તારી આંખો ખોલ 'કૃષ્ણાદિત્ય'|Poetry|19 February 2016 પૂર્વગ્રહોના પથરા પગે બાંધ્યા છે તે છોડ પછી ભલે તું જ્ઞાનને મારગ શિષ્યો લઈને દોડ. જંત્રતંત્ર શીખવતાં પહેલાં અઢી અક્ષર તું બોલ, મારગદર્શક બનતાં પહેલાં તારી આંખો ખોલ. બોસ્ટન સૌજન્ય : “નિરીક્ષક”, 19 ફેબ્રુઆરી 2016; પૃ. 10