દાદી કહી સંભળાવતા
કિસ્સા
સતત વરસાદ થવાથી
પૂર પહેલાં પણ આવતું હતું
કોઈક વર્ષે
પાણીનું સ્તર વધી જતું.
ભાંખોળિયા ભરતા
શિશુની જેમ ધીમે ધીમે
જાન-માલની હાનિ
નહોતી થતી
એવા સમયે લોકો
માંચડા પર આશરો લેતા
અથવા ગામની સૌથી ઊંચી
ટેકરી પર જતા રહેતા
નદીનો ક્રોધ
શાંત થઈ ગયા બાદ
જે રીતે વધ્યું હતું
પાણી ધીમે ધીમે
ઉતરી જતું
દાદી કહેતા—
જે વર્ષે નદીમાં પૂર આવતું
પાક બમણો પાકતો
પૂર જેટલું લઈ લેતું
એનાથી ઘણું વધારે આપતું
હવે મા કહે છે —
જ્યારથી નદી પર બંધ બાંધ્યો છે
સુંદરવનના વાઘની માફક
નદી આદમખોર બની ગઈ છે
રાત કે દિવસ જોયા વગર
દાબ્યા પગે
અચાનક ભયાનક હુમલો કરે છે
ખાઈ જાય છે —
જાન-માલ
આપી જાય છે પીડા —
જિંદગીભર વ્હાલાઓથી
છૂટા પડી જવાની.
e.mail : rupaleeburke@yahoo.co.in