Opinion Magazine
Number of visits: 9446701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેલવેની દુનિયામાં આકાર લેતી મનભર વાર્તાઓનો અનોખો સંચય

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|16 April 2023

પુસ્તક પરિચય 

● ‘ટૅબ્લેટ’- સંપાદક : ધ્રુવ પ્રજાપતિ, પ્રકાશક : સ્પર્શ પ્રકાશન, સૂરત, જાન્યુઆરી 2023, રૂ. 250/-        

‘રેલવે સૃષ્ટિની ગુજરાતી ટૂંકી વાર્તાઓ’ પેટા શીર્ષક હેઠળનો ‘ટૅબ્લેટ’ વાર્તા-સંગ્રહ યુવા સંપાદક ધ્રુવ પ્રજાપતિની સહિત્યિક સૂઝનું સુફળ છે.

આ વિશિષ્ટ સંચયની 27 વૈવિધ્યસભર વાર્તાઓ ધૂમકેતુ-મેઘાણી-મડિયાથી લઈને ગયા પાંચેક વર્ષમાં કાઠું કાઢનાર બિલકુલ અત્યારના વાર્તાકારો સુધીના નેવુંએક વર્ષના સમયપટ પર વિસ્તરેલી છે.

આ કૃતિઓને નેવુ સંગ્રહોમાંથી તારવનાર ત્રેવીસ વર્ષના સંપાદક ઇતિહાસમાં અનુસ્નાતક છે અને ગાંધીનગરમાં સાહિત્યના વાચન-લેખનમાં રમમાણ રહે છે.

આ સંગ્રહની નવલિકાઓનું વસ્તુ, દોઢેક સદીથી આ દેશના નિરંતર, ગતિશીલ અને પ્રચંડ ઘટક એવી રેલવેની દુનિયા સાથે અનિવાર્યપણે જોડાયેલું છે. 

વાર્તા આકાર લે છે તે લગભગ બધી જગ્યાઓ રેલવેની છે – સ્ટેશન, પાટા, પ્લૅટફૉર્મ, તેના પરનો પુલ અને સીડીઓ, વડા-પાઉં ને પુસ્તકોના સ્ટૉલ, સ્ટેશન પાસેનું બસ સ્ટૅન્ડ, સ્ટેશન માસ્તરનો રૂમ, માલધક્કો, યાર્ડ, ફાટક, ફાટકવાળાની ઓરડી, રેલવે ક્વાર્ટર્સ, સમારકામ માટે પડી રહેલો ડબ્બો, અજાણ્યું સ્ટેશન ને આવી કેટલી ય જગ્યાઓ.

ઘટના સ્થળો છે રેલવેના ડબ્બાની અંદરના પણ છે : બાકડા-બારીઓ-બારણાં, ટૉઇલેટ, પ્રસાધન, ‘ટગલી ડાળ’ (બર્થ).

ઘણાં પાત્રો રેલવેના કર્મચારીઓ છે – સ્ટેશન માસ્ટર, ફાટકવાળો, સાંધાવાળો, ગાર્ડ, શન્ટર, સિગ્નલમૅન, કોચ એટેન્ડન્ટ, અફસર ને બીજા. તદુપરાંત યુવક-યુવતીઓ,પતિ-પત્ની, બાળકો, સરકારી અધિકારીઓ, પોલીસવાળા, અધ્યાપક, વિદેશવાસી ગુજરાતી, નોકરી કરતી મહિલાઓ, નશાખોરો અને હવસખોરો અહીં છે.

મુસાફરી દરમિયાન બંધાતા રિશ્તા સિવાય તો ભારતીય રેલવેની કલ્પના કેમ કરી શકાય ? સામસામે / બાજુબાજુમાં બેઠેલા બે મુસાફરો વચ્ચેની વ્યક્ત-અવ્યક્ત ઇન્ટરએક્શનને ધરી બનાવતી દસેક વાર્તાઓ છે.

રેલવેના પરિવેશમાં કે ખુદ કમ્પાર્ટમેન્ટમાં સ્ત્રી-પુરુષોના સંબંધોના અનેક રૂપ ઉઘાડનારી વાર્તાઓ નોંધપાત્ર છે. મેઘાણીના ‘બદમાશ’ અલારખાની માણસાઈ રુક્મિણીના પતિ  રામલાલની તદ્દન નબળી મધ્યમવર્ગીય હસ્તીને ખુલ્લી પાડી દે છે.

ટ્રેનના બાકડા પર સ્પર્શની મર્યાદા જાળવીને બેસવાથી શરૂ થતી પન્નાલાલની ‘લક્ષ્મણરેખા’ વાર્તા પ્રેમલગ્નથી પૂરી થાય છે. પન્ના ત્રિવેદીની વાર્તા યુવતીના પ્રેમમાં પડેલા આધેડ વયના પતિ વિશે છે.

પ્રફુલ્લ દેસાઈની ‘માલધક્કો’ અને માવજી માહેશ્વરીની ‘રેલના પાટા’ વર્તાઓમાં રેલવેથી ઘેરાયેલા માહોલમાં મકાન ધરાવતા બે યુવાન યુગલોનું દામ્પત્યજીવન રેલવેને કારણે નંદવાય છે.

રેલવેમાં સામે બેઠેલ બે મુસાફરોની પ્રવાસકાળ દરમિયાન જ આદિ-મધ્ય-અંતની પ્રતીતિજનક રચનાવાળી બે વાર્તાઓ છે. તેમાં હિમાંશી શેલતની ‘સામેવાળી સ્ત્રી’ લગ્નજીવનની દુ:ખદ અને પારુલ કંદર્પ દેસાઈની ‘મુક્ત થઈ જા’ લગ્નજીવનની સુખદ વક્રતાઓ નિરૂપે છે. આ બે વાર્તાઓની જેમ જ અશ્વિની બાપટની ‘એ છોકરી’ નારી સંવેદનની સુંદર વાર્તા છે.

ટ્રેનમાં અપડાઉન કરીને ભણતાં તરુણ-તરુણીના મુગ્ધ સંબંધોને ‘રમત’ વાર્તામાં કદર્પ દેસાઈએ બેનમૂન અલ્લડ સંવાદોથી ઉજાગર કર્યા છે. જ્યારે આવા જ અપડાઉન કરનારા યુવક-યુવતી વિશાલ ભાદાણીની ફેન્ટસી પર આધારિત ‘ગુજરાત એક્સપ્રેસ’માં મળે છે. પરીક્ષિતલાલના પાત્રનું હાસ્ય-કટાક્ષ સાથે ચિત્રણ કરતી મહેન્દ્રસિંહ પરમારની ‘બ્લૅન્કેટ’ વાર્તાને ઉત્તરાર્ધમાં ફેન્ટસીનો સ્પર્શ છે.

‘ધુમકેતુ’ના જુમા ભિસ્તીના વહાલા વેણુના મોતનું કારણ રેલવેના પાટા બને છે. સુમંત રાવલે સર્જેલો નખશીખ ‘ફાટકનો માણસ’ છગન વશરામ આખી સાધુચરિત જિંદગીની નિષ્ઠાપૂર્વકની નોકરી છતાં નિવૃત્તિ પછી ગાડીના પાટે જ આપઘાત કરે છે.

ચુનીલાલ મડિયાની ‘કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ’ વાર્તામાં, તદ્દન દૂરના નાનાં સ્ટેશને કડકડતી ઠંડીની અંધારી મોડી રાત્રે બાળકને સ્ટેશનની છાપરી નીચે મૂકી દૂધ મેળવવા ગયેલી મા, હવસખોરોનો ભોગ બનીને બાળક પાસે પાછી આવે છે ત્યારે આકરી ઠંડીમાં  બાળક મોતને ભેટે છે, અને તેના આઘાતમાં મા.

નાના સ્ટેશનો પરની રેલવેની દુનિયા વાચકો સામે ઉઘાડનાર નિબંધકાર-વાર્તાકાર જનક  ત્રિવેદીની વાર્તાકલાની ઝલક ‘ઝોલું’માં વાંચવા મળે છે.

તેમના ચિરંજીવી ધર્મેન્દ્ર ત્રિવેદીની ‘જેતલસર જંક્શન’માં રેલવે, પિતા-પુત્ર સંબંધ અને પુસ્તકપ્રેમ હૃદયસ્પર્શી સંયોજન છે. બાય ધ વે, જેતલસર જન્ક્શનના સ્ટેશન પર 29 જાન્યુઆરીની સવારે ‘ટૅબ્લેટ’નું ઉદ્દઘાટન થયું હતું.

‘ટૅબ્લેટ’ની વાર્તાઓ રેલવેની દુનિયામાં લઈ જાય છે. રેલગાડી અને પ્લૅટફૉર્મ સાથે સંકળાયેલા અનેકવિધ અવાજોને અહીં અક્ષરો-શબ્દોમાં મૂકવાની મથામણ લેખકોએ કરી છે.

સાથે સ્ટેશન માસ્ટર, ગાર્ડ, ફાટકવાળા જેવા રેલમેનની અસબાબની સંખ્યાબંધ વસ્તુઓ અહીં નોંધાઈ છે. અવાજો અને શબ્દચિત્રોમાં સહુથી અસરકારક છે તે ગોઝારો માહોલ સર્જનારી મડિયાની વાર્તા.

અન્યત્ર રેલવે યાર્ડ, માલધક્કો, ટ્રેનોનો સ્ટેશનમાં પ્રવેશ તેમ જ પ્લૅટફૉર્મ પરથી ગમન, આ બંને વખતનું પ્લૅટફૉર્મનું જીવન, અંતરિયાળ સ્ટેશનની આસપાસનાં લૅન્ડસ્કેપ, ફાટકવાળાએ ઊભી કરેલી લીલોતરી, કોમી રમખાણો પછીનું રેલવે પ્લૅટફૉર્મ, કમ્પાર્ટમેન્ટની અંદરનું મહિલાજીવન જેવાં અનેક રસપ્રદ વર્ણનો મળતાં રહે છે.

સંપાદક રેલસૃષ્ટિ સાથેના તેના અનુબંધને ‘પાટો, ટૅબ્લેટ અને હું’ એવી કેફિયતમાં સહજતાથી મૂકે છે. તેમાં તેઓ ગાંધીનગરના રેલવે સ્ટેશને-પ્લૅટફોર્મે-પાટે બેસીને સાહિત્યકૃતિઓ વાંચતી ‘પાટાપલટન’ વિશે પણ લખે છે.

ધ્રુવના માર્ગદર્શક ધર્મેન્દ્ર ત્રિવેદી આવકાર લેખમાં ‘ટૅબ્લેટ’ નામના, રેલવેની અવરજવરની નોંધ રાખવાના, એક ઉપકરણ અને તેના ઉપયોગ વિશે માહિતી આપીને લખે છે : ‘આ સંપાદન પોતે એક રેલવે છે અને વાર્તાઓ ટૅબ્લેટ્સ છે…’

પુસ્તકના આકર્ષક મુખપૃષ્ઠ પરનું ચિત્ર સમકાલીન અમેરિકન ચિતારા ગ્રેગ ક્લિબૉનના ‘સ્મોકિન પોસ્ટર્સ’માંથી છે, જે  જાણકાર અધ્યાપક અજય રાવલ ઇન્ટરનેટ પરથી બતાવે છે.

જાણીતા વાર્તાકાર કિરીટ દૂધાત વિસ્તૃત પ્રસ્તાવનાને અંતે એ મતલબનું લખે છે : ‘આટઆટલી વિવિધતાભરી વાતો ગુજરાતીમાં રેલવે નિમિત્તે લખાઈ છે એ આપણે પહેલીવાર જાણીએ  છીએ … સંપાદકને અભિનંદન.’                                                             

-x-x-x-x-x-

●પ્રાપ્તિસ્થાન : ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

[‘દિવ્ય ભાસ્કર’માં આજે (16 ઍપ્રિલ 2023) આવેલા પુસ્તક પરિચયનો મૂળ લેખ]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

16 April 2023 Vipool Kalyani
← રાષ્ટ્રોની ભૌગિલક પરિસ્થિતિ નક્કી કરશે 2023માં વૈશ્વિક અર્થતંત્રની દિશા અને દશા
કતરની કેદના અનુત્તર સવાલો : નૌસેના 8 અધિકારીઓની રહસ્યમય ધરપકડ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved