Opinion Magazine
Number of visits: 9667062
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિક્સરબાજ સલીમ દુરાનીનું ફિલ્મી ‘ચારિત્ર્ય’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 April 2023

રાજ ગોસ્વામી

ગયા રવિવારે, 2જી એપ્રિલના રોજ, જેમનું અવસાન થયું તે ભારતીય ક્રિકેટના ઓલારાઉન્ડર સલીમ દુરાની નામે, ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ (1961-62) જીતવાનો, વેસ્ટ ઇન્ડિઝ સામે (1970) પહેલી સિરીઝ જીતવાનો અને ક્લાઈવ લોયડ તેમ જ ગેરી સોબર્સની વિકેટ્સ લેવાનો રેકોર્ડ્સ તો છે જે, પરંતુ તેમના નામે બીજો પણ એક ‘રેકોર્ડ’ છે. ક્રિકેટરો ફિલ્મોમાં કામ કરે તેની શરૂઆત પણ તેમણે જ કરી હતી.

બહુ ઓછા લોકોને યાદ હશે કે 1973માં આવેલી પરવીન બાબીની પહેલી ફિલ્મ ‘ચારિત્ર્ય’માં તેની સામે હીરો તરીકે સલીમ દુરાની હતા. ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી એટલે એ યાદ રાખવા જેવી હતી પણ નહીં, પરંતુ પરવીન બાબી અને સલીમ દુરાનીની વાત નીકળે ત્યારે ‘ચારિત્ર્ય’ની એક સંદર્ભ તરીકે નોંધ જરૂર લેવામાં આવે છે. એ ફિલ્મથી બોલિવૂડને ચકાચાંધ કરનારી પરવીન બાબી મળી અને સલીમ દુરાનીના ભાવિ ક્રિકેટરોને બોલિવૂડનો ભેટો થયો.

‘ચારિત્ર્ય’ બી.આર. (બાબુ રામ) ઈશારાએ બનાવી હતી. તેમનું મૂળ નામ રોશન લાલ શર્મા હતું. હિમાચલ પ્રદેશમાં જન્મ્યા હતા. એ જમાનાના ગામડાના છોકરાઓની જેમ, હિન્દી ફિલ્મોની ચકાચાંધ જોઇને ઘરે ભાગીને મુંબઈ આવી ગયા હતા. ફિલ્મોના સેટ્સ પર એ ચા વેચતા/વહેંચતા હતા. ફિલ્મના કલાકાર-કસબીઓ રોશનને ‘બાબુ’ કહીને બોલાવતા હતા એમાં એમનું નામ બાબુ પડી ગયું. ચા વેચાવમાંથી એ સ્પોટ બોય બન્યા, પછી સંવાદો લખતા થયા. એવી એક ફિલ્મમાંથી તેમને ‘ઈશારા’ તખલ્લુસ મળ્યું અને એમાંથી બી.આર. ઈશારાનો જન્મ થયો.

ઈશારા બોલ્ડ વિચારો વાળા હતા. તેમના મનમાં બોલ્ડ વિષયો પર વાર્તાઓ ઘૂમતી હતી. તેની સાબિતી પાછળથી ‘ચેતના’ (રેહાના સુલતાન-અનિલ ધવન) ફિલ્મમાં મળવાની હતી. તેમાં એક એવી સેક્સ વર્કરની વાર્તા હતી જે બીતાં-બીતાં સામાન્ય વૈવાહિક જીવન શરૂ કરે છે અને પ્રેગ્નન્ટ થાય છે ત્યારે શંકામાં પડી જાય છે કે બાળક કોનું હશે. એમાં એ માનિસક રીતે ખતમ થઇ જઈને શરાબી બની જાય છે.

ઈશારામાં શરૂઆતના સંઘર્ષના દિવસોમાં, એમ.આઈ. કુન્નુ નામના નિર્માતા-એડિટર તેમના મિત્ર હતા અને બંને જણા સાથે ફિલ્મો બનાવતા હતા. બંનેને ‘જરૂરત’ નામની પહેલી ફિલ્મ બનાવી હતી. એમાં બહુ બોલ્ડ દૃશ્યો હતાં અને સેન્સરમાં અટવાઈ ગઈ. એ વચ્ચે તેમણે ‘ચેતના’ બનાવી અને તેમાંથી તેમને નામના મળી.

