સુવાળો શિતળ પવન રૂપેરી આખું ગગન, સરકતી ક્ષણો જાય છે.
મારી વેદનાને ગેબના ગાયક જમાવી બેઠા, અશ્રુ વહેતાં જાય છે.
સળગતા હ્રદયનાં સિતારથી અકાળે મારું જીવન પડઘા સોહે,
સુવાણી લાગણીઓ લિપિ છે લોહીમાં શૂન્યભવન મજિયારું થાય છે.
રૂપેરી ચાંદની પૂનમની રાતમાં ઊગે ઉલ્લાસ આથમે ઉદાસ,
કર્યા કેટકેટલા યત્નો ભૂલવાનાં પણ અચાનક યાદ આવી જાય છે.
અજવાળાં પહેરી ને ઊભા છે શ્વાસ ને ખિસ્સામાં ભગ્યાનાં તારા,
હૈયાથી ઉમંગ આશાના ઉડતા તણખલા હર્ષ રેખાથી વંચિત થાય છે.
અહરનિશના પ્રીત-ટહુકા ભીની આંખો દિલમાં પ્રજળતી આગ,
વીણાના તૂટેલા તારોથી સુમધુર રાગમાં પ્રણયની વાતો થાય છે!
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com