તાળાબંધી
સાથે થઇ હુકમની ઘોષણા
“મોં પર બાંધ બુકાની”
“અજાણ્યા લોકોથી દૂર રહે”
“હાથ ધો”
ત્યારે કોઈએ
કહ્યું નહોતું તને
આંખે પડદા પાડવાનું
સરવા રાખ કાન
બની જા નિરીક્ષક
એક દિવસ
દરવાજો ખુલશે
બુકાની ખરી પડશે
અને
શબ્દો હશે ઉત્સુક
વહેવા ફરી એક વાર
ત્યારે
તું શું બોલીશ?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ. 16