ફૂલફૂલની પાંખડીઓ મીંચાઈ ઢળતી રહી,
ઝાકળના ડુસકા લઈ; લાગણી સરતી રહી.
આશા આંજી સ્નેહનાં અમીથી આંખડી,
ચિત્તના સચેત ખૂણે; આંસુ સારતી રહી.
રાત-દિ સરોવર ઝરણાં ગીતો ગાતાં થયાં,
ને વર્ષાની શરદમંજરી; હૃદયને ઠારતી રહી.
છે ગુલાબની પાંદડીઓ જેવા એના નયન,
આસોપાલવની ડાળી; યાદોં ખરતી રહી.
અફાટ ગગન આંસુના અમીદીપ લઈ ઊભા,
જલધિનાં ગીત ને વાદળી વરસતી રહી.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com