Opinion Magazine
Number of visits: 9766185
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યરસિક તબકાની ખિદમતમાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 November 2020

થાય છે, ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીને મિશે (વિશે નહીં પણ મિશે) બે શબ્દો લખું. કેમ કે હું ઉમેદવાર હતો, લેખનકારી અંગત વાતોમાં સરી જાય તેવો ભય છે એ હું જાણુંસમજું છું પણ મારું વલણ ને નેમ એક સહૃદય હોઈ શકતા નાગરિકને નાતે કંઈક બિનઅંગત વાનાં જાહેરહિતમાં છેડવા ભણી છે.

મારી દૃષ્ટિએ સાહિત્ય પરિષદની આ વખતની ચૂંટણી જે જાહેર મુદા પર લડાઈ એ સ્વાયત્તતાનો મુદ્દો હતો. આ મુદ્દો, વળી, લાગટત્રીજી ચૂંટણીમાંયે ચાલુ રહ્યો અને ત્રણ વખત વિજયનું પલ્લું સ્વાયત્તતાના હિમાયતી ઉમેદવાર તરફે રહ્યું. એ આપણા અત્યારના જાહેર જીવનની દષ્ટિએ ગુજરાતમાં પ્રવર્તી શકતા એક વિધાયક વિચારની રીતે મને અત્યંત મહત્ત્વનું લાગે છે. રાજકીય વિચારઝોકની દૃષ્ટિએ બે પૂર્વપ્રમુખો અને આગામી પ્રમુખ કદાચ એક જ ખાનામાં ન હોય. પણ સ્વયત્તતાના એકસમાન મુદ્દાએ આ ત્રણેની ઉમેદવારીને ધાર અને આધાર સંપડાવ્યાં. આ વખતની પ્રમુખીય ચૂંટણી ત્રિપાંખી હતી અને સાવ નજીવા અંતરે જિતાઈ એવી છાપ દેખીતી ખોટી નથી પણ તે ઉભડક અને ઉપલક તો બિલકુલ છે. કારણ, ત્રીજા ક્રમે આવેલા ઉમેદવાર પ્રથમ ક્રમે આવેલા ઉમેદવારની જેમ જ સ્વાયત્તતા પરત્વે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે.

આ ચર્ચાને કોઈ રાજકીય ધ્રુવીકરણ લેખે ઘટાવવાની જરૂર નથી. સ્વાયત્તતા એ રાજકીય પક્ષપાત બાબત નથી, પરંતુ પ્રજાસૂય વલણ અને બંધારણીય જોગવાઈની બાબત જરૂર છે. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદના મતદારો લાગટ ત્રીજી વખત આ રીતે સ્વાયત્તતા પરત ગઠિત અને ઉદ્યુક્ત પેશ આવ્યા એમાં જાહેર જીવનમાં નિરામય મોકળાશ માટે આવતી કાલની ઉજમાળી આશા અવશ્ય છે.

બંધારણીય મર્યાદામાં કામ કરતી ચુંટાયેલી સરકાર અને પ્રજા વચ્ચેના ધોરણસરના સંબંધની એક પદ્ધતિ અલબત્ત સ્વાયત્ત સંસ્થાઓની છે. પણ જેને આપણે પ્રજા – ખરું જોતા જો કે જનતા અગર લોક – કહીએ છીએ તે સૌ પુખ્તવય મતાધિકાર પ્રાપ્ત સમૂહને નાતે એક જરૂર છે, તેમ છતાં ભાષા, પ્રદેશ, નાતજાત, ધરમમઝહબકોમ એમ એમની આગવી ઓળખ પણ છે. જોવાનું એ છે કે ન તો એમની આગવી ઓળખને, એમના સહજ પોતાપણાને આંચ આવે – ન તો તેઓ સામસામે મૂકાઈ જઈ સહિયારી નાગરિક ઓળખ ભૂલવા લાગે બલકે, સહિયારી ઓળખનો એ તકાજો છે કે તે આગઆગવી ઓળખનો લિહાજ કરે અને આ સૌ આગઆગવી ઓળખનું એ ઐશ્વર્ય છે કે એને સાથે હોવાનું સૌંદર્ય સમજાય.

‘સાહિત્ય’ એ શબ્દઓળખના સગડ કાઢતાં આપણી શોધ ‘સહિત’ પર લાંગરે છે. આ સહિતતા અહીં સહિત (હેવ્ઝ) અને રહિત(હેવ નૉટ્‌સ)ના અર્થમાં અભિપ્રેત નથી. અહીં અપેક્ષિત અર્થ સહિતતાનો – સાથે, રિપીટ, સાથે-હોવાપણાનો છે. આ સાથે હોવાપણાનું કાવ્ય કહો તો કાવ્ય અને વ્યાકરણ કહો તો વ્યાકરણ, શી વાતે છે વારું. તમે અરસપરસ, એકમેકનો, નાનામોટાનો સમાદર કરો, સાથે રહો અને છતાં એક બીજાને સ્પેસ આપો. બીજી પાસ, અધિકારોની સમાનતા જરૂર છે, પણ એના ભોગવટામાં સમાનતા દૂર છે, કેમ કે વિકાસક્રમમાં કે સામાજિક કોટિક્રમમાં કેટલાક પાછળ તો કેટલાક વળી ખાસા પાછળ છે. એમને સાથે લેવાનું માત્ર બંધારણી આદેશ અને જોગવાઈથી ન બની શકે.

એને માટે સમજ અને સહૃદયતાની કેળવણી જરૂરી છે. જેને સાહિત્ય પદારથ કહીએ છીએ એની વશેકાઈ આ સહૃદયતાની કેળવણીમાં છે. સ્વાયત્તતા અને સમાનતા વચ્ચેના સંબંધની રેશમદાર અને સાર્થક રમઝટ, બને કે, સાહિત્યના સેવન અને પ્રસારથી આવે. સાહિત્ય સંસ્થાઓની ઊઠવેઠ આમ તો શેક્યો પાપ ન ભાંગે – પણ આ ઊઠવેઠ આ રમઝટ, બને કે, એક એવી સમજ પ્રસારે જે તમને નવી દુનિયા સારુ કેળવી રહે.

પણ આ બધી કામગીરીના કેટલાક દુનિયાદારી તકાજા પણ છે સ્તો. એને સારું નાણાકીય જોગવાઈ ન જોઈએ એવું તો ક્યાંથી હોય. સરકાર સંસ્થાઓને ગ્રાન્ટ (અનુદાન) આપે છે, પ્રજાના પૈસા પ્રજાકીય સંસ્થાઓને આપે છે પણ એના ચૂકવણાં એટલાં અનિયમિત હોય છે કે તમારે વૈકલ્પિક તૈયારી પણ રાખવી પડે. આ તો ગ્રાન્ટની વાત થઈ પણ બીજા ખર્ચાનું શું? સાહિત્ય પરિષદે અકાદમીની સ્વાયત્તતા હરાઈ ગઈ તે પછી તેની મારફતે જે તે પ્રસંગવશ કે નિમિત્તવશ મળતું નાણું લેવું બંધ કર્યું છે. છેલ્લાં વર્ષોમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (સુરત), અને વિદ્યામંદિર (પાલનપુર) જેવી શિક્ષણ સંસ્થાઓએ અધિવેશન કે સત્ર અંગેની જવાબદારી ઉઠાવી નાણાં સ્રોતનો પ્રશ્ન બિનસરકારી રાહે ઉકેલી આપ્યો છે અને સરકારી નહીં તે અસરકારી એવી કાકા કાલેલકરની ઉક્તિ અક્ષરશઃ ચરિતાર્થ કરી છે. ગમે તેમ પણ, અકાદમી મારફતે મળતું નાણું જતું કરી જાણતી સાહિત્યસંસ્થાની દાઝ જાણનાર મહાજન ગુજરાત મળતું રહે એ જરૂરી હોવાનું છે.

વિજયી બનેલા ઉમેદવારને સાહિત્યકાર કહેવાય કે નહીં એવો સવાલ ઉઠાવવામાં આવ્યો એમાં પરિષદ એ કેવળ લેખકોની સંસ્થાઓ નથી પણ વ્યાપક સાહિત્યરસિક સમાજની સંસ્થા છે એ મુદ્દો ચૂકી જવાયો એટલું જ નહીં પણ સાહિત્યિક લેખનની જે વ્યાપક વ્યાખ્યા આજે વિશ્વસ્વીકૃત છે જેમ કે ૨૦૧૫નું નોબેલ જેને મળ્યું, રૂસી લેખિકા સ્વેતલાના, એનું તો મુખ્ય કામ જ પત્રકારત્વ છે, એનોયે લિહાજ ન રહ્યો.

ગુજરાતના નાગરિક સમાજની, સવિશેષ એના સાહિત્યરસિક તબકાની ખિદમતમાં આ થોડીએક વાતો, ઊહ અને અપોહની અપેક્ષાએ!

ઑક્ટોબર ૨૬, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 01-02

Loading

1 November 2020 admin
← પિતાએ પુત્રીને લખેલાં પત્રોમાં જગતનું રેખાદર્શન!
રાજસત્તા સામે સ્વાયત્તતાનાં મૂલ્યની હૅટ ટ્રિક →

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved