Opinion Magazine
Number of visits: 9461250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને અલવિદા

મૂળચંદ રાણા, મૂળચંદ રાણા|Opinion - Opinion|4 September 2018

એપ્રિલ ૧૯૭૦માં દસમાં ધોરણના વેકેશનમાં મારા સહાધ્યાયી દિલીપ ત્રિવેદીના આગ્રહથી મારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જવાનું થયું. સંઘ શું છે, એની તો જરાયે ખબર નહીં પણ, દિલીપભાઈ સાથે સાંજે શાખાના મેદાનમાં વિવિધ રમતો રમવાની મજા પડતી. સંઘના સ્વયંસેવકો સાથે મિત્રતા અને પછી તો એ સૌ સાથે ઘરે આવવાજવાની આત્મીયતા બંધાઈ. સંઘની શાખામાં કડક અનુશાસન, રાષ્ટ્રભક્તિની વાતો અને અન્ય સાથી સ્વયંસેવકોનો ખૂબ જ સાલસ વ્યવહાર મને  સંઘકાર્ય તરફ વધુ ને વધુ આકર્ષિત કરતાં ગયાં અને હું સંઘકાર્યમાં ઊંડે ને ઊંડે ઊતરતો ગયો.

૧૯૭૫માં દેશમાં જ્યારે કટોકટી લદાઈ અને ચોમેરથી એની સૌથી ભયાનક તવાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આવી, ત્યારે હું બાપુનગર પ્રભાત શાખાનો કાર્યવાહ હતો. સરકારી બૅંકમાં મારી નોકરી અને મારી ધરપકડના ભણકારા વચ્ચે ય સંઘકાર્યને સર્વોપરી ગણી મેં શાખા સ્થાન પર કટોકટીના ગાળા દરમ્યાન ફૂટબોલ ટીમના કૅપ્ટનની જવાબદારી સ્વીકારેલી, જે ગુજરાત પોલીસની IBમાંથીથી આજે ય વેરિફાય કરી શકાય એમ છે.

સંઘ સાથે ૧૯૭૦થી છેક ૨૦૧૭ સુધી મારો અતૂટ નાતો રહ્યો. સાથે  સાથે સંઘની અન્ય ભગિની સંસ્થાઓમાં ૧૯૭૮થી ૧૯૮૦ દરમ્યાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પ્રદેશ કારોબારી અને વલસાડ જિલ્લા સંયોજક તરીકે, સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંતમાં નેવુંના પ્રારંભથી લઈને છેલ્લે ૨૦૧૭માં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પદત્યાગ કર્યો ત્યાં સુધી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ કાર્યાલય ઇનચાર્જ તરીકે ૧૯૯૧થી ૧૯૯૩, ભા.જ.પ. અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે ૧૯૯૮થી ૨૦૦૦ સુધી અને વિશેષ નિમંત્રિત તરીકે ૨૦૦૮થી ૨૦૧૮માં રાજીનામું આપ્યું ત્યાં સુધી કામ કર્યું.

તો પછી આ વિચારધારા છોડવાનું કારણ ? :

સંઘ સાથેના મારાં ૪૮ વર્ષ જેટલાં દીર્ઘકાલીન નાતાને અલવિદા કરવા પાછળ મારે કોઈ જ અંગત કારણ નહોતું. પણ છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન અનુસૂચિત જાતિ સમુદાય અને શેષ હિંદુ સમાજ વચ્ચે વધતું જતું અંતર, જાતિભેદની વિસ્તરતી ખાઈ અને શાસકીય સ્તરે SC/ST ‌વિરોધી માનસિકતા મને રોજેરોજ મારા દલિતપણા, મારા અહિંદુપણાની પ્રતીતિ કરાવતા હતા.

ગુજરાતમાં આ હિંદુ પ્રશાસનના એક દાયકા બાદ એમાં કૉર્પોરેટ કલ્ચર અને ઇલેકટોરલ માર્કેટિંગ ઉમેરતા મૂળભૂત બંધારણીય સંકલ્પના કે રાજ્યે ઉપેક્ષિત નબળા વર્ગો સવિશેષ, SC/STની ખાસ કાળજી લેવી (Article ૪૬) એ ક્રમશઃ વિસરાતી ચાલી. હા, સમાજના આ અલ્પશિક્ષિત અબુધ મતદારોને યેનકેન પ્રકારેણ આંજી નાખી પોતાની સત્તા માટે અનિવાર્ય એટલા એમના મત અંકે કરવામાં આ સરકારોએ કામયાબી હાંસલ કરી લીધી.

મારી વાત કરું તો નેવુંના દાયકા સુધી તો સંઘકાર્ય સાથે મારું પૂર્ણતઃ શ્રદ્ધાસભર જોડાણ રહ્યું. ૮૧/૮૫નાં અનામત આંદોલનો વખતે હું પણ એક અગ્રિમ SC/ST યુનિયન લીડર હતો, જેની સંઘમાં પણ સૌને જાણ હતી. હા, ક્યારેક ક્યારેક ઉડતા સમાચાર મારા કાને પડતા કે આ આંદોલનો પાછળ આર.એસ.એસ.નો દોરી સંચાર છે.

૨૦૧૦ પછી ગુજરાતમાં આર.એસ.એસ.ની એક પાંખ સામાજિક સમરસતા મંચમાં પ્રાંત ઉપાધ્યક્ષના નાતે ગુજરાતભરમાં મારે ખૂબ જ ભ્રમણ કરવાનું થયું. ત્યારે મેં અનુભવ્યું કે દેશના સૌથી પ્રગતિશીલ રાજ્ય એવા ગુજરાતમાં સામાજિક સમરસતા ભયજનક ગતિથી વિચ્છિન્ન થઇ રહી છે. રાજ્યની આ ચિંતાજનક સામાજિક સ્થિતિની વાત મેં આર.એસ.એસ.ની અનેક રાજ્યસ્તરીય બેઠકો, વર્ગો વગેરેમાં સૌ વચ્ચે તેમ જ મુખ્ય પદાધિકારીઓ સમક્ષ અવારનવાર મુકેલી.

અત્યાર સુધી એટ્રોસિટી ઘટનાઓ સંદર્ભે મારે લગભગ ૨૯ જેટલાં ગામોમાં જવાનું થયું. બસ, આ મુલાકાતો દરમ્યાન મેં સ્વયં નિહાળેલ સામાજિક ભેદભાવોની વાસ્તવિક સ્થિતિએ મને સંઘ વિચારધારાથી હલબલાવી એમાંથી વિમુખ થવા અભિપ્રેત કર્યો.

અનુસૂચિત જાતિઓ/જનજાતિઓ માટે SC/ST એક્ટ બનાવવા રાજય સરકારનો ધરાર નનૈયો :

વર્ષ ૨૦૧૬માં SC/STના આર્થિકોત્કર્ષ માટે વિશેષ ચિંતન કરી આ સમુદાયો માટે કેન્દ્ર અને રાજ્યોમાં પ્રવર્તમાન ખાસ અંગભૂત યોજનાઓ (SCSP/TSP)ના અમલ અર્થે કાયદાકીય પ્રાવધાન સહ પ્રયાસોના આયોજન પર સંઘે વિચાર કર્યો. આ માટે દિ. ૧૮/૮/૨૦૧૬નાં રોજ દિલ્હી ખાતે સંઘના સહસરકાર્યવાહ માન. ભાગૈયાજીની વિશેષ ઉપસ્થિતિમાં એક રાષ્ટ્રીય સેમિનાર થયો અને કેન્દ્ર  સરકારના વરિષ્ઠ કૅબિનેટ ગૃહ મંત્રીશ્રી રાજનાથસિંહજીને રૂબરૂ મળી જીઝ્રજીઁ/્‌જીઁ ઍક્ટ પારિત કરવા વિનંતી કરતું એક આવેદનપત્ર આપવા સહ સાનુકૂળ સંવાદ પણ થયો.

ગુજરાતમાં પણ આવો જ સેમિનાર ગાંધીનગર ખાતે દિ. ૩/૧૦/૧૬ના રોજ થયો અને ગુજરાતમાં  SCSP/TSP એક્ટ બનાવવા વિનંતી કરતું એક આવેદન પત્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજીને આપવામાં આવ્યું. અને એના અનુવર્તનમાં દિ. ૧૦/૭/૨૦૧૭ના રોજ મુખ્યમંત્રીશ્રીની મેં મુલાકાત લીધેલ, જેમાં તેઓશ્રીનો સાશ્ચર્ય સ્પષ્ટ નકારાત્મક અભિગમ હતો.

મને રાજીનામાં ભણી વિચાર કરતો કરી મૂકનાર આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોટા ઉપાડે હાથ ધરાયેલ SC/ST સમુદાયો માટે દેશમાં હિંદુ વિચારધારાના ભા.જ.પ.શાસિત ૨૧ રાજ્યો પૈકી એકાદમાં સમ ખાવાયે કાયદાકીય પ્રાવધાનનાં કંઈ નક્કર પગલાં ન લેવાય એ જોયું ત્યારે મને નર્યા દંભના એહસાસ સાથે આઘાત લાગ્યો.

બંધારણની પૂજા પણ અમલ નહીં :

દેશના પવિત્ર ગ્રંથ ભારતીય સંવિધાનને ભારતીય જનતા પાર્ટીએ અને રાજ્ય સરકારે હાથીની અંબાડી પર સ્થાન આપીને બંધારણના અનોખા સન્માન કર્યાની વાહવાહી તો મેળવી પણ એના સંવેદનાસભર અમલમાં?

સમાજ સંવેદના ધરાવતા કેટલાક મધ્ય અને ઉચ્ચ સ્તરીય SC/ST અધિકારીઓને મળવાનું થતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પ્રશાસનમાં ચાલતા જાતિગત ભેદભાવ અને અન્યાયની દાસ્તાન સાંભળીને મારું મન દ્રવી ઊઠતું. SC/ST અધિકારીઓને પ્રમોશન, પોસ્ટિંગ, આંતરિક મૂલ્યાંકન કે શિસ્ત વિષયક કાર્યવાહી દરમ્યાન હીન માનસિકતાનો ભોગ બનાવવાના કિસ્સા મને સતત દઝાડતા હતા. 

જ્યુડિસરી એ સમાજ માટે ન્યાય પ્રાપ્તિનો એક વિશ્વાસપાત્ર સ્રોત છે. ૪૦ પદો ધરાવતી ગુજરાત હાઈકોર્ટના જજોની પસંદગીમાં અગાઉની બિનભા.જ.પ. સરકારોને SC/STમાંથી  જજો મળી રહેતા હતા. પણ વર્તમાન ગુજરાત સરકારને SC/STમાંથી જજો સ્વીકાર્ય જ નથી.  જિલ્લા સ્તરીય જ્યુડિસરી નિમણૂકોમાં અનેક  SC/ST ઉમેદવારો ભરતીસ્પર્ધામાં મેરિટ આધારે પસંદ થાય છે, પણ સરકારના વકીલ, સોલિસિટરની વગેરેની પસંદગી વેળાએ ભા.જ.પ. સરકારને  SC/ST ધારાશાસ્ત્રીઓ નજરે ચઢતા નથી.

રાજ્યની ૧૮ સરકારી યુનિવર્સિટીઓમાં દર ત્રણ વર્ષે વાઈસ ચાન્સેલરોની નિમણૂક થાય છે. રાજ્યમાં ૫૦૦થી યે વધુ SC/STડૉકટરેટ (Ph.D) અને લાયકાતપૂર્ણ ઍકેડેમિશિયનો છે, જેમાંના અનેકો પોતાની યુનિવર્સિટીઓમાં એચ.ઓ.ડી. અને કેટલીયે પડકારજનક જવાબદારીઓ અત્યારે નિભાવી રહ્યા છે. પણ ભા.જ.પ. સરકારને કુલપતિઓની સર્ચ વેળા સમ ખાવા ખાતર પણ એકાદે ય સારસ્વત આવી નિમણૂક માટે યોગ્ય જણાતો નથી. અરે, વાઈસ ચાન્સેલર તો ઠીક પણ પ્રો વાઈસ ચાન્સેલર બનવું યે આ SC/ST પ્રોફેસરો માટે આ જનમમાં તો દિવાસ્વપ્ન સમાન છે.

ગુજરાતમાં સતત વધતી જતી એટ્રોસિટી ઘટનાઓ :

એવી જ ચિંતાજનક સ્થિતિ ગુજરાતમાં  SC/ST પર થતા અત્યાચારો બાબતે છે. મારે અહીં આંકડાઓની ભ્રમજાળ નથી પાથરવી. પણ હિંદુ વિચારધારા પ્રબળ બનવા સાથે આ સમુદાયો પરના અત્યાચારો બેશક વધ્યા છે. વળી નોંધાતા અત્યાચારો કરતાં નહીં નોંધાતા એટલે કે મૂંગે મોઢે સહન કરાતા અત્યાચારોની સંખ્યા ઘણી મોટી છે. ગુજરાતમાં બેશક છેલ્લા દાયકા દરમ્યાન સામાજિક સૌહાર્દનો માહોલ વિંખાયો છે. અનુસૂચિત જાતિઓ પરની એટ્રોસિટી ઘટનાઓ વધી છે, એના બચાવમાં એવું ય કહેવામાં આવે છે કે એટ્રોસિટીની ઘટનાઓ નથી વધી, પણ પ્રકાશમાં આવતા અત્યાચાર કિસ્સાઓ વધ્યા છે. ઘડીક વાર આ માની લઈએ તો પણ પ્રગટ થતા થોડાઘણા અત્યાચારની ઘટનાઓના મૂળમાં તો વર્ષોથી સહન કરાતો અન્યાય, જાતિગત ભેદભાવ હોય છે.

આ ગુનાઓમાં કન્વિકશન રેટ (સજાનો દર) દેશભરમાં સૌથી ઓછા પૈકીનો એક એટલે કે ગુજરાતમાં માંડ ૪.૭૫ % છે. આપણા જ પાડોશી ભા.જ.પ. શાસિત રાજ્ય મધ્ય પ્રદેશમાં જો કન્વિકશન રેટ ૨૪ % હોય ગુજરાતમાં આમ કેમ? એટ્રોસિટીની ફરિયાદોની સરખી તપાસમાં યે નીરસતા?

જુલાઈ ૨૦૧૬માં બનેલ ઉના અત્યાચાર કાંડે દેશ અને દુનિયાને હચમચાવી દીધાં. મોટા સમઢિયાળા ગામે મૃત ઢોરના નિકાલનું કામ કરતા અનુસૂચિત જાતિના ચાર યુવાનોને બેરહમ મારનો વીડિયો કોઈ પથ્થર દિલ માનવીને પણ પીગળાવી જાય એવો કરુણ હતો. આવા અમાનુષી કૃત્યની ઘૃણાસ્પદ ઘટનાઓનો વીડિયો ઊતરે જેથી કહેવાતા નિમ્ન સ્તરીય સમુદાયોમાં ધાક બેસાડાય ! આ ઘટનાએ ગુજરાતમાં પ્રવર્તમાન સામાજિક ભેદભાવની સ્થિતિ બાબતે દેશ માત્ર નહીં પણ દુનિયા આખીમાં હાહાકાર મચાવ્યો. વિકાસ અને સમરસતાનો સર્વત્ર ઢોલ પીટતા ભા.જ.પ. શાસનને કાળી ટીલી લગાડી. આ તે કેવો ‘સૌનો સાથ સૌનો વિકાસ’?

અનુસૂચિત જાતિની વ્યક્તિ માણસ તો ખરી કે ? : અમદાવાદ જિલ્લાના મારુસણા (દેત્રોજ) ગામે અનુસૂચિત જાતિ સમુદાયોને પીવાના પાણી માટે ઠાકોરોના કૂવે દૂર બેસીને કોઈ એમના પાત્રમાં પાણી રેડે એ આજે એકવીસમી સદીમાં યે હાડોહાડ અસ્પૃશ્યતાને સ્વીકૃતિની મહોર નહીં તો શું ?

અનુસૂચિત જાતિના યુવાનોએ મૃત ઢોર નિકાલકામનો ઇનકાર કર્યો ત્યારે બનાસકાંઠાનાં કરજા, પાટણ જિલ્લાના પર, અરવલ્લી જિલ્લાના ચોઈલા અને ભરૂચ જિલ્લાના બોરિદરા ગામે એટ્રોસિટીની ઘટનાઓ બની. અરે, સાંતલપુર તાલુકાના પર ગામના ૧૪ SC પરિવારોએ તો ગામમાંથી ‘૧૬માં હિજરત કરી. આજે ય કેટલાક સાંતલપુરની ઝૂપડપટ્ટીઓમાં દયનીય હાલતમાં જીવી રહ્યા છે.

આધ્યાત્મિક અને નૈતિકતાની ઊંચી દુહાઈ કરતો સવર્ણ સમાજ ગામડાના અનુસૂચિત જાતિ સમુદાયો પરત્વે અત્યંત અસહિષ્ણુ છે. સાબરકાંઠા જિલ્લાના તાજપુરી, મહેસાણા જિલ્લાના આંબલિયાસણ અને પારસા ગામે  SC પરિવારના લગ્ન પ્રસંગે વરરાજા ઘોડેસવારી ન કરી શકે ? અને એવી હિમત કરે એટલે આખી જાન પર હિચકારો હુમલો ? અમદાવાદ જિલ્લાના મારુસણા ગામે ઠાકોર મહોલ્લા પાસેથી પસાર થતા ચપ્પલ ઊતારીને ચાલવાની ફરજ પાડવામાં આવે?  આણંદ જિલ્લાના માલાવાડા ગામે અન્ય સૌ માટે શુદ્ધ પાણીના પુરવઠાની વ્યવસ્થા અને અનુસૂચિત જાતિ મહોલ્લામાં જતી પાણીની પાઈપ લાઈનોમાં અશુદ્ધ પાણી? કેમ એ માણસ નથી?!

અનુસૂચિત જાતિઓ હિંદુ સમાજ હિસ્સો ખરો કે?

હિંદુ કર્મકાંડોમાં આંધળી આસ્થા રાખનાર અને હિંદુ પગપાળા જાત્રાઓ, નૈવેદ્યો અને ભંડારાઓમાં સૌથી અગ્રેસર રહી પોતાને સવાયા હિંદુ કહેવડાવનાર SC સમુદાયને મહેસાણા જિલ્લાના રાંતેજ અને ભરૂચ જિલ્લાના બોરીદરા ગામે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અવસરે જમણવારમાં અલગ જમવાની વ્યવસ્થા કરવામાં આવે! આણંદ જિલ્લાના ભાદરણિયાના ગામ ગરબામાં સામેલ થનાર SC યુવાનને મોતના ઘાટ ઊતારી દેવાય!

મારી વિમુખતાનું મુખ્ય કારણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિંદુ ઐક્ય લક્ષ્યપ્રાપ્તિની ગતિ સાથે સાથે સામાજિક ભેદભાવની સ્થિતિ ક્રમશઃ સુધરવાને બદલે બગડતી ચાલી છે તે છે. ઉચ્ચ સ્તરીય પ્રયાસો તો થયા, પણ એ અધકચરા હોઈ સામાન્ય સમાજજીવનના છેવાડાના સ્તરે સમરસતા લાવવા એ કામયાબ નથી રહ્યા એની લાંબી પ્રતીક્ષા બાદ મને નિરાશા જોવા મળી છે.

એટલે વર્ષ ૨૦૧૭ના અંતમાં મેં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સહિત સમગ્ર હિંદુ વિચારધારાને અલવિદા કરી છે.

અમદાવાદ

[‘દલિત અધિકાર’ના સદ્દભાવથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2018; પૃ. 06-07  

Loading

4 September 2018 admin
← જો શહેરી નકસલવાદીઓ અસ્તિત્વમાંહોત તો ક્રોની કૅપિટાલિસ્ટોની અને દેશને લૂંટનારાઓની હત્યાઓ થતી હોત
એક દેશ એક કાયદો: રાષ્ટ્રીય પ્રશ્નો રાષ્ટ્રીય હોય છે જેને ધર્મના કે બીજા કોઈ પણ અસ્મિતાના ટૂંકા આયનાથી માપવાના ન હોય. જો એવું કરો તો બસ ચુકી જવાનો વારો આવે →

Search by

Opinion

  • ગરબો : ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય
  • राहुल गांधी से मत पूछो !
  • ઝુબીન જુબાન હતો …
  • પુણેનું સમાજવાદી સંમેલન : શું વિકલ્પની ભોં ભાંગે છે?
  • રમત ક્ષેત્રે વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટતાની નેમ સાથેની નવી ખેલકૂદ નીતિ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved