ સ્પોન્સરર. માત્ર સર્જનાત્મક સંગીત અને નવાં ગીતો લોકો સુધી પહોંચાડવાનો જ ઉપક્રમ. યુટ્યુબ પર ‘પરેશ સ્મૃતિ યાત્રા’ને નામે અમે કેટલાંક ગીતો-ભજનો મૂક્યાં છે. રમેશ પારેખ મને ખૂબ ગમતા કવિ છે. એમનાં ઘણાં ગીતો મેં કમ્પોઝ કર્યાં છે. એક ગીત ‘એક ફેરા હું નદીએ નાવા ગઈ …’ માત્ર બહેનો પાસે કોરસ સિંગિંગમાં ગવડાવ્યું હતું. બહેનોએ સુંદર રજૂ કર્યું હતું.
 બનાવી દે આખું ગીત. ગીત બન્યું … એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટરી. ગીતના શબ્દો પણ સરસ છે. આતિશ કાપડિયાની મ્યુઝિક સેન્સ બહુ સારી છે. ફોન પર મેં એમને ટ્યુન સંભળાવી અને ફોન પર જ એમણે મને આખું ગીત લખાવી દીધું હતું.’
બનાવી દે આખું ગીત. ગીત બન્યું … એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટરી. ગીતના શબ્દો પણ સરસ છે. આતિશ કાપડિયાની મ્યુઝિક સેન્સ બહુ સારી છે. ફોન પર મેં એમને ટ્યુન સંભળાવી અને ફોન પર જ એમણે મને આખું ગીત લખાવી દીધું હતું.’ પરંતુ ‘સપનાનાં વાવેતર’ની લોકપ્રિયતા વિશે જાણીને થયું કે લેખનું ટાઈટલ સોંગ આ જ હોવું જોઇએ. મહાલક્ષ્મી ઐયર અને વિનોદ રાઠોડે આ ગીત ગાયું છે. એ અજનબી, ફલક તક, ચૂપ ચૂપ કે જેવા પ્રખ્યાત હિન્દી ગીતો ગાનાર મહાલક્ષ્મી ઐયર એ વખતે નવી-સવી ગાયિકા હતી. આ બિનગુજરાતી ગાયિકા પ્રોજેક્ટ સાથે કેવી રીતે સંકળાયાં એ વિશે ઉત્તંકભાઈ કહે છે, "હું પહેલેથી વિપુલ એ. મહેતા, જે.ડી. મજીઠિયા, આતિશ કાપડિયાની ટીમ સાથે જોડાયેલો છું. અમે ‘એક્શન રિપ્લે’ નામનું મ્યુઝિકલ કરતાં હતાં ત્યારે એનાં ગીતો માટે બે-ત્રણ ગુજરાતી સિંગર્સ સાથે પ્રયત્ન કરી જોયા, પણ પરિણામ જોઈએ એવું નહોતું મળતું. એના એક ગીતનો વિશિષ્ટ લય હતો-હીંચ અને સ્વિંગના તાલ વચ્ચેનો લય. એ લય પરફેક્ટ આવે તો જ ગીત ઉપડે. છેવટે પ્રકાશ શેટ્ટી નામના એક રેકોર્ડિસ્ટ અને જાઝ મ્યુઝિશિયને મહાલક્ષ્મીનું નામ સૂચવ્યું. એને બોલાવી, એક બે લાઈન સંભળાવી. એ કહે ચાલો, સીધું માઈક પર રેકોર્ડિંગ કરીએ. અમને આશ્ચર્ય થયું, પણ એણે પહેલી લાઈન ગાઈ ને અમે બધાં દંગ થઈ ગયા. ગુજરાતી ભાષા પણ એણે એટલી સરસ રીતે પકડી કે પછી તો એણે અમારા બીજા ઘણા પ્રોજેક્ટ્સમાં ગાયું. મહાલક્ષ્મી અમારે માટે પછી તો લકી મેસ્કોટ બની ગઈ હતી. સપનાનાં વાવેતરનું ગીત પણ એણે સુપરહિટ બનાવ્યું. જો કે, એમાં વિનોદ રાઠોડનો પણ મોટો ફાળો. એ વર્સેટાઈલ ગાયક છે. આમ, આ રીતે મહાલક્ષ્મી ઐયર અમારી સિરિયલો-ફિલ્મોનો હિસ્સો બની ગઈ. ‘માલામાલ વીકલી’ હિન્દી ફિલ્મમાં પણ મેં એની પાસે ગવડાવ્યું હતું.
પરંતુ ‘સપનાનાં વાવેતર’ની લોકપ્રિયતા વિશે જાણીને થયું કે લેખનું ટાઈટલ સોંગ આ જ હોવું જોઇએ. મહાલક્ષ્મી ઐયર અને વિનોદ રાઠોડે આ ગીત ગાયું છે. એ અજનબી, ફલક તક, ચૂપ ચૂપ કે જેવા પ્રખ્યાત હિન્દી ગીતો ગાનાર મહાલક્ષ્મી ઐયર એ વખતે નવી-સવી ગાયિકા હતી. આ બિનગુજરાતી ગાયિકા પ્રોજેક્ટ સાથે કેવી રીતે સંકળાયાં એ વિશે ઉત્તંકભાઈ કહે છે, "હું પહેલેથી વિપુલ એ. મહેતા, જે.ડી. મજીઠિયા, આતિશ કાપડિયાની ટીમ સાથે જોડાયેલો છું. અમે ‘એક્શન રિપ્લે’ નામનું મ્યુઝિકલ કરતાં હતાં ત્યારે એનાં ગીતો માટે બે-ત્રણ ગુજરાતી સિંગર્સ સાથે પ્રયત્ન કરી જોયા, પણ પરિણામ જોઈએ એવું નહોતું મળતું. એના એક ગીતનો વિશિષ્ટ લય હતો-હીંચ અને સ્વિંગના તાલ વચ્ચેનો લય. એ લય પરફેક્ટ આવે તો જ ગીત ઉપડે. છેવટે પ્રકાશ શેટ્ટી નામના એક રેકોર્ડિસ્ટ અને જાઝ મ્યુઝિશિયને મહાલક્ષ્મીનું નામ સૂચવ્યું. એને બોલાવી, એક બે લાઈન સંભળાવી. એ કહે ચાલો, સીધું માઈક પર રેકોર્ડિંગ કરીએ. અમને આશ્ચર્ય થયું, પણ એણે પહેલી લાઈન ગાઈ ને અમે બધાં દંગ થઈ ગયા. ગુજરાતી ભાષા પણ એણે એટલી સરસ રીતે પકડી કે પછી તો એણે અમારા બીજા ઘણા પ્રોજેક્ટ્સમાં ગાયું. મહાલક્ષ્મી અમારે માટે પછી તો લકી મેસ્કોટ બની ગઈ હતી. સપનાનાં વાવેતરનું ગીત પણ એણે સુપરહિટ બનાવ્યું. જો કે, એમાં વિનોદ રાઠોડનો પણ મોટો ફાળો. એ વર્સેટાઈલ ગાયક છે. આમ, આ રીતે મહાલક્ષ્મી ઐયર અમારી સિરિયલો-ફિલ્મોનો હિસ્સો બની ગઈ. ‘માલામાલ વીકલી’ હિન્દી ફિલ્મમાં પણ મેં એની પાસે ગવડાવ્યું હતું.