પરજીવીઓને ઓક્યા જ્યારથી
ધીરું-ધીરું ચાલે ત્યારથી
ચાલે
પગ લાગે સાંઠીકડાં જાણે
ફરે
ન ઠરે
મેણિયાં બેચાર માંડ મળે
રોટલી એકાદ ક્યાંક મળે
પેટમાં ઊતરે
મૂતરે, તો વાસ મારે
પોદળામાં પોદળાની છાંટ લાગે
સડક પર એકબે પોદળા
આવે કને, ડોક ફેરવે, તરત ઊડતાં
ફડફડ ફડ
ફરફર ફર.
e.mail : umlomjs@gmail.com
 

