Opinion Magazine
Number of visits: 9448398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Reflection and Introspection / વિચારીશું – જાતને તપાસીશું –

Gerhard A. Fürst / ‘ભભાઈ’ ભરત પાઠક|Poetry|19 September 2014

વિચારીશું ? જાતને તપાસીશું ?

જીવનમાં પોતાને જે અત્યંત મહત્ત્વનું લાગતું હોય,
પોતે જેને અત્યંત પવિત્ર ગણતા હોઈએ 
તે વિષે જરાક કશુંક ચિંતવવા માટે,
 જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં
અમુક તમુક જાતિના કે કોમના, વર્ણના કે વંશના;
એવા આપણે ભેળા મળતા હોઈએ;
ઘરમાં કે જાહેરમાં કે કામકાજનાં થાનકે,
મંદિરમાં કે મસ્જિદમાં, ગિરજાઘરમાં કે અગિયારીમાં;
ત્યારે ત્યારે આપણા ચિંતવનમાં એવું પણ હોજો કે
જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે
બીજા એવા લોકો સાથે પ્રસંગ પડે, મળવાનું બને,
જે અદ્દલ આપણા જેવા ના હોય
ત્યારે પણ તે મેળાપ, તે પ્રસંગ,
શાંતિપૂર્ણ રહે, પ્રસન્નકર બને.

વળી આ હકીકત પણ ધ્યાનમાં લઈએ કે
આ સૃષ્ટિની અગણિત રૂપની અનંત લીલામાં
બધા માનવીઓ ક્યારે ય
એક જ બીબામાથી ઘડાતા જતા નથી.
અને જોઈએ કે એ જ તો છે માનવતાની મહત્તા અને ખૂબી;
કે વૈવિધ્યમાંથી જ આવે છે એ મહત્તા અને તાકાત.

અને એ હકીકત પણ યાદ રાખીએ કે
કુદરતમાં ક્યાં ય કશું એક જ સરખું હોતું નથી,
સૃષ્ટિમાં જેમ જુદા જુદા પ્રકારની ચીજો,
એમ જ પાછાં દરેક ચીજના દરેક નમૂના જુદા …
કોઈ ઝાડ, કોઈ છોડ, એક સરખાં નહીં,
ન કદમાં, ન ઘાટમાં, ના રંગમાં, ન ગુણમાં,
ગંધ જુદી, સ્વાદ જુદા, અસર જુદી ..
ન કોઈ તણખલાં એકસરખાં, ન માટીના કણ …
ફૂલે ફૂલે જુદા રંગ, જુદા જુદા ઘાટ, જુદી જુદી વાસ …
સાગરકિનારે રેતીનો કણેકણ આગવાં રૂપરંગનો નમૂનો …
કુદરત નથી એકરૂપિણી, નથી એક્સૂરીલી;
   અહીં નથી નકરા ટેકરા ને ડુંગરા,
કે નથી સપાટ મેદાન જ મેદાન,
નથી માત્ર વગડા ને વનરાજી કે ગીચોગીચ જંગલો,
નથી માત્ર ઘાસિયા સરોવર કે નથી ખાલી સૂકાં રણ …

બધાં પ્રાણીઓ ય ક્યાં એકસરખાં હોય છે ….
ઊડી જાણે એને કહ્યાં ખેચર, જમીન પર વસે તે ભૂચર,
જળના નાનકડા ખાબોચિયાથી લઈને કૂવા-તળાવમાં,
નદી ને નાળાંમાં, સરોવર ને સમંદરમાં વસે તે જળચર ..,
જુઓ કે કેટલાંક તોતિંગ કદનાં
તો બીજાં અનેક નારી આંખે દેખાય નહીં એટલાં બારીક ..

તો ત્યારે શા માટે સઘળા માણસોને એકસમાન
હોવાનો, થવાનો, બનાવવાનો આગ્રહ…?

ડુંગર ટોચે પહોંચવાની કેડીઓ તો અનેક છે,
કોઈ એક જ “સાચી” હોવાનો કોઈનો દાવો કેમ મનાય,
અને તો ય ઘણા એવા દાવા નોંધાવ્યા જ કરે,
એ માટે બીજાઓ સાથે હરીફાઈ કરે, તકરાર કરે

‘સાચો’ મારગ તો એ જ કે
સહુની કેડીને એકસરખા માનથી કબૂલવી;
એવી રીતે કે ન કોઈને નૂકસાન પહોંચે, ન કશી હાનિ …

ચાલો આપણે એકબીજા સાથે આદરથી, ઉદારતાથી,
કરુણાથી ને કાળજીથી વર્તતા રહીએ …
આપણને જે કાંઈ આઘા અને અળગા રાખે 
તેના કરતાં અનેકગણું એવું છે કે જે આપણું સહિયારું છે …
પોતાનો ઉદ્ધાર પોતાની રીતે જ કરીએ,
તો સાથે સાથે એ પણ ન ભૂલીએ કે
આપણે સહુ માટે વિશ્વ તો આ એક જ છે.

Gerhard A. Fürst નામના લેખકના મૂળ અંગ્રેજીનું
ગુજરાતી રૂપાંતર
‘ભભાઈ’ ભરત પાઠક

સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪

•
જોઈ વિચારી સાચને મારગ ચાલીએ જો સંગાથે,
ધરતી કેરાં બાળ આપણ ઊગરીએ સૌ સાથે.

•

Reflection and Introspection
 

Wherever and whenever people gather,
regardless of race, creed, color, or ethnic origin,
be it in their homes, in public,
at their places of work, or in
temples, churches, mosques, synagogues…
to reflect on what is vital to them,
to give credit and thanks for their existence,
to reflect on what they value most in life,
to reflect on what they consider to be most sacred…
let them also consider what is
honorable, honest, decent, right, just, and humane
whenever and wherever dealing with
and encountering people who are not
exactly as they themselves are…
Let the encounter and interaction
be peaceful!
Let them reflect on the fact
that in the infinite wisdom of what is divine,
not all people were created as if made from one single mold.
Let them reflect that therein lies
the greatness and beauty of humanity!
There is greatness and strength in diversity.

Reflect on the fact that in nature
there is no homogeneity…
There are vast differences
within and between all things in existence…
 
Not all the trees are the same
in size, shape, and stature,
nor do they all serve the exact same purpose…
Not all the blades of grass are exactly alike…
Not all grains of sand on all the beaches of the world
are identical…
Not all flowers are of one size, shape, or color…
nor do they emit the same fragrance…
Nature is not uniform or monotone.
It is not all mountainous,
nor is it all flat and plain…
It is not all forested,
nor is it all grassland, or desert…
Not all creatures inhabit the lands…
Consider those which fly,
and those which swim
in the vast oceans, seas, rivers, lakes, and ponds…
Consider that some are gigantic,
and others can only be detected
under microscopic examination…
Why then should all humans
be compelled and coerced
to become identical.
There are many paths
to the mountain top…
No-one has an exclusive claim
to the only “right” course of action…
although many do exactly this..,.
contesting and conflicting with each other…
combatting each other…
Let the only way be one
respectful interaction…
doing only what will not
bring hurt or harm
to anyone else…
Let us interact
with consideration, with generosity,
with charity, with kindness, and with care…
We have more things in common
than what divides or differentiates us,
one from the other.
Seek your salvation in your own way,
but consider and reflect on the fact
that we have only one world to share!
 
Gerhard A. Fürst

September 10. 2014

courtesy : ‘africana-orientalia’, 10 September 2014

Loading

19 September 2014 admin
← ભારત પાસે બહેરા વડાપ્રધાન છે
ચીન-અમેરિકા અંજપાની અધવચ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved