Opinion Magazine
Number of visits: 9446829
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શહીદી ભગતસિંઘની, સ્મરણ અમર કૌરનું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 March 2020

ભગતસિંઘના વિચારોનો સર્વાધિક પ્રભાવ તેમના બહેન બીબી અમરકૌર પર પડેલો. ભગતસિંઘના પચાસમાં શહાદત વરસે સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં તેમણે લોકસભામાં પત્રિકાઓ ફેંકી હતી !

૨૩મી માર્ચના ભગતસિંઘના શહાદત દિવસને આ વરસે ખાસ્સા નવ દાયકા થશે. પણ સરફરોશીની તમન્ના રાખનાર દુનિયાના કરોડો યુવાન હૈયામાં તેમની યાદ એટલી જ તરોતાજા છે. ‘શહીદેઆઝમ’ના રૂપમાં જાણીતા ભગતસિંઘનું આયખું તો માંડ સાડા ત્રેવીસ વરસોનું પણ તેમના વિચારો, કાર્ય અને જીવન આજે ય અનેકોની પ્રેરણા છે.

વીર ભગતસિંઘનું કુટુંબ પહેલેથી જ ક્રાંતિકારી વિચારોને વરેલું હતું. જૂના રીતરિવાજોમાં સબડતા લોકોને શિક્ષિત કરવા અને બંધનોમાંથી મુક્ત કરવા માટે તેમના દાદા લડ્યા હતા. એમણે નાતજાતના ભેદ રાખ્યા સિવાય અનેક મહેનતકશોને પોતાના મિત્ર બનાવ્યા હતા. પિતા અને કાકા  પણ લોકચળવળોમાં ભાગ લેતાં હતા. ૧૯૦૭માં પંજાબમાં નાના ખેડૂતોએ જે બળવો કરેલો તેની આગેવાની પિતાએ લીધેલી. ચાળીસ વરસ સુધી એ હદ પાર રહેલા તે છેક ૧૯૪૭ના માર્ચમાં વતન આવી શકેલા. પચીસ વરસના કાકાને ૧૯૧૦માં લાહોર સેન્ટ્રલ જેલમાં બેરહેમ ત્રાસ આપવામાં આવ્યો હતો.

ભગતસિંઘને ત્રણ બહેનો અને પાંચ ભાઈ હતા. પરંતુ પોતાનાથી ત્રણ વરસ નાનાં બહેન બીબી અમરકૌર સાથે એમને સવિશેષ લગાવ હતો. ભગતસિંઘ તેમને પ્રેમથી ‘અમરો’ કહેતા હતા. ૧લી જુલાઈ ૧૯૧૦ના રોજ એમનો જન્મ થયો હતો. તેમણે થોડું પ્રાથમિક શિક્ષણ તો મેળવેલું પણ એમનું ખરું શિક્ષણ તો ભગતસિંઘના ક્રાંતિકારી તરીકેના અનુભવો હતા. એક સામાન્ય ખેડૂત મખ્ખનસિંઘ સાથે તેમના લગ્ન થયેલાં પરંતુ લગ્ન અને ભગતસિંઘની શહાદત પછી પણ તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી. લાહોર જેલમાં સજા દરમિયાન બીમાર પડેલા ભાઈ  કુલતારસિંઘને દવાખાને ખસેડાયેલા ત્યારે અમરકૌરે તેને ભગાડવાનો પ્રયાસ કરેલો. ૯મી ઓકટોબર ૧૯૪૨ના દિવસે લાહોર જેલના દરવાજે તિરંગો લહેરાવી એમણે ગિરફતારી વહોરી હતી. ૧૯૪૫માં બ્રિટિશ સરકાર વિરુદ્ધ ભાષણ કરવા બદલ અમરકૌરને દોઢ વરસની જેલ થઈ હતી. એક વરસના પુત્ર સાથે તેમણે અંબાલા જેલમાં સજા કાપેલી.

ભગતસિંઘના વિચારોનો સૌથી વધુ પ્રભાવ અમરકૌર પર પડેલો. આજે ભગતસિંઘની રાજકીય ગીધડાંઓ ઝૂંટાઝૂંટ  કરે છે અને તેમને લાલ-કેસરી-વાદળી પાઘડીવાળા તરીકે ચીતરે છે . તેમના કુટુંબના સભ્યોને પણ રાજકીય પક્ષો પોતાના પક્ષે ખેંચતા હતાં અને તેમાં સફળ પણ થતાં હતાં. ભગતસિંઘના એક ભાઈ ઉત્તરપ્રદેશની કૉન્ગ્રેસી સરકારમાં મંત્રી બનેલા તો બીજા ભાઈ પંજાબમાં જનસંઘની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય થયેલા એક બહેન પ્રકાશ કૌર પણ પંજાબમાંથી જનસંઘ વતી ચૂંટણી લડેલાને હારેલાં. પરંતુ અમર કૌર આ બધાંથી અલગ હતાં. દેશની પ્રગતિશીલ ચળવળોમાં અને સામ્યવાદી પક્ષમાં તેમણે કામ કર્યું હતું. આઝાદી અને ભાગલા વખતના કોમી આતશને ઠારવા તેઓ જીવના જોખમે મથ્યાં હતાં. શરણાર્થીઓ અને વિસ્થાપિતોના પુનર્વાસનું કામ, ભાગલા વખતે જેમના જમીન અને ઘરો છીનવાઈ ગયાં હતા તેમને થાળે પાડવાનું કામ તો કર્યું, અસામાજિક તત્ત્વોએ અપહરણ કરેલી મુસ્લિમ કન્યાઓને છોડાવવાની કપરી કામગીરી પણ તેમણે બજાવી હતી.

૨૩મી માર્ચ ૧૯૩૧ના ભગતસિંઘ શહાદત દિવસને યાદ કરતાં તેમણે કહેલું, 'હું કેવી રીતે એ અવિસ્મરણીય દિવસને ભૂલી શકું? તે દિવસે સાંજે એક સભાને મારા પિતા સંબોધી રહ્યા હતા. ત્યારે ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાયાના ખબર મળ્યા. પિતાજીએ ભાષણ થંભાવી દીધું, અને વાતાવરણ બદલાઈ ગયું. નિર્ધારિત દિવસ કરતાં એક દિવસ વહેલી ફાંસી અપાઈ ચૂકી હતી. લોકો આવેશમાં હતા. આખી રાતના રઝળપાટ પછી જાણવા મળ્યું કે સાંજે સાતના સુમારે ફાંસી અપાઈ ચૂકી હતી. એમના શરીરના ટુકડા કરી બાળી મૂક્યા હતા. હું બહુ ગુસ્સે થઈ, અને દુ:ખી પણ થઈ. અડધા બળેલા શરીરનું એક હાડકું અને લોહીથી ખરડાયેલા પથ્થર અમને હાથ લાગ્યા. જે મેં લઈ લીધા.’ ભગતસિંઘને છેલ્લે મળ્યાં ત્યારનું સ્મરણ તે આમ નોંધે છે : ‘ભાઈએ કહેલું કે હવે પંદરેક વરસમાં આઝાદી આવી માનો. આઝાદી પછીના વરસોમાં કૉન્ગ્રેસનું રાજ આવશે, પણ એ સ્વાર્થી ખટપટી રાજથી કશું પરિવર્તન આવવાનું નથી.’  ભગતસિંઘના વિચારોનો પડઘો પાડતાં અમર કૌર કહેતાં  કે ‘શ્રમ આધારિત સમાજ આવશે ત્યારે જ અત્યાચાર – અનાચાર દૂર થશે.’ અમર કૌરને આઝાદી પછીનું સંસદગૃહ આમ જનતાથી જોજનો દૂરનું કબૂતરખાનું અને સાંસદો ચહેરા પર ચિંતાની લકીર વિનાના શોરગ્રસ્ત લાગતા હતા. ભગતસિંઘની શહીદીના પચાસમાં વરસે, ૮મી એપ્રિલ ૧૯૮૧ના રોજ, અમર કૌરે સરકારની લોકવિરોધી નીતિઓ, ખાસ તો, સ્વાતંત્ર્યકાળમાં લોકઆંદોલનોને રૂંધતા આવશ્યક સેવાધારા અને રાષ્ટ્રીય સલામતીધારા જેવા કાળા કાયદાઓના વિરોધમાં ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના નારા સાથે  લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી પત્રિકાઓ ફેંકી હતી. ક્રાંતિનાં બીજ કામદારોના અધિકારો માટેનાં સંઘર્ષમાં જોતાં અમર કૌર રાજકીય સ્થિતિનાં જેટલાં જ સામાજિક સ્થિતિથી ચિંતિત હતાં. નવવિવાહિતોને જલાવી દેવાની સ્થિતિ એમને અકળાવતી હતી.

૧૯૮૪ના મે માસની બારમી તારીખે ૭૪ વરસની પાકટ વયે અમર કૌરનું અવસાન થયું. એ પહેલાં વસિયતરૂપે તૈયાર કરેલી કેફિયતમાં એમનાં જલન, આક્રોશ અને આતશ વ્યક્ત થયાં છે. તેમણે લખ્યું છે, ‘હું તો એક સ્ત્રી છું અને તેથી મારે કોઈ જમીન-જાગીરનાં દુન્યવી બંધનો નથી, કે જેથી વારસાઈનો નિકાલ આણવાનો હોય. પણ એક મા અને બહેન તરીકે ‘સિર્ફ પ્યાર ઔર કુછ વિચાર’ની મારી સંપત્તિ છે તે જરૂર વહેંચવા માંગુ છું.’  ૧૯૮૪ના ઉત્તરાયણની તારીખ અંકિત  વસિયતમાં તેમની અંતિમ  ઈચ્છા હતી કે  મૃત્યુ વખતે તેમની અર્થી ઉંચકનારાઓમાં બે દલિતો હોય! યાદ રહે કે પંજાબમાં દલિતો અર્થીને સ્પર્શે તો મૃતાત્માને સ્વર્ગ મળતું નથી તેવી માન્યતા છે. ભગતસિંઘે પણ ફાંસીના માંચડે ચડતાં પૂર્વે જેલના દલિત સફાઈ કામદાર બોઘાના હાથે રાંધેલું ભોજન ખાવાની ઈચ્છા વ્યકત કરી જ હતી ને ? 

અવસાન પછી પોતાના અસ્થિ સતલજમાં વહેવડાવવાની પણ અમર કૌરની ઈચ્છા હતી જેથી સદેહે જે સરહદ પાર પાકિસ્તાનમાં જવાની તેમની ઈચ્છા પાર પડી નહીં ત્યાં તેમના અસ્થિ પહોંચે. ક્રાંતિકારી વસિયતનાં ક્રાંતિકારી રચયિતા અમર કૌરે એક વાર કહેલું, ‘મહેનતકશ ઈન્સાનો મારા ભગવાન છે અને તેમની સેવા મારો ધર્મ છે. સ્થાપિત ધર્મોમાં મને શ્રદ્ધા નથી. વીરજી સાચું જ કહેતાં કે ધર્મ ઝનૂન લોકોની લડતમાં આડખીલી રૂપ છે. હાલની પરિસ્થિતિમાં એક અડગ અને મજબૂત ચળવળ જરૂરી છે જેથી કરીને કૂચ આગળ વધે અને મારા શહીદ ભાઈનાં સપનાં સાકાર થાય.’

દેશમાં પ્રવર્તમાન સામાજિક-રાજકીય માહોલમાં અમર કૌરની ‘અડગ અને મજબૂત ચળવળ’ની આવશ્યકતા ઔર અનિવાર્ય બની છે એને વાસ્તવિકતામાં પલટી શકાય તો જ ભગતસિંઘની શહાદત સાર્થક બને.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 18 માર્ચ 2020 

Loading

18 March 2020 admin
← સંસ્કૃતિસંઘર્ષ : લેટ્‌સ યુનાઇટ ઍન્ડ ફાઇટ
જગતમાં અત્યારે મરી રહેલા લોકોનાં હત્યારા ઝિંગપીંગ છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved