Opinion Magazine
Number of visits: 9446866
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ओपरेशन इक्वालिटी

નીરવ પટેલ|Poetry|21 May 2013

ही कविता फार पूर्वी माझ्या हाती आली होती. आता आता, जुनी कागदपत्रें पहात असतांना पुनः हाती आली. म्हणून तुमच्या सेवेशी. अनुवाद हि बहुदा मीच केला असावा.

 

ओपरेशन इक्वालिटी                                      • नीरव पटेल

                                                                [अनुवादक : डेनियल माझगांवकर]

पाहिल्या उमजल्या शिवाय
वाचल्या निवडल्या शिवाय
समजल्या उमजल्या शिवाय
तूं येऊन आदळलास आमच्यावर
मूर्खासारखा !

भोळ्या माणसा,
साम्यवाद असा थोडाच अवतरतो ?
स्थळ तेथे जळ
आणि जळ तेथे स्थळ,
खड्डे तेथे टेक-या
आणि जेथे खाई तेथे पहाड.
असा एकदम बदल घडवल्याने
का क्रांती होते ?

तुमच्या सारख्या सेन्टीमेन्टल चे
ते काम नोहे –
कोमरेड बनण्याचे……..!
मार्क्स- माओची गोष्ट तर राहिली बाजूला
कमीत कमी नक्सालबाडीच्या शाळेत
आदिवासी पोरां बरोबर एक दिवस जरी
खेळला असतास
तरी सुद्धां तुझ्या कामात कांही दम असता…..
तूं तर बेफाम अराजकतावादी बनून
सुक्या बरोबर ओले हि जाळतोयस
गुंडां सोबत भल्यालाही गिळून टाकतोयस
भाऊक बनून सर्वकांहीं तोडल्या ने
कां नवनिर्माण होत असते ? !
समतोल तूं कदाचित साधूं हि शकशील—
पण तुझे काम नव्हे समरसतेचे,
समानता गाठण्याचे
तसें तर तूं तो दिवसहि आगळाच
निवडलासः
२६ जानेवारी
देशाचा प्रजासत्ताक दिवस !
स्वतंत्रता – समानता -बंधुते च्या
आदर्शांची ध्वजा
अर्ध्या काठीवर होती फडफडवीत ती अंजार ची
भोळी भाबडी मुलें……
आणि तूं अनार्किस्टा सारखा त्यांच्यावर
वाट्टेल तस्सा उलटून पडलास.
तूं पावनकारी प्रकोपा मुळें एवढा पागल
कीं खरें एपीसेंटर पण साधूं शकला नाहींस !
भल्या माणसा, कच्छ तर संता-महंताची भूमी
असेल एखादा जेसल सारखा दरोडेखोर –
भल्या भगवाना —
दिल्ली किंवा गांधीनगर तुला काय
दूर होते रे ?
पण तुझी गोष्ट खरीचः
वातावरण तर असे आहे कीं क्रोधाने भडकुन जावे.
मनात तर येते —
अवतार घेण्याचे वचन देऊन पुतळ्यात प्रवेश करणा-या
भगवानाची खैर राहूं देऊं नये.
कोणी थेंब पाण्यासाठीं कळवळतो…….
तर कोणी आपल्या टेरेस वर चढवतो
सबंध तलाव !
कोणी चंद्राच्या कोरी साठीं आसुसलेला असतो
तर कोणी सबंधच्या सबंध सूर्यालाच
लपवतो स्कायस्क्रेपर च्या मागे………!!!
कोणाची विहीर सुकून गेलीय
तर कोणी सबंध नर्मदाच आपल्या
दारी बांधली आहे…….
(or, read as…..)

 

(तर कोणी सबंध नर्मदाच आपल्या गांवी खेंचून आणली आहे )
अधीर तर आम्ही हि झालो आहोत
शतकानुशतके उष्टी – खरकटी – वेठ-मजूरी करून करून,
त्यांना नागरिकतेमधून नेटीझन बनवले आम्ही…..
तर बदल्यात आम्हाला मिळाला देशनिकाल !
पण आम्ही मानवतावादी आहोतः
आम्ही एक डोळा लाल….. तर एक डोळा अश्रुने
भरलेला ( डबडबलेला ) राखत असतो….
आम्ही एकूण संस्कृतीला च
मोहेंजोदारो ची टेकडी बनवूं पहात नाहीं बरें…….
वेड्या परशुरामा सारखी,
रक्तक्रांती वर आमची श्रद्धा नाहीं.
आम्ही कारूण्यवान बुद्धाचे अनुयायी.
घे, पहा जरा तुझ्या आफ्टर-शोक्स चा परिणाम
आणि कर पश्र्चात्ताप कलिंगाच्या राजासारखाः
ओरिसा जवळ तर कोणी फिरकले सुद्धां नव्हते,
त्यांच्या एन्. आर्. आय. मुळे तर
विदेशी विमानांची रीघ लागून राहिली आहे
अरे, पांढरी कुत्रीं सुद्धां त्यांच्या
मुडद्यांना प्रथम शोधून काढतात.
रेस्क्यू, रिलीफ – रीहॅबिलीटेशन
सर्व कांहीं वर्णाश्रम धर्माच्या शास्त्रीय
क्रमानेच होत आहे तेथेंः
आधी भद्र लोक नंतर इतर लोक आणि
शेवटीं हरिजन…….
सरकार त्यांचे,
स्वयंसेवक त्यांचेच,
त्यांना तर माहेरी आई वाढते भोजन…………..

(कदाचित हें काव्य अपूर्ण असावे, क्षमस्व )

°

ઓપરેશન ઇક્વોલિટી

(26 જાન્યુઅારી 2001ના ધરતીકંપની ઘટનાથી સ્ફૂિરત કવિતા)

 

 

 

 

જોયા-જાણ્યા વગર
વાંચ્યા-વિચાર્યા વગર
સમજ્યા- બૂઝ્યા વગર
તું ત્રાટક્યો ગમારની જેમ.

ભોળા ભાઈ !
એમ કાંઈ થોડો સામ્યવાદ આવી જાય છે ?
સ્થળ ત્યાં જળ
ને જળ ત્યાં સ્થળ,
ખાડો ત્યાં ટેકરો
ને ખીણ ત્યાં પહાડ.
એમ ધડમૂળ ફેરફાર કરી કાઢવા એટલે ક્રાંતિ થઈ ગઈ ?

તમારા જેવા સેન્ટીમેન્ટલ લોકોનું કામ નહિ
કોમરેડ બનવાનું,
માર્ક્સ-માઓની વાત તો બાજુ પર,
કમસે કમ નક્સલબારીની નિશાળના
આદિવાસી છોરા જોડે એક દહાડો રમ્યો હોત
તો ય તારા કામમાં કાંઈ ભલીવાર આવત.

તું તો બેફામ અરાજકતાવાદી બનીને
સૂકા ભેળું લીલું ય બાળી કાઢે છે.
ભૂંડા ભેળા ભલાંને ય ભરખી જાય છે.
ભાવુક થઈને બધું ભાંગી કાઢવાથી
થોડું નવનિર્માણ થઈ જાય છે ?

સમથળ કદાચ કરી શકે તું,
તારું કામ નહિ સમરસતાનું,
સમાનતાનું.

આમ તો તેં દિવસે ય સપરમો ચૂન્યો :
26મી જાન્યુઆરી
દેશનો પ્રજા સત્તાક દિવસ !

સ્વતંત્રતા – સમાનતા – બન્ધુતાના આદર્શોના ધજાગરા
ફરકાવતા હતા અંજારના ભોળાં ભૂલકાં
ને તું એનાર્કીસ્ટની જેમ ઉડઝુડ ત્રાટક્યો એમની ઉપર.

તું પાવન પ્રકોપથી પાગલ
કે સાચું એપીસેન્ટર પણ નાં ગોઠવી શક્યો !
ભૂંડા, કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ,
હશે કોઈ જેસલ જેવો બહારવટિયો ય વળી.
ભલા ભાઈ !
દિલ્લી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે ?

તારી વાત સાચી :
માહોલ તો એવો છે કે ગુસ્સાથી સળગી જવાય.
અવતાર ધરવાનું વચન આપી પૂતળામાં પેસી ગયેલા
ભગવાનનો કચ્ચરઘાણ કરી કાઢવાનું મન થઈ જાય.

કોઈ ટીપા પાણી માટે ટળવળે,
તો કોઈએ ટેરેસ પર ચઢાવી દીધા છે
આખેઆખ્ખા તળાવ.
કોઈ ચાંદરણાની સળી માટે વલખે,
તો કોઈએ આખ્ખે આખા સૂરજને છૂપાવી રાખ્યો છે
સ્કાઈસ્ક્રેપરની આડે.
કોઈની વીરડી ય વસૂકી ગઈ છે,
તો કોઈ આખ્ખે-આખ્ખી નર્મદાને નાંથી લાવ્યું છે પોતાને ગામ.

અધીરાં તો અમે ય થયાં છીએ,
સદીઓનાં વેઠ-વૈતરા કરી કરી.
એમને નાગરિકમાંથી નેટીઝન બનાવ્યા છે અમે
ને બદલામાં અમને મળ્યા છે દેશવટાના રઝળપાટ.
પણ અમે માનવતાવાદી છીએ :
અમે એક આંખ રાતી તો એક આંખ રોતી રાખીએ છીએ.
અમે તારી જેમ આખી સંસ્કૃિતને
મોંએ-જો-ડેરોનો ટેકરો બનાવવા માંગતા નથી.
અમે પાગલ પરશુરામની જેમ
લોહિયાળ ક્રાંતિમાં માનતા નથી.

અમે તો કરુણાળું બુદ્ધના અનુયાયી.

લે, જો તારા આફ્ટરશોકસની અસરો
ને કર પશ્ચાત્તાપ કલિંગના રાજાની જેમ :
આદિવાસી ઓરીસ્સે વાવાઝોડું આવ્યું ત્યારે તો કોઈ ફરકયું નહોતું,
એમના એન.આર.આ ઈ. કનેક્ષનોથી તો,
વિદેશી વિમાનોની વણઝાર ઉમટી પડી છે.
અરે, ધોળિયા કૂતારા ય એમના મડદાની ગંધને
પહેલી પારખી કાઢે છે.
રેસ્ક્યુ-રીલીફ-રીહેબીલીટેશન
બધું વર્ણાશ્રમના ક્રમાનુસાર થાય છે અહીં.
ભદ્રજનો પછી પરિજનો પછી ઈતરજનો પછી હરિજનો.

સરકાર એમની, સ્વયંસેવકો એમના
એમને તો મોસાળમાં માં પીરસનાર
ને ઓશિયાળા તો આંગળિયાત અમે સૌ !

સ્વીત્ઝર્લેન્ડના વૈભવી ટેન્ટ લઇ ગયા નેતા ને બાબુઓ,
પાકિસ્તાનના પાયજામાં લઈ ગયા ચડ્ડી-બનિયાનધારીઓ.
અમારે ભાગે તો નાં આવ્યાં કટકો ટીન કે ટારપોલીન ય.

એમના વસ્તુશાસ્ત્રીઓએ કહ્યું :
વર્ણ પ્રમાણે ફાળવો વાસ.
ને અમારે ભાગે આવ્યા તળાવના ખરાબા —
તે વહેલો મળજો મોક્ષ જળ સમાધિનો !

ભલા ભાઈ ભૂકંપ !
તારું 'ઓપરેશન ઈક્વોલિટી' ફેઈલ।
તું ગમે તેટલા રીક્ટર સ્કેલથી ત્રાટકે —
તું નહિ મિટાવી શકે
ભારતવર્ષની સામાજિક પ્રકૃતિ ને પર્યાવરણ.
ગમે તેટલી અનુકંપા છતાં,
તું નહિ સિદ્ધ કરી શકે
બંધારણના આમુખમાં લખેલુ બાબાનું સ્વપ્ન.

અલબત્ત, એમને જરૂર યાદ રહેશે —
તારાના તેજે પણ ભયના ઓથાર હેઠળ ગાળેલી એ રાતો.

માટે હવે ન ત્રાટકતો બીજી વાર
વાંચ્યા -વિચાર્યા વગર
સમજ્યા- બૂઝ્યા વગર
જોયા-જાણ્યા વગર
નર્યા ગમારની જેમ.

Loading

21 May 2013 admin
← સ્મૃિતનાં ઝરણ પાસે ઊભેલો એક ગઝલકાર
BJP Parliamentary Board Meeting →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved