જંગલ
પહેલાં આપતાં
દવાદારૂ, પાન, ભાજીપાલો, કંદ,
ને લાકડું
જુદીજુદી ચીજો
એકદમ મફત.
હવે નવી નીતિ આવી છે.
એક લો, તો એક મફત.
સાથે જંગલે પણ નીતિ બદલી છે
લાકડાની સાથે
બીટગાર્ડ આપે છે
ચાબૂકના સોળ,
મફત, એકદમ મફત.
નાસી જવું ને છૂપાઇ જવું
બેઉ છોગામાં.
દેહવાલી ભીલી બોલીમાંથી ગુજરાતી અનુવાદ − ડૉ. જી.કે. વણકર
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 03