‘ચારિત્ર્ય’ તેમની અગિયારમી ફિલ્મ. એ ‘ચેતના’ની સિક્વલ હતી. એમાં ગરીબ પરિવારની કોલેજિયન છોકરી શિખા (પરવીન), તેના પિતા(મનમોહન કૃષ્ણ)ના દેવાના કારણે આનંદ પ્રકાશ (ગૌતમ સરિન) નામના એક યુવાનની ઓફિસમાં કામ કરવા લાગે છે. આનંદને શિખામાં રસ પડે છે અને તે તેને બ્લેકમેલ કરે છે. એમાં શિખા પ્રેગ્નન્ટ થાય છે અને આનંદ તેની જવાબદારી લેવાની ના પાડે છે. એવામાં મોટા બાપનો બગડેલો દીકરો અશોક શર્મા (સલીમ દુરાની) શિખા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે અને તેના બાળકને સ્વીકારે છે.

‘ચારિત્ર્ય’ માટે ઈશારાએ નવા કલાકારો લેવાનું નક્કી કર્યું હતું. પરવીન બાબી ત્યારે અમદાવાદમાં ભણતી હતી અને સલીમ દુરાની ક્રિકેટની કારકિર્દીમાં ટોચ પર હતા. એક જૂના ઇન્ટરવ્યૂમાં બાબીએ કહ્યું હતું, “મને ફિલ્મ સ્ટાર બનવાની ચાહ નહોતી. હું સ્ટેજ પર એક્ટિંગ કરવામાં ખુશ હતી. હું અમદાવાદમાં બહુ નાટકો કરતી હતી. હું સાહિત્યમાં એમ.એ. કરતી હતી ત્યારે અકસ્માતે એક બી.આર. ઈશારાને મળી હતી. તેમણે મારામાં ફિલ્મોનો કીડો નાખ્યો હતો.”

આમાં થોડો વિવાદ છે. દેવ આનંદની ‘ગાઈડ’ ફિલ્મમાં વહિદા રહેમાનના પતિ માર્કોની ભૂમિકા કરનારા કિશોર સાહુએ 1974માં ‘ધૂંએ કી લકીર’ ફિલ્મ માટે પરવીનને પહેલાં સાઈન કરી હતી એવું કહેવાય છે. તેમણે પરવીનને ફોટો શૂટ માટે મુંબઈ બોલાવી હતી અને એ પછી તે પાછી અમદાવાદ જતી રહી હતી. સાહુએ ‘ત્રણ નવોદિતો’ની આ ફિલ્મની જાહેરખબર પણ આપી હતી – પરવીન, રમેશ અરોરા અને આશિષ બોહરા.

ઈશારાના દાવા પ્રમાણે, તેઓ ‘એક નદી દો કિનારે’ નામની એક ફિલ્મનું અમદાવાદના બંગલામાં શુટિંગ કરતાં હતા, ત્યારે ટોળે વળેલા ફિલ્મ ચાહકોમાં તેમણે એક આકર્ષક છોકરીને જોઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં ઈશારાએ કહ્યું હતું, “ટી-શર્ટ, જીન્સ, ખભા સુધીના વાળ અને હાથમાં સિગારેટ પકડેલી એ એકદમ મોડર્ન લાગતી હતી. હિપ્પી જેવી, તાજી અને બિન્દાસ્ત દેખાતી હતી.”

ઈશારાએ તેમના ફોટોગ્રાફરને બાબીના ફોટા પાડવાનું કહ્યું હતું. ફોટામાં એ ખૂબસુરત લાગતી હતી એટલે બીજા દિવસે તેને મળવા બોલાવી અને કહ્યું કે મારે તારી સાથે ફિલ્મ કરવી છે. એવું નહોતું કે પરવીન મુગ્ધ છોકરીઓની જેમ ઉછળી પડી હતી. તેણે શાંતિથી કહ્યું હતું કે તમારી ફિલ્મમાં મને રોલ ગમશે તો હું કરીશ. ઈશારાને આ નવોદિત છોકરીનો આત્મવિશ્વાસ પસંદ આવી ગયો. તેમણે તેને સાઈન કરી લીધી.

કહેવાય છે કે મુંબઈ ગયા પછી ઈશારા બીજા કામોમાં વ્યસ્ત થઇ ગયા પરવીન અમદાવાદમાં ઊંચી-નીચી થવા લાગી હતી. તેવામાં તે સાહુના પરિચયમાં આવી હતી અને તેમની સાથે ફિલ્મ માટે તૈયાર’ થઇ હતી. છેવટે ઈશારા જ્યારે ‘ચારિત્ર્ય’ માટે તૈયાર થયા, ત્યારે બાબીના હાથમાં બે ફિલ્મો હતી, ‘ચારિત્ર્ય’ અને ‘ધૂંએ કી લકીર.’ એવું કહેવાય છે કે સાહુ અને ઈશારા વચ્ચે કોની ફિલ્મ પહેલાં રિલીઝ થાય તેની સમજૂતી થઇ હતી, અને એ રીતે ‘ચરિત્ર્ય’ પહેલાં આવી અને ‘દુલ્હન કી લકીર’ એ પછી, જે યોગાનુયોગ કિશોર સાહુની છેલ્લી ફિલ્મ હતી.

1974માં, ‘સ્ટારડસ્ટ’ સામાયિકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બાબીએ કહ્યું હતું, ‘ચારિત્ર્ય’ કોમર્સિયલ ફિલ્મ ન હતી એ મને પહેલેથી જ ખબર હતી, પણ પાત્ર-ચિત્રણ સરસ હતું અને લોકોએ મારા પરફોર્મન્સને વખાણ્યું હતું.” આ ફિલ્મનું શુટિંગ પૂણેમાં ચાલતું હતું ત્યારે જ બોલિવૂડમાં પરવીન બાબી નામની નવી છોકરીની ચર્ચા શરૂ થઇ ગઈ હતી. ફિલ્મ તો ફ્લોપ ગઈ, પણ બાબી હિટ થઇ ગઈ.

સલીમ દુરાનીની પણ એવું જ હતું. જેમ પરવીનની સુંદરતાના સેન્ટ ઝેવિયર્સ કોલજમાં સિક્કા પડતા હતા તેવી રીતે ઊંચા-પાતળા અને હલ્કી ભૂરી આંખોના માલિક સલીમ દુરાની પણ ક્રિકેટનાં સ્ટેડિયમમાં અને બહાર છોકરીઓની આંખના તારા હતા. તેમણે થોડીક જાહેર ખબરોમાં મોડેલિંગ પણ કર્યું હતું. તેમના એક મામા ફિલ્મ વ્યવસાયમાં હતા અને તે ઈશારાને જાણતા હતા. તેમના મારફતે ‘ચારિત્ર્ય’ ફિલ્મની ઓફર તેમની પાસે આવી હતી.

1971માં, સુબોધ મુખરજીની સુપરહિટ ફિલ્મ ‘શર્મિલી’માં રાખીની સામે શશી કપૂરની ભૂમિકા સલીમ દુરાનીને ઓફર થઇ હતી, પણ ક્રિકેટ મેચોના કારણે તે સમય આપી શક્યા નહોતા. 1969માં, ખાલિદ અખ્તર નામના એક નિર્દેશકે તનુજાને લઈને ‘એક માસૂમ’ નામની ફિલ્મ બનાવી હતી. એક હત્યાની આસપાસ ફરતી આ ફિલ્મમાં એક હીરો સલીમ દુરાનીએ ત્રણ લોકો – રમેશ, દીપક અને જગદીશની ભૂમિકા કરી હતી.

સલીમ દુરાનીની ફિલ્મી કારકિર્દી પરના ઘણા લેખોમાં આ ‘એક માસૂમ’ ફિલ્મનો પણ ઉલ્લેખ થાય છે, પરંતુ એ સલીમ દુરાની એટલે ક્રિકેટર સલીમ દુરાની નહીં. મજાની વાત એ છે કે જેમ ક્રિકેટર સલીમ દુરાનીના નામે એક જ ફિલ્મ ‘ચારિત્ર્ય’ બોલે છે, તેવી રીતે તનુજાવાળા સલીમ દુરાની વિશે પણ એક જ ફિલ્મ ‘એક માસૂમ’ બોલે છે (આ બે સલીમ અંગે જાણકાર લોકો ભૂલ થતી હોય તો સુધારી શકે છે).

સલીમ દુરાની તેમની સિક્સરો માટે પણ જાણીતા છે. એ કદાચ પહેલાં બેટ્સમેન હતા, જે દર્શકોની ડિમાન્ડ પર છક્કા મારતા હતા. ‘ચારિત્ર્ય’ ફિલ્મ પછી પણ તેમણે જો બોલિવૂડની પીચ પર રમવાનું ચાલુ રાખ્યું હોત તો ભલભલાના છક્કા છોડાવી દીધા હોત.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 12 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

14 April 2023 Vipool Kalyani
← છના છક્કા … 
જીવનનું ગીત →

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved