Opinion Magazine
Number of visits: 9651721
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીસો

વિજય શાહ|Opinion - Short Stories|7 April 2014

ફોન ઉપર ગાંધી સાહેબ ભારે હૃદયે કહેતા હતા કે ‘ભગવાન કરે ને મારી દશા પેલા લલિતભાઈ જેવી ના થાય.’

‘શું થયું જરા માંડીને વાત તો કરો?’

‘કેટલી માનસિક વિડંબના થાય, જ્યારે ડોક્ટર તમને યમરાજા થવાનું કહે?’

‘હેં? મોણ નાખ્યાં વિના કહો કે થયું શું?’ ગાંધી સાહેબે ખોંખારો ખાઈને શરૂ કર્યું.

‘મયૂરીબે’નની તબિયત બગડી એટલે લલિતભાઈ અને તેમનો દીકરો મૃગાંગ તેમને ઇમર્જન્સીમાં હ્યુસ્ટનની સાઉથ વેસ્ટ મેમોરિયલ હોસ્પિટલ લઈ ગયા. આમ તો તેમણે ભાન ગુમાવી દીધું હતું. તાબડતોબ તેમના બધા ટેસ્ટ લેવાયા અને ખબર પડી કે તેઓની સુગર ખૂબ વધેલી હતી અને ‘કોમા’માં જતા રહ્યા હતા. તેમનું કોલેસ્ટેરોલ અને આલ્બ્યુમીન પણ ઘણું ઊંચું હતું.

લલિતભાઈ નાસીપાસ થયા હતા. તેમાં કોમાનું નામ સાંભળ્યું એટલે એકદમ હક્કાબક્કા થઈ ગયા. મૃગાંગ વાતો બધી સમજતો હતો અને તેથી ડૉક્ટરને પૂછતો હતો, તરત સારવાર મળી ગઈ છે તે તબક્કામાં મમ્મી બચી જશે ને?

ડોક્ટર નિરાશામાં માથું હલાવતા બોલ્યા, જોઇએ શરીર કેટલો ટેકો આપે, તેના ઉપર બધો જ મદાર. બ્રેઈન ડેડ છે. મયૂરીબહેનની આંખો ખુલ્લી હતી પણ હલન ચલન બીલકુલ નહતું. ડોક્ટર જે કહેતા હતા તે બધુ તેમને સંભળાતું હતું.

ડૉક્ટર કહે, ‘કોમામાં જવું તે શરીરની સંરક્ષણ પ્રક્રિયા છે અને જવલ્લે જ કોઈ પાછું વળે છે.’

મૃગાંગ કહે, ‘એવું ના કહો, ડૉક્ટર સાહેબ.’

‘જુઓ ચમત્કાર થાય છે. પણ હજારે એકાદ બે દર્દીઓમાં, ખાસ કરીને જેમનું મનોબળ મક્કમ હોય તેમનામાં.’

‘મયૂરી તો સખત મનોબળ વાળી છે. તે જરૂર પાછી આવશે જ.’ લલિતભાઈએ આશાવાદ રજૂ કર્યો.

ડૉ.રોબ જોનાથન ગયા.નર્સને દવાના ડોઝ લખી આપ્યા. સ્ટરાઇલ વૉટર સાથે ઇન્સ્યુિલન અને અન્ય દવા જતી હતી.

લલિતભાઈ હોસ્પિટલે રોકાયા અને મૃગાંગ ઘરે ગયો. લલિતભાઈએ ઇમર્જન્સીનું બીલ ક્રેડીટ કાર્ડથી ચૂકવ્યું. હજી દવાઓ તો મૃગાંગ લઈને આવવાનો હતો.

મયૂરીબહેન સ્થિર આંખે છતને જોઈ રહ્યાં હતાં. તેમનું મન લલિતને ઝંખતું હતું. લલિત તેમના સ્થૂળ હાથને મૃદુતાથી પંપાળતો બાજુમાં બેઠો બેઠો રડતો હતો.

અમેરિકાનું આ દુઃખ ! આવે સમયે તમે કાયમ એકલા જ હો !

મયૂરીબહેન અંતરથી ઇચ્છતાં નહતાં કે લલિત રડે. તેઓ તો અંદરથી ઊભા થઈને કહેતાં હતાં.  ના, લલિત, હું કંઈ અધવચ્ચે છોડીને જવાની નથી. મારી દવાઓ તો તેં ચાલુ કરાવી દીધી છે ને? મને સારું થઇ જશે! મયૂરી ઝઝુમતી રહી. તેણે મક્કમતાથી પોતાની જાતને કહ્યું, તે તો હજી ૬૭ની છે. તેના ઘરનાં બધા વડીલોએ આઠ દાયકા તો જોયા છે. 'હું કંઈ વહેલી નહીં જઉં'. મૃગાંગનો મૌલિન તો મને શ્વાસ પ્રાણ વહાલો છે. તેને ગ્રેજ્યુએટ થતો જોવાનો બાકી છે. તેને ઘોડે બેસતો જોવાનો બાકી છે!

રાત વહેતી જતી હતી આખા દિવસનો થાકેલ, લલિતની આંખ મળી ગઈ અને તે ઝોકે ચઢી ગયો. તેની તંદ્રામાં તે મયૂરીને રીબાતી અને પીડાતી જોઈ રહ્યો હતો. આમે ય ભારેખમ ટુનટુન જેવું શરીર અને વકીલ એટલે વહેવાર કે વહાલ તો સમજે નહીં ફક્ત દલીલ વાંધા અને વચકા. તેને કેટલી ય વાર ના કહી હતી કે આમ લચકે લોળ ઘી ના ખા. તારે માટે સારું નથી પણ લલિત! 'થોડું ખાઈશ તો મરી નહીં જઉં', ત્યારે ધુંધવાઈને લલિત બોલતો,' કે મરી જવાય તો તો ઠીક પણ ક્યાંક અધવચ્ચે લટકી ગઈ તો ઇંજેક્શન ખાશે તું અને ગજવા ખાલી મારા થશે'.

અને જો એવું જ થયું ને? એક રાતનાં ૧,૫૦૦ ડોલર ચાર્જ થયો અને દવાઓનું બીલ બીજું ૨,૦૦૦ ડોલર જેવું થશે. આ તો મેડીકેર છે તેથી આટલું જ બીલ થયું! જો મેડીકેર ના હોત તો પચ્ચીસ ત્રીસ હજાર તો ફેંકી દેતા થઈ જતે.

નર્સ આવીને ફરી લોહી લઈ ગઈ. ખખડાટ થયો એટલે લલિત ઝબકી ને જાગી ગયો. નર્સે તેમને શાંતિથી રેસ્ટ ચેરમાં લંબાવવા સૂચવ્યું. લલિત કહે, ‘ના, મને રીપોર્ટ્માં સુગર વિશે જણાવજો, હું જાગું છું.”

તેનું આંતર મન વારંવાર એની જાતને એ જ પ્રશ્ન પૂછી રહ્યું હતું. 'શું કરીશ? જો એ કોમામાંથી પાછી ન ફરી તો? આખરે તો હું ય માણસ છું ને? ખોટ જવાની નક્કી જ હોય તો ઓછી ખોટ કેવી રીતે લેવાય તે જ વિચારવું રહ્યું ને?’

હૃદયે ટહુકો કર્યો ‘પણ લલિત આ મયૂરીની વાત છે. દ્રઢ મનોબળવાળી તો તે છે, પાછી આવી જશે!’

મને પ્રતિપ્રશ્ન કર્યો ‘પણ ક્યારે?’ હૃદય પાસે કોઈ જવાબ નહતો.

નર્સ કહે, અત્યારે લોહી જે રીતે ઘટ્ટ થઈ રહ્યું છે તે મુજબ તો હજી આશા નથી, પણ ડોક્ટર રીપોર્ટ જોઈને વધુ વાત કરશે.

મયૂરી આ સાંભળતી હતી અને તે ગુસ્સે થતી બોલી, ‘નર્સ! તારું ડહાપણ ના ડહોળ. તારા પર મોટો કેસ ના ઠોકી દઉં તો કહેજે મને!’ પણ તેના ગળામાંથી અવાજ નીકળતો તેણે અને કોઈએ ના સાંભળ્યો. લલિતને આર્દ્ર થતો વિચારી તે પણ નિરાશા અનુભવતી હતી. તે મનમાં ને મનમાં બોલતી હતી. લલિત, મને માફ કરજે. મેં તને બહુ જ દુભવ્યો છે. એક વખત આ હુમલામાંથી જો બહાર આવીશ તો બધું વ્યાજ સાથે પાછું વાળી દઈશ. મને ખબર છે, મને તારે માટે પ્રેમ બહુ છે પણ માન બીલકુલ જ નથી. તું એન્જીનિયર તેથી કમાયો ઘણું પણ આ તારી આવડત તેં તારા માટે, તારા પોતાના ધંધામાં વાપરી હોત તો કદાચ આનાથી પણ વધુ સમૃધ્ધ તું હોત!

નર્સે આવીને રીપોર્ટ આપતા કહ્યું, ‘દવાની બીલકુલ જ અસર થતી નથી. તેઓ વેજીટેટિવ અવસ્થામાં છે. ડોક્ટરનું માનવું છે કે કાગળિયા પર સહી કરી આપો, જેથી બેડ ખાલી કરાય.’

‘શું?’ મયૂરીથી રાડ પડાઈ ગઈ.

લલિત ફરીથી આંસુઓમાં ઘેરાઇ ગયો. રાતનાં બાર વાગ્યા હતા મૃગાંગને ફોન કર્યો અને ડોક્ટર જોનાથને ટ્યુબ કાઢી નાખવાની વાત કરી છે તેવું રડતાં રડતાં જણાવ્યું. મૃગાંગ કહે ‘પપ્પા! હું આવું છું.’

‘જો બેટા, તારે આવવાની જરૂર નથી. આ તો તને જણાવવાની જરૂર લાગી એટલે જણાવ્યું. આમે ય તારી મમ્મી અને મેં સુખી દાંપત્યજીવનનાં ૪૨ વર્ષો તો સાથે કાઢ્યાં છે હવે તેને કોમામાં પીડાતી રાખવી અને પૈસાનું પાણી કરવું એ ના પોષાય તેથી હું બહુ વિચારીને એ જ નિર્ણય ઉપર આવ્યો છું કે ડોક્ટરની વાત માનીને કાગળિયા પર સહી કરી દઈશ.

મયૂરી ચીસો પાડી પાડીને કહેતી હતી, ‘લલિત, તું મારું ખૂન કરે છે. આવું ના કર,' પણ તેની ચીસો ક્યાં કોઇને સંભળાતી હતી ?

13727 Eldridge Springs way Houston TX 77083 USA

Loading

7 April 2014 admin
← શું ભાષાનું મૃત્યુ ટાળવું જરૂરી છે? એ ટાળી શકાય ખરું?
એક અનોખું જોડાણ : ગાંધીજી અને બલરાજ સાહની →

Search by

Opinion

  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ
  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન
  • મૂન આઈલેન્ડ
  • બજેટ : પહેલાં અને પછી : આશા અને નિરાશા –

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved