Opinion Magazine
Number of visits: 9732697
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તારા થકી હું …..

સાગર શેખ|Opinion - Short Stories|6 June 2020

સવારે બરાબર ૬:૦૦ વાગે બરખાનો ફોન વાગ્યો. નામ જોવાની પણ જરૂર બરખાને ના પડી. બરખાએ આખી રાત આ ફોનની વાટ જોઈ હતી. સીધી બાલ્કનીમાં આવી, ઊંડા શ્વાસે ફોન ઉપાડ્યો. ૩૬૫ દિવસમાં બરખાને ખાલી આજના જ દિવસની રાહ હોય છે.

'હેપી બર્થ ડે બરખા’.

બરખાની આંખોના ખૂણા ભીનાં થઇ ગયાં. શ્વાસમાં ડૂમો ભરાઈ ગયો જાણે હમણાં જોર જોરથી રડી પડશે અને એક વર્ષથી સંઘરી રાખેલાં આંસુઓ વરસી પડશે.

આ ફોનની રિંગ વાગતી હતી ત્યારે શુભની હાલત પણ કંઈક આવી જ હતી. એટલે શુભ બરખાની આ દશાથી વાકેફ હતો. ૧૦ વર્ષથી આ સિલસિલો ચાલે છે.

કેમ છે તું, શુભ ? બરખાએ ભારે અવાજે પૂછ્યું.

એમ ફાઈન. જેવો ગયા વર્ષે હતો એવો. તું કે ઘરે બધા કેમ છે?

એવરી થીંગ ઇસ ફાઈન, શુભ. કોઈ ચિંતા નથી.

હાઉ ઇસ યોર ક્લિનીક બરખા ?

ગ્રેટ.ઓકે.

શુભ ૧૦ વર્ષ થઈ ગયાં,

હંમમમમ.

આઇ સો યોર ઇન્ટરવ્યૂ, શુભ. પતલો થઇ ગયો છે.

શુભ હસ્યો જ્યારે થોડો 'જાડો' હતો, સોરી 'હેલ્ધી' હતો ત્યારે પાતળું થવાનું કહેતી હતી. હા કામ બૌ રે છે. બુક લોન્ચ અને બધું ….

શુભ, ગઇકાલથી અહીં વરસાદ ચાલુ થઇ ગયો. તાપીનો તટ ફરી લીલોછમ્મ થઇ ગયો. …. વર્ષમાં એક વાર આપણા બંનેની જેમ …. આ આંખોની ભીનાશને હવે આખું વર્ષ સાચવવાની. બાકી તો બધું ઠીક છે, પણ કોઈક ક્ષણ આવી હોઈ છે શુભ જેમાં તારી કમી ખૂબ વાગે છે. શુભ, ક્યારેક મને એવો વિચાર આવે, કોના માટે આપણે આ નિર્ણય લીધો હતો! પણ હું બહુ ખુશ છું. શુભ, ૧૦ વર્ષ થઈ ગયાં અને ખબર નહીં આવતાં કેટલાં વર્ષો સુધી મને તારા ફોનનો ઇંતઝાર રહેશે.

બરખા, શું ૧૦ વર્ષ, મને તો હાજી કાલની વાત લાગે છે. મને હાજી એ દ્રશ્ય યાદ છે અને હું એ કદી ભૂલી પણ નહીં શકું જ્યારે મેં બરખા જોશીને પહલી વાર જોઈ હતી. હાથમાં ખનખન કરતી બંગડીઓ, ઊંચું પાતળું કદ, પિંક એન્ડ મરૂન ચૂડીદાર, લાંબા વાળનો અંબોડો એમાં પેન્સિલ ખોસેલી. હાથમાં ચોપડીઓ અને કોલેજની સીડીઓ પર મારી સાથે અથડાવું અને જોયા વગર સોરી કહીને ભાગવું. ધેટ વોઝ યુ. એક એક ક્ષણ યાદ છે મને, બરખા. કેમ કે હું હજી ત્યાં જ ઊભો છું અને હંમેશાં રહીશ. બરખા, આ શુભ હંમેશાં તારા મંગલની કામના કરે છે.

બરખા કશું ય બોલી ના શકી, પછી. ચાલ હું રાખું છું … શુભ …

શુભ હસ્યો. ૧૦ વર્ષ થઇ ગયાં. તારે બોલવાની જરૂર નથી. હું તારા શ્વાસમાં છું .. બાય, સી યુ નેક્સટ યર.
બરખા બોલી, બાય.
શુભે ફોન રાખી દીધો. બરખા ઊભી થઇ હોલમાં આવી, અને જોરથી ફુગ્ગો ફૂટ્યો અને ‘હેપી બર્થ ડે ટુ યુ મોમ’, જોરથી ગાવા લાગ્યા છોકરાઓ. ખૂબ ખુશ હતા. આનંદે બરખાને ડાયમંડ ચૈન પહેરાવી; અને બધાંની સવાર ખૂબ ખુશમિઝાઝ બની ગઈ.

e.mail : sagarsheikh005@gmail.com

Loading

6 June 2020 admin
← ચલ મન મુંબઈ નગરી—47
રેલવે અને રસ્તા અંગ્રેજોએ પોતાના સ્વાર્થ માટે બનાવ્યા →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved