Opinion Magazine
Number of visits: 9726085
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિઝનેસ, સાહેબો, બિઝનેસ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

ચાલો, ઇન્ડિયન પ્રિમિયર લીગની મેચું અને ચિયરાંગનાઓનું આખું રાવણું અને રાબાથાણું હવે દક્ષિણ આફ્રિકે ઠલવાશે ! આઈપીએલ ઓચ્છવ આપણે આંગણે અને આપણે આંગણે જ – અને તે પણ દેશ જ્યારે ચૂંટણીના દોરમાંથી ગુજરી રહ્યો હોય ત્યારે અને ત્યારે જ – યોજાવો જોઈએ એવું જે એક ધરાર ધંધાદારી ભક્તાણું આપણે ત્યાં જામેલું છે એનાં વર્તુળોમાંથી આ દિવસોમાં વહેતી થયેલી એક તથાકથિત જોકે, એકથી વધુ અર્થમાં સૂચક અને નેત્રદીપક છે.
૨૫મી માર્ચના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' માં પહેલે પાને ચિયરાંગનાઓના ફાઇલ ફોટો તળે બૉક્સબાંધી આ રમૂજ આમ છે : "સલામતીનાં કારણોસર જેમ આઈપીએલ તેમ ચૂંટણીઓ પણ દેશ બહાર યોજવી જોઈએ !"
જ્યાં સુધી સલામતીનો સવાલ છે, આ જોકબહાદુરોને અને ધંધામાસ્તરોને ખયાલ હોવો જોઈએ કે ભારતના વિકલ્પે દક્ષિણ આફ્રિકા એ કોઈ એકમાત્ર અગર પહેલી પસંદગી નહોતી. યોજકોએ ઇંગ્લેન્ડમાં પણ દાણો ચાંપી જોયો હતો, અને લંડન પોલીસે સલામતીને મુદ્દે કોઈ ખોળાધરી આપી નહોતી. જ્યાં સુધી આપણે ત્યાં સલામતીનો સવાલ છે, ભારત સરકારની ભૂમિકા એ હતી અને છે કે આ વિરાટ દેશમાં તબક્કાવાર ચૂંટણી પ્રક્રિયા સલામતપણે પાર પડે એ દૃષ્ટિએ આપણાં દળો અને અર્ધલશ્કરી બળોને આવા કોઈ ઇતર – અવાંતર હેતુઓ અને નિમિત્તો માટે ફારેગ કરવાનો ખયાલ બરાબર નથી. દેખીતી રીતે જ, ધોરણસર ચૂંટણી પાર પાડવા માટેના અગ્રતાવિવેકમાંથી આ ભૂમિકા આવી હતી. એટલે 'સલામતી'ના કારણસર ચૂંટણીઓ પણ 'દેશ બહાર' ખસેડવાની જોકમાં ચબરાકીનો ચમકારો હોય તો પણ ભારત સરકારના અગ્રતાવિવેક બાબતે કેવળ અંધાપો અનુભવાય છે.
સ્પોન્સરિયા, ચેનલિયા – અને હા, બૂકિયા તો ખાસ – તેમજ એવાતેવા બીજા 'ઈયા ( ટૂંકમાં, બાઈ ઇન્ડિયા સિવાય બધા ) છાપરે અને છાપે ચડીને પોકારતા હતા કે દેશમાં ચૂંટણી છે એથી શું થયું, સરકારમાં ચાંગળુંક પણ પાણી હોય તો એણે 'બિઝનેસ ઍઝ યુઝ્વલ'ની કાળજીસંભાળ અને જવાબદારી લેવી જ જોઈએ ને. અને અણચિંતવ્યા ખૂણેથી એમને ટેકેદારો પણ મળી રહ્યા – વિપક્ષને (ખાસ તો ભાજપને) બખ્ખેબખ્ખા થઈ ગયા : "દિલ્હીમાં બધા વેંતિયા ને પોણિયા બેઠા છે. આટલી મેચનું પણ સંભાળી શક્તા નથી !" એમાં પણ ગાંધીનગરની ગાદીએથી કાયમ દિલ્હીને દબડાવવાનો ચાલ છે તેમ બોલાયું કે ગુજરાત તૈયાર છે. મેચ લાવો. અલબત્ત, મુખ્યમંત્રીના ગર્જનતર્જનના તરણા ઓથે રહી ગયેલો ડુંગર માત્ર એટલો જ હતો કે કેન્દ્ર સરકારના ગૃહ ખાતાની પૃચ્છાના ઉત્તરમાં ગુજરાતના ડીજીપી એપ્રિલના ઉત્તરાર્ધમાં ચૂંટણીની જવાબદારી જોતાં આઈપીએલ મેચોની જવાબદારી લેવા બાબતે પ્રતિકૂળતા જણાવી ચૂક્યા હતા.
દરમ્યાન, મુખ્યમંત્રીના સુરક્ષા હુંકારના ઉત્તરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન ચિદમ્બરમે ઠીક ટોણો માર્યો કે મેચનું તો સમજ્યા, પણ ગોધરા – અનુગોધરા વખતે તમારી સુરક્ષાસજ્જતા ક્યાં હતી એ તો કહો. નહીં કે ચિદમ્બરમે કરેલી ટીકા ખોટી હતી; નહીં કે મોદીએ આ ટીકા રળી નહોતી – પણ, આખરે તો, આ પ્રકારની પ્રહારમારી પણ 'બિઝનેસ ઍઝ યુઝ્વલ' નથી તો બીજું છે પણ શું. ભૈ, આઈપીએલ ઓચ્છવનો સવાલ સલામતી બંદોબસ્તના ચાલુ દાયરાની બહાર કાઢીને જોવાની જરૂર હતી અને છે. દેશ આખો જ્યારે ભાગ્યનિર્ણયની પ્રાણપ્રક્રિયામાં પડ્યો હોય ત્યારે લોકને આઈપીએલ ઓચ્છવને મિશે નાને પડદે ચોંટાડી રાખી વિચારમૂઢ બની રહેવાનો જોગસંજોગ રચી આપવો, એ 'બિઝનેસ ઍઝ યુઝ્વલ' નથી જ નથી : કદાચ, લોક આમ મનોરંજનમૂઢ બની રહે એમાં રાજકારણીઓને વધુ ફાવતું આવતું હશે ? જેમ મીડિયા અને બૂકિયા તેમ કોઈ રાજકારણિયા પણ લાભાર્થી હશે ? બિઝનેસ, સાહેબો, બિઝનેસ.

Loading

1 December 2012 admin
← વરુણ, ભાજપ અને બીજા સત્તાતુરાણાં ન ભયં, ન લજ્જા
ગગનથી ધરા કેટલે અમન અને ઇન્સાફ એકત્ર આવે એટલે →

Search by

Opinion

  • ઘટથી વટ
  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …
  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?
  • પુલમાં સિક્કો – એક અવલોકન 
  • રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું : ભગતસિંહ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved