જે થાવાનું છે એ થાશે, એ નક્કી છે,
સૂર્ય ફરી મધ્યાહ્ને જાશે, એ નક્કી છે,
અંધારાના કારણમાં તો રાત છે કેવળ,
કાલ ફરી કિરણો પથરાશે, એ નક્કી છે,
ક્ષણ ભરનો સન્નાટો છે આજે જંગલમાં,
કોલાહલ પાછો ફેલાશે, એ નક્કી છે,
થોડી દહેશતના કારણથી પંખી ચૂપ છે
જલ્દી પાછાં ગીતો ગાશે, એ નક્કી છે,
માણસની પીડાનું કારણ માણસ છે ખુદ
સત્ય હવે સહુને સમજાશે, નક્કી છે.
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 16 ઍપ્રિલ 2